Home Blog Page 40

રાશિ ભવિષ્ય 25/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

પંચાંગ 25/09/2024

હરિયાણામાં અમે ત્રણે CM પદના દાવેદારઃ સુરજેવાલા

નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણીમાં ગરમાટો આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીમાં CM પદ માટે દાવેદારી થઈ રહી છે. કોંગ્રેસમાં અત્યાર સુધી હુડ્ડા વિરુદ્ધ શૈલજાની લડાઈમાં સમાધાન નહોતું થઈ શક્યું, ત્યાં પાર્ટીના રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલાએ પણ CM પદની દાવેદારી કરી દીધી છે.

તેમણે કહ્યું હતું કે અમે ત્રણે CM બનવા ઇચ્છીએ છીએ, પરંતુ એ તો હાઇકમાન્ડ નક્કી કરશે. આ બધો વિવાદ સુરજેવાલાના પુત્ર અને કૈથલથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાના એક નિવેદનથી શરૂ થયો હતો. આદિત્ય સુરજેવાલાએ કહ્યું હતું કે બધાની ઇચ્છા હોય છે કે તે CM બને, મારા પિતાની પણ આશા છે, એ સારી વાત છે, પરંતુ CMનો નિર્ણય પાર્ટીના હાઇ કમાન્ડ કરશે. બધા વિધાનસભ્યો જાણે છે કે પાર્ટીના હાઇ કમાન્ડ એવી વ્યક્તિને મુખ્ય મંત્રી પસંદ કરશે, જે કામ કરે અને લોકોથી જોડાયેલા હોય.

કેથલના બજારમાં પુત્ર માટે મત માગવા પહોંચેલા સુરજેવાલાએ કહ્યું હતું કે અમે ત્રણે જણ મુખ્ય મંત્રી બનવા ઇચ્છીએ છીએ, પણ હાઇકમાન્ડ નક્કી કરશે. ત્રણે એટલે- ભૂપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા. પત્રકારો સાથે વાત કરતાં સુરજેવાલાએ કહ્યું હતું કે કૈથલના લોકો વિકાસ ઇચ્છે છે, એટલે કોંગ્રેસમાં આસ્થા દર્શાવીને એને ટેકો આપી રહ્યા છે.

જોકે રાજ બબ્બરે કહ્યું હતું કે હરિયાણા કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે, પરંતુ કોંગ્રેસમાં સૌથી પહેલાં રાહુલ ગાંધીનો ફેસ સામે આવે છે. જો સરકાર કોંગ્રેસની બનશે તો મારું માનવું છે કે જે વિધાનસભ્યો હશે અને હાઇ કમાન્ડનો મત હશે, એમ થશે.

 

ક્ષત્રિય સમાજમાં ભાગલા? જાણો પદ્મિનીબાએ શું જાહેરાત કરી

ક્ષત્રિય સમાજને એકત્ર કરવા માટે થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજના સમેલંનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ક્ષત્રિય સમાજના સંમેલનમાં સમાજના બે ભાગ થતા જોવા મળ્યા. ગત શુક્રવારે અમદાવાદ ખાતે કેટલાક ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓએ સંમેલન યોજી ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની સ્થાપના કરી હતી. હવે મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પણ આગામી 22 ડિસેમ્બરે ક્ષત્રિય સંમેલન યોજવાની જાહેરાત કરી છે.

અમદાવાદ ખાતે 21 સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય શક્તિ અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ નામે સંમેલન મળ્યું હતુ. જેમાં સ્ટેજ પર સ્થાન ના મળતા અને પોતાનું નામ ના બોલાતા નારાજ પદ્મિનીબા વાળાએ પોતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. જે બાદ ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી. જાડેજાએ પણ અસ્મિતા મંચની રચના પર સવાલ ઉઠાવ્યા હતા અને સમાજના ઉભા ફાડિયા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે કરણી સેનાની બધી પાંખો તેમજ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો, રજવાડાઓને સાથે રાખી ક્ષત્રિય સમાજ દ્વારા 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ રાજ્યના બધા જ જિલ્લાઓમાં 11 દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન યોજવાની પણ જાહેરાત કરાઈ છે.

કરણી સેના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળા જણાવ્યું કે, અમદાવાદમાં જે સંમેલન યોજાયું છે, તે માત્ર રાજકીય સંમેલન હતું. આ સંમેલનમાં કોઈ પણ આવ્યું નથી. સમાજના અનેક આગેવાનોનો આ સંમેલનમાં અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે હવે કરણી સેનાની વિવિધ પાંખો તથા ક્ષત્રીય સમાજની વિવિધ પાંખો રાજકીય આગેવાનો સહિતના આગેવાનોને સાથે રાખી 22 ડિસેમ્બરના રોજ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર રાખવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે.

