ઈસ્લામાબાદઃ બલુચિસ્તાન પ્રાંતની એક કોર્ટે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સામે કરાયેલો દેશદ્રોહનો કેસ આજે ફગાવી દીધો છે. કોર્ટના ચુકાદા બાદ ઈમરાન ખાનના ધારાશાસ્ત્રીએ કહ્યું, ઈમરાન ખાનને ઘણી રાહત થઈ છે, જેમને ભ્રષ્ટાચારના આરોપસર આ મહિનાના આરંભમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા. 70 વર્ષીય ઈમરાન ખાન પર ગયા માર્ચ મહિનામાં દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કેસ બલુચિસ્તાનના ક્વેટા શહેરની કોર્ટમાં કરવામાં આવ્યો હતો.
તે આરોપની સામે ઈમરાન ખાને બલુચિસ્તાન હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે કહ્યું કે ઈમરાન સામે દેશદ્રોહનો આરોપ નોંધવા માટે ફરિયાદી પક્ષે કેન્દ્ર કે પ્રાંતિય સરકાર પાસેથી મંજૂરી લીધી નહોતી. આ આરોપ કોઈ કાયદેસર સત્તાધિશની મંજૂરી વિના કરવામાં આવ્યા છે તેથી એનું કોઈ રીતે કાયદેસર મૂલ્ય બનતું નથી. એમ કહીને કોર્ટે સંબંધિત સત્તાધિશોને આદેશ આપ્યો હતો કે આ કેસને રદબાતલ કરવામાં આવે.
પાકિસ્તનમાં આવતા નવેમ્બરમાં સંસદીય ચૂંટણી યોજાવાની ધારણા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સમાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ વડા પ્રધાન મોદીના સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નવું ભારત નથી થોભતું, નથી થાકતું કે નથી હારતું. કંપની પોતાના ઘર, ધરતી, દેશ અને તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવું રિલાયન્સ ભારતના આર્થિક ગ્રોથમાં મહત્ત્વનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું હતું કે જિયો માટે કંપની રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની છે. રિલાયન્સ જિયો નવા ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનનું પ્રતીક છે અને કંપની લક્ષ્ય તરફ મોટાં ડગ માંડ્યા છે. જિયો 5Gનું રોલઆઉટ વિશ્વમાં કોઈ પણ કંપની કરતાં સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમનાં ત્રણે બાળકો- આકાશ, ઇશા અને અનંત અંબાણીને સામેલ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બરથી દેશમાં દરેક વિસ્તારમાં ગ્રાહકોને 5G સેવા મળવા લાગશે. 2G ફીચર ફોનથી પણ ઓછી કિંમતે જિયોએ માત્ર રૂ. 999માં જિયો ભારત ફોન લોન્ચ કરીને દેશના ઘેરેઘેર સુધી મોબાઇલ અને 4G પહોંચાડવાનું કામ કર્યું છે. ગણેશ ચતુર્થીએ જિયો દેશમાં એક નવી સેવા લોન્ચ કરશે, એમ તેમણે કહ્યું હતું.
કંપનીનું 150 અબજ ડોલરનું મૂડોરોકાણ
તેમણે કહ્યું હતું કે કંપનીએ છેલ્લાં 10 વર્ષોમાં 150 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે, જે દેશમાં કોઈ પણ અન્ય કંપની દ્વારા કરવામાં આવેલા મૂડીરોકાણથી વધુ છે.
નીતા અંબાણીનું રાજીનામું
RILના બોર્ડે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનો સમાવેશ કર્યો છે, જ્યારે નીતા અંબાણીએ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન રહેશે.
રિલાયન્સની આવક રૂ. 9.74 લાખ કરોડ રહી છે, જ્યા ચોખ્ખો નફો રૂ. 73,000 કરોડ રહ્યો છે. કંપનીની નિકાસ રૂ. 3.4 લાખ કરોડ રહી છે અને કંપનીએ સરકારને રૂ. 1.77 લાખ કરોડનો ટેક્સ ભર્યો છે. કંપની 2.6 લાખ નવી રોજગારીનું સર્જન કર્યું છે અને અમારા કર્મચારીઓની સંખ્યા 3.9 લાખ છે.
