મુંબઈમાં બોરીવલી ખાતે ક્રિકેટ સ્પર્ધા થિયેટર પ્રીમિયર લીગ (TPL) સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક છત નીચે ગુજરાતી રંગભૂમિના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

ગુજરાતી રંગભૂમિના કલાકારો એકસાથે ભેગા થાય એ હેતુથી બોરીવલીમાં સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધા થિયેટર પ્રીમિયર લીગ (ટીપીએલ) સિઝન ચારનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. 30 જાન્યુઆરીના રોજ રમાયેલી ટીપીએલ-4 ખૂબ જ રસપ્રદ રહી હતી. નાટકજગતના નામી કલાકારોએ સાથે મળીને ક્રિકેટની મોજ માણી હતી. ટીમ વિશે વાત કરીએ તો સ્પર્ધામાં મહિલા કલાકોરની બે ટીમ અને પુરુષો કલાકારોની દસ ટીમે ભાગ લીધો હતો.

ટીમોનાં નામ હિટ ગુજરાતી નામો ઉપરથી રાખવામાં આવ્યા હતાં. કૉડ મંત્ર, દશેરા, અફલાતૂન, માસ્ટર બ્લાસ્ટર, બ્રેકિંગ ન્યૂઝ, ગોળકેરી, ફન્ટૂશ ફેમિલી, લવારી, લાડકી અને બાવરી રાખવામાં આવ્યાં હતાં. જેમાંથી ફાઈનલમાં પુરુષ વર્ગની બ્રેકિંગ ન્યુઝ ટીમે કો઼ડ મંત્ર ટીમને હરાવી ચેમ્પિયનની ટ્રોફી જીતી હતી. જ્યારે મહિલા વર્ગમાં બાવરી ટીમને માત આપી લાડકી ટીમે ટ્રોફી પોતાને નામ કરી હતી.

ટીપીએલના આયોજક ચિંતન મહેતાએ ચિત્રલેખા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતી રંગભૂમિના તમામ લોકો વર્ષમાં એક વાર એકસાથે ભેગા થાય અને બધા જ ટેન્શનમુક્ત થઈ આનંદ તથા મજા માણે એ હેતુથી ટીપીએલનું આયોજન કરીએ છીએ. અમે છેલ્લા 4 વર્ષથી થિયેટર પ્રીમિયર લીગનું આયોજન કરતા આવીએ છીએ. આ વર્ષે સીઝન 4નું આયોજન બોરીવલી ખાતે કરવામાં આવ્યું હતું. ચિંતન મહેતા પોતે ગુજરાતી રંગભૂમિ પર સહાયક દિગ્દર્શક અને કલાકાર તરીકે છેલ્લા 17 વર્ષથી સક્રિય છે.



ચિંતન મહેતા, વી-પ્લાય, સુકેશ ગ્રુપ, શેમારૂ, યશરાજ રિયલટર્સ, નીલા ફિલ્મ પ્રોડક્શન, રંગત પ્રોડક્શન, રેડ કરી અને અરવિંદભાઈ ખત્રી સન્સના સહયોગથી ટીપીએલ-4નું સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું. ક્રિકેટ સ્પર્ધામાં ગુજરાતી રંગભૂમિ અને ટીવી સિરિયલોના જાણીતા કલાકાર- મોટી સંખ્યામાં સામેલ થયા હતાં.


થિયેટર પ્રીમિયર લીગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા ઉર્ફે કિરણ ભટ્ટ અને બાઘા એટલે કે તન્મય વેકરિયા, વાગલે કી દુનિયાના નયન શુક્લ, અમિત સોની અને પુષ્પા ઇમ્પોસિબલના જયેશ બારભાયા, વિનાયક કેતકર, ઉમેશ શુક્લ અને સનત વ્યાસ સહિતના કલાકારો મેદાનમાં ઊર્તયા હતાં. પ્રતાપ સચદેવ અરવિંદ વેકરિયા, ભરત ઠક્કર અને તુષાર વોરાએ પણ ભાગ લીધો હતો.

તેમજ જાણીતા અભિનેતા ઓજસ રાવલ સ્પર્ધામાં સામેલ થયા હતાં. તેમણે ક્રિકેટ સ્પર્ધાની કૉમેન્ટરી કરી હતી. ચીફ ગેસ્ટ નીલા સંઘવી સાથે મુખ્ય અતિથિઓમાં વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, નગરસેવક શિવા શેટ્ટી, રામ યાદવ, રેખા યાદવ, દિશા પટેલ શુક્લ અને નિલેશ ભટ્ટ ટીપીએલમાં હાજર રહ્યાં હતાં.




કોર્ટે જણાવ્યું હતું કે અગાઉ આપેલા વચગાળાના આદેશ મુજબ બાકી DAમાંથી 25 ટકા રકમ 6 માર્ચ સુધી ચૂકવવી પડશે. બાકી રહેલી રકમ હપતાઓમાં કેવી રીતે આપવી તે નક્કી કરવા માટે કમિટી બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ગુજરાતની સંસ્કૃતિ, પ્રાકૃતિક લાક્ષણિકતાઓ અને આધુનિક આકર્ષણ કેન્દ્રોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે સતત પ્રયાસો કર્યા છે. તેમના અવિરત પ્રયાસોના લીધે ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પસંદગીનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે અને ભારતના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે, ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફેડરેશન દ્વારા બે પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનોના શીર્ષક છે: “𝐔𝐧𝐞𝐚𝐫𝐭𝐡𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐏𝐢𝐩𝐫𝐚𝐡𝐰𝐚: 𝐓𝐡𝐞 𝐒𝐭𝐨𝐫𝐲 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐇𝐨𝐥𝐲 𝐁𝐮𝐝𝐝𝐡𝐚 𝐑𝐞𝐥𝐢𝐜𝐬 𝐚𝐧𝐝 𝐈𝐭𝐬 𝐑𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐀𝐜𝐭𝐢𝐯𝐢𝐭𝐢𝐞𝐬 𝐰𝐢𝐭𝐡 𝐒𝐫𝐢 𝐋𝐚𝐧𝐤𝐚” અને “𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐑𝐞𝐥𝐢𝐜𝐬 𝐚𝐧𝐝 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐚𝐥 𝐄𝐧𝐠𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐂𝐨𝐧𝐭𝐞𝐦𝐩𝐨𝐫𝐚𝐫𝐲 𝐈𝐧𝐝𝐢𝐚.”
આ પ્રદર્શનોનું ઔપચારિક ઉદ્ઘાટન શ્રીલંકાના બુદ્ધસાસન, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી ડૉ. હિનિદુમા સુનિલ સેનેવી અને શ્રીલંકા સરકારના આરોગ્ય તેમજ માસ મીડિયા મંત્રી ડૉ. નલિન્દ જયતિસ્સા દ્વારા કરવામાં આવ્યું હતું.
પાછળથી, શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિણી અમરસૂરિયાએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી અને તેની ક્યુરેશનની પ્રશંસા કરી.
આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને દર્શાવે છે, જેમાં દેવનિમોરી (ગુજરાત)ના પવિત્ર બુદ્ધ અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ગંગારામય મંદિર, કોલંબોમાં યોજાઈ રહ્યું છે.







