હિન્દી ફિલ્મોના પીઢ સંગીતકાર ચિત્રગુપ્તનો આજે ૧૦૩મો જન્મ દિન. ૧૬ નવેમ્બર, ૧૯૧૭ના રોજ બિહારના છપરા મુકામે એમનો જન્મ. એમની અનેક સૂરીલી ધૂનો કાળની ગર્તામાં ધૂંધળી થઇ ગઈ છે, પણ જયારે એ કાને પડે છે ત્યારે એમના આ સર્જન માટે માન થાય છે.
ફિલ્મોમાં સંગીતકાર બન્યા એ પહેલાં ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ પટણામાં અધ્યાપક હતા. અર્થશાસ્ત્ર અને પત્રકારત્વમાં અનુસ્નાતક થયેલા ચિત્રગુપ્તજી કદાચ આપણા સૌથી વધુ ભણેલા સંગીતકાર હશે. પ્રોફેસરમાંથી સંગીતકાર બનેલા મહાનુભાવ પણ કદાચ એ એકલા જ હશે.
મુંબઈ આવીને એ સંગીતકાર એસ.એન. ત્રિપાઠીના સહાયક બન્યા. સ્વતંત્ર રીતે સંગીત આપવાનો મોકો ‘તુફાન ક્વિન’ (૧૯૪૬)માં મળ્યો. શમશાદ બેગમથી અનુરાધા પૌંડવાલ સુધીના તમામ ટોચના ગાયકોએ એમના સંગીત નિર્દેશનમાં ગીતો ગાયા છે. એ સમયના ટોચના લગભગ તમામ ગીતકારોના ગીતો એમણે સૂરથી મઢ્યા હતા.
સંગીતકાર હોવા ઉપરાંત ચિત્રગુપ્તજી સારા ગાયક અને ગીતકાર પણ હતા. વાસના, અપલમચપલમ, એક રાઝ, બડા આદમી, ઓપેરા હાઉસ, ઊંચે લોગ, ઝબક, ભાભી જેવી ફિલ્મોની એમની ધૂનો યાદગાર છે. હિન્દી ઉપરાંત ભોજપુરી, ગુજરાતી અને પંજાબી ફિલ્મોના ગીતો પણ એમણે રચ્યા છે.
‘ભાભી’ ફિલ્મમાં ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…’ જેવું યાદગાર ગીત બનાવનાર આ સંગીતકાર યોગાનુયોગ ઉત્તરાયણના દિવસે જ, ૧૪ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ મૃત્યુ પામ્યા. એમનો સંગીત વારસો આઠ વર્ષ સુધી એમના સહાયક રહેલા પુત્રો આનંદ અને મિલિંદે જાળવ્યો છે.
ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે. વ્યક્તિના સમગ્ર જીવનનો પ્રયત્ન તેના પર જ કેન્દ્રીત હોય છે. વિશિષ્ટ હોવું એટલે પોતાની પાસે એવું કશુંક ધરાવવું, જે અન્ય પાસે ન હોય. પણ તે વિશિષ્ટતા નથી, બલ્કે તે સુખાકારીની જટિલ સમજ છે. જો તમને કેવળ એ વાતથી જ આનંદ મળતો હોય કે તમારી પાસે જે છે, તે અન્ય વ્યક્તિ પાસે નથી – જો તમારા જીવનની આ એકમાત્ર ખુશી હોય, તો અમે તેને વિશિષ્ટતા નહીં, બલ્કે વિકૃતિ કહીએ છીએ.
લોકો દરેક પ્રકારની બાબતોમાં ખુશી શોધી શકે છે. એક વખત બે વ્યક્તિઓને નજીકના કબીલાના બે ક્રૂર નરભક્ષીઓ ઉઠાવીને લઈ ગયા. તેમના સરદાર ને મળ્યા પછી કબીલાએ તે બંને પુરુષોને જીવતા રાંધી નાંખવાનું નક્કી કર્યું. બંનેને પાણી ભરેલા મોટા તપેલામાં મૂકવામાં આવ્યા અને આગ પેટાવવામાં આવી. પાણી વધુને વધુ ગરમ થવા માંડ્યું, ત્યારે બંનેમાં જેની વય વધુ હતી તે માણસ હસવા માંડ્યો, ખરેખર હસવા માંડ્યો. તેનાથી નાની વયનો માણસ બોલ્યો, “શું તમે પાગલ છો? શું તમે જાણો છો કે આપણી સાથે શું થઈ રહ્યું છે? શા માટે તમે હસી રહ્યા છો?” મોટી વયનો પુરુષ બોલ્યો, “મેં સૂપમાં પેશાબ કરી દીધો!” આમ, લોકો તમામ પ્રકારની વિકૃતિઓમાં આનંદ શોધી લે છે.