નવી દિલ્હીઃ ક્રીપ્ટોકરન્સી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આ બે બાબતે આજે સમગ્ર દુનિયામાં ભારે રોમાંચ અને પડકારો ઊભા કરી દીધા છે. માનવજાત માટે આ બંને ટેક્નોલોજીના ઉપયોગની સુરક્ષિતતા અંગે વ્યાપક સ્તરે ચર્ચા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અહીં B20 શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં ક્રીપ્ટોકરન્સી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને દુનિયાભરના ઉદ્યોગો તથા સરકારોને એક મહત્ત્વની સલાહ આપી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ક્રીપ્ટોકરન્સીના ઉપયોગના વિષયમાં વધુમાં વધુ ઈન્ટીગ્રેટેડ (સમાન) અભિગમની જરૂર છે. આ માટે મૂલ્યઆધારિત અને સમાન વૈશ્વિક વાસ્તવિક માળખું ઘડવું જોઈએ, જેમાં લાગતાવળગતા તમામ લોકોનું ધ્યાન રાખવું જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે પણ આ જ પ્રકારના અભિગમની જરૂર છે. આ માટે ઉદ્યોગપતિઓ અને સરકારો વચ્ચે પરસ્પર સહયોગ જરૂરી છે. ક્રીપ્ટોકરન્સી અને AI એ દુનિયા સમક્ષ મોટા પડકારો ઊભાં કર્યા છે અને એનો મુકાબલો કરવા માટે સહુએ ઉચિત પ્રયાસો વધારવા પડશે.
ખંભાતઃ રાજ્યની સાબરમતી જે અખાતને મળે ત્યાં પાસે વસેલું શહેર ખંભાત એની સૂતરફેણી, હલવાસન, અકીકના પથ્થર, પતંગ અને ભરપૂર કુદરતી સંશોધન માટે તો જાણીતું છે. આ સાથે માન્યતા પ્રમાણે સ્કંધ પુરાણમાં જેનો ઉલ્લેખ છે..એ ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થપાયેલ કુમારેશ્વર મંદિર પણ ખંભાતમાં આવેલું છે. આ વર્ષે અધિક શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો બંને સાથે હોવાથી શિવ મંદિરોમાં ભારે સજાવટ જમાવટ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યાં છે.
ખંભાતના પૌરાણિક મંદિરમાં હીરેન ભટ્ટ છેલ્લાં સત્તર વર્ષથી સવા લાખ બીલીપત્ર ચઢાવે છે. હીરેન ભટ્ટ ચિત્રલેખા. કોમને કહે છે પહેલાં સાંજે પણ મંદિરમાં રંગોળી કરતા હતા. હવે અમે સવારે શિવલિંગને નિયમિત શૃંગાર કરીએ છીએ. શિવલિંગના શણગારમાં ફૂલોથી ઓમ બનાવીએ. બીલીપત્રના ત્રણેય પાન પર ઓમ નમઃ શિવાય સાથે ડમરુ સાથેના ત્રિશૂળ દોરી ભગવાનને બીલી અર્પણ કરીએ. આ રીતે સતત સતત સત્તર વર્ષથી ભોળાનાથના પૌરાણિક શિવલિંગ પર પૂજા-અર્ચના કરું છું.
હીરેન ભટ્ટ ખાનગી કંપનીમાં નોકરી કરી શ્રાવણમાં સવા લાખ બીલીપત્ર ચઢાવવાનું કાર્ય કરે છે. વિશ્વમાં ભગવાન શિવજીને પૂજનારા અનોખી રીતે પૂજનારા હજારો ભક્તો છે. જેમાં હીરેનભાઈ મહીસાગર, ગુપ્ત ક્ષેત્રમાં આવેલા ખંભાતના પૌરાણિક કુમારેશ્વર મહાદેવના શિવલિંગ સતત 17 વર્ષથી બીલી પત્ર ચઢાવે છે અને શૃંગાર કરે છે. ખંભાત ના પૌરાણિક કુમારેશ્વર મહાદેવ મંદિરે થી દર વર્ષે શિવજીના ભક્તો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ NCP પ્રમુખ શરદ પવારની નજીકના સહયોગીઓમાંના એક છગન ભુજબળે- કે જેઓ હવે મંત્રી છે, તેઓ બીડ સભામાં શરદ પવાર પર હુમલો કરવામાં સૌથી આગળ હતા. તેમની તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો ઉપયોગ કરીને ભાજપ સાથે વાતચીત કરવાનો અને પછીથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે શરદ પવારે જ અજિત પવારને ભાજપ સાથે વાતચીત કરવા કહ્યું હતું.
