Home Blog Page 4304

રાશિ ભવિષ્ય 26/10 થી 01/11/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

પંચાંગ 26/10/2020

(મયંક રાવલ)

૨૬ ઓક્ટોબર ૨૦૨૦

૨૬ ઓક્ટોબર ૨૦૨૦

આપણે શા માટે કુમકુમનો ઉપયોગ કરીએ છીએ?

(સદગુરૂ જગ્ગી વાસુદેવ) 

પ્ર: મંદિર અને પવિત્ર સ્થળો પર પૂજામાં કુમકુમચંદન અને વિભૂતિ શા માટે આપવામાં આવે છે. તેની પાછળ શું કોઈ વૈજ્ઞાનિક કારણ છે? 

સદગુરૂ: અમુક પદાર્થો એવાં હોય છે, જે અન્ય પદાર્થો કરતા વધુ ઝડપથી ઊર્જા એકત્રી કરે છે. જેમ કે, એક  સ્ટીલનો સળિયો, થોડી વિભૂતિ અને એક માણસ, આ બધુ મારી બાજુમાં જ છે. તેઓ મારી પાસેથી અલગ અલગ પ્રમાણમાં  ઊર્જા પ્રાપ્ત કરે છે. તમામની પાસે સમાન તક છે ણ બધા એ ઊર્જાને સમાન રીતે શોષી કે જાળવી શકતા નથી. 

અમુક પદાર્થો એવા પદાર્થો તરીકે ઓળખાય છે, જે સરળતાથી ઊર્જા એકત્રિત કરી શકે છે અને જાળવી પણ શકે છે. વિભૂતિ અત્યંત સંવેદનશીલ છે. તમે સરળતાથી તેમાંથી ર્જા મેળવી શકો છો અને તે ર્જા કોઈને આપી પણ શકો છો. કુમકુ પણ તેવું જ છે. ચંદન પણ અમુક અંશે આ ગુણ ધરાવે છેપરંતુ હું વાહકતાના સંદર્ભમાં ચોક્કસ પણ વિભૂતિને પ્રથમ ક્રમે મુકીશ.  

ઘણાખરા મંદિરોમાંખૂબ જ શક્તિશાળી પ્રાણવાયુની અનુભૂતી થતી હોય છે. આથી આ પ્રકારના પદાર્થ ત્યાં થોડાં સમય માટે રાખવામાં આવે છે. જેથી આ પદાર્થોમાં પણ તે ઊર્જાનો ચોક્કસ જથ્થો એકત્રિત થાય. મૂળ વિચાર એને વેચવાનો છે માટે ત્યાં આવતા દરેકને આ પદાર્થ આપવામાં આવે છે. જો તમે સંવેદનશીલ હશો તોત્યાં હોવાના કારણે તમે આ ઊર્જા પોતાના માટે એકત્રી કરી શકશોજો તમે સંવેદનશીલ નથીતો તમને આવું કંઈક આપવું પડે છે.  

કુમકુમ કેવી રીતે બને છે? 

કુમકુમના રંગથી ભ્રમિત થશો નહીં. કુમકુમ હળદર અને ચૂનાના મીશ્રણથી બને છે. લિંગ ભૈરવીમાં આજે પણ આ બે પદાર્થોનો ઉપયોગ કરી કુમકુમ બનાવવામાં આવે છે. કમનસીબેઘણાં સ્થળોએતે માત્ર રાસાયણિક પાવડરના રૂપમાં મળે છે. હળદરના અસાધારણ ફાયદા છે. આપણી સંસ્કૃતિમાં હળદરના અગણિત ગુણ અને ફાયદાના કારણે હળદરને શુભ અને સુખાકારીનું પ્રતિક માનવામાં આવે છે.  