આધ્યાત્મિકતા વિશિષ્ટ બનવા અંગે નથી. તે દરેક વસ્તુ સાથે એક થઈ જવા સંદર્ભે છે. વિશિષ્ટ બનવાની ઈચ્છા રાખવાની આ બિમારી લોકોમાં વ્યાપી છે, કારણ કે તેઓ તેમના અસ્તિત્વના આગવાપણાનું મૂલ્ય જાણતા નથી.
દિમાગ હંમેશા ઘણી બધી રીતે વિશિષ્ટ બનવા ઈચ્છે છે. અહમ ભરેલા દિમાગની આ પ્રકૃતિ છે. તે કેવળ તાર્કિક રીતે સરખામણી કરી શકે છે. જે ક્ષણે આ સરખામણી આવે છે તે સાથે જ સ્પર્ધા શરૂ થઈ જાય છે. જે ક્ષણે સ્પર્ધા શરૂ થાય છે, તે ક્ષણે જીવન અંગેની તમારી સમજ હવામાં ઓગળી જશે કારણ કે ત્યાર પછી તે ફક્ત અન્ય કરતાં બહેતર બનવા સંદર્ભે જ હોય છે. આ મૂર્ખતાભર્યા પ્રયાસને કારણે અમે આવી વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ ગયા છીએ અને લોકોને તેમની પોતાની પ્રકૃતિ વિશે સમજાવવું પડે છે. અમારે લોકોને તેમની મૂળ પ્રકૃતિ વિશે યાદ દેવડાવવું પડે છે, કારણ કે તેઓ અમુક વ્યક્તિ અથવા તો તેમની આસપાસની તમામ વ્યક્તિઓ કરતાં ચઢિયાતા પુરવાર થવામાં જ ખોવાઈ ગયા છે.
થોડા સમય પહેલાં, અમારા યોગ કાર્યક્રમનાં બ્રોશર્સમાં કહેવામાં આવતું: “સામાન્યમાંથી અસામાન્ય (ફ્રોમ ઓર્ડિનરી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી).” લોકો વિચારતા કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને વિશિષ્ટ કે ખાસ બની જશે અને તેઓ મને પૂછતા, “સદગુરુ, અમે ખાસ શી રીતે બનીશું?” હું કાયમ તેમને કહેતો, “તમે ‘એક્સ્ટ્રા’ ઓર્ડિનરી (અસામાન્ય) બનવાના છો – અન્ય લોકો કરતાં વધુ ઓર્ડિનરી (સામાન્ય).”
તમે વિશિષ્ટ બનવા માટે જેટલા વધુ પ્રયત્નો કરશો, તેટલા જ સત્યથી વધુ દૂર થશો. ખાસ બનવાની આ મહેચ્છામાંથી ઘણી જ પીડા અને માનસિક બિમારી ઉદ્ભવે છે. તમારી પાસે જે છે, તે અન્ય વ્યક્તિ પાસે નથી – તેવા વિકૃત આનંદમાં રચ્યાપચ્યા રહેવાને બદલે જો તમે સાચા અર્થમાં સૌમાંના એક બનવાનો પ્રયત્ન કરશો, તો આ આંતરિક સંઘર્ષ પૂર્ણપણે ગાયબ થઈ જશે. જો તમે તમારૂં અને સાથે જ અન્ય લોકોનું આગવાપણું પિછાણી લેશો, તો તમે અન્યો કરતાં ઊણા પણ નહીં ઉતરો, કે તેમનાથી ચઢિયાતા પણ નહીં થાઓ.
(જગ્ગી વાસુદેવ)
દેશના સૌથી શક્તિશાળી પચાસ વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા તેમજ બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
ભાવિના ગર્ભમાં ડોકિયું કરવાની ઇચ્છા કોને ન થાય? એમાંય જ્યારે વિક્રમ સંવત કે અંગ્રેજી કેલેન્ડર શરૂ થાય ત્યારે નવું વર્ષ આપણા માટે, સમાજ માટે, દેશ માટે કે વિશ્વ માટે કેવું વીતશે એ જાણવાની ય જિજ્ઞાસા જાગે.
આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઇ રહયું છે ત્યારે આ વર્ષનું રાશિવાર ફળ-કથન વાંચો જાણીતા જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ના કલમ-ટીપણાંમાંથી…
(અમરેલીસ્થિત રોહિત જીવાણી ગુજરાતના જાણીતા જ્યોતિર્વિદ છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ પર એમણે ઘણા પુસ્તકો લખ્યા છે અને કાર્મિક એસ્ટ્રોલોજી પર એમનું સંશોધન દેશ વિદેશમાં અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે. કોરોનાથી લઈને સુશાંતસિંહ રાજપૂત કેઈસ અને અમેરિકાની ચૂંટણીથી લઈને ભારતીય રાજકારણ અને ક્રિકેટથી લઈને જીવનમાં આવી રહેલા બદલાવ જેવી સાંપ્રત ઘટનાઓ પર એ અવારનવાર આગાહીઓ કરતા રહે છે.)
ગાંધીનગરઃ પ્રવર્તમાન કોવિડ-19 રોગચાળાની સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લઈને ૧૬ નવેમ્બર, ર૦ર૦એ પ્રજાજનો-નાગરિકો સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનો શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે યોજવામાં નહીં આવે, જેથી સૌ નાગરિક-ભાઈબહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. .
જોકે મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણી 16 નવેમ્બરે નૂતન વર્ષનો આરંભ સવારે 8 વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં પૂજન-અર્ચનથી કરશે. ત્યાર બાદ તેઓ સવારે 9 કલાકે અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન-પૂજન માટે પણ જશે.
દિવાળીમાં તળેલા નાસ્તા ન ખાવા હોય તો ઘઉંના લોટના બિસ્કીટ બનાવવા એ સહેલો, ઈન્સ્ટન્ટ અને ડાયેટ માટેનો સરસ મઝાનો વિકલ્પ છે! તે પણ ઓવન વિના! કઈ રીતે? તો જાણી લો રીત!
સામગ્રીઃ
ઘઉંનો લોટ – 1 કપ
ચણાનો લોટ – ½ કપ
મીઠું – 2-3 ચપટી જેટલું
એલચી પાવડર – ½ ટી.સ્પૂન
દળેલી ખાંડ – 1/3 કપ
ઘી અથવા માખણ – 1/3 કપ
પિસ્તાની કાતરી – 1 ટે.સ્પૂન
રીતઃ ઘઉંનો તેમજ ચણાનો લોટ એક મોટા બાઉલમાં લઈ લો. તેમાં 2-3 ચપટી દળેલું મીઠું તેમજ દળેલી ખાંડ પણ ઉમેરીને લોટના આ મિશ્રણને એકસરખું મિક્સ કરી દો. હવે એમાં ઘી મિક્સ કરો. ધ્યાન રહે ઘી ઓગળેલું નથી લેવાનું. જો ઘી ઓગળેલું હોય તો થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો. ઘી વડે લોટ બાંધો. પાણી બિલકુલ નથી નાખવાનું. ઘી મિક્સ કર્યા બાદ લોટને મુઠ્ઠીમાં વાળી જુઓ. જો ગોલો વળે તો ઠીક છે. નહીંતર તેમાં હજુ બીજું ઘી ઉમેરો. બિસ્કીટ માટેનો લોટ રોટલીના લોટનો લૂવો વાળીએ તેવો બંધાવો જોઈએ.
એક થાળી લો, તેની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ પેપર ટાઈટ પાથરીને લગાડી દો અને થાળીના કિનારેથી એને વાળી દો. જો ફોઈલ પેપર ના હોય તો બટર પેપર લઈ શકો. એ પણ ના હોય તો નોટબુકમાંથી પ્લેન પેપર લઈ આખા પેપર ઉપર તેલ લગાડી દો. પેપરની કોઈ કિનારી બાકી ના રહેવી જોઈએ. તેલ બરાબર લાગ્યું છે તે તપાસવું હોય તો તેલવાળા પેપરની નીચે મૂકેલી થાળી અથવા કોઈ વસ્તુ દેખાય તેવું પેપર ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. ફોઈલ પેપર વાપરવું હોય તો તેની ઉપર પણ તેલ ચોપડવું જોઈએ.