શું નોકરી શોધી રહ્યા છે અનુપમ ખેર? પોતાને ગણાવ્યા સ્ટ્રગલિંગ એક્ટર

મુંબઈ: 500થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીઢ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં જ LinkedIn પર પોતાનો CV શેર કર્યો છે. પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપવા માટે પ્રખ્યાત અનુપમે સોશિયલ મીડિયા પર પોતાનો બાયોડેટા પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેણે પોતાના ફિલ્મી કરિયરથી લઈને અંગત જીવનના ઘણા રહસ્યો જણાવ્યા છે. ‘સારંશ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર ભૂમિકાઓ માટે પ્રખ્યાત અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોતાનો CV પોસ્ટ કરીને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. LinkedIn પર CV તેમની ચાર દાયકા લાંબી કારકિર્દી અને જીવનના અનુભવો દર્શાવે છે.

અનુપમ ખેરે પોતાની પ્રોફેશનલ જર્ની શેર કરી

અનુપમ ખેરે તેમના સીવી દ્વારા લોકોનું ધ્યાન તેમના વ્યાવસાયિક જીવન તરફ દોર્યું છે, જેમાં તેમની અભિનય ક્ષમતા જ નહીં પરંતુ તેમના જીવનના પડકારોને પણ ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બાયોડેટા પણ શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘દર પાંચ વર્ષે હું મારો બાયોડેટા અપડેટ કરું છું! સદભાગ્યે મારા વ્યવસાયમાં કોઈ વય મર્યાદા નથી. આશા છે કે તમને મારો બાયોડેટા ગમશે !!! વિજયી બનો! #આશાવાદ .

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે પોતાને સ્ટ્રગલિંગ એક્ટર કેમ કહ્યા?

આ બાયોડેટામાં તેમની ફિલ્મોગ્રાફી સિવાય અભિનેતા અનુપમ ખેરે પોતાને માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ એક સારા વ્યક્તિ તરીકે પણ દર્શાવ્યા છે. સ્ક્રીન પર 500 પાત્રો ભજવી ચૂકેલા અનુપમ ખેરે ખુલાસો કર્યો છે કે તેમનો સૌથી વિસ્ફોટક રોલ હજુ આવવાનો બાકી છે. અનુપમ ખેરના સીવીનો સૌથી રસપ્રદ ભાગ એ હતો કે તેમના જીવનમાં ઘણા પડકારો હતા, તેમ છતાં તેઓ હંમેશા ધમાકેદાર પાછા ફર્યા અને દરેકના દિલ જીતી લીધા. તેણે એમ પણ લખ્યું છે કે જ્યાં સુધી મને એક અલગ પ્રકારની શાંતિ મળે એવો રોલ ન મળે ત્યાં સુધી હું સંઘર્ષશીલ અભિનેતા જ રહીશ.

અનુપમ ખેરનો વર્કફ્રન્ટ
કામની વાત કરીએ તો અનુપમ ખેર તેની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ અનુપમ ખેર સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવશે. તેમજ અભિનેતા અનુપમ પાસે ‘વિજય 69’ અને ‘ઇમર્જન્સી’ ફિલ્મ પણ છે.

અમેરિકામાં મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ કેમ લાગ્યા નારા?

અમેરિકા: મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ ન્યુયોર્કમાં નારા લગાવવામાં આવ્યા. પ્રદર્શનકારીઓએ તેમના વિરુદ્ધ ‘વાપસ જાઓ’ના નારા લગાવ્યા. મોહમ્મદ યૂનુસ 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં પોસ્ટર લઈને લોકોએ ‘ Younus Go Back’ના નારા લગાવ્યા હતા. પોસ્ટર્સમાં ‘શેખ હસીના અમારા વડાપ્રધાન છે’ જેવા મેસેજ લખ્યા હતા. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા અને સંસદ ભંગ થયા બાદ મોહમ્મદ યૂનુસે 8મી ઓગષ્ટના રોજ વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.  અમેરિકામાં પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે 84 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ ગંદી રાજનીતિ રમીને સત્તામાં આવ્યા છે. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમે ધર્મનિરપેક્ષ લોકતંત્રમાં વિશ્વાસ કરીએ છીએ. બળપૂર્વક સત્તા હાંસલ કર્યા બાદ તેમણે હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મારવાનું શરૂ કરી દીધું. અમારા લોકો બાંગ્લાદેશમાં સુરક્ષિત નથી.

