ગુરુપૂર્ણિમાના પર્વ નિમિતે CM ભૂપેન્દ્ર પટેલ શામળાજીના દર્શનાર્થે

શામળાજી (અરવલ્લી): ગુરુપૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભગવાન શામળિયાના ચરણોમાં શીશ નમાવી દર્શન તથા વિધિવત પૂજન-અર્ચન કર્યા હતા.આ પાવન પ્રસંગે તેમણે સમગ્ર ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ, નાગરિકોની સુખ-સમૃદ્ધિ, અમન-શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી પી.સી. બરંડા, સ્થાનિક ધારાસભ્યઓ, વિવિધ પદાધિકારીઓ તથા ભાજપના સ્થાનિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું ખેસ પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.