Home Blog Page 2478

વીણા વર્લ્ડની નવી શાખાનું અમદાવાદમાં ઉદઘાટન કરાયું

અમદાવાદઃ દેશની અગ્રણી ટ્રાવેલ કંપનીઓમાંની એક વીણા વર્લ્ડે અમદાવાદમાં નવી ઓફિસ શરૂ કરી છે. વીણા વર્લ્ડ, ફેમિલી ટુર્સ, મહિલાઓંમાટે વિશેષ વુમેન્સ સ્પેશલ, સિનિયર સિટીઝન્સ માટે સિનિયર્સ સ્પેચલ, હનીમૂન ટૂર્સ અને અન્ય ટુર પેકેજો પ્રવાસે જતા નાગરિકોને ઓફર કરે છે.  આ સાથે કંપની કોર્પોરેટ ટુર (MICE), NRI અને વિદેશી પ્રવાસીઓને દેશમાંની ટુર પણ યોજે છે. આ ઉપરાંત કંપની RBI મંજૂરી ધરાવતું વીણા વર્લ્ડ ફોરેક્સ-મની ચેન્જરની સુવિધા પણ ધરાવે છે. 

કંપનીનો પ્રારંભ વર્ષ 2013માં થયો હતો અને કંપનીનું નેતૃત્વ એ મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવે છે, જે ટુરિઝમ ઉદ્યોગમાં આશરે 40 વર્ષોનો અનુભવ ધરાવે છે. કંપનીના સ્થાપક અને CEO –  શ્રીમતી વીણા પાટીલ, સ્થાપક અને ચેરપર્સન  – શ્રી સુધીર પાટીલ, સ્થાપક અને ચીફ પ્રોડક્ટ ઓફિસર CPO – શ્રીમતી સુનિલા પાટીલ, સ્થાપક અને CTO & COO –  શ્રી નીલ પાટીલ છે.

કંપનીને અમદાવાદના પ્રવાસીઓ અને સહયોગીનો બહોળો સહયોગ અને પ્રતિસાદ સાંપડ્યો હતો. જેથી કંપનીએ પ્રોત્સાહક પ્રગતિ કરી છે. કંપનીએ પાછલા દાયકામાં 300 કરતાં વધુ ટુર મેનેજરો, સહિત 750 ટ્રાવેલ પ્રોફેશનલ્સોના પરિવારોને જોડ્યા છે. આ સાથે કંપનીએ દેશ-વિદેશમાં 150 કરતાં વધુ સ્થળો (શાખાઓ અને સેલ્સ પાર્ટનર્સ) ધરાવે છે. આ સાથે કંપનીની ટુર્સની 6.5 લાખથી વધુ ટ્રાવેલર્સ લાભ લઇ ચૂક્યા છે.

કંપનીએ વિસ્તરણના ભાગરૂપે ગુજરાતના અમદાવાદમાં પરિમલ ગાર્ડનની નજીક નવી શાખા શરૂ કરી છે. કંપનીની આ ગુજરાતમાં આઠમી ઓફિસ છે. કંપની અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત અને વલસાડમાં ઓફિસ ધરાવે છે. કંપનીની નવી ઓફિસનું સરનામું વીણા વર્લ્ડ  ૪, અનમ 1, કોમર્શિયલ કો. ઓપ. સર્વિસ સોસાયટી લિ., પરિમલ ગાર્ડનની સામે આંબાવાડી છે. આ ઓફિસના કામકાજનો સમય સોમવારથી શનિવાર સવારે 10 કલાકથી સાંજે 7 કલાક સુધીનો છે. નવી ઓફિસનો સંપર્ક કરવા માટે મોબાઇલ નંબર 887 997 7200 છે.

 

 

 

આમ રચો સ્નેહીજનો સાથે હૃદયસેતુ

અમેરિકામાં જૉની કેશ નામનો એક બહુ મોટા ગજાનો ગાયક થઈ. તેણે તેના જીવનકાળ દરમિયાન ૧૫૦૦થી વધુ ગીતો ગાયાં. અમેરિકામાં મ્યુઝિક ક્ષેત્ર માટે અત્યંત પ્રતિષ્ઠિત ગણાય એવો ગ્રેમી એવૉર્ડ પણ મેળવેલો. ૧૯૬૧માં એક જ વર્ષમાં જૉનીએ ૨૯૦ લાઈવ કન્સર્ટ્સ કરેલા, જેમાં દસ લાખ લોકો સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહેલા.