આપની જીવનની પ્રક્રિયા આપણાં શરીર, મગજ અને ઊર્જાની પ્રક્રિયા પર નિર્ભર કરે છે, એની આજુ-બાજુની વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. આ સંસ્કૃતિમાંઅમે  તકનીકને નિર્ધારિત કરી છે કે કઈ વસ્તુનો ઉપયોગ કરી ર્જાનો સંચાર ચોક્કસ દિશામાં કરી શકાય છે. પરંતુ હાલના સમયમાં મોટા ભાગની સ્ત્રીઓ  કુમકુમના  સ્થાને  પ્લાસ્ટિકનો ઉપયોગ  કરે છે. તમે વિભૂતિ, કુમકુમ, હળદરઅથવા તમે ન ઇચ્છો તો કશું જ ન લગાવો. તે ચાલશે, ણ પ્લાસ્ટિક તો ન જ વાપરો. પ્લાસ્ટિકના ઉપયોગનો અર્થ છે કે તમે તમારી ત્રીજી આંખ બંધ કરી નાખી છે અને તમે એને ખોલવા પણ માંગતા નથી! 

મહિલાઓ કુમકુમ શા માટે લગાવે છે? 

પ્ર: શા માટે વિવાહિત સ્ત્રીઓ માથે કુમકુમ લગાવું જોઈએ? એનો શું મહત્વ શું છે? 

સદગુરૂ: મહત્વની વાત એ છે કે કુમકુમ હળદર માંથી બને છે. તેને લગાવાથી સ્વાસ્થ્યના ફાયદા સાથે અન્ય અનેક  ફાયદા પણ થાય છે. આ સાથે કુમકુમને સમાજમાં એક સામાજીક પ્રતીક તરીકે પણ ગણાવામાં આવે છે. જો કોઈ સ્ત્રીએ કુમકુમ લગાવ્યુ હોય, તો તેના લગ્ન થયેલાં છે તેવો સંકેત મળે છે. જેથી સ્રીએ દરેકને જાણ કરવાની જરૂર રહેતી નથી કે તે પરણીત છે. પશ્ચિમી સંસ્કૃતિમાં, જો કોઈ સ્ત્રીએ હાથમાં વીટીં પહેરી હોય, તો તેણે પરણીત માનવામાં આવે છે. આ બધા પ્રતીકો છે. અહિયાં મહિલા પગે માછલી પહેરે અને સિંદુર લગાવે, તેનો અર્થ થાય કે તે વિવાહિત છે. આ સ્ત્રીની અન્ય જવાબદારીઓ છે. સામાજીક ધોરણે, આ એક એવી પરિસ્થિતિનું આયોજન કરવાની રીત છે જ્યાં સ્પષ્ટ સંકેતો બનાવવામાં આવ્યા છે, જેથી સમાજમાં કોણ, શું છે, તેને સમજી શકાય.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.) 

દશેરા રેલીમાં હિન્દુત્વ મુદ્દે વિરોધીઓ પર ઠાકરેના પ્રહાર

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં વિજયાદશમી-દશેરા નિમિત્તે યોજેલી પક્ષની વાર્ષિક દશેરા રેલીમાં પોતાના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત પર આકરાં પ્રહારો કર્યા હતા. શિવસેનાના હિન્દુત્વ સામે સવાલ ઉઠાવનારાઓની ઠાકરેએ આજે ઝાટકણી કાઢી હતી. ઠાકરેએ કહ્યું કે, અમારું હિન્દુત્વ કંઈ ઘંટડી ને વાસણ વગાડવાવાળું પૂરતું સીમિત નથી. શિવસેનાના સ્થાપક સ્વ. બાળ ઠાકરેએ કહ્યું હતું કે અમારે મન હિન્દુત્વ રાષ્ટ્રીયત્વ છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ભાજપના નેતા ભગતસિંહ કોશ્યારીએ તાજેતરમાં ઠાકરેને પત્ર લખીને એમની પાર્ટીના હિન્દુત્વ વિશે સવાલ કર્યો હતો કે તમારી સરકાર હિન્દુ મંદિરોને ફરી ખોલતી નથી તો શું તમે હિન્દુત્વ છોડી દીધું? તમે સેક્યૂલર બની ગયા?

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાથી આરોગ્ય સુરક્ષાના કારણે આ વખતની રેલી મધ્ય મુંબઈના દાદર (વેસ્ટ)સ્થિત ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનને બદલે એની બાજુમાં આવેલા સ્વાતંત્ર્યવીર સાવરકર સભાગૃહમાં યોજવામાં આવી હતી.