તેમણે સવાલ કર્યો હતો કે હું તમને 2014થી આજ સુધીની ઘટનાઓ વિશે પૂછું છું. તમે (શરદ પવારે) અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને જયંત પાટિલને દિલ્હી જવા –ચર્ચા કરવા અને મંત્રીપદની સાથે-સાથે વિધાનસભ્ય અને સાંસદની સીટો માગવા કહ્યું હતું.
READ: Sharad Pawar had asked senior leaders to talk to BJP: Chhagan Bhujbal
તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોકો પવારના મંચથી ભાષણ આપી રહ્યા છે, એ બધા ભાજપ સાથે હાળ મિલાવવાના પત્ર પર હસ્તાક્ષરકર્તા છે. એ ભુજબળનું વિધાનસભા ક્ષેત્રે યેઓલા હતું, જ્યાં અજિત પવાર અને તેમના સમર્થક નેતાઓના વિદ્રોહ પછી પાર્ટીના પુનર્નિમાણ કરવાની ઘોષણા કર્યા પછી પવારે જાહેર સભા કરી હતી.
ભુજબળે આરોપ લગાવ્યો હતો કે યેઓલામાં તમે મને ટિકિટ આપવા માટે લોકોથી માફી માગી હતી, પરંતુ એ સ્થિતિમાં તમે કેટલી વાર માફી માગશો? ભંડારાથી કોલ્હાપુર સુધી? કેમ કે બધા 54 તૈયાર છે. એ તમે જ હતા, જેમણે અમને રસ્તો દેખાડ્યો હતો. અહીં એકત્ર થયેલા લોકો સાક્ષી છે કે NCP અજિત દાદાની સાથે છે અને NCPના અધ્યક્ષ અજિત દાદા છે.
નૂહઃ જુલાઈ પછી ફરી એક વાર નૂંહમા ટેન્શન પ્રવર્તી રહ્યું છે. હિન્દુ પક્ષ શ્રાવણના છેલ્લા સોમવારે બૃજમંડળ યાત્રા કાઢવા માટે જીદ કરી રહ્યો છે. જ્યારે સરકારે આ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે સાવચેતીરૂપે નૂંહ અને સોનીપતમાં કલમ 144 લગાવી દીધી છે. મેવાત વિસ્તારમાં બધાં શહેરોમાં પોલીસની તહેનાત કરવામાં આવી છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. નૂંહમાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
જોકે વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ ફરીથી કાવડ (બ્રજમંડળ) યાત્રા મામલે મક્કમ છે. હરિયાણા સરકારે 10-15 સંતોને નલહરેશ્વર મંદિરમાં જલાભિષેક માટે મંજૂરી આપવામાં આવી છે. પોલીસ સત્તાવાળાઓ પાસે મંદિરમાં જનાર તમામ સાધુ-સંતોની સંપૂર્ણ યાદી છે. જોકે પોલીસે શહેરમાં બજરંગ દળના સભ્યોને નૂંહ પહોંચવા પર પ્રતિબંધ મૂક્યો છે અને કેટલાય કાર્યકર્તાઓના સભ્યોની અટકાયત પણ કરી છે.
આ પહેલાં 31 જુલાઈએ કાવડ યાત્રામાં હિંસા થઈ હતી. જેમાં હોમગાર્ડ સહિત છ લોકો શહીદ થયા હતા. હરિયાણા પોલીસે નૂંહમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે. ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. 27 ઓગસ્ટથી જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હરિયાણાની દિલ્હી, રાજસ્થાન અને યુપી સાથેની સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે.
