Home Blog Page 2292

અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે, નાસા ચીફની જાહેરાત

અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા નાસાના વડા બિલ નેલ્સને મંગળવારે આ વાત કહી. નેલ્સનની મુલાકાત NASA અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક ચર્ચાઓને ચિહ્નિત કરશે. નેલ્સને X પર એક પોસ્ટમાં લખ્યું, ભારતમાં ટચડાઉન… ISRO સાથે નાસાની ભાગીદારીને વધારવા માટે એક સપ્તાહની રોમાંચક મીટિંગ્સ અને ઇવેન્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. ભારત અવકાશમાં અગ્રેસર છે અને અમે અર્થપૂર્ણ પ્રવાસની રાહ જોઈ રહ્યા છીએ. મીડિયા સાથે વાત કરતા તેમણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા બદલ ભારતને અભિનંદન આપ્યા અને કહ્યું કે ‘અમેરિકા 2024માં દક્ષિણ ધ્રુવ પર ખાનગી લેન્ડર મોકલશે, પરંતુ ભારત પહેલેથી જ તે કરી ચૂક્યું છે’.

સ્પેસ સ્ટેશન બનાવવાના ભારતના વિઝનમાં મદદ કરશે

તેમણે કહ્યું કે ભારત નાસા માટે એક મહાન ભાગીદાર છે અને યુએસ સ્પેસ એજન્સી 2040 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના ભારતના વિઝનમાં મદદ કરશે. નેલ્સને જણાવ્યું હતું કે, વાણિજ્યિક અવકાશ મથકો ફાર્માસ્યુટિકલ સંશોધન સહિત શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સંશોધન માટે ઘણા માર્ગો ખોલી શકે છે. જો ભારત ઈચ્છે તો અમે સહયોગ કરી શકીએ છીએ અને અમારા અનુભવને શેર કરી શકીએ છીએ.

NISAR 2024 માં લોન્ચ કરવામાં આવશે

નેલ્સન બેંગલુરુમાં NISAR અવકાશયાન સુવિધાઓની મુલાકાત લે તેવી અપેક્ષા છે, જે પૃથ્વી અવલોકન મિશન માટે હાર્ડવેર વિકાસ પર NASA અને ISTO વચ્ચે પ્રથમ સહયોગ પહેલ છે. NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) 2024 માં લોન્ચ કરવામાં આવશે, તે પૃથ્વીની ઇકોસિસ્ટમ્સ, કુદરતી જોખમો અને આબોહવા પરિવર્તનના વિવિધ પાસાઓને સમજવા માટે મહત્વપૂર્ણ છે.

ભારત આવતા વર્ષે અવકાશયાત્રી પણ મોકલશે

નાસા 2024માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે ભારતીય અવકાશયાત્રીને પણ તાલીમ આપશે. નાસાના વડા સ્પેસ સેક્ટરમાં કામ કરતી ભારતીય ખાનગી કંપનીઓ, વિદ્યાર્થીઓને પણ મળવાની અને STEM વિશે ચર્ચા કરે તેવી અપેક્ષા છે, જેથી અવકાશ સંશોધકોની આગામી પેઢીને પ્રેરણા મળે. જેને આર્ટેમિસ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે.

‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’માં કલાકારો દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ

અમદાવાદઃ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની પાંચમી આવૃતિનો 24મી નવેમ્બરથી અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ 10મી ડિસેમ્બર, 2023 સુધી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવશે. અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને થિયેટરથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી પહોંચાડવાનો છે.

‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જેમાં અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઊભરતી પ્રતિભાઓની ઓળખ કરવી તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.

અભિવ્યક્તિના આ 15 દિવસના આર્ટ ફેસ્ટિવલમાં કલારસિકો પાસે પ્રતિભાશાળી કલાકારો દ્વારા પ્રસ્તુત નૃત્ય, સંગીત અને થિયેટર જેવા વિવિધ કલા સ્વરૂપોમાંથી પોતાની પસંદગીની કલા માણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. એ સાથે જ વિચાર પ્રેરક વાર્તાઓમાં આત્મખોજ કરવાનો અને વિવિધ વર્કશોપમાં હાજરી આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે.

અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

અભિવ્યક્તિની 5મી આવૃત્તિમાં 43 કલાકારો અને પ્રસ્તુતકર્તાઓ સ્ટેજ પર પદાર્પણ કરી રહ્યા છે. પાંચમી આવૃત્તિ માટે પણ કલાકારો તરફથી ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગુજરાત સહિત ભારતભરમાંથી 775થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

 આ કાર્યક્રમ વિવિધ સંવેદનાને આપણી સામે લાવશે, જે માનવ સંવેદનાની વાર્તાઓ સ્વરૂપે આપણી સામે એક મંચ ઉપર રજૂ થશે. ચારેય કલા સેગમેન્ટ – વિઝ્યુયલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટર સાથે સંકળાયેલા 87 કલાકારોને એક પખવાડિયા સુધી હોસ્ટ કરશે અને અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી કલાની સાધના રજૂ કરશે.

દરેક વાર્તા એક અનન્ય પ્રતિબિંબ છે કે જે આપણેને વ્યક્તિગત અને સામૂહિક રીતે આપણે કોણ છીએ તે સમજાવશે. તે આપણા અનુભવો, માન્યતાઓ અને મૂલ્યોની જટિલતાઓની એક ઝલક તથા વિવિધતામાં એક્તાની સુંદરતાને રજૂ કરે છે અને આપણી દુનિયાને સમૃદ્ધ બનાવનાર અસંખ્ય દ્રષ્ટિકોણની ઉજવણી કરે છે. વાર્તાઓમાં સમાયેલાં અનેક સ્વરૂપો માનવતાના જટિલ સ્તરોને ઉજાગર કરે છે, એમ UNM ફાઉન્ડેશનનાં ડિરેક્ટર સપના મહેતાએ જણાવ્યું હતું.

અભિવ્યક્તિ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો વહેલા તે પહેલાના ધોરણે ફ્રી પ્રવેશ મેળવી શકે છે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં તમામ સ્તરના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.

 

 

 

મોદીના જીવન-વિઝન ઉપર કલાકૃતિ પ્રદર્શન યોજાશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને દ્રષ્ટિ વિશે દેશ-વિદેશના લોકોને ચિત્રો- શિલ્પના માધ્યમથી માહિતગાર કરવાના આશયે “મોદી@20” નામે એક વિશાળ કલા પ્રદર્શન શુક્રવારે, પહેલી ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજધાની નવી દિલ્હીમાં રવીન્દ્ર ભવન મંડી હાઉસ સ્થિત લલિત કલા અકાદમીમાં યોજાઈ રહ્યું છે.

આ દેશવ્યાપી રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં વડા પ્રધાન મોદીના જીવન, કાર્ય અને દૂરદ્રષ્ટિને ચિત્રિત કરતાં ચિત્રો અને શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ કલાકૃતિઓ દેશનાં વિવિધ રાજ્યોના બસોથી વધુ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આ ભવ્ય પ્રદર્શનમાં દેશના પીઢ નામાંકિત અને અગ્રણી તથા યુવા નવોદિત કલાકારો ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતમાંથી ભાવના રાજપૂત, ડો. પૂજા અસ્નાની, ખુશ્બૂ પટેલ, નીલેશ સિધપુરા, રાજેન્દ્ર શ્રીમાળી અને રાજેશ વી. બારૈયા – એમ છ કલાકારોની કૃતિઓ આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવી છે. સુભદ્રા આર્ટ ગેલેરી જે સુભદ્રા ટ્રસ્ટનું એક એકમ છે એમણે ખાનગી ક્ષેત્રો વ્યવસાયિક ક્ષેત્રો રાજ્યો અને કેન્દ્ર સરકારના સક્રિય સહયોગ દ્વારા આ આયોજનની આગેવાની કરી છે. આ વિશાળ પ્રદર્શનને રંગટા આર્ટ્સ સહિત અનેક એકમોનો સહકાર મળ્યો છે.

દિલ્હીનાં જાણીતા ચિત્રકાર અને આ અવસરનાં સંયોજક મધુ ધીરે જણાવ્યું છે કે “મોદી એટ ટવેન્ટી” શીર્ષક હેઠળ સુભદ્રા આર્ટ ગેલેરી દ્વારા આ અગાઉ ઓડિશામાં ભુવનેશ્વર, ઇશાન પ્રાંતમાં ગુવાહાટી, માંડ્ય પ્રદેશમાં ભોપાલ, મહારાષ્ટ્રમાં નાગપુર, ઉત્તર પ્રદેશમાં વારાણસી તેમ જ ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા વગેરે સ્થળોએ સ્થાનિક આર્ટ ગેલેરીઓ અને સંસ્થાઓના સહયોગથી આવાં ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે, જેને ભારે પ્રતિસાદ મળ્યો છે.