અમર્યાદ ધનસંપત્તિ, પ્રતિષ્ઠા, વાહવાહથી જૉની ડ્રગ્ઝનો બંધાણી થઈ ગયો. વધુ પડતી ગોળીના સેવનથી એનું ગળું સુકાઈ જતું, એ ગાઈ શકતો નહોતો, સાઠેક કિલો વજન ઊતરી ગયું. પોલીસ કસ્ટડી, હૉસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટરમાં એની આવનજાવન ચાલુ રહેતી. ચોમેરથી હતાશ થયેલા જૉનીએ ટેનેસીની ખતરનાક નિકાજેક ગુફામાં અથડાઈ-કૂટાઈને જીવનનો અંત આણી દેવાનું નક્કી કર્યું. આ ગુફા એવી અડાબીડ અને અટપટી છે કે એમાં ગયેલો પાછો ભાગ્યે જ આવી શકે. જૉની કેશ કેલિફોર્નિયાથી ટેનેસી ગયો. અંધારી ગુફામાં કલાકો સુધી રઝળીને મૃતઃપ્રાય થઈને તે ઢળી પડ્યો, પરંતુ અથડાતો-કૂટાતો અચાનક એ ગુફાની બહાર આવી ગયો. તે સમયે પોતાની માતા અને પત્ની જૂન કાર્ટરને ત્યાં ઊભેલાં જોયાં. સૌ જૉનીની ભાળ કાઢતાં આવી પહોંચેલાં. તેમણે જૉનીને પ્રેમથી આવકાર્યો. આવું શું કામ કર્યું એ વિશે એક શબ્દ નહીં.

આવાં સ્નેહ-સંભાળે શું જાદુ કર્યો તેનું બયાન આપતાં જૉની લખે છે કે મારી પત્ની, માતાના સ્નેહે મને હિંમત આપી. હું જ્યારે એકલવાયો અને ઓરમાયો થયો ત્યારે તેમણે મને પ્રેમ આપ્યો છે.’ આમ, પત્ની અને માતાના સ્નેહે તે કલાકારને બચાવી લીધો. તેની ડ્રગની લત છૂટી ગઈ અને જીવન પુનઃ સીધી લીટીમાં આવી ગયું. 2003માં 72 વર્ષની વયે એનું અવસાન થયું.

ઉપરોક્ત સત્યઘટનામાં ‘પ્રેમ’ની તાકાત દેખાય છે. જેમ્સ ઓટ્રાય યથાર્થ બોલ્યા છે કે, ‘સ્નેહભરી સંભાળ એક આખી દુનિયા બદલી શકે છે. એ દુનિયા ભલેને યુવાનની જ કેમ ન હોય?’ કહ્યું છેને કે બાય અ સ્વીટ ટંગ ઍન્ડ કાઈન્ડનેસ, યુ કૅન ડ્રૅગ ઍન એલિફન્ટ વિથ હૅર અર્થાત્ જો મમતા હોય તો હાથી જેવા હાથીને કાચા સૂતરના તાંતણે દોરી શકાય.

ન્યુ જર્સીમાં રહેતા એક યુવાનનાં લગ્ન માતા-પિતાએ દેશની એક સુકન્યા સાથે ધામધૂમથી કરાવ્યાં, પણ લગ્ન પછી એ યુવાને પત્નીને અમેરિકા લાવવાનો સાફ ઈનકાર કરી દીધો. મા-બાપ, સગાંવહાલાં સમજાવીને થાક્યાં. સંયોગથી એ અરસામાં જ ન્યુ જર્સીમાં જ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ‘ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ’ કલ્ચરલ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા યોજાયો. પેલો યુવાન ઉત્સવ પ્રસંગે સ્વામીશ્રીના સંપર્કમાં આવ્યો. સ્વામીશ્રીના સ્નેહ અને સૌહાર્દમાં એ યુવાન ભીંજાયો. એક સાંજે સ્વામીશ્રીએ તેને લગ્ન બાબત પૂછ્યું ત્યારે તેણે કહ્યું : ‘આપ કહો તે કરવા તૈયાર છું. આપના આશીર્વાદ હોય તો હું તેને બોલાવીશ.’ આમ, સ્નેહના જાદુથી એક પેચીદો પ્રશ્ન પળમાં પીગળી ગયો.

