Home Blog Page 3034

દોઢ મહિનામાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાર્ટ એટેકથી આઠનાં મોત

અમદાવાદઃ રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાર્ટ એટેકથી 45 વર્ષીય એક શખસનું મોત થયું છે. તે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે તેને ગભરામણ થવા લાગી અને જંમીન પર પડી ગયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે ત્યાં સુધી તેનો જીવ જઈ ચૂક્યો હતો. રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં હાર્ટ એટેકથી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઠ જણનાં મોત થયાં છે. હાર્ટ એટેકથી રાજ્યમાં 30 દિવસમાં છ યુવાનોનાં મોત થયાં છે. જેમાં પાંચ યુવાનોના ક્રિકેટ રમતાં અને એક યુવાનનું ફૂટબોલ રમતાં સમયે મોત થયું છે. યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી?

અમદાવાદના ભાડજમાં એક યુવાનનું શનિવારે ક્રિકેટ રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો હતો. આ યુવાનનું નામ વસંત રાઠોડ હોવાનું સામે આવ્યું છે. ભાડજના મેદાનમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટ રમાઈ રહી હતી તે સમયે તે બોલિંગ નાખી રહ્યો હતો તે સમયે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતું.

રવિવારે 19 માર્ચે મયૂર મકવાણા નામના યુવકનું મોત થયું છે. રાજકોટથી જ અન્ય એક યુવાનનું 15 ફેબ્રુઆરીએ ક્રિકેટ રમતાં મોત થયું હતું. ડીસાનો એક યુવાન જે રાજકોટમાં તેના ભાણેજના લગ્ન પ્રસંગ માટે આવ્યો હતો, જેનું નામ ભરત બારૈયા છે. જેને ક્રિકેટ રમતા અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતું.

રાજકોટની ચોથી ઘટનાની વાત કરીએ તો. રવિ વાગડે નામનો યુવક 30 જાન્યુઆરીએ મિત્રો સાથે રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો, જ્યાં ટેનિસનો બોલ તેને છાતીમાં વાગ્યો હતો. તો પણ તેને રમવાનું ચાલુ રાખ્યું હતુ. ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું મોત થયું હતુ. સુરતથી પણ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયાના સમાચાર ગયા રવિવારે સામે આવ્યા હતા. કેનેડાથી થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો, અને મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. અહીં છાતીમાં દુખાવો ઉપડ્યો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. ડોક્ટરોએ મોતનું કારણ હાર્ટ એટેક કહ્યું હતું.

ઈન્ડિયન હાર્ટ એસોસિયેશનનું કહેવું છે કે  ભારતીયોમાં અન્ય દેશોના લોકોની તુલનામાં 33 ટકા વધારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. અનેક રિસર્ચમાં વાત સામે આવી છે કે  ભારતીય યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા સૌથી વધુ છે, અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે  ખરાબ જીવનશૈલી, ડાયાબિટિસ, આલ્કોહોલનું વધુપડતું સેવન, સ્મોકિંગ અને હાઇપરટેન્શનને કારણે યુવાનોમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.

 

 

 

કન્નડ અભિનેતા ચેતન કુમારની ધરપકડ, હિન્દુ ધર્મને લઈને કર્યું આ વિવાદાસ્પદ ટ્વિટ

કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમાર કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. આ દરમિયાન ચેતન કુમાર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેતન કુમારને હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે ચેતન કુમારે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે હિંદુ ધર્મનું અસ્તિત્વ જુઠ્ઠું છે.

ચેતન કુમારની મુશ્કેલી વધી

વાસ્તવમાં, 20 માર્ચ, સોમવારે ચેતન કુમારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હિન્દુ ધર્મને લઈને એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. ચેતને તેના ટ્વીટમાં તે પાસાઓ તરફ ધ્યાન દોર્યું છે. જેના કારણે તે હિન્દુત્વને જુઠ્ઠાણા પર આધારિત હોવાનો દાવો કરી રહ્યો છે. આ ટ્વીટમાં ચેતન કુમારે લખ્યું કે- હિન્દુત્વ સંપૂર્ણ જૂઠાણા પર બનેલું છે. સાવરકર – ભારતીય રાષ્ટ્રની શરૂઆત જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા – અસત્ય, 1992 બાબરી મસ્જિદ રામજન્મભૂમિ છે – એક જૂઠ, 2023 ઉરીગોડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે – અસત્ય, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે હા- સત્ય સમાનતા છે. હિન્દુ ધર્મ વિરુદ્ધના આ વિવાદાસ્પદ શબ્દોના કારણે હવે કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની મંગળવારે બેંગલુરુની શેષાદ્રિપુરમ પોલીસે ધરપકડ કરી છે.

