Home Blog Page 2503

મંદબુદ્ધિની છોકરીનું અપહરણ કરી ટેક્સીમાં બળાત્કાર કર્યો

મુંબઈઃ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી 14 વર્ષની અને મંદબુદ્ધિની એક છોકરીનું અપહરણ કરી એની પર ટેક્સીમાં બળાત્કાર કરવાની એક ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ, પીડિત છોકરીને એનાં પરિવારજનો સાથે કોઈક વાતે ઝઘડો થયો હતો એટલે તેણે મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં રહેતી એની પિતરાઈ બહેનનાં ઘેર જતાં રહેવાનું નક્કી કર્યું હતું. એ પરિવારજનોને કહ્યાં વગર ઘરમાંથી નીકળી ગઈ હતી. એ કોઈક રીતે દાદર રેલવે સ્ટેશને પહોંચી હતી અને ત્યાંથી એણે મલાડ જવા માટે ટેક્સી કરવાનું નક્કી કર્યું હતું. તેણે એક ટેક્સી રોકી હતી. ટેક્સી ડ્રાઈવરે એને ટેક્સીમાં બેસાડી હતી, પણ પાછલી સીટ પર એક બીજો માણસ પણ બેઠો હતો. તે દરમિયાન, છોકરીનાં પરિવારજનો છોકરી ન દેખાતાં ચિંતિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીર વયની કન્યાનાં અપહરણની ફરિયાદ નોંધી હતી. શરૂઆતની તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે છોકરી મલાડમાં એની બહેનનાં ઘરમાં હતી. પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને છોકરીને એનાં પરિવારજનોને સુપરત કરી હતી. પરંતુ, પરિસ્થિતિ ત્યારે ગંભીર બની ગઈ જ્યારે છોકરીએ મલાડ જતી વખતે ટેક્સીની અંદર એની સાથે શું બન્યું હતું એ વાત કહી.

છોકરીએ કહ્યું કે ટેક્સીમાં બે પુરુષ હતા. એક ટેક્સી ડ્રાઈવર અને બીજો એક જણ પાછલી સીટ પર બેઠો હતો. ડ્રાઈવરે તેની છેડતી કરી હતી અને એની પર બળાત્કાર કર્યો હતો. ડ્રાઈવર મુખ્ય આરોપી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીની ધરપકડ કરી છે. એ બંને જણે ગુનાની કબૂલાત કરી છે. ટેક્સી ડ્રાઈવરનું નામ છે સલમાન ખાન અને પાછલી સીટ પર બેઠેલાનું નામ છે પ્રકાશ પાંડે. બંને જણ 25-27 વર્ષની વયના છે. પોલીસે બંને જણ સામે આઈપીસી અંતર્ગત બળાત્કારનો અને લૈંગિક અપરાધો સામે બાળકોને સુરક્ષા કાયદા (POCSO)ની કલમ હેઠળ બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં બિરાજે છે દાદા જમણી સુંઢ સાથે

ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તો દાદાની ભક્તિની સાથે દુંદાળા દેવના દર્શન કરવા ગણપતિ મંદિરોમાં પણ જાય છે. ત્યારે ગુજરાતનું એક મંદિર એવુ છે જે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં જાણીતું છે. વાત છે  અમદાવાદ નજીક આવેલાં ગણપતપુરા મંદિરની. ગણેશપુરા મંદિર સાથે અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે.

અહિં બિરાજમાન  ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. કહેવાય છે કે જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું સમગ્ર ગુજરાતમાં એક માત્ર મંદિર છે. શ્રી ગણેશ એટલે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા આવે છે. ગણપતિની ઉપાસનાને મંગળકારી માનવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકામાં આવેલ ગણપતપુરાનાં ગણેશ ભગવાનનો અનોખો ઇતિહાસ છે. કોઠ ગામની પાસે આવેલ ગણેશ ભગવાન મંદિરને કારણે ગામનું નામમાં પણ ગણેશપુરા અને ગણપતિપુરા નામથી ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે એક દંત અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે.  દર્શને આવતા ભાવિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે.