રેલીને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે હું મુખ્ય પ્રધાન બન્યો એના પહેલા દિવસથી અમારી સરકારને પાડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ લોકો ત્યારે બોલતા હતા કે આ સરકાર લાંબો સમય ચાલશે નહીં. પણ મારી સરકાર પાંચ વર્ષ પૂરા કરીને જ રહેશે. મારી એ લોકોને ચેલેન્જ છે કે જો તમારામાં હિંમત હોય તો અમારી સરકારને પાડીને બતાવો.

ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર રાજ્યને જીએસટી મામલે 38,000 કરોડ ચૂકવવાના નીકળે છે, પણ કેન્દ્ર સરકાર એ આપતી નથી અને બિહાર રાજ્યને મફતમાં કોરોના રસી આપવાની વાતો કરે છે. તો આપણે શું બાંગ્લાદેશવાળા છીએ?

ઠાકરેએ પરોક્ષ રીતે બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતને પણ સંભળાવ્યું હતું. એમણે કહ્યું કે મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળનું કશ્મીર કહેવું એ વડા પ્રધાન મોદીનું જ અપમાન છે.

 

ઉલ્લેખનીય છે કંગના રણોતે તાજેતરમાં એવું નિવેદન કરીને વિવાદ જગાવ્યો હતો કે મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર જેવું બનાવી દેવામાં આવ્યું છે.

ઠાકરે સાથે સાવરકર સભાગૃહમાં એમના પત્ની રશ્મી ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. આદિત્ય ઠાકરે રાજ્યના પર્યાવરણ અને પર્યટન ખાતાના પ્રધાન પણ છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આ પહેલી જ દશેરા રેલી હતી. ગયા વર્ષે યોજાયેલી દશેરા રેલી રાજ્ય વિધાનસભા ચૂંટણી પૂર્વેની હતી અને એ વખતે શિવસેના અને ભાજપ મિત્ર પક્ષો હતા અને સત્તા પર હતા. ચૂંટણી બાદ બંને પાર્ટી વચ્ચે અણબનાવ થયો હતો અને એકબીજાનો સાથ છોડી દીધો હતો. એને કારણે રાજ્યમાં સત્તા સંભાળવાના મામલે મુશ્કેલી ઊભી થઈ હતી. આખરે શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો સાથ લઈને સંયુક્ત (મહાવિકાસ આઘાડી) સરકાર બનાવી હતી અને સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવ્યું હતું.

સાવરકર સભાગૃહમાં પહોંચતા પૂર્વે ઉદ્ધવ, એમના પત્ની અને આદિત્યએ શિવાજી પાર્ક સ્થિત સ્વ. બાળાસાહેબ ઠાકરે સ્મૃતિસ્થળે જઈને દર્શન કર્યા હતા.

સભાગૃહમાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વખતે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી દશેરા રેલીમાં માત્ર આમંત્રિત લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું મરાઠી ટીવી ચેનલો પર અને શિવસેના પાર્ટીના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને શિવસેનાના કાર્યકર્તાઓને કાર્યક્રમ લાઈવ જોવા માટે કહેવામાં આવ્યું છે.

કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા અપાઈ; તબિયત સારી છે

નવી દિલ્હીઃ ભારતની 1983ની ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવને એન્જિયોપ્લાસ્ટી સારવાર બાદ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. કપિલ દેવને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો તેથી એમને અહીંની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

61-વર્ષના કપિલે ગયા ગુરુવારે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી અને એમને ફોર્ટિસ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં એમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘કપિલ દેવની તબિયત હવે સારી છે. એમને આજે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એ ટૂંક સમયમાં જ એમની રોજિંદી દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકશે. કપિલ દેવ ડો. અતુલ માથુર સાથે નિયમિત ફોલો-અપ મસલત કરતા રહેશે. જેમણે કપિલ પાજીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી.’

એન્જિયોપ્લાસ્ટી હૃદયની બ્લોક થઈ ગયેલી ધમનીઓને ખોલવાની અને હૃદયને રક્તનો સામાન્ય પ્રવાહ ફરી ચાલુ કરવાની પ્રક્રિયા છે.

કપિલ દેવે તેમના સુકાનીપદ હેઠળ 1983માં ભારતને પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડ કપ અપાવ્યો હતો. 1983ની પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચમાં કપિલ દેવની આગેવાની હેઠળ ભારતે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચાટતું કર્યું હતું. ભારત અને એશિયાની કોઈ ટીમનું એ પહેલું જ વર્લ્ડ કપ વિજેતાપદ હતું.