સાચું જ કહેવાયું છે કે જે હૃદયમાંથી નીકળે છે તે હૃદયસોંસરવું ઊતરે છે. તમે કોઈ વાર આ વાત જાતે પણ અનુભવી હશે. ઘણા લોકો એવા હોય છે, જેમની સાથે વાત કરીને એવું લાગે કે તે આપણી સાથે જાણે દિલથી વાત કરી રહ્યાં છે. એમના દિલમાંથી નીકળેલો એક એક શબ્દ સામેવાળાના દિલમાં ઊતરી જાય, એ શબ્દોને ગ્રહણ કરવાનું તેને અનુસરવાનું ખરેખર મન થાય. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ આપણે પણ આપણાઓ પ્રત્યે હૃદયનો સેતુ રચીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

હરિત ક્રાંતિના જનક એમ. એસ. સ્વામિનાથનનું નિધન

નવી દિલ્હીઃ દેશના જાણીતા વિજ્ઞાની એમએસ સ્વામિનાથનનું નિધન થયું છે. ચેન્નઇમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું 98 વર્ષની વયે નિધન થયું હતું. દેશમાં હરિત ક્રાંતિના તેમને જનક કહેવામાં આવતા હતા. પ્રોફેસર સ્વામિનાથન એક પ્રસિદ્ધ કૃષિ વિજ્ઞાની હતા.તેમને દેશમાં ઘઉં અને ચોખાની ઊંચી ઊપજ આપવાવાળા જાતો રજૂ કરવા અને એને વિકસિત કરવાનું શ્રેય આપવામાં આવે છે. દેશમાં દુકાળથી બચવા અને ખાદ્યાન્ન સુરક્ષા અપાવવા માટે તેમણે અમેરિકી વૈજ્ઞાનિક નોર્મન બોરલોગની સાથે 1969ના દાયકામાં કામ કર્યું હતું.

1987માં પ્રોફેસરને પ્રથમ ખાદ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને કૃષિ ક્ષેત્ર સર્વોચ્ચ સન્માન તરીકે જોવામાં આવે છે. તેમને કેટલાય અન્ય પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. જેમાં 1971માં પ્રતિષ્ઠિત રેમેન મેગસેસ એવોર્ડ અને 1986માં વિજ્ઞાન માટે આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશ્વ પુરસ્કાર સામેલ છે.

વડ પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને એમએસ સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમએસ સ્વામિનાથનને 1967માં પદ્મ શ્રી, 1972માં પદ્મ ભૂષણ અને 1989માં પદ્મ વિભૂષણથી સસન્માનવામાં આવ્યા હતા. તેમને 84 વાર ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને મળેલી 84 ડોક્ટરેટની ડિગ્રીમાંથી 24 ડિગ્રી તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપી હતી.

સાત ઓગસ્ટ, 1925માં તામિલનાડુના કુંભકોણમાં જન્મેલા એમએસ સ્વામિનાથન જેનેટિક વિજ્ઞાની હતા. તેમણે મેક્સિકોનાં બીજોને પંજાબની ઘરેલુ જાતો સાથે મિશ્રિત કીને ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના સંકર બીજ વિકસિત કર્યા હતા.

 

 

 

 

 

રાજકીય લાભ માટે મેટ્રો ટ્રેન, બસમાં સેવા મફત ના અપાયઃ પૂરી

નવી દિલ્હીઃ દિલ્હી, કર્ણાટક સહિત કેટલાંક રાજ્યોમાં મહિલાઓને બસ સેવા મફત કરવામાં આવી છે. કેટલીય શરતોની સાથે મેટ્રો રેલ સુવિધાઓમાં પણ છૂટ આપવાની રાજકીય પક્ષોની ઘોષણાઓ પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહે આકરી ટિપ્પણી કરી છે.