ચેતન કુમારનો વિવાદો સાથે જૂનો સંબંધ

આ પહેલીવાર નથી જ્યારે કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હોય. આ પહેલા પણ ચેતન કુમાર હિંદુ ધર્મને લઈને પોતાના વાહિયાત નિવેદનોને કારણે હેડલાઈન્સમાં રહ્યા હતા. હાલમાં ચેતન કુમારના આ ટ્વીટનો હિન્દુ સંગઠન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બજરંગ દળના નેતાએ ચેતન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે ચેતન પહેલાથી જ આવા જ વિવાદમાં જામીન પર બહાર છે.

 

મુકેશ અંબાણીનો મેગા પ્લાન; સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે હોટેલ બનાવશે

મુંબઈઃ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની એક નવા સેગ્મેન્ટમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી હોવાનો અહેવાલ છે. કંપની ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલા ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પાસે હોટેલ અને રિસોર્ટ ડેવલપ કરવાની છે.

રિલાયન્સ ગ્રુપ હોસ્પિટેલિટી ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું છે. તેની નવી કંપની રિલાયન્સ SOU ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક હોટેલ અને રિસોર્ટ બનાવશે. ચાર વર્ષ પહેલાં બંધાયેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની અત્યાર સુધીમાં લાખો લોકો મુલાકાત લઈ ચૂક્યાં છે.

ચીનની જનતા પણ કરી રહી છે મોદી-મોદી

બીજિંગઃ ચીન અને ભારતના સંબંધો છેલ્લાં કેટલાંક વર્ષોમાં વણસ્યા છે. ભલે બંને દેશોની વચ્ચે સીમાવિવાદને પગલે તણાવ છે, તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે વડા પ્રધાન મોદી ચીનમાં ઘણા લોકપ્રિય છે, કેમ કે ચીનના સોશિયલ મિડિયા પર એની ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Sina weibo પર ચીનના પત્રકાર મ્યુ ચુનશાને તેમના લેખમાં કહ્યું છે કે મોટા ભાગના લોકો અનુભવે છે કે મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વના મુખ્ય દેશોની વચ્ચે સંતુલન બનાવી રાખ્યું છે. Sina weiboને ચીનનું ટ્વિટર પણ કહેવામાં આવે છે અને એના 58.2 કરોડથી વધુ સક્રિય યુઝર છે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીને ચીનના ઇન્ટરનેટ પર એક અલગ નિકનેમ આપવામાં આવ્યું છે. તે મોદી લાઓક્સિયન- એનો અર્થ કંઈક અલગ અને અદભુત એક વડીલ વ્યક્તિ એટલે કે ચીનના નેટિજન્સ વિચારે છે કે મોદી બાકી નેતાઓની તુલનાઓમાં અલગ છે. મ્યુ કહે છે લોકો તેમની કેટલીક નીતિઓને પણ પસંદ કરી રહ્યા છે, જે ભારતની પાછલી નીતિઓથી અલગ છે. ચીનના નાગરિકોને ભારતના અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો ખૂબ પસંદ આવી રહ્યા છે.  તેમણે કહ્યું હતું કે હું આશરે 20 વર્ષોથી આંતરરાષ્ટ્રીય મિડિયામાં રિપોર્ટ કરી રહ્યો છું અને ચીનના નેટિજન્સ માટે કોઈ વિદેશે નેતાને આ પ્રકારે ઉપનામ આપવું એ દુર્લભ વાત છે. મોદીનું નિકનેમ બધાથી ઉપર છે. મોદીએ ચીની જનમત પર પોતાની છાપ છોડી છે.

 

 

 

અમૃતપાલસિંહ કેવી રીતે ભાગી ગયો? હાઈકોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢી

ચંડીગઢઃ શીખ કટ્ટરવાદી અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના સ્થાપક અમૃતપાલસિંહને પકડવામાં નિષ્ફળ જવા બદલ ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજે ઝાટકણી કાઢી છે.