Press Statement :
Sarv Hindu Samaj will perform Braj Mandal Dharmic Yatra of Mewat on 28th: Arun Zaildar
સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓ અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ આવતા-જતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે. આ તરફ નૂહની શાળા-કોલેજ, બેંક અને અન્ય તમામ ઓફિસો પણ બંધ રાખવામાં આવી છે.
રાજ્યના મુખ્ય મંત્રીએ યાત્રાના પહેલાં કહ્યું હતું કે નૂંહમાં ફરી યાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી. એક મહિના પહેલા જ અહીં હિંસક ઘટના બની હતી અને તે અંગે સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ નૂંહમાં ન જાય અને તેમના નજીકના મંદિરમાં જલાભિષેકનો કાર્યક્રમ કરે.
યાત્રાનો કાર્યક્રમ
VHP દ્વારા આજની કાવડ યાત્રા માટે જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, યાત્રા સવારે 11 વાગ્યે નૂંહના નલ્હડ ગામમાં સ્થિત ઐતિહાસિક નલહરેશ્વર મહાદેવ મંદિરથી જલાભિષેક સાથે શરૂ થશે. અહીંથી યાત્રા નૂંહ નગર થઈને ફિરોઝપુર ઝિરકા પહોંચશે અને પછી સિંગર ગામ સુધી જશે. સિંગર ગામમાં જ આ યાત્રા સમાપ્ત થશે. આ દરમિયાન નલહરેશ્વર મંદિર અને ફિરોઝપુર ઝિરકા અને સિંગર ગામના મંદિરોમાં જલાભિષેકનો કાર્યક્રમ યોજાશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,033 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,929 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,580 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1524એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,863 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,67,072 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 86 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
મુંબઈઃ ભારતના અબજોપતિ ગૌતમ અદાણીના જૂથે મુંબઈમાં એશિયાની સૌથી મોટી ગણાતી ધારાવી ઝૂંપડપટ્ટીનો પુનર્વિકાસ કરીને ત્યાંના દસ લાખ જેટલા લોકોને નવેસરથી વસાવવાની યોજના ઘડી છે. પરંતુ નાણાકીય ક્ષેત્રે અદાણીની મોટા પાયે નિષ્ફળતાના અહેવાલોથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગીઓએ એમના લાભને ખાતર અદાણીને આ કોન્ટ્રાક્ટ આપીને પક્ષપાત કર્યો હોવાના આક્ષેપોને કારણે અદાણીની રીડેવલપમેન્ટ ક્ષમતા વિશે ધારાવીનાં રહેવાસીઓમાં ચિંતા અને શંકાને જન્મ આપ્યો છે.
ધારાવી ઝૂંપડપટ્ટી કદમાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતાં ત્રણ ગણી મોટી છે. તે પૂર્વ મુંબઈમાં માહિમ-કિંગસર્કલ ઉપનગરોમાં આવેલી છે અને ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક પણ છે. મહારાષ્ટ્ર સરકારે ગયા જુલાઈ મહિનામાં ધારાવીના પુનર્વિકાસ માટે અદાણીની પસંદગી કરી હતી અને રૂ. 61 કરોડ 40 લાખની યોજનાનો કોન્ટ્રાક્ટ એમને ફાળવ્યો હતો. ધારાવી ઝૂંપડપટ્ટી લેધરની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જાણીતી છે.