બિસ્કીટ વાળવા માટે તમે જોઈએ તે આકાર આપી શકો છો. 1 ઈંચ જેટલું મિશ્રણ હાથમાં લઈ તેને ગોળાકાર આપી શકો અથવા તેને તેલ ચોપડેલી થાળી અથવા વાટકીને ઉંધા ગોઠવી તેની પર બિસ્કીટને કોઈ પણ આકાર આપી શકો છો. બિસ્કીટની ઉપર ચપ્પૂ વડે કાપા પાડી ચેક્સમાં ડિઝાઈન પાડી શકો છો. હવે આ બિસ્કીટને ચપ્પૂ વડે ઉંચકીને તેલ ચોપડેલા ફોઈલ પેપરવાળી થાળીમાં છૂટાં છૂટાં ગોઠવતા જાઓ.
અડધી વાટકી જેટલું દૂધ લઈ તેમાં ખાંડ ઓગાળી દો. આ મિશ્રણમાં થોડું રૂ ભીંજવીને વાળેલા બિસ્કીટની ઉપર હળવે હળવે ચોપડી દો. ત્યારબાદ પિસ્તાની કાતરી ભભરાવી દો.
એક મોટી કઢાઈ લો જેમાં થાળી આવી જાય અને તેને ઢાંકી શકાય. તેમાં એક વાટકી જેટલું મીઠું પાથરીને એક કાંઠો મૂકો. મીઠું ના નાખવું હોય તો ફક્ત કાંઠો મૂકો. કાંઠો ના હોય તો પહોળી વાટકી મૂકો અને ઢાંકણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે કઢાઈને પ્રિ-હીટ કરો. 10 મિનિટ બાદ ગેસની આંચ ધીમી કરીને હળવેથી એક કપડા વડે ઢાંકણ ખોલીને બિસ્કીટ વાળી થાળી અંદર ગોઠવીને તરત જ કઢાઈ ઢાંકી દો. ગેસની ધીમી આંચે બિસ્કીટ થવા દો. એકવાર કઢાઈ ઢાંક્યા બાદ 15 મિનિટ પછી જ બિસ્કીટને ચેક કરવા ઢાંકણ ખોલી શકો છો, એ પહેલા નહીં. 20-22 મિનિટ બાદ કઢાઈ ખોલીને જોઈ લો, જો બ્રાઉન કલર આવ્યો હોય તો ગેસ બંધ કરીને સાણસી અથવા કપડા વડે થાળીને હળવેથી પકડીને બિસ્કીટ કાઢી લો.
નવી દિલ્હીઃ ચાલુ નાણાં વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમ્યાન 9.28 અબજ ડોલરના મૂલ્યની સોનાની આયાત કરવામાં આવી હતી. જે ગયા નાણાં વર્ષના સમાન ગાળાની તુલનાએ 47.42 ટકાનો ઘટાડો દર્શાવે છે, એમ વેપાર મંત્રાલયે આ માહિતી આપી હતી. સોનાની આયાતની અસર ચાલુ ખાતાની ખાધ (CAD) પર પડે છે. કોવિડ-19 રોગચાળાને કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. ગયા નાણાં વર્ષમાં સમાન ગાળામાં સોનાની આયાત 17.64 અબજ ડોલર રહી હતી. જોકે ઓક્ટોબરમાં સોનાની આયાત 36 ટકા વધી હતી.
એપ્રિલ-ઓક્ટોબર દરમ્યાન ચાંદીની આયાત પણ 64.65 ટકકા ઘટીને 74.2 કરોડ ડોલર રહી હતી. સોના અને ચાંદીની આયાતમાં ઘટાડો દેશના વેપાર ખાધમાં પણ ઘટાડો આવ્યો છે. આયાત અને નિકાસના અંતર વેપાર ખાધ હોય છે.
એપ્રિલ-ઓક્ટોબરમાં વેપાર ખાધ ઘટીને 32.16 અબજ ડોલર રહી છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 100.67 અબજ ડોલર હતી. ભારત સોનાના સૌથી મોટો આયાતકાર દેશ છે. મુખ્યત્વે આભૂષણ ઉદ્યોગની માગને પૂરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. ભારત વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે. ચાલુ નાણાં વર્ષના પહેલા સાત મહિનામાં રત્ન અને આભૂષણોની નિકાસ 49.5 ટકા ઘટીને 11.61 અબજ ડોલર રહી છે.