 

 

 

 

 

 

હરિયાણાના 12 વર્ષના છોકરાએ ‘KBC 15’માં જીત્યું રૂ.1 કરોડનું જેકપોટ

મુંબઈઃ હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢમાં 8મા ધોરણમાં ભણતા છોકરા મયંકે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ક્વિઝ-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ જૂનિયર’માં રૂ. એક કરોડનું ઈનામ જીત્યું છે. આ ગેમ શોમાં આટલું મોટું ઈનામ જીતનાર મયંક સૌથી યુવાન વયનો બાળક બન્યો છે. મયંક 12 વર્ષનો છે. હન્ડાઈ કંપની તરફથી મયંકને એક કાર પણ ઈનામ રૂપે આપવામાં આવી છે.

શો દરમિયાન મયંકની બુદ્ધિપ્રતિભાથી અમિતાભ ખૂબ જ પ્રભાવિત થયા હતા. રૂ. એક કરોડની રકમના ઈનામ માટે અમિતાભે મયંકને સવાલ પૂછ્યો હતોઃ ‘નવા શોધાયેલા ખંડ, જેને ‘અમેરિકા’ નામ આપવામાં આવ્યું હતું, તેના સમાવેશવાળો વિશ્વનો નકશો તૈયાર કરવાની સિદ્ધિ કયા યૂરોપીયન કાર્ટોગ્રાફર (નકશાકાર)ના નામે લખાઈ છે?’

અમિતાભે આ માટે મયંકને આ 4 વિકલ્પ આપ્યા હતાઃ

A: અબ્રાહમ ઓર્ટેલિયસ, B: જેરાર્ડસ મર્કેટર, C: ગિયોવાની બેટિસ્ટા એગ્નેસી અને D: માર્ટિન વોલ્ડસીમ્યૂલર.

મયંકે ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફલાઈનનો સહારો લીધો હતો અને સાચો જવાબ આપ્યો હતો ‘માર્ટિન વોલ્ડસીમ્યૂલર’.

એક કરોડનું ઈનામ જીતીને મયંક રડી પડ્યો હતો અને ત્યાં હાજર એના માતાપિતા તથા અમિતાભને ભેટ્યો હતો.

અમિતાભે ત્યારે કહ્યું હતું, ‘દર્શકોને હું જણાવી દઉં કે આ સૌથી યુવાન વયનો કરોડપતિ વિજેતા છે.’

મયંકને બાદમાં અમિતાભે રૂ. સાત કરોડના ઈનામવાળો સવાલ પૂછ્યો હતો.

‘દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે રશિયાએ કયા શહેરને પુરવઠો મોકલવા બદલ સુબેદાર એન.આર. નિક્કમ અને હવાલદાર ગજેન્દ્રસિંહને ‘ઓર્ડર ઓફ ધ રેડ સ્ટાર’ એવોર્ડ આપ્યો હતો?’

તે માટે આ 4 વિકલ્પ આપવામાં આવ્યા હતાઃ

A: તબરીઝ, B: સિડોન, C: બતુમી અને D: અલમટ્ટી.

પરંતુ મયંકે ગેમ શોને ક્વિટ કરવાનું અને રૂ. 1 કરોડનું ઈનામ લેવાનું પસંદ કર્યું હતું.

આ શો સોની ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.

ગિફ્ટ નિફ્ટીમાં ટર્નઓવર 16.76 અબજ $ની ઓલટાઇમ હાઇ સપાટીએ

ગાંધીનગરઃ ભારતીય શેરબજારોમાં ગિફ્ટ નિફ્ટીએ નવો મુકામ હાંસલ કર્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ રેકોર્ડ ટ્રેડિંગ કામકાજ નોંધાયાં છે. ગિફ્ટ નિફ્ટીમાં સૌપ્રથમ વાર 28 નવેમ્બરે ટ્રેડિગ કામકાજ ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં, જેમાં 4,27925 કોન્ટ્રેક્ટ થકી કુલ ટર્નઓવર 16.76 અબજ અમેરિકી ડોલર (રૂ. 1,39,766 કરોડ) નોંધાયાં હતાં અને ઓપન ઇન્ટરેસ્ટ 27 નવેમ્બરના 12.75 અબજની તુલનાએ 28 નવેમ્બરે 13.51 અબજ ડોલરે પહોંચ્યું હતું. આ પહેલાં ગિફ્ટ નિફ્ટીમાં 26 સપ્ટેમ્બરે ટર્નઓવર 15.25 અબજ ડોલર નોંધાયાં હતાં. ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રેક્ટમાં આમ સૌપ્રથમ વાર રેકોર્ડ કામકાજ નોંધાયાં હતાં.