તેમણે કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો મેટ્રો અને બસો જેવી મફત જાહેર ટ્રાન્સપોર્ટની વકાલત કરે છે, પરંતુ જનતાએ આ સેવાઓ સંપૂર્ણ રીતે મફત આપવી એ આર્થિક રીતે વ્યવહારુ નથી. આ બધી કેપિટલ ઇન્ટેન્સિવ યોજનાઓ છે.આ બધી સુવિધાઓ- મેટ્રો અને ઇલેક્ટ્રિક બસો, એ આર્થિક રૂપે વ્યવહારુ હોવી જોઈએ. મારું માનવું છે કે આર્થિક રૂપે વ્યવહારુ યોજનાઓમાં સારી સેવા આપી શકાશે અને નાગરિક એનાથી ખુશ રહેશે અને કોઈ સમસ્યા નહીં રહે, એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્ર સરકાર દેશમાં 10,000 ઇલેક્ટ્રિક બસો ચલાવવાની તૈયારીમાં છે. 500 બસોનો પહેલો બેચ આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યોમાં ડિલિવર કરવામાં આવશે. વિપક્ષ પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોનો સિદ્ધાંત છે કે બધી સેવાઓ મફત કરી દેવી જોઈએ. તેઓ આવી ચીજોને મફત બનાવવામાં વિશ્વાસ કરે છે. વંદે ભારત ટ્રેનોની જેમ આ પણ બહુ સફળ છે. બે દિવસ પહેલાં વડા પ્રધાને નવ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. લોકોને સારી સુવિધા મળે તો તેમને વધારે પૈસા આપવામાં કોઈ વાંધો નથી, એમ તેમણે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે દેશમાં 870 કિમી મેટ્રો નેટવર્ક બિઝાવવામાં આવી ચૂક્યું છે, જ્યારે 936 કિમીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, ત્યારે દેશમાં મેટ્રો ટ્રેનો આવી હતી.

 

 

 

 

 

કોરાનાના 57 નવા કેસો, એક પણ જણનું મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 57 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,650 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,194 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 44 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 476 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 27,633 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.53 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,384 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 109 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

એશિયન ગેમ્સ-2023: પુરુષ નિશાનબાજોએ ગોલ્ડ જીત્યો

હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં ભારતના ત્રણ શૂટરે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ ત્રણ વિજેતાઓ છે – સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલ.

ભારતીય ટીમે ચીનના હરીફોને પાતળા માર્જિન (માત્ર એક જ પોઈન્ટ)થી હરાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શૂટિંગની રમતમાં ભારતે આ ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. તે ઉપરાંત ચાર રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક પણ જીત્યા છે. ભારતીય ટીમે 1,734 પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે ચીની હરીફ ટીમને 1,733 પોઈન્ટ મળ્યા હતા. ત્રીજા સ્થાને વિયેટનામની ટીમ આવી હતી – 1,730 પોઈન્ટ સાથે.

રોશિબિના દેવીએ વુશુ રમતમાં રજત ચંદ્રક જીત્યો

મણીપુર રાજ્યની 22 વર્ષીય રોશિબિના દેવી નાઓરેમે મહિલાઓની માર્શલ આર્ટ વુશુ રમતમાં, 60 કિ.ગ્રા. વર્ગ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. તે ફાઈનલમાં ચીનની હરીફ સામે લડત આપીને હારી હતી.

રોશિબિના મૈતેઈ સમાજની છે. તે મણીપુરના બિષ્ણુપુર જિલ્લાના ક્વાશીફાઈ ગામની રહેવાસી છે. આ વિસ્તારમાં કુકી સમાજનાં લોકોનું વર્ચસ્વ છે. છેલ્લા અમુક મહિનાઓથી અહીં મૈતેઈ અને કુકી લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાયું છે અને વંશીય હિંસા થઈ છે જેમાં અનેક લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. રોશિબિનાએ પોતાનો આજનો મેડલ પોતાનાં મણીપુર રાજ્યને અર્પણ કર્યો છે.