ગણેશ મહોત્સવની શરૂઆત થતા જ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી લાંબી લાઈનમાં ઉભા રહીને દાદાની ભક્તિ કરે છે. ગણેશપુરામાં કેળાં ની વફેર માટે સમગ્ર ગુજરાતમાં વખણાય છે.

ગણપતપુરા મંદિરમાં ગણેશ ભગવાનતે સ્વંયભુ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારનાં દિવસે હાથેલમાં જમીનનાં કેરડાનાં જાળાનાં ખોદકામનાં સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાનાં તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડ પર કંદોરા સાથે પ્રગટ થયા હતા. વર્ષો પહેલા આ  સ્થળ પર જંગલ વિસ્તાર હતો. જમીનમાંથી મૂર્તિ મળી આવતા કોઠ, રોજકા, વણફૂટા ગામની વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર પછી જ્યારે મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું  ઓપોઆપ બળદ વગર ચાલવા લાગ્યું અને ગણપતિપુરાનાં ટેકરા પર જઇને ઉભું રહ્યુ. મૂર્તિ  આપમેળ ગાડામાંથી નીચે ઉતરી ગઇ. ત્યારથી આ સ્થળનું નામ ગણેશપુરા પડ્યું.

સુવિચાર – ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

‘અમદાવાદના રાજા’ અહીં છે બિરાજમાન

ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તોમાં બાપ્પાની પૂજા-અર્ચનામાં લીન થઈ ગયા છે ત્યારે આજે દાદાની ભક્તિના ત્રીજા દિવસે વાતકરીએ..અમદાવાદના રાજાની.

સમગ્ર દેશમાં મુંબઈમાં બિરાજતા ‘લાલબાગ ચા રાજા’ની ગણેશ પ્રતિમાનું અનેરૂ મહત્વ છે. ત્યારે વાત છે અમદાવાદમાં સહજાનંદ કોલેજ પાસે સ્થાપિત કરવામાં આવેલી વિશાળ ગણેશ પ્રતિમા ‘અમદાવાદના રાજા’ની.  અહીં 10 દિવસ માટે સ્થાપિત થતા ગણપતિ આ ગણપતિ અમદાવાદ કા રાજા તરીકે જાણીતા છે. છેલ્લા 17 વર્ષથી અમદાવાદ કા રાજાની સ્થાપના કરવામાં આવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાતકરતા મિત દોશી કહે છે, અમે હર્ષોલ્લાસ સાથે બાપ્પાને દર વર્ષે પંડાલમાં બિરાજમાન કરીએ છીએ. આ વર્ષે પણ સાત ફૂટની બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યુ છે. પંડાલાના ડેકોરેશન વિશે વાત કરતા મિત દોશી કહે છે, અમારા ત્યાં બિરાજમાન દૂંદાળા દેવ રાજ દરબારમાં બેઠા હોય એવી એમની આભા લાગે છે. મારા પિતાજી આનંદ દોશી વર્ષોથી ગણેશત્સવ કરે છે. શહેરમાંથી લોકો ઉમળકાભએર દાદાના દર્શન કરવા આવે છે.

સહજાનંદ કોલેજ પાસે સ્થાપિત દાદાના પંડાલા માટે લોકફાળો લેવામાં નથી આવતો. ભાવિકો પોતાની ઈચ્છાથી દાદના ચરણોમાં પ્રસાદી ઘરે છે. પહેલા પંડાલામાં દસ દિવસ કાર્યક્રમો ચાલતા હતા પરંતુ હવે મહા આરતીનું આયોજન કરવામાં આવે છે.

પર્યાવરણનું ધ્યાન રાખીને દર વર્ષે માટીની એટલે કે ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું જ સ્થાપન કરવામાં આવે છે. દસ દિવસ બાપ્પાની પૂજા, આરાધના કરીને રિવરફ્રન્ટ પર વાજતે ગાજતે ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાનાનાદ સાથે વિસર્જન થાય છે.