કપિલ દેવે એમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ટેસ્ટ ક્રિકેટમાં 5000થી વધુ રન કર્યા હતા અને 434 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં કપિલ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે.

ટ્રમ્પને ફરી વોટ આપશો નહીં: મતદારોને ઓબામાની અપીલ

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એવો આક્ષેપ કર્યો છે કે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને માટે અને એમના ધનવાન મિત્રોને મદદરૂપ થવા માટે પ્રમુખપદની બીજી મુદત જીતવા માગે છે.

કોરોના વાઈરસ રોગચાળાનો સામનો કરવાની કોઈ યોજના ન ઘડવા બદલ ઓબામાએ ટ્રમ્પની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

ફ્લોરિડાના માયામીમાં એક ડ્રાઈવ-ઈન-રેલી (ચૂંટણી રેલી)ને સંબોધિત કરતી વખતે ઓબામાએ ટ્રમ્પના હરીફ ઉમેદવાર ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડનને યૂએસ પ્રમુખપદની આગામી ચૂંટણીમાં જિતાડવાની દેશના મતદારોને અપીલ કરી હતી. ઓબામાએ સાથોસાથ, બાઈડનના ડેપ્યુટી તરીકે ઘોષિત કરાયેલાં કમલા હેરિસને પણ જિતાડવાની મતદારોને અપીલ કરી હતી. ટ્રમ્પને બીજી મુદત ન આપવાની એમણે અમેરિકાવાસીઓને વિનંતી કરી છે.

ઓબામાએ એવો દાવો કર્યો હતો કે અમેરિકાવાસીઓ પ્રતિ ટ્રમ્પને જરાય સહાનુભૂતિ કે ચિંતા નથી. એ માત્ર પોતાના અને એમના ધનવાન મિત્રોના લાભ ખાતર જ બીજી વાર ચૂંટણી જીતવા માગે છે.

‘બીજી બાજુ, બાઈડન અને હેરિસ પોતાને માટે નહીં, પરંતુ તમારા માટે, આપણા માટે ચૂંટણી લડી રહ્યાં છે,’ એમ ઓબામાએ કહ્યું.

બાઈડન અને હેરિસ, ટ્રમ્પની જેમ ભરોસો ન કરવા જેવા અને પૈસા લઈને પ્રચાર કરનારા (લોબિસ્ટ્સ)થી ઘેરાયેલા નથી. એ લોકો એવા લોકોના સપોર્ટમાં છે જેમને તમારી કાળજી છે, અમેરિકાવાસીઓની કાળજી છે. દેશમાં ફ્લોરિડા સૌથી વધારે મતદારો ધરાવતું રાજ્ય છે અને આ રાજ્યમાં માયામી સૌથી વધારે મતદારો ધરાવતો કાઉન્ટી (જિલ્લો) છે.

હું પણ ઓવલ ઓફિસમાં બે મુદત બેસી ચૂક્યો છું. (બે મુદત માટે પ્રમુખપદે રહી ચૂક્યો છું). મને તો ખબર જ હતી કે ટ્રમ્પ મારી નીતિઓને ચાલુ નહીં રાખે, પણ મને એવી આશા પણ હતી કે આપણા દેશને ખાતર એ પોતાની કામગીરીમાં થોડોક રસ બતાવશે. પણ મારી એ આશા ઠગારી નિવડી છે, એમ ઓબામાએ વધુમાં કહ્યું હતું.

એક ઈન્ટરવ્યૂ વખતે અધવચ્ચેથી ચાલ્યા જવા બદલ પણ ટ્રમ્પની ઓબામાએ ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે, તે ઈન્ટરવ્યૂ વખતે ટ્રમ્પ ભડકી ગયા હતા અને વોકઆઉટ કરી ગયા હતા. એમને લાગ્યું હતું કે સવાલો બહુ આકરા પૂછવામાં આવે છે. ‘તમે તમારી બીજી મુદતમાં શું કામ કરવા ઈચ્છશો?’ એવો જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો તો એ ભડકી ગયા હતા. જો તમે એક અઘરા સવાલનો પણ જવાબ આપી શકતા નથી તો એને બીજી મુદત માટે વોટ આપવો જ ન જોઈએ, એમ ઓબામાએ મતદારોને કહ્યું છે.