મુંબઈઃ BSEએ કંપનીઓ સીધું મૂડીરોકાણ કરી શકે એ માટે સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ડિસ્ટ્રિબ્યુટર્સ, રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સહભાગીઓ માટેની એન્ડ ટુ એન્ડ વેલ્યુ બેઝ્ડ સુવિધા છે. આ પોર્ટલ કંપનીઓ માટે લાઇવ છે અને ટૂંક સમયમાં તે અન્ય હસ્તીઓ (HUF, ભાગીદારી પેઢીઓ, સોસાયટીઓ વગેરે) માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે. આ પોર્ટલ ઘણાં નવાં ફીચર્સ ધરાવે છે.
આ પ્રસંગે BSEના મ્યુચ્યુઅલ ફંડ્સ વિભાગના વડા ગણેશ રામે કહ્યું કે આ વર્ષે નિયામકે એક્સચેન્જીસને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટને સીધા પ્રોસેસ કરવાની મંજૂરી આપી છે તેનાથી સમકક્ષ ભૂમિકા ઉદભવી છે. આ તકને ઝડપી લઈ BSEએ સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ પોર્ટલની સ્થાપના કરી છે, જે કંપનીઓના રોકાણ કરવાના અનુભવને વધુ બહેતર બનાવશે. હવે કંપનીઓ બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને સ્કીમ્સ સાથે એકસાથે ટ્રાન્ઝેક્શન કરી શકશે અને એ માટે તેમણે બહુવિધ પ્લેટફોર્મ્સ પર જવાની જરૂર નહિ રહે. કોર્પ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે અને કંપનીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે.
પટનાઃ બિહારમાં સત્તારૂઢ ગઠબંધન એનડીએની રવિવારે બેઠક મળી હતી, જેમાં નીતીશકુમારને સર્વસંમતિથી એનડીએ વિધાનસભ્યોના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. નીતીશકુમાર બિહારના સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે. આ શપથગ્રહણ સમારોહ સોમવાર યોજાય એવી શક્યતા છે. જોકે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ માટે સસ્પેશન બનેલું છે. આ પહેલાંની નીતીશ સરકારમાં ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદે સુશીલકુમાર મોદી હતા. જોકે આ વખતે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ માટે સુશીલ કુમાર મોદીનું પત્તું કપાય એવી સંભાવના છે. તેમને કદાચ કેન્દ્રમાં લઈ જવામાં આવે એવી શક્યતા છે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ એનડીએની આ મહત્ત્વની બેઠકમાં સામેલ થયા હતા. પટનામાં મુખ્ય પ્રધાન નીતીશકુમારના નિવાસસ્થાને આ બેઠક થઈ હતી. ભાજપની પાસે એનડીએમાં સૌથી વધુ 74 વિધાનસભ્યો છે, જ્યારે જેડીયુની પાસે 43 વિધાનસભ્યો છે. આ ઉપરાંત સહયોગી પક્ષો હમ અને વીઆઇપી પાસે 4-4 સીટો છે.
નીતીશકુમાર નિર્વિરોધ નેતા તરીકે ચૂંટાઈ આવ્યા પછી એનડીએના નેતા રાજભવન જવા રવાના થયા હતા. ત્યાં તેમણે નવી સરકારની રચના કરવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતીશકુમારને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શપથગ્રહણ સમારોહ સોમવારે થવાની શક્યતા છે. પ્રધાનમંડળમાં ભાજપ અને જેડીયુમાંથી કોના વધુ પ્રધાનો હશે, એના પર સ્પષ્ટતા નથી થઈ. જોકે ટૂંક સમયમાં પ્રધાનમંડળને લઈને સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પહેલાં પટનામાં ભાજપ અને જેડીયુ વિધાનસભ્યોની અલગ-અલગ બેઠકો થઈ. એનડીએ બેઠકમાં ભાજપ, જેડીયુ, સહયોગી પક્ષો હમ અને વીઆઇપીના વિધાનસભ્યો પણ સામેલ થયા હતા. કેટલાક અપક્ષ વિધાનસભ્યોએ પણ એનડીએને ટેકો જાહેર કર્યો હતો. ત્યાર બાદ ડેપ્યુટી મુખ્ય પ્રધાન અને નવા કેબિનેટમાં પ્રધાનપદને લઈને રાજનાથ સિંહે નીતીશકુમારની સાથે બેઠક યોજી હતી.