પ્રજ્ઞેશ વ્યાસ

૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

મન મોટું રાખીને આ જાળીનો ઉપયોગ ટાળો

આપણે ઘણી વાર નેશનલ પાર્ક કે અભયારણ્યની આસપાસના ખેતીના વિસ્તારોમાં સિંહ, વાઘ, કે દિપડા દ્વારા માનવો પર હુમલાના બનાવો બનતા હોય છે. ક્યારેક અભયારણ્ય આસપાસના ખેડૂતોને જંગલી સુવર, નીલગાય કે હરણના કારણે પાકમાં મોટુ નુકશાન થયાની ફરિયાદો પણ થતી હોય છે. આવા કારણોને લીધે કયારેક પાકને બચાવવા ખેડૂતો તારની વાડની સાથે પ્લાસ્ટીકની જાળી “ફીશીંગ નેટ” નો પણ ઉપયોગ કરે છે. હવે તો સોલર પાવર થી ચાલતા વિવિધ યંત્રો છે જે જંગલી પ્રાણીઓને દુર રાખે છે. છતાં પણ આવી ફીશીંગ નેટ જાળીનો વ્યાપક ઉપયોગ ચાલુ જ છે. રાજ્ય સરકાર પણ તારની જાળીની વાડ બનાવવા ખેડૂતોને સહાયની યોજના ચલાવે છે.

માનવી જો મન મોટું રાખીને આવી “ફીશીંગ નેટ” કે પ્લાસ્ટીકની જાળીનો ઉપયોગ ટાળે તો તેમાં ફસાઈને ઘાયલ થતાં વન્યપ્રાણીઓની સંખ્યા ઘટે તેવુ લાગે છે.

NIA એક્શનમાં: આતંકવાદીઓ ઉપર લાખોના ઈનામ જાહેર કર્યા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે સૂચિબદ્ધ આતંકવાદીઓ હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડા પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ તેમના વિશે માહિતી આપનારને આપવામાં આવશે. એજન્સીએ આતંકવાદીઓના ત્રણ સહયોગીઓ પરમિન્દર સિંહ, સતનામ સિંહ અને યાદવિંદર સિંહ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. આ તમામ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.

કોણ છે લખબીર સિંહ લંડા?

આતંકવાદી લખબીર સિંહ લંડા પંજાબમાં RPG હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. અગાઉ NIAએ લાંડા સામે 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પંજાબના તરનતારન જિલ્લાના હરિકે ગામનો રહેવાસી લખબીર હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં છુપાયેલો છે. NIAએ ગયા વર્ષે 20 ઓગસ્ટે તેમની વિરુદ્ધ IPCની કલમ 120B, 121, 121A અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) 1967ની કલમ 17, 18, 18-B અને 38 હેઠળ કેસ નોંધ્યો હતો. દેશના વિવિધ ભાગોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. લખબીર સિંહ લાંડા 2017માં હત્યા, હત્યાનો પ્રયાસ અને એનડીપીએસમાં નામ હોવાના આરોપો બાદ કેનેડા ભાગી ગયો હતો. 2021માં અમૃતસરના પાટીમાં બે અકાલી કાર્યકરોની હત્યામાં તેનું નામ સામે આવ્યું હતું. લખબીર પંજાબના મોહાલી અને તરનતારનમાં RPG હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.

NIAએ મિલકત જપ્ત કરી 

લખબીર સિંહ સંધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. RC-37માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ અદાલતે તરનતારનના કિરીયન ગામમાં સ્થિત આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. હવે ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે. હવે આ પ્રોપર્ટી ખરીદી કે વેચી શકાશે નહીં. 27 જુલાઈએ તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.

કોણ છે આતંકવાદી રિંડા?