ઢાબા-રેસ્ટોરન્ટને લઈને યોગી સરકારનો નવો આદેશ

ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે નિર્દેશ જારી કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રીએ મંગળવારે મહત્વની બેઠક લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક દિશાઓ આપી.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં માનવ કચરો ભેળવવો ઘૃણાજનક છે. આ બધું સ્વીકારવામાં આવશે નહીં. હવે આવા ઢાબા/રેસ્ટોરાં અને ખાણીપીણીની સંસ્થાઓની સઘન તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સંસ્થાઓમાં કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન પણ થશે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા અને માનક કાયદામાં જરૂરી સુધારા કરવા સૂચના આપી છે. જે મુજબ ફૂડ સેન્ટરો પર ઓપરેટર, પ્રોપ્રાઈટર, મેનેજર વગેરેનું નામ અને સરનામું દર્શાવવાનું ફરજિયાત રહેશે. હવે દરેક વ્યક્તિએ, તે રસોઇયા હોય કે વેઈટર, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા પડશે.

આ ઉપરાંત હોટલ/રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવા પણ ફરજિયાત રહેશે. સૂચના અનુસાર, જો ગંદી વસ્તુઓ જેવી કે કચરો વગેરેમાં ભેળસેળ જોવા મળશે તો સંચાલક/માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રીને લઈ ગુજરાત પોલીસ તંત્ર થયું સજ્જ

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તહેવારને લઈ ગુજરાતના મહાનગરના પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ ખૈલાય પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે. શહેરમાં આયોજીત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસકર્મીઓને ફરજ સોંપાશે.

આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે. આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે. નવલા નોરતાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

તો બીજી બાજું સુરતમાં શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ ઝામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જયારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ ઉપરાંત શહેરમાં પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે.આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી એ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રીના આયોજનોમાં શી ટિમ ફરજ બજાવશે.મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.

કંગનાની ત્રણ કૃષિ કાયદા ફરી લાગુ કરવાની માગઃ કોંગ્રેસનો વિરોધ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપનાં સાંસદ કંગના રણોતે ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે આ વખતે કેન્દ્ર સરકારે દ્વારા રદ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને ફરી લાગુ કરવાની માગ કરી છે. તેની માગ છે કે ખેડૂતોથી જોડાયેલા ત્રણે કાયદા ફરીથી લાગુ થવા જોઈએ.

મંડીના સાંસદે કહ્યું હતું કે દેશના વિકાસમાં એક પિલર ઓફ સ્ટ્રેન્થ છે. ખેડૂતો પોતે જ અરજ કરે કે એ ત્રણ કૃષિ કાયદાઓ છે, જેને ફરીથી લાગુ કરી દેવામાં આવે. કેટલાંક રાજ્યોના ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદા માટે વાંધા ઉઠાવ્યા હતા. હું હાથ જોડીને વિનતી કરું છું કે બધા ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને તેઓ કાનૂન પરત માગે. જોકે હવે આ મામલે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.

કોંગ્રેસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કંગના રણોતને નિશાના પર લીધી છે. પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતો પર લાદવામાં આવેલા ત્રણ કાળા કાનૂન પરત લાવવા જોઈએ, એવું ભાજપનાં સાંસદ કંગના રણોતે કહ્યું છે. દેશના 750થી વધુ ખેડૂતો શહીદ થયા, ત્યારે મોદી સરકારની ઊંઘ ઊડી અને આ કાળા કાનૂન પરત ખેંચાયા. હવે ભાજપનાં સાંસદ ફરીથી આ કાનૂનને પરત લાવવાનું આયોજન કરી રહ્યાં છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે આ કાળા કાયદાની વાપસી હવે ક્યારેય નહીં થાય. પછી ભલે મોદી સરકાર અને તેમના સાંસદ ગમેએટલું જોર લગાડી દે.

વડોદરામાં પ્રથમ વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન

વડોદરા: શહેરમાં રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સનું પ્રથમ વખત આયોજન થતાં 17 જેટલાં આઈ.પી.એસ. અધિકારીઓ હાજર રહ્યા. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના નેજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી હોય છે. પરંતુ આ વખતે રાજ્ય પોલીસવડાએ નવી પ્રથા શરૂ કરી છે અને હવે અલગ અલગ શહેરોમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. જે અંતર્ગત આજે વડોદરા ખાતે પ્રથમ વખત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું. રાજ્યના પોલીસવડા પોલીસ ભવન ખાતે આવી પહોંચતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમનું પુષ્પગુચ્છ તેમજ બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સ મોડી સાંજ સુધી ચાલશે અને તેમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ક્રાઈમ રેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.