ગિફ્ટ નિફ્ટી ત્રીજી જુલાઈ, 2023એ કામગીરીનો પ્રારંભ કર્યા બાદથી NSE IXનું ટ્રેડિંગ ટર્નઓવર સતત વધતું રહ્યું છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી ગિફ્ટ નિફ્ટીમાં કુલ એકત્રિત વોલ્યુમ 78.7 લાખ કોન્ટ્રેક્ટથી થકી ટર્નઓવર 304.07 અબજ અમેરિકી ડોલરે પહોંચ્યું હતું. અમને ગિફ્ટ નિફ્ટીની સફળતા જોઈને ખુશી થઈ રહી છે અને અમે બધા પાર્ટિસિપન્ટોને તેમના જબરબદસ્ત ટેકા અને ગિફ્ટી નિફ્ટીને આટલી ઊંચાઈએ પહોંચાડવા માટે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, એમ યાદી જણાવે છે.

 

 

 

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ જ રહેશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના હેડ કોચને લઈને ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. રાહુલ દ્વવિડ જ ટીમ ઇન્ડિયાના કોચ રહેશે. BCCIએ ચીમ ઇન્ડિયાના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ વધારી દીધો છે. રાહુલ દ્રવિડ હેડ કોચ, વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બ્રે –બોલર કોચઅને ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ રહશે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ સુધી દ્રવિડની આગેવાવાળા સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂરો થયો હતો.

BCCIના એલાન પછી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દ્રવિડ કોચ તરીકે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. ટીમ ત્યાં T20, વનડે અને ટેસ્ટ સિરીઝ રમાવાની છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાંચ મેચોની T20 સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પહેલાં લક્ષ્મણ ટીમ ઇન્ડિયાનો કોચ બને એવી શક્યતા હતી.

આ પહેલાં આશિષ નેહરાને T20માં કોચ બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પણ તેણે ઓફર ફગાવી દીધી હતી. જે પછી BCCIએ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વિસ્તારવા માટે સંપર્ક કર્યો હતો. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત આગરકરનું માનવું છે કે દ્રવિડને આગામી T20 વિશ્વ કપ સુધી બની રહેવું જોઈએ.

BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું હતું કે રાહુલ દ્રવિડની દૂરદર્શિતા અને દ્રઢ પ્રયાસ ટીમ ઇન્ડિયાની સફળથામાં મહત્ત્વના સ્તંભ છે. દ્રવિડ માત્ર પડકારોનો સ્વીકાર કરવા માટે જ નહીં બલકે તેનામાં આગળ વધવા માટે પણ પ્રશંસા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના દેખાવ અને માર્ગદર્શન તેનું પ્રમાણ છે. મને ખુશી છે કે તેણે હેડ કોચ તરીકેનો પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.

 

 

 

 

 

મુંબઈમાં હિન્દૂજા ગ્રુપની ઓફિસો પર આવકવેરા વિભાગ દ્વારા તલાશી કાર્યવાહી

મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ હિન્દૂજા ગ્રુપની મુંબઈમાંની ઓફિસો તથા કંપનીના ભારતમાંના બિઝનેસનું સંચાલન કરતા ચેરમેન અશોક હિન્દૂજાના નિવાસસ્થાને તલાશી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ કામગીરી જનરલ એન્ટી-અવોઈડન્સ રૂલ્સ સંબંધિત કરચોરી વિશે હાથ ધરવામાં આવેલી તપાસનો એક ભાગ છે. આ કાર્યવાહીમાં કંપનીની મુંબઈ તથા અન્ય શહેરોમાંની ઓફિસોને પણ આવરી લેવામાં આવી છે.

આવકવેરા વિભાગે આજે મુખ્યત્વે હિન્દૂજા ગ્રુપની હિન્દૂજા ગ્લોબલ સોલ્યૂશન્સ કંપનીની ઓફિસો પર સર્ચ કામગીરી હાથ ધરી છે.