ભારત વિરુદ્ધ ભાષણો કરીને અને ઉપદેશો આપીને શીખ લોકોને ભડકાવનાર ખાલિસ્તાની નેતા અમૃતપાલસિંહ છેલ્લા ત્રણ દિવસથી ફરાર છે. એને પકડવા માટે પંજાબ પોલીસે વ્યાપક ખોજ આદરી છે. પોલીસે અમૃતપાલના 112થી વધારે સહયોગીઓ અને સાથીઓની ધરપકડ કરી છે. પરંતુ અમૃતપાલ ગયા શનિવારે જલંધર જિલ્લામાં એક સ્થળે પોલીસને છક્કડ ખવડાવીને એની કારમાં ભાગી જવામાં સફળ થયો છે.

હાઈકોર્ટે પંજાબ સરકારને કહ્યું કે, તમારી પાસે 80,000 પોલીસ જવાનો છે તે છતાં અમૃતપાલ સિંહ કેવી રીતે ભાગી ગયો? આ પરિસ્થિતિ માટે ગુપ્તચર વિભાગની નિષ્ફળતા જવાબદાર છે.

પંજાબ સરકારે અમૃતપાલ સિંહને ખાલિસ્તાની-પાકિસ્તાની એજન્ટ તરીકે ઓળખાવ્યો છે.

નીતિન ગડકરીની હત્યાની ફરી ધમકી; પોલીસની દોડધામ

નાગપુરઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ફરી ધમકી આપવામાં આવ્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં આરોપીએ બે વાર ફોન કરીને ગડકરીને ઠાર મારવાની ધમકી આપી હતી.

અમુક દિવસો પહેલાં પણ આરોપીએ આ જ રીતે આ જ કાર્યાલયમાં ફોન કર્યો હતો અને ગડકરીને મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી હવે ફરીથી ધમકીનો ફોન આવ્યો છે. આને પગલે ગડકરીની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે, એમ ‘એબીપી માઝા’ મરાઠી ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે.

માહિતી અનુસાર, ગડકરીના નાગપુરસ્થિત જનસંપર્ક કાર્યાલયમાં આજે સવારથી બે વખત આરોપીએ અજ્ઞાત નંબર પરથી ફોન કરીને ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગડકરી ત્યારે કાર્યાલયમાં હાજર નહોતા. ધમકીભર્યો ફોન આવ્યા બાદ કાર્યાલયના કર્મચારીઓએ તે વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ જયેશ કાંથા ઉર્ફે જયેશ પુજારી નામના આરોપીએ ગડકરીને ઠાર મારવાની ધમકી આપી હતી. એ જ આરોપીએ ફરી ધમકી આપી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.

મોદી સરકારમાં ગડકરી સૌથી કાર્યક્ષમ પ્રધાન તરીકે ઓળખાય છે. ભાજપ ઉપરાંત અન્ય પક્ષોના ઘણા નેતાઓ સાથે પણ એમને સારા સંબંધ છે.

કોવિડ પ્રાણીઓથી મનુષ્યોમાં પ્રસર્યો હોવાની વધુ સંભાવનાઃ રિપોર્ટ

બ્લુમબર્ગઃ કેટલાક સંશોધનકર્તાઓનું કહેવું છે કે કોરોના રોગચાળાના પ્રારંભિક દિવસોમાં વુહાન- ચીનના એક બજારમાંથી લેવામાં આવેલા નમૂનાઓનું એક નવું વિશ્લેષણ અત્યાર સુધીનું સૌથી મોટા પુરાવા છે, જેમાં પુરવાર થયું છે કે કોવિડ-19 વાઇરસ પ્રાણીઓથી મનુષ્યોમાં આવ્યો હતો, એમ નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. Zenodo.org ઓપન સાયન્સ વેબસાઇટ પર સોમવારે પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર કેટલાંય પ્રાણીઓથી જેનેટિક સામગ્રીની સાથે કોરોના વાઇરસની ઉપસ્થિતિના પ્રમાણ મળ્યા- જેમાં રેકૂન કૂતરા પણ સામેલ છે- જે રોગ માટે અતિસંવેદનશીલ છે. રોગચાળાનું એપિસેન્ટર હુઆનન હોલસેલ સીફૂડ માર્કેટ છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક નમૂનાઓમાં હ્યુમન જેનેટિક સામગ્રીની તુલનામાં પ્રાણીઓમાં જેનેટિક સામગ્રી વધુ હતી. જે પ્રાણીઓમાં સંભવિત સાર્સ-કોવ-2 સંક્રમણનો સંકેત આપે છે. રોગચાળામાં ઝડપથી કરવામાં આવેલા અનેક અધ્યયનોની જેમ વૈજ્ઞાનિક કોમ્યિનિટી દ્વારા હજી સુધી એની સમીક્ષા નથી કરવામાં આવી.એમાં સામેલ લોકોએ પ્રારંભિક નિષ્કર્ષો પછી ગયા સપ્તાહે મિડિયા કવરેજ પછી રિપોર્ટને  ખતમ કરવાનું કામ કર્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચીનના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ જેનેટિક ડેટાને પૂરી રીતે શેર કરવાનેં આહવાન કર્યું હતું. જોકે એણે બહારના વિશ્લેષકો માટે માત્ર ચિંતાઓ વધારી છે. 