અદાણી ગ્રુપ ધારાવી ઝૂંપડપટ્ટીના ગેરકાયદેસર અને બિસ્માર હાલતવાળા ઘરો, મકાનો અને ઝૂંપડાઓને તોડીને આ બિનઆરોગ્યપ્રદ વિસ્તારમાં મહારાષ્ટ્ર સરકારની જમીન પર નવા ટાવર બાંધી આપી રહેવાસીઓનું પુનર્વસન કરાવવા ધારે છે. એવું કહેવાય છે કે ધારાવીની કાયાપલટ કરવા માટે અદાણી કદાચ 12 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે અને તેના વળતર પેટે એમને ડેવલપમેન્ટના રાઈટ્સ મળશે જેના દ્વારા તેઓ 24 અબજ ડોલરની કમાણી કરી શકશે. રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત માત્ર એવા લોકોને જ મફતમાં ઘર મળશે જેઓ 2000ની સાલ પૂર્વેથી ધારાવીમાં રહે છે. મોટે ભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોને જ નવું મફત ઘર મળશે. મેઝેનાઈન અને ઉપરના માળ પર રહેતા આશરે સાત લાખ લોકો સરકારે જ અપાત્ર ગણાવ્યા છે. એમને ધારાવીથી 10 કિ.મી. દૂરના સ્થળે ઘરની ઓફર કરાશે, પણ એને માટે તેમણે અમુક કિંમત ચૂકવવી પડશે.
ધારાવીનું રીડેવલપમેન્ટ લગભગ સપ્ટેમ્બરથી શરૂ થવાની ધારણા છે. અદાણી ગયા જાન્યુઆરી સુધી દુનિયામાં ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ હતા. અદાણીની યોજના સામે હરીફ બિડર અને દુબઈસ્થિત સેકલિન્ક ટેક્નોલોજીસ કોર્પોરેશને કાનૂની પડકાર ફેંક્યો છે. આ જૂથનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે 2018ના મૂળ ટેન્ડરને અયોગ્ય રીતે રદ કર્યો છે. એમાં સેકલિન્કે સૌથી ઉંચું બિડ કર્યું હતું. પરંતુ સરકારે 2022માં નવેસરથી પ્રક્રિયા શરૂ કરી હતી કે જેથી અદાણી જીતી શકે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હાલની સરકાર ભાજપ અને તેના સહયોગી જૂથ અને પાર્ટીની છે. મુંબઈ હાઈકોર્ટે ગયા મહિને સેકલિન્કને તેના કેસમાં અદાણીનો ઉમેરો કરવાની પરવાનગી આપી હતી.
બુડાપેસ્ટ (હંગેરી): અહીં રમાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં ગઈ કાલે પુરુષોના જેવેલીન થ્રો (ભાલાફેંક) રમતમાં ભારતના નીરજ ચોપરાએ 88.17 મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. વિશ્વ સ્પર્ધામાં ભારતને આ પહેલી જ વાર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે.
આ હરીફાઈનો રજત ચંદ્રક પાકિસ્તાનના અર્શદ નદીમે જીત્યો છે. પાકિસ્તાન માટે પણ વિશ્વ સ્પર્ધામાં આ પહેલો જ મેડલ છે. નદીમે 87.82 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. કાંસ્ય ચંદ્રક ચેક રીપબ્લિકના યાકુબ વાદેચે જીત્યો છે – 86.67 મીટર દૂર ભાલો ફેંકીને.
રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભારતીય સેના, કોંગ્રેસ પાર્ટી તરફથી નીરજને અભિનંદન
આ અનેરી સિદ્ધિ બદલ નીરજ ચોપરા પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય સેનાએ ટ્વિટરના માધ્યમથી નીરજની સિદ્ધિને બિરદાવી છે. રાષ્ટ્રપતિએ લખ્યું ચે કે, નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બનીને ભારતીય ખેલકૂદના ઈતિહાસમાંમ એક વધુ સુવર્ણ પાનું ઉમેર્યું છે. એમને મારાં હૃદયપૂર્વકના અભિનંદન છે.
નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનાં અભિનંદન
Neeraj Chopra adds yet another golden page to the history of Indian sports by becoming the first ever Indian to win a gold medal in World Athletics Championships. His superlative performance in the javelin throw finals at Budapest will inspire millions of our youth.
The talented @Neeraj_chopra1 exemplifies excellence. His dedication, precision and passion make him not just a champion in athletics but a symbol of unparalleled excellence in the entire sports world. Congrats to him for winning the Gold at the World Athletics Championships. pic.twitter.com/KsOsGmScER