હરવિન્દર સિંહ ઉર્ફે રિંડા પંજાબના તરનતારનનો રહેવાસી છે પરંતુ 11 વર્ષની ઉંમરે તે પરિવાર સાથે મહારાષ્ટ્રના નાંદેડ સાહિબમાં રહેવા ગયો હતો. પોલીસ રેકોર્ડ મુજબ, 18 વર્ષની ઉંમરે રિંદાએ કૌટુંબિક વિવાદને લઈને તરનતારનમાં તેના એક સંબંધીની હત્યા કરી હતી. આ પછી હરવિંદર સિંહે નાંદેડમાં ખંડણી શરૂ કરી અને બે લોકોની હત્યા કરી. અહીં તેની સામે 2016માં બે કેસ નોંધાયા હતા અને બંનેમાં તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. રિંડા પંજાબના પ્રખ્યાત ગેંગસ્ટરો સાથે સંપર્ક ધરાવે છે. આમાંના એક હતા જયપાલ ભુલ્લર. તે પશ્ચિમ બંગાળમાં પંજાબ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. 2017માં પંજાબ પોલીસને ઈનપુટ મળ્યો હતો કે રિંડા બેંગલુરુમાં છે. તે તેની પત્ની સાથે હોટલમાં રહે છે. પંજાબ પોલીસે બેંગલુરુની હોટલમાં દરોડો પાડ્યો હતો પરંતુ રિંડા હોટલની બારીમાંથી ભાગી ગયો હતો. જોકે પોલીસે રિંડાની પત્નીની ધરપકડ કરી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં NIAએ રિંડા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. રિંડા હાલ પાકિસ્તાનમાં છુપાયેલો છે.

Breaking News : લોકસભામાં મહિલા અનામત બિલ પાસ

લોકસભામાં લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં મહિલા અનામત બિલ પર સ્લિપ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું. મહિલા અનામત બિલની તરફેણમાં 454 મત જ્યારે મહિલા અનામત બિલની વિરુદ્ધમાં 2 મત પડ્યા હતા. તમને જણાવી દઈએ કે મહિલા આરક્ષણ બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે પાસ થઈ ગયું છે.

 

બિલ પર ચર્ચા કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેટલીક પાર્ટીઓ માટે તે ચૂંટણી જીતવાનો મુદ્દો હોઈ શકે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તે રાજકીય મુદ્દો નથી પરંતુ માન્યતાનો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે મહિલા આરક્ષણ બિલ પસાર થયા બાદ એક તૃતીયાંશ સીટો માતૃભાષા માટે અનામત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે આ બિલ આવવાથી દેશની દીકરીઓને ન માત્ર પોલિસીમાં તેમનો હિસ્સો મળશે પરંતુ તેઓ પોલિસી મેકિંગમાં પણ પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકશે.

મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિશ્વભરમાં મહિલા પાઈલટની સંખ્યા લગભગ 5 ટકા છે પરંતુ ભારતમાં તે 15 ટકા છે. મને એ કહેતા ગર્વ થાય છે કે છેલ્લા 10 વર્ષમાં મહિલા પાઈલટની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે જ્યારે અમે આ બિલ લાવ્યા ત્યારે ઘણી મહિલા સાંસદોએ કહ્યું હતું કે મહિલાઓને અનામત આપીને અડધી વસ્તીને અપમાનિત ન કરવી જોઈએ કારણ કે અહીંની મહિલાઓ પણ પુરુષો જેટલી જ મજબૂત છે. તેમણે કહ્યું કે આ બિલ આવવાથી દેશની દીકરીઓને ન માત્ર પોલિસીમાં તેમનો હિસ્સો મળશે પરંતુ તેઓ પોલિસી મેકિંગમાં પણ પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકશે. તેમણે કહ્યું કે આ દેશમાં જે પણ જન્મે છે તે અહીંની મહિલાઓને કમજોર સમજવાની ભૂલ ક્યારેય નહીં કરે.

રાહુલના OBC પ્રશ્ન પર અમિત શાહનો પલટવાર

ચર્ચા દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધીના સવાલનો પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ નેતા કહેતા હતા કે જે લોકો દેશ ચલાવે છે તેમાં માત્ર ત્રણ જ OBC છે. આ તેમની સમજણ દર્શાવે છે. તેઓ માને છે કે દેશ સચિવો ચલાવે છે જ્યારે મારી સમજમાં દેશ સરકાર ચલાવે છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસના નેતાને આંકડા જોઈએ છે તો મારે તેમને કહેવું જોઈએ કે ભાજપ સરકારમાં 29 ટકા એટલે કે 85 સાંસદો ઓબીસી કેટેગરીના છે. તેમણે કહ્યું કે ભાજપના 1358 OBC ધારાસભ્યોમાંથી 365 એટલે કે 27 ટકા છે. ભાજપમાં 163 ઓબીસ એમએલસીમાંથી 65 છે, જે 40 ટકા છે.