આજે ગણેશ વિસર્જનઃ ગણપતિ બાપાને વિદાય કરવા મુંબાપુરી સજ્જ

મુંબઈઃ આ વર્ષના ગણેશોત્સવનો આજે આખરી દિવસ છે. આજે અનંત ચતુર્દશી પર્વના રોજ ભગવાન ગણપતિજીને એમના ભક્તો ભાવપૂર્વક વિદાય આપશે. ગણેશ વિસર્જનનો આજનો દિવસ સુખરૂપ, કોઈ અનિચ્છનીય બનાવ વગર પાર પડી જાય એ માટે મુંબઈનું મહાપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

ગણેશ વિસર્જન પર્વ સફળતાપૂર્વક પાર પાડવાની જવાબદારી મહાનગરપાલિકાની રહે છે. મહાપાલિકાએ આશરે 10 હજાર કર્મચારીઓને તૈનાત કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળો ખાતે તેમજ ઘરેલુ સ્તરે સ્થાપિત કરાયેલી ભગવાન ગણપતિની મૂર્તિઓનાં વિસર્જન માટે શહેરના દરિયાકિનારાઓ પર જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાઓ પર ભીડ ન થાય એટલા માટે મહાનગરપાલિકાએ ઘરેલુ મૂર્તિઓના આસાન રીતે વિસર્જન માટે ઠેરઠેર કૃત્રિમ તળાવોની પણ વ્યસ્થા કરી છે. એ માટે 198 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને તેની યાદી દરેક વોર્ડમાં જાહેર કરવામાં આવી છે.

વિસર્જન માટે લોકોની ગીરદી ન થાય એ માટે ભક્તોને વિસર્જન સમય ઓનલાઈન પદ્ધતિથી પણ નોંધવાની જાણ કરવામાં આવી છે. નાની ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે અનેક ઠેકાણે 46 જર્મન તરાપાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મોટી મૂર્તિઓના વિસર્જન માટે તમામ ચોપાટીઓ ખાતે સ્ટીલની બનાવેલી 468 પ્લેટ તૈયાર કરવામાં આવી છે.

નાગરિકોની સુરક્ષા માટે 764 જીવનરક્ષકોને પણ ચોપાટીઓ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 48 મોટરબોટ પણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મૂર્તિ પરથી ઉતારી લેવાયેલા ફૂલ, હાર તથા અન્ય ચીજવસ્તુઓ (નિર્માલ્ય) એકત્ર કરવા માટે જંગી કદના 150 નિર્માલ્ય કળશ સહિત 282 નિર્માલ્ય વાહનોની પણ સુવિધા તૈયાર કરવામાં આવી છે.

વિસર્જન માટે મુખ્ય નિયંત્રણ કક્ષ સહિત પ્રશાસકીય વિભાગ અંતર્ગત બીજા 188 નિયંત્રણ કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષા જાળવવા માટે 60 નિરીક્ષણ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. 68 સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યા છે. 75 પ્રાથમિક ઉપચાર કેન્દ્રો તેમજ 61 એમ્બ્યૂલન્સ સજ્જ છે. અસરકારક પ્રકાશ યોજના માટે 1083 ફ્લડલાઈટ્સ અને 27 સર્ચલાઈટ મૂકવામાં આવી છે. 121 મોબાઈલ (ફરતા) શૌચાલય મૂકવામાં આવ્યા છે. અગ્નિશામક દળે તેના અસંખ્ય જવાનો અને વાહનોને સજ્જ રાખ્યા છે.

આગ લાગવાના જોખમને લીધે હ્યુન્ડાઈ, કિયાએ અમેરિકામાં લાખો વાહનો પાછા મગાવ્યા

ન્યૂયોર્કઃ હ્યુન્ડાઈ અને કિયા કંપનીઓએ અમેરિકામાં 34 લાખ વાહનો પાછા મગાવ્યા છે અને વાહનમાલિકોને કહી રહી છે કે તેઓ એમના વાહન બહાર પાર્ક કરે, કારણ કે એન્જિન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગવાનું જોખમ રહેલું છે.

આ કંપનીઓએ 2010થી લઈને 2019ના વર્ષોમાં બનાવેલી અનેક મોડેલની કાર અને એસયૂવી મગાવી છે. આમાં હ્યુન્ડાઈની ‘સેન્ટા ફે’ એસયૂવી અને કિયાની ‘સોરેન્ટો’ એસયૂવીનો સમાવેશ થાય છે.

