‘આનંદમ’ કોન્સર્ટમાં સેલિબ્રિટીઓનો જમાવડો, જુઓ તસવીરો

મુંબઈમાં “આનંદમ – ધ સિમ્ફની ઓફ ડિવોશન” નામનો સંગીત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ફિલ્મ અને સંગીત જગતની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે “આનંદમ” નામનો સંગીત કાર્યક્રમ યોજાયો હતો. આ એક પ્રકારનો પહેલો ભક્તિ સંગીત ઉત્સવ હતો. શંકર મહાદેવન ઉપરાંત, સોનુ નિગમ, શાન અને ઉષા ઉથુપ સહિત અનેક જાણીતી હસ્તીઓએ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યુ હતું.

તેમજ બૉલિવૂડના જાણીતા સેલેબ્સ પણ ભક્તિના રંગમાં રંગાયા હતાં. અનિલ કપૂર, સુપ્રિયા પાઠક, પકંજ કપૂર, ઉર્મિલા માંતોડકર સહિતના સ્ટાર્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતાં.

આ ભક્તિ સંગીત કાર્યક્રમમાં પીઢ અભિનેતા પંકજ કપૂર તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા. તેમણે તેમની પુત્રી અને પત્ની સુપ્રિયા પાઠક સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. ફિલ્મ “ધુરંધર” માં જમીલ મામુનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા રાકેશ બેદી પણ હાજર રહ્યા હતા.

 

લોકપ્રિય અભિનેત્રી ઊર્મિલા માંતોડકર આ કાર્યક્રમમાં વાદળી રંગના ડ્રેસમાં આવી હતી. તે પરંપરાગત લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. “આનંદમ” કોન્સર્ટની હંસિકા મોટવાણી પણ લીલા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

(તસવીરો: દીપક ધૂરી)