તેલ અવીવઃ ઈઝરાયલના સંરક્ષણ દળોએ દેશની સરહદ પરના એક લશ્કરી થાણા પર હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા મિસાઈલ વડે કરાયેલા હુમલાનો વળતો જવાબ આપીને પડોશના લેબેનોનના દક્ષિણ ભાગમાં ડ્રોનની મદદથી તોપ વડે હુમલો કર્યો છે અને હિઝબુલ્લાહના અડ્ડાનો સફાયો કરી નાખ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈઝરાયલી સંરક્ષણ દળોએ કહ્યું કે હિઝબુલ્લાહએ કરેલા મિસાઈલ હુમલા સામે તેણે તોપમાંથી ગોળો છોડીને વળતો હુમલો કર્યો છે. ગયા સોમવારે બપોરે હિઝબુલ્લાહના મિસાઈલ હુમલા બાદ દક્ષિણી લેબેનોનમાંથી ઈઝરાયલની ભૂમિમાં ઘૂસી આવેલા આતંકવાદીઓ સાથેની લડાઈમાં ઈઝરાયલી સેનાના એક અધિકારી અને બે સૈનિકનું મરણ થયું હતું તેમજ બીજા પાંચ સૈનિકો ઘાયલ થયા હતા.
ઈઝરાયલી સેનાએ ગાઝા સ્ટ્રીપમાં ઈસ્લામિક યૂનિવર્સિટીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ યૂનિવર્સિટી ગાઝા સ્ટ્રીપમાં હમાસ આતંકવાદી સંગઠનનું મહત્ત્વનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર ગણાય છે. આ જ સ્થળે આતંકવાદીઓને શસ્ત્રોની તાલીમ આપવામાં આવે છે.ત
અક્ષય કુમાર આ દિવસોમાં તેની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર અજાયબી કરવામાં બિનઅસરકારક લાગી રહી છે. આ એપિસોડમાં અભિનેતા ફરી એકવાર પાન મસાલાની એડને લઈને ટ્રોલર્સના નિશાના પર આવ્યો છે. જો કે આ બધાની વચ્ચે અક્ષય કુમારના ફિલ્મી કરિયરના ખાતામાં વધુ એક ફ્લોપનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે ખિલાડી કુમારે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને ફિલ્મને શ્રેષ્ઠ ગણાવી છે. તેની તાજેતરની રિલીઝ ‘મિશન રાણીગંજ’ના બોક્સ ઓફિસના નબળા પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા અભિનેતા અક્ષય કુમાર સર્વાઇવલ થ્રિલરના બચાવમાં આવ્યા છે અને કહ્યું છે કે તે સામાન્ય કોમર્શિયલ ફિલ્મ નથી. આ ફિલ્મ અભિનેતાની કારકિર્દીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી મિશન રાણીગંજે માત્ર રૂ. 2.8 કરોડની નિરાશાજનક ઓપનિંગ લીધી હતી અને બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં રૂ. 15 કરોડની કમાણી કરી છે. ફિલ્મની કમાણી અંગે અક્ષય કુમારે જણાવ્યું હતું કે ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકતી નથી, પરંતુ તે તેની શ્રેષ્ઠ ફિલ્મોમાં તેની ગણતરી કરે છે.
અક્ષયે કહ્યું, ‘આ કોઈ કમર્શિયલ ફિલ્મ નથી. ફિલ્મે જોઈએ તેટલી કમાણી કરી નથી. હું અહીં એ જાણીને આવ્યો છું કે ફિલ્મ સારી રહી નથી. મેં અત્યાર સુધીમાં લગભગ 150 ફિલ્મો કરી છે અને હું વિશ્વાસપૂર્વક કહું છું કે આ મારી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મની વાર્તા ઘણી સારી છે અને મેં ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ મિશન રાનીગંજનું પ્રારંભિક કલેક્શન 2.8 કરોડ રહ્યું છે. શનિવારે તે 60 ટકાના વધારા સાથે માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. આ ફિલ્મ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ નિમિત્તે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના મુંબઈમાં આયોજિત રોડ-શોમાં વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી.
દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઇઝાર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્ય મંત્રીએ મુંબઈની તાજ હોટેલમાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ૩૫ જેટલા રાજદ્વારીઓ, અને ૩૫૦થી વધુ ઉદ્યોગ અને વેપારના અગ્રણીઓ સહભાગી થયા હતા. મુખ્ય મંત્રીએ આ રોડ-શો પૂર્વે ૧૩ જેટલા અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડેલ બન્યું છે એ અંગેની વિગતો આપી હતી.
Live: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મુંબઇ ખાતે રોડ-શોનું આયોજન. https://t.co/dVRTp6MBUs
તેમણે આ સંદર્ભે કહ્યું હતું કે વડા પ્રધાનના બ્રેઇન ચાઇલ્ડ કોન્સેપ્ટ સમાન વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતનો જી.એસ.ડી.પી. ૨૦૦૩માં રૂપિયા ૧.૪૨ લાખ કરોડ હતો, તે વધીને આજે ૨૦૨૩માં રૂ. ૨૨.૬૧ લાખ કરોડ થઈ ગયો છે. એટલું જ નહીં, ગુજરાતનું અર્થતંત્ર દેશની સરેરાશ કરતાં ૧૫ ટકા કમ્યુલેટિવ એન્યુઅલ ગ્રોથ સાથે વિકાસ પામ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી બનાવવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં ગુજરાત પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
તેમણે ગુજરાતમાં દરેક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓનો લાભ લેવા વેપાર, ઉદ્યોગ, ફાઇનાન્સ સેક્ટર્સના અગ્રણીઓને વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઊદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, તથા જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી દિશા પટની આજે સવારે મુંબઈથી વિમાન દ્વારા કોઈક અજ્ઞાત સ્થળે રવાના થઈ છે. પરંતુ એરપોર્ટ પર એને અટકાવવામાં આવી હતી તે સમાચાર ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પર ચમક્યા છે. દિશા જેવી એરપોર્ટની અંદર પ્રવેશવા ગઈ ત્યારે CISF ના એક અધિકારીએ એને ગેટ ઉપર જ અટકાવી હતી. દિશાએ અધિકારીને પોતાનાં મોબાઈલ ફોનમાંની ટિકિટ બતાવી હતી, પણ અધિકારીએ તેને એનું માન્ય ઓળખપત્ર – આધાર કાર્ડ બતાવવાનું કહ્યું હતું. દિશાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. દિશાની હેન્ડબેગ તેનાં કોઈક મદદનીશ પાસે હતી. મદદનીશ બાજુમાં જ ઊભો હતો અને દિશાએ હેન્ડબેગ ખોલીને પોતાનું આધાર કાર્ડ બહાર કાઢ્યું હતું અને અધિકારીને બતાવ્યું હતું. તે જોયા પછી જ અધિકારીએ દિશાને એરપોર્ટમાં પ્રવેશવા દીધી હતી.
તે ઘટનાનો વીડિયો કોઈક પેસેન્જરે પોતાના મોબાઈલ ફોન પર ઉતાર્યો હતો અને ઈન્ટરનેટ પર શેર કર્યો હતો. જે ઝડપથી વાઈરલ થયો હતો. ઘણા નેટયૂઝર્સે CISFના અધિકારીની તરફેણ કરી છે, તેના વખાણ કર્યા છે કે દિશા એક અભિનેત્રી છે, સેલિબ્રિટી વ્યક્તિ છે તે છતાં તે અધિકારીએ કોઈ નરમ વલણ બતાવ્યું નહોતું અને આધાર કાર્ડ બતાવે તો જ એન્ટ્રી આપવાનો આગ્રહ રાખ્યો હતો. આમ કરીને તે અધિકારીએ બતાવી આપ્યું કે નિયમ દરેક જણ માટે સમાન હોય છે.
એરપોર્ટની અંદર પ્રવેશતાં પહેલાં દિશાએ બહાર ઊભેલા પ્રેસ ફોટોગ્રાફરો (પાપારાઝી) સાથે વાત કરી હતી અને એમને પોઝ આપ્યાં હતાં.
દિશા ટૂંક સમયમાં નવી ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં જોવા મળશે. તે ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. અમિતાભ બચ્ચને પણ એમાં એક ભૂમિકા ભજવી છે.
નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ શરૂ થતા વિશ્વ સામે બીજું સંકટ ઊભું થયું છે. એ સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં એક સપ્તાહમાં બે ટકાથી વધુ તેજી થઈ છે. બ્રેન્ટનો ભાવ 88 ડોલરને પાર થયો છે, જ્યારે WTIમાં પણ 86 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર ક્રડ ઓઇલ રૂ. 7200ની આસપાસ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી તેજી ઇઝરાયેલ-હમાસ જંગ છે.
મધ્ય-પૂર્વના દેશોથી સપ્લાયમાં ઘટાડો થવાની આશંકાએ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે હવે વેનેઝુએલાથી ક્રૂડના સપ્લાયમાં વધારો થવાની અપેક્ષા છે.
ક્રૂડ 100 ડોલરને પાર થશે?
ગયા મહિને ક્રૂડ ઓઇલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા. જે પછી ગયા સપ્તાહે કિંમતોમાં આશરે નવ ટકાનો ઘટાડો થયો હતો.પાંચ ઓક્ટોબરની ઓપેકની બેઠકમાં ઉત્પાદનમાં કાપને યથાવત્ રાખવાના નિર્ણયે કિંમતોમાં ઘટાડો થયો હતો, પણ હવે વિશ્લેષકોને ડર છે કે ક્રૂડની ઓઇલની કિંમતો કેટલોક સમય ઊંચી રહે એવી શક્યતા છે. વળી ક્રૂડ ઓઇલની કિંમતો 100 ડોલરને પાર થાય એવી શક્યતા ઓછી છે.
દેશમાં હાલના સમયમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે અને લોકસભાની ચૂંટણી યોજાવાની છે, એ જોતાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થાય વી શક્યતા નહીંવત્ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો છતાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શક્યકા ઓછી છે.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સંહયોગ સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સૌરાષ્ટ્ર- કચ્છ સેવા સમાજ અને ઓએનજીસીના સહકારથી બે દિવસીય તા. ૭-૮ ઓકોટબર ૨૦૨૩ના રોજ, રાત્રે ૦૮ : ૩૦ વાગ્યાથી કોમ્યુનિટી હોલ, સેક્ટર -૦૭, ગાંધીનગર ખાતે ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરેલ હતું.
ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં ઉદગમના ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં ઉદગમના કાર્યક્રમોની માહિતી આપી અને ધ્રુવ પર્વના ઉદેશ્યો જણાવ્યા હતા. ધ્રુવ પર્વના મુખ્યમહેમાન પદે ગાંધીનગર મહાનગર પાલિકાના નગરસેવક મહેન્દ્રભાઈ પટેલ(દાસ) અને અતિથિવિશેષ પદે હેમાબેન ભટ્ટ, પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી પધાર્યા હતા. ધ્રુવ પર્વના મુખ્યમહેમાન મહેન્દ્રભાઈ પટેલે ઉદગમના ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન કાર્યની સાથે ઉદગમના સામાજિક કાર્યોની પ્રશંસા કરી અને સંસ્થાની કોઈપણ જરૂરીયાત માટે સંસ્થાને મદદની ખાતરી આપી હતી.
મહાનુભાવોના હસ્તે ગાંધીનગરની સંગીતની જાણીતી સંસ્થા કલાગુર્જરીનાં પ્રમુખ એન.પી પટેલ અને સંગીત મર્મજ્ઞ શિશિરભાઈ ભટ્ટનું તેઓની ભારતીય કલા અને સંસ્કૃતિની દીર્ઘકાલીન સેવા બદલ ઉદગમના સ્વર્ગીય ટ્રસ્ટી ધુવભાઈ જોષીની સ્મૃતિમાં અપાતા શાલ અને ટ્રોફીથી ધ્રુવ કલા સમ્માનથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ગૌરવ પરરસ્કાર મેળવનાર ગાંધીનગરના શ્રી મયંકભાઇ દવે, ભીખુદાન ગઢવી, અને ભાવિન પટેલનું સ્ટોલ ઓઢાડીને સમ્માન સાથે શુભેછા પાઠવવામાં આવી હતી.
ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસ તા. ૭ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ પ્રથમ પ્રસ્તુતિ નવી દિલ્હીથી પધારેલ મહિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના સાધક અને પંડિત રવિશંકરજીના શિષ્ય પંડિત શુભેન્દુ રાવ સિતાર પર બિલાવલ ઠાઠના રાગ હેમંતમાં જોર, ઝાલા, આલાપ અને મધ્ય લયે ત્રિ તાલ .વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દ્વિતીય પ્રસ્તુતિ અમદાવાદના વાયોલિન વાદક પરમ પંડ્યાએ કનાટકી સંગીત રાગ મોહનમ, રાગ કલ્યાણી, રાગ સાવેરી બાદ રાગ હંસધ્વનિની કોમ્પોઝિશન મૂથું સ્વામી દિક્ષિતાર દ્વારા કમ્પોસ્ડ અને રાગ કદનકુતુહલમ રઘુવંશ સુધામ્બુધિભોપાલી સંગાથે શ્રોતાઓને ડોલાવી દીધા હતા તેમની સાથે પ્રજ્ઞેશ દુધરેજીયા એ તબલા સંગત કરી હતી.
તૃતીયા પ્રસ્તુતિ બનારસના પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધવીણા વાદનથી રાગ જોગમાં રૂપક તાલમાં ગત પ્રતુત કરી અને સાજન મોરે ઘર આયો પારંપરીક અને જાણીતી બંદિશ રાગ તીન તાલમાં પ્રસ્તુત કરી અને પ્રેક્ષકોની લાગણીને માન આપીને તેમણે રંગ સારી ગુલાબી ચુનરરિયા રેથી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.સપન અંજારિયાએ બંને પંડિતો સાથે તબલા પર સંગત કરી હતી.
ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસ તા. ૮ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ પ્રથમ પ્રસ્તુતિ રાજકોટના ઇન્દોર ઘરાનાના શસ્તીર્ય ગાયિકા અને વિદુષી પિયુ સરકે અને પદ્મશ્રી શુભ મુદ્દગલના શિષ્યા ડો. ધ્વનિ વચ્છરાજાનીએ ગાયનની શરૂઆત રાગ શુદ્ધ કલ્યાણથી કરીને તાલ ઝુમરમા બડા ખ્યાલ બાદ તીન તાલમાંમંદિરમાં ડફ બાજ્યો રે જાણીતી મધ્ય લયની પ્રસ્તુત કરીને તરાના ગયાં પછી રાગ દરબારીમાં ઇન્દોર ઘરાનાની કિન બૈરન કાન પરે અને જા રે મંદિરયાવા મધ્યલય એકતાલમાં બંદિશ બાદ બાદ તરાનાની પ્રતુતઈ કરી હતી.
દાદરા ખમાજમાં અને છેલ્લે જાનકી નાથ સાયા કરે ભજનની રાગ મિશ્ર તિલક કામોદ માં પ્રેક્ષકોને આનંદિત કરી દીધા હતા. તેમની સટહતે હાર્મોનિયા પર પંડિત શિશિર ભટ્ટ અને નંદકિશોર દાંતેએ તબલા પર સંગત કરી હતી
બીજી.પ્રસ્તુતિ ગાંધીનગરના જાણીતા કથક ગુરુ ગાર્ગી ઠક્કરે અને તેમની વિધાર્થીઓએ પ્રથમ ગણેશ વંદના, બીજી તરાના, ત્રીજુ શુદ્ધ કથક, ચોથી ગત્ ભાવ, પાંચમું પરંપરાગત કથકની પ્રસ્તુત કરીને પ્રક્ષકોના મન અને પગ થરકાવી દીધા હતા. તેઓની સાથે દિવ્યા પારેખ અને મોહિત સુરાણીએ સંગત કરી હતી.
ધ્રુવ પર્વમાં ગાંધીનગરના ભારતીય શાસ્ત્રીય સંગીત રસિક મહાનુભાવો પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્ર ત્રિવેદી, વાગ્મીનભાઈ બુચ, પિનાકીન વ્યાસ, સંજય થોરાટ, કીર્તિભાઈ જોષી રાજેંદ્ર જોષી, ચાણક્ય જોષી, જયરાજસિંહ અને આશાબેન સરવૈયા, જીલુભા અને હર્ષાબા ધાંધલ, નરેન્દ્રભાઈ મંદિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મેહતાએ કર્યું હતું અને ધ્રુવ પર્વને સફળ બનાવવામાં ઉદગમના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, અંજલિ ચૌહાણ, વાગ્મી અને કિરાત જોષીએ ખુબ જ જેહમત ઉઠાવી હતી.
મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઈ ચૂક્યા છે. આ ઉંમરે પણ અમિતાભની પાસે પાંચ મોટી ફિલ્મો છે, જેમના દ્વારા તેમના પર આશરે રૂ. 1750 કરોડ દાવ પર લાગ્યા છે. આટલો દાવ તો હાલ શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને રજનીકાંત પર પણ નથી લાગ્યો. બિગ Bએ પોતાના પાંચ દાયકાથી મોટી કેરિયરમાં બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
તેમણે સંપત્તિ પણ ખૂબ બનાવી છે. તેઓ લક્ઝરી લાઇફ જીવે છે. એક અહેવાલ મુજબ સદીના મહા નાયક પાસે રૂ. 3390 કરોડની નેટવર્થ છે. છેલ્લા એક વર્ષમાં એક્ટરની સંપત્તિમાં રૂ. 200 કરોડનો વધારો થયો છે. અમિતાભ બોલીવૂડના સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાંના એક છે. તેમની ફિલ્મો, શોઝ અને જાહેરાતો થકી તગડી કમાણી થાય છે.1969માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માટે તેમને માત્ર રૂ. 5000ની ફી મળી હતી. સમયાંતરે તેમની ફી વધતી ગઈ હતી. હવે બિગ B એક ફિલ્મ માટે રૂ. છ કરોડ ચાર્જ કરે છે.
છેલ્લા એક વર્ષમાં અમિતાભની ‘ઝુંડ’, ‘રાધે શ્યામ’, ‘રનવે 34’, ‘ફક્ત મહિલાઓ માટે’, ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવ’, ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’, ‘ગુડબાય’ અને ‘ઊંચાઈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
‘કૌન બનેગા કરોડપતિ’માં પહેલાં દરેક એપિસોડના તેઓ રૂ. 25 લાખ લેતા હતા. હવે આ શોને હોસ્ટ કરવા માટે એપિસોડદીઠ તેઓ રૂ. ચારથી પાંચ કરોડ ચાર્જ કરે છે. ટીવી શો સિવાય તેઓ એક જાહેરાતની ફી રૂ. છ કરોડની ફી લે છે. તેમને લક્ઝરી કારોનો ખૂબ શોખ છે, તેમની પાસે 11 લક્ઝરી કારો સામેલ છે.
મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને જાહેરાત કરી છે કે પોતે નવી ફિલ્મ બનાવશે જેનું શિર્ષક હશે ‘સિતારે જમીન પર’. તેણે કહ્યું છે કે એની નવી ફિલ્મ 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મ કરતાં 10 ડગલા આગળ હશે. ‘તારે જમીન પર’ ફિલ્મે દર્શકોને રડાવ્યા હતા, તો નવી ફિલ્મ એમને હસાવશે.
એક મુલાકાતમાં આમિરે કહ્યું છે કે તેની નવી ફિલ્મનો થીમ તારે જમીન પર ફિલ્મને મળતો હશે. હાલ હું એ વિશે વધારે કંઈ નહીં કહું. માત્ર એનું ટાઈટલ જણાવું છું, એ છે સિતારે જમીન પર. તારે જમીન પર ફિલ્મના જ થીમ પર પણ એના કરતાં 10 ડગલા આગળ વધીને નવી ફિલ્મ બનાવવાના છીએ. તારે જમીન પર લાગણીપ્રધાન ફિલ્મ હતી જ્યારે નવી ફિલ્મ દર્શકોને બહુ જ હસાવશે. તારે જમીન પર ફિલ્મમાં મંદબુદ્ધિવાળા બાળક ઈશાનની વાર્તા હતી જ્યારે નવી ફિલ્મમાં 9 બાળકો હશે, જેમની દરેકની પોતપોતાની સમસ્યા હશે. આ ફિલ્મ હાસ્યપૂર્ણ હશે અને સાથોસાથ એની વાર્તા હૃદયસ્પર્શી હશે.
