મુખ્ય પ્રધાનનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે નહીં યોજાય

ગાંધીનગરઃ પ્રવર્તમાન કોવિડ-19 રોગચાળાની સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લઈને ૧૬ નવેમ્બર, ર૦ર૦એ પ્રજાજનો-નાગરિકો સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનો શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે યોજવામાં નહીં આવે, જેથી સૌ નાગરિક-ભાઈબહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.                 .

જોકે મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણી 16 નવેમ્બરે નૂતન વર્ષનો આરંભ સવારે 8 વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં પૂજન-અર્ચનથી કરશે. ત્યાર બાદ તેઓ સવારે 9 કલાકે અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન-પૂજન માટે પણ જશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]