અમેરિકામાં દર ચાર વર્ષે યોજાતી પ્રમુખપદની ચૂંટણી આ વખતે 3 નવેમ્બરે છે. દેશના પ્રમુખપદની એ 59મી ચૂંટણી છે.

દરમિયાન, ટ્રમ્પે ઓબામાના આક્ષેપના જવાબમાં એક ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે ‘ઓબામાના ખૂન્નસભર્યા ભાષણો કોઈ સાંભળતું નથી. 47 જણ હતા. જરાય શક્તિ નથી, પણ જૉ કરતાં હજી સારા છે.’

શિયાળાની મોસમ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ ભારતમાં એવિએશન ક્ષેત્રની નિયામક એજન્સી (રેગ્યુલેટર) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આજથી શરૂ થયેલા અને આવતા વર્ષની 27 માર્ચે સમાપ્ત થનાર શિયાળાની મોસમના શેડ્યૂલ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરવાની એરલાઈન્સને મંજૂરી આપી છે.

ગયા વર્ષને શિયાળાની મોસમમાં DGCAએ 23,307 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને મંજૂરી આપી હતી.

રેગ્યુલેટરે આજે જણાવ્યું છે કે તેણ આ વર્ષના વિન્ટર શેડ્યૂલ માટે ઈન્ડીગોને 6,006 સાપ્તાહિક ઘરેલુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

ઈન્ડીગો આજે દેશની સૌથી મોટી એરલાઈન છે.

રેગ્યુલેટરે એમ પણ કહ્યું છે કે તેણે સ્પાઈસજેટને 1,957 અને ગોએરને 1,203 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

હાલ ભારતમાં એરલાઈન્સને કોવિડ (કોરોના વાઈરસ) પૂર્વેના સમયમાં એમની કુલ જે વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હતી એની વધુમાં વધુ 60 ટકા ફ્લાઈટ્સને ઓરેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મુંબઈમાં જિમ્નેશિયમ્સ ફરી શરૂ…

મહારાષ્ટ્ર સરકાર તરફથી પરવાનગી મળતાં મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં છેક સાત મહિના પછી, 25 ઓક્ટોબર, રવિવારથી જિમ્નેશિયમ, વ્યાયામશાળાઓ તથા ફિટનેસ સેન્ટરોને ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જોકે જિમ માલિકો તથા ગ્રાહકો કોરોના નિયંત્રણ માર્ગરેખાઓનું કડક રીતે પાલન કરે એ શરતે જ કસરત-શારીરિક સુસજ્જતા માટેના આ સ્થાનોને ફરી ખુલ્લા મૂકવાની પરવાનગી આપવામાં આવી છે. આ તસવીરો મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદરસ્થિત આઈકન ફિટનેસ સેન્ટરની છે જ્યાં કર્મચારીને કસરતના સાધનોને સેનિટાઈઝ કરતો અને ફિટનેસ શોખીનોને કસરતની મજા માણતા જોઈ શકાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

અમદાવાદના હોમગાર્ડ્ઝ ભવનમાં શસ્ત્ર-પૂજન કરાયું

અમદાવાદઃ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ્ઝ ભવન ખાતે આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે કરવામાં આવેલા શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના જવાનોએ કેમ્પસમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોરોના વાઈરસ મહામારીને કારણે સંક્રમણ ન ફેલાય એની પૂરતી તકેદારી રાખી હોમગાર્ડ્ઝના વિશાળ સંકુલમાં બોર્ડર વિંગ તેમજ અન્ય જવાનો શસ્ત્ર-પૂજનમાં જોડાયા હતા. શહેરના લાલ દરવાજા ખાતેના હોમગાર્ડ્ઝ સંકુલમાં શસ્ત્ર-પૂજનમાં પિસ્તોલ, કાર્બાઇન, રાઈફલ જેવા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના સિનિયર સ્ટાફ ઓફિસર આર.કે. ભોઈ,  કે.આર. અવસ્થી તેમજ અને જવાનોએ ભાગ લીધો હતો. – પ્રજ્ઞેશ વ્યાસ