નવી દિલ્હીઃ પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં બોમ્બ મારીને આતંકવાદી લતીફની હત્યા કરી છે. શાહિદ લતીફ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. તેની આતંકવાદીઓને મોકલવાની મુખ્ય ભૂમિકા હતી. 2016માં જૈશના આતંકવાદીઓએ પઠાણકોટના એરબેઝ પર હુમલો કર્યો હતો, જેમાં સાત જવાનો શહીદ થયા હતા.
આ એન્કાઉન્ટર 36 કલાક સુધી ચાલ્યું હતું અને ત્રણ દિવસ સુધી કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહ્યું હતું. શાહિદ લતીફ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)નો મુખ્ય કમાન્ડર હતો તે બીજી જાન્યુઆરી, 2016એ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે જ જૈશના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરનારા આતંકવાદીઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.
In 2010, Congress-UPA govt released 25 terrorists as a goodwill gesture. One of them was terrorist Shahid Latif.
શાહિદ લતીફની 12 નવેમ્બરે 1994માં ધરપકડ કરવામાં આવી હતી. શાહીદ લતીફને પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની પહેલ અંતર્ગત છોડવામાં આવ્યો હતો. 1999માં કંધાર પ્લેન હાઇજેકિંગ કેસ સમયે પણ આતંકવાદીઓએ લતીફને છોડવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમને સફળતા નહોતી મળી. તે સમયે જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને છોડવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ લતીફને 2010માં મનમોહન સિંહ સરકાર સમયે છોડવામાં આવ્યો હતો. આ જ લતીફ પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર આંતકવાદીના ચીફ હેન્ડલર હતો.
તે કેમ્પસની દીવાલ કૂદીને સૈનિકો જ્યાં રહેતા હતા ત્યાં પહોંચ્યો હતો. અહીં ગોળીબારમાં ચાર હુમલાખોરો માર્યા ગયા અને ત્રણ જવાન શહીદ થયા. બીજા દિવસે IED બ્લાસ્ટમાં વધુ ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા.
લખનઉઃ શ્રી રામ મંદિરના પૂજારીઓની દિવાળી સુધરી ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓના પગારવધારો કર્યો છે. એક વર્ષની અંદર શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રૂ. 25,000થી પગાર વધારીને રૂ. 32,900 કર્યો છે. આ જ પ્રકારે પાંચ સહાયક પૂજારીઓના પગાર પણ વધારીને રૂ. 20,000થી વધારીને રૂ. 31,900 કરવામાં આવ્યો છે. આ સિવાય પૂજારીઓને આરોગ્ય વીમા, TA-DA પણ આપવામાં આવશે. આ પગારવધારા પર પૂજારીઓએ આનંદ વ્યક્ત કરતા ટ્રસ્ટનો આભાર માન્યો છે. જોકે રામ લલ્લાના પૂજારીઓને છ મહિનામાં બીજું ઇન્ક્રિમેન્ટ મળ્યું છે.
રામ લલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે હાલની મોંધવારી જોતાં પગારવધારાની માગ લાંબા સમયથી કરવામાં આવતી હતી. ટ્રસ્ટના અનુસાર મે મહિનાથી અહીં તહેનાત મુખ્ય પૂજારી અને સહાયક પૂજારીઓનો પગાર ઘણો ઓછો હતો. એ સમયે મુખ્ય પૂજારીને માત્ર રૂ. 15,520 જ પગાર મળતો હતો. જ્યારે સહાયક પૂજારીઓને રૂ. 8940 પગાર મળતો હતો. મે મહિનામાં ટ્રસ્ટે સ્વીકાર કર્યો હતો કે આ પગાર ઓછો છે, જેથી મુખ્ય પૂજારીને રૂ. 25,000 અને સહાયક પૂજારીઓને રૂ.20,000 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે એમાં બીજી વખત પગારવધારો કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં આકાર લઈ રહેલું રામ મંદિરનું ઉદઘાટન 2024ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડા પ્રધાન સહિત દુનિયાભરથી 10,000 મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો ભાગ લેવાના છે. રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈ કાલે જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ 2023 સુધીમાં રૂ. 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યું છે.