અમેરિકાની સેફ્ટી રેગ્યૂલેટર સંસ્થાએ પોસ્ટ કરેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે ઉક્ત બંને કંપનીઓના વાહનોમાં રહેલા એન્ટી-લોક બ્રેક કન્ટ્રોલ મોડ્યૂલમાં પ્રવાહીનું ગળતર થવાની અને એને કારણે ઈલેક્ટ્રિક શોર્ટ થવાનું જોખમ રહેલું છે. એને લીધે વાહનને પાર્ક કરાયું હોય ત્યારે અથવા હંકારવામાં આવતું હોય ત્યારે એમાં આગ લાગી શકે છે. બંને કંપનીએ વાહનમાલિકોને સલાહ આપી છે કે એમણે એમના વાહનને જ્યાં સુધી રીપેર કરી આપવામાં ન આવે ત્યાં સુધી ઘર કે ઈમારતથી દૂર આઉટડોર પાર્ક કરવું. કંપનીઓના ડીલર્સ વાહનમાલિકો પાસેથી કોઈ ચાર્જ લીધા વગર એન્ટી-લોક બ્રેક ફ્યૂઝને રીપ્લેસ કરી આપશે.

 

સુવિચાર – ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

અહીં અપાય છે ગણપતિ દાદાને ‘ગાર્ડ ઓફ ઓનર’

‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ નિર્વિધ્ન કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા’ સમગ્ર દેશ ગણેશમય બન્યો છે. ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હવે બાપ્પાના વિસર્જન આડે ગણતરીના દિવસો બાકી છે. ભાવિકોમાં દાદાના ઉત્સવને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવી છે ગુજરાતના મહેસાણામાં આવેલા ગણપતિ મંદિરની.

સવાસો વર્ષ પૌરાણીક મંદિર ગુજરાતભરમાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. મહેસાણાના ફુવારા સર્કલ, રાજમહેલ રોડ પાસે આવેલા આ ગણપતિ દાદાનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે બાપ્પાની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. પરંતુ અહિં સ્થિત દાદા જમણી સૂંઢ સાથે બિરાજમાન છે. કહેવાય છે કે દાદાની આ પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે. એટલુ જ નહીં સમગ્ર ગુજરાતમાં માત્ર આ ગણપતિ દાદાને દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

સિદ્ધિવિનાયક મંદિરની સ્થાપના અને પરંપરા વિશે વાત કરતા મંદિરના મહંત લાલદાસજી ગુરૂ ગણેશજી મહારાજ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આ મંદિરમાં ગાયકવાડ સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે. આ મંદિર ઉદાસીન પંચાયતી બડા અખાડા સાથે સલંગ્ન છે. ઉદાસીન સંપ્રદાયના મહાત્માં નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નિકળ્યા હતા. એ દરમિયાન એ મહેસાણા આવ્યા અને અહીં ધુણી ધખાવી જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી.

વધુમાં મહંત લાલજીદાસજી એ કહ્યું કે 1911માં અહીંયા નિરંજન દાસ ગુરૂએ જમીન ખરીદી હતી અને 1911માં નિરંજન દાસે રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર જમીન ખરીદી હતી. અને 1914-15માં મંદિર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં અવરિત ભજન સંધ્યા ચાલે છે. છેલ્લા 45 વર્ષથી બાપ્પાના સાનિધ્યમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારો પોતાની વાણી પવિત્ર કરે છે. ગણપતિ દાદાની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે મહેસાણા પોલીસ દ્ધારા બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પરંપરા અવરિત છે.

પ્રથમ વખત બાપ્પાને 1921થી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. પહેલાના સમયમાં મહેસાણાનાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવીને બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. આજે પણ આ પરંપરા યથાવત છે.

સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. બારે મહિના ભક્તોની ભીડ રહે છે. ખાસ કરીને મંગળવાર, સંકટ ચોથ, અનંત ચોથ અને ગણેશમહોત્સવ દરમિયાન ભાવિકો દાદાના દરબારમાં શીશ નમાવે છે.

કહેવાય છે કે ભક્તોની આસ્થાના પ્રતિક સમા આ ગણેશ મંદિરમાં દાદા બધાની ફરીયાદ સાંભળે છે અને એનું નિવારણ પણ કરે છે.

 

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