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજીના પ્રોફેસર ડેવિડ રિલમેને કહ્યું હતું કે મને એ નાની-નાની વાતો પર બહુ ચિંતા છે, જે અધૂરી છે અને ખરાઈ નહોતી કરી શકાઈ. મને લાગે છે કે આપણે એક ઊંડો શ્વાસ લેવાની જરૂર છે અને એ પ્રકારની પ્રક્રિયા અને વિજ્ઞાન પર ભાર આપવાની જરૂર છે અને આ ખાસ કરીને યોગ્ય છે.

 

સુરતમાં પાવર હાઉસનો ૮૫ મીટરનો ટાવર પાંચ સેકન્ડમાં કડડભૂસ

સુરતઃ અહીંના ઉત્રાણ ખાતે ૮૫ મીટર ઊંચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. જેમાં ૭૨ પિલર હતા. માત્ર પાંચ સેકન્ડમાં જ ટાવરને ધ્વસ્ત કરી દેવાયો હતો.

માયનિંગ એન્જિનિયર આનંદ શર્મા કહે છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન મગળવારે સવારે ૧૧ વાગ્યે કરવામાં આવ્યું હતું. આ ટાવર ૭૦ મીટર પહોળો હતો જેને ૩૦ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

આ કુલીંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ એક્સપ્લોઝીવ ટેકનિકથી બ્લાસ્ટ કરી ડિમોલિશન કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ માટે ૨૫૦ કિલો ટાયનામાઈટનો વપરાશ કરવામાં આવ્યો હતો. ટાવર સ્થિત વિસ્તારમાં આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ ૩૭૫ અને ૧૩૫ મેગાવોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે. જેમાં ૧૩૫ મેગાવોટનો પ્લાન્ટ ૩૦ વર્ષથી કાર્યરત છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારીત વર્ષો પછી જૂના પ્લાન્ટને જમીનદોસ્ત કરવામાં આવે છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં ૧૩૫ મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ ડિમોલિશન કરી દેવાયો છે.

કંટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતાં આશરે ૩૦થી ૪૦ મિનિટનો સમય લાગી શકે છે. બ્લાસ્ટિંગ સમય માત્ર ૧૦થી ૧૪ સેકન્ડનો હતો, અને માત્ર પાંચ સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો. આ કામગીરીના કારણે ટાવરની આસપાસના ૫૦ મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ૧૦ મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાયુ હતું.

UNHCR મીટમાં ફિલ્મ ‘કાંતારા’ની ભારે પ્રશંસા થઈ

જિનિવાઃ કન્નડ બ્લોકબસ્ટર ફિલ્મ કાંતારાને 17 માર્ચે જિનિવાની પાથે બાલેક્સર્ટ થિયેટરમાં કરવામાં આવી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ, જર્મની બ્રાઝિલ UNCTAD (યુમાઇટેડ નેશન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ)નાં આતરરાષ્ટ્રીય સંગઠનોના વડા સહિત આશરે 220 લોકો સામેલ થયા હતા. ITU (ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન), WHO ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન), શ્રીલંકા, મ્યાનમાર અને ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી) સ્ક્રીનિંગમાં સામેલ થયા હતા. દર્શકોએ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ આપ્યો હતો.