બિલમાં OBC માટે અનામતની જોગવાઈ હોવી જોઈએઃ રાહુલ

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું આ બિલના સમર્થનમાં ઉભો છું પરંતુ આ બિલ હજુ પણ અધૂરું દેખાય છે. આ વિધેયકમાં ઓબીસી માટે અનામતની જોગવાઈ હોવી જોઈએ જે બિલમાંથી ગાયબ હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે, સીમાંકન અને વસ્તી ગણતરી પૂર્ણ કરવાની જોગવાઈને બદલે તેનો તાત્કાલિક અમલ થવો જોઈએ. આ એક સારી ઇમારત છે પરંતુ દેશના મહિલા રાષ્ટ્રપતિએ પણ તેના કાર્યક્રમમાં હાજર રહેવું જોઈતું હતું. વિપક્ષ જ્યારે પણ જાતિ ગણતરીની વાત કરે છે, ત્યારે વિચલિત મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે.

આઇસી15 ઇન્ડેક્સ 207 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં વ્યાજદર બાબતે નિર્ણય લેવાવા પહેલાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાવધાની હોવાથી નરમાશ વર્તાઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.59 ટકા (207 પોઇન્ટ) ઘટીને 34,835 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,042 ખૂલીને 35,416ની ઉપલી અને 34,722 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટક કોઇનમાંથી લાઇનકોઇન, અવાલાંશ, કાર્ડાનો અને યુનિસ્વોપ 1થી 4 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

દરમિયાન, ન્યૂ યોર્કના નાણાકીય સેવા વિભાગે ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ક્રીપ્ટોકરન્સીના લિસ્ટિંગ અને ડિલિસ્ટિંગમાં પારદર્શકતા રહે એ હેતુથી માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે. એણે આ બાબતે જાહેર જનતાનો મત લેવાની ભલામણ પણ કરી છે. આ જ રીતે માલ્ટા ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટી પણ ક્રીપ્ટોકરન્સી સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે જનતા પાસેથી અભિપ્રાય માગી રહી છે. બીજી બાજુ, ભારતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો અલગ અલગ સરકારી ખાતાંમાં બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવી રહી છે.

રામમંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; 8મીમાં ભણતા વિદ્યાર્થીએ કર્યો હતો ફોન

બરેલી (ઉત્તર પ્રદેશ): અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરને બોમ્બ ધડાકા વડે ઉડાવી દેવાની ગઈ કાલે સાંજે ફોન પર એક ધમકી મળ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાને લગતી બધી યંત્રણાઓને કામે લગાડવામાં આવી હતી. તે ધમકીભર્યો ફોન કોલ બરેલીમાંથી લખનઉ પોલીસ કન્ટ્રોલ રૂમને 112 નંબર પર કરવામાં આવ્યો હતો.

જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો તે બરેલી જિલ્લાનો હતો. પોલીસે તે મોબાઈલ નંબરના આધારે બરેલી જિલ્લાના ફતેહગંજના ઈટોરિયા ગામના એક વિદ્યાર્થીને અટકમાં લીધો છે. ગ્રામિણ પોલીસ અને સર્વેલન્સ ટીમના જવાનો ગઈ કાલે રાતે જ તે મોબાઈલ ફોન જેના નામે રજિસ્ટર થયો છે તે ગિરીશ નામના છોકરાના ઘેર પહોંચ્યા હતા. ગિરીશે એમને કહ્યું કે, સાંજના સમયે એનો મોબાઈલ ફોન ઘરમાં એક છોકરા પાસે હતો. પોલીસે તરત જ 14 વર્ષના તે છોકરાને અટકમાં લીધો હતો. પૂછપરછ કરતાં એણે કહ્યું કે એણે યૂટ્યૂબ પર એક વીડિયો જોયો હતો અને પછી પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. પોલીસે જ્યારે એને નામ આપવાનું કહ્યું ત્યારે એ છોકરો ગભરાઈ ગયો હતો અને એણે કોલ કટ કરીને મોબાઈલ ફોન સ્વિચ ઓફ્ફ કરી દીધો હતો. તે છોકરો ઈટોરિયાનો જ રહેવાસી છે અને શાળામાં આઠમા ધોરણમાં ભણે છે.