દક્ષિણ કન્નડના કાલ્પનિક ગામમાં સેટ, કાંતારાએ ઋષભ શેટ્ટી (જે ફિલ્મના ડિરેક્ટર પણ છે)ના ચરિત્રનું ચિત્રણ કર્યું છે, જે કમ્બાલા ચેમ્પિયનની ભૂમિકા ભજવી રહ્યો હતો, જેનો એક ઇમાનદાર વન રેન્જ અધિકારીની સાથે સામનો થયો હતો. એ ફિલ્મ મીથક, કલ્પના, લોકકથાઓ અને કર્ણાટકની સ્થાનિક સંસ્કૃતિને જોડે છે. આ ફિલ્મ મનુષ્ય અને જંગલની વચ્ચે શાશ્વત સંઘર્ષ બતાવે છે. આ ફિલ્મે લોકોને પર્યાવરણના પડકારો પ્રતિ જાગરુક થવા માટે પ્રેરે છે.ભારતીય PRએ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતમાં બહુભાષી ફિલ્મોના નિર્માણ વિશે વાત કરી હતી અને આ તથ્ય પર જોર આપ્યું હતું કે કન્નડ ફિલ્મો એમાં 10 ટકા યોગદાન આપી રહી છે.

 આ ફિલ્મ મનુષ્ય અને જંગલની વચ્ચે શાશ્વત સંઘર્ષને બતાવે છે. આ ફિલ્મ લોકોને પર્યાવરણના પડકારો વિશે જાગરુક થવા માટે પ્રેરે છે. કન્નડ સ્ટાર ઋષભ દ્વારા અભિનિત કાંતારાએ ના માત્ર સમીક્ષકોની પ્રશંસા મેળવી છે. બલકે બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી હતી. આ ફિલ્મે ફેબ્રુઆરીમાં થિયેટરોમાં 100 દિવસોનું શાનદાર પ્રદર્શન પૂરું કર્યું છે.

 

ઇન્ટરપોલે મેહુલ ચોકસીની સામે રેડ કોર્નર નોટિસ દૂર કરી

નવી દિલ્હીઃ ઇન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોકસીની સામે રેડ કોર્નર (RCN) દૂર કરી છે. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે એ લીગલ ટીમના પ્રયાસો- જેમાં તેમના ક્લાયન્ટના અપહરણના યોગ્ય દાવાઓનું પરિણામ છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષમલ્લિકાર્જુને મોદીના નિવેદન ‘ના ખાઇશ અને ના ખાવા દઈશ’ની મજાક ઉડાડી હતી.

ચોકસીના વકીલે કહ્યું હતું કે છેવટે સત્યની જીત થઈ છે. તેમણે કહ્યું હતું કે મારા ક્લાયન્ટના અપહરણને આંતરરાષ્ટ્રીય સમુદાયે યોગ્ય નહીં માન્યું, તેમની સામે ઇન્ટરપોલ દ્વારા RCNને દૂર કરી લીધું છે. એ વાજબી છે કે રેડ કોર્નર ભાગેડુની સામે જારી કરવામાં આવે છે અને એને વિશ્વભરની કાયદાની એજન્સીઓની વિનંતીના રૂપે માનવામાં આવે છે, જેથી પ્રત્યાર્પણ, આત્મસમર્પણ અથવા કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરીને શખસની ભાળ મેળવી શકાય અને એને હંગામી રીતે ધરપકડ કરી શકાય.

63 વર્ષીય એ ભાગેડુ પંજાબ નેશનલ બેન્ક (PNB)માં રૂ. 13,500 કરોડની છેતરપિંડીના મામલામાં ભારતમાં વોન્ટેડ છે. વકીલ રૈલે દાવો કર્યો હતો કે જૂન, 2021માં ભારતીય એજન્સીઓએ તેમને એન્ટિગુઆમાંથી અપહરણ કરીને જબરજસ્તી ડોમિનિકા લઈ ગઈ હતી.

આ પહેલાં જ્યારે ડોમિનિકા હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર ચોકસીને વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારે વિજય અગ્રવાલે કહ્યું હતું કે ચોકસીની સામે ગેરકાયદે પ્રવેશથી જોડાયેલી વિલંબિત કાર્યવાહીને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે, જ્યાં સુધી તેઓ ડોમિનિકા પરત આવવા માટે મેડિકલી ફિટ ના થઈ જાય.