1914માં સ્થાપવામાં આવેલું હિન્દૂજા ગ્રુપ મલ્ટીનેશનલ બિઝનેસ સમૂહ છે. તે ઓટોમોટિવ, બેન્કિંગ અને ફાઈનાન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મીડિયા, તેલ અને ગેસ, પાવર, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. આ ગ્રુપ ઈન્ડસઈન્ડ બેન્ક, ગલ્ફ ઓઈલ, હિન્દૂજા લેલેન્ડ ફાઈનાન્સ, હિન્દૂજા બેન્ક (સ્વિટ્ઝરલેન્ડ), અશોક લેલેન્ડ સહિતની કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવે છે.

સાઉથની મોટા બજેટની છ ફિલ્મો આપશે બોલીવૂડને પડકાર

નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હાલમાં દિવસોમાં ઘણી હિટ ફિલ્મો આવી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને આવનારી ફિલ્મો ધમાલ માચાવવા તૈયાર છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત દક્ષિણની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો પર રૂ. 2135 કરોડ દાવ પર લાગ્યા છે.  આ ફિલ્મોના ટીઝર જોઈને ફેન્સ ઘણા એક્સાઇટેડ છે.

કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1

સાઉથની ફિલ્મ ‘કાંતારા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે ‘કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1’નું ટીઝર મેકર્સે બહાર પાડ્યું છે. જે જોઈને લોકોમાં એક્સાઇટમેન્ટ છે. ‘કાંતારા’ રૂ. 15 કરોડમાં બની હતી અને 50 દિવસો સુધી થિયેટરોમાં લાગેલી હતી. આ ફિલ્મે રૂ. 400 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ રૂ. 125 કરોડમાં બન્યો છે અને દર્શકો આ ફિલ્મને જોવા ઉત્સાહિત છે.

પુષ્પાઃ ધ રૂલ

ફિલ્મદર્શકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી અને હવે બીજો ભાગ બની રહ્યો છે, જેનું બજેટ રૂ. 500 કરોડ છે, જ્યારે પહેલો ભાગ માત્ર રૂ. 60 કરોડમાં બની હતી.

કલ્કિ 289 AD

પ્રભાસની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ને અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું બજેટ રૂ. 700 કરોડ છે અને ફિલ્મમાં પ્રભાસ ફરી ભગવાનની ભૂમિકામાં દેખાશે. પ્રભાસ ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારમાં દેખાશે. આ ફિલ્મમાં અન્ય કલાકારો અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન પણ છે.

સાલાર

પ્રભાસની જ બીજી ફિલ્મ ‘સાલાર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રૂ. 400 કરોડના ખર્ચે બની રહી છે અને આ ફિલ્મમાં તેની સાથે શ્રુતિ હસન પણ છે. આ ફિલ્મ તેલુગુ અને કન્નડ ભાષામાં શૂટ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ પણ છે.

કેપ્ટન મિલર

ધનુષ અને શિવા રાજકુમાર સ્ટારર ‘કેપ્ટન મિલર’ રિલીઝ માટે તૈયાર ફિલ્મ છે. જે 15 ડિસેમ્બરની આસપાસ રિલીઝ થશે. આ ફિલ્મ રૂ. 60 કરોડમાં બની છે. ધનુષ આ ફિલ્મમાં કેપ્ટન મિલરની ભૂમિકામાં છે.

કંગુવા

ફેન્સ સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ને લઈને ભારે ઉત્સાહિત છે. આ ફિલ્મમાં દિશા પટ્ટણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ રૂ. 350 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે.

 

 

 

સેવા એટલે શું એ તમે જાણો છો?

મોટે ભાગે જે લોકો જવાબદારી લેતા હોય છે તેઓ પ્રાર્થના કરતા નથી અને જે લોકો પ્રાર્થના કરે છે તેઓ જવાબદારી લેતા નથી. આધ્યાત્મિકતા એકી સમયે એ બન્નેને સાથે લાવે છે. પ્રાર્થના અને જવાબદારીના સંયોજને દુનિયાભરમાં લાખો લોકોને વૈશ્વિક સ્તરે બીજાઓની પરવા કરવા, પોતાનું વહેંચવાની ભાવના રાખવા અને સેવા કરવા માટે પ્રેરિત કર્યા છે.
સેવા અને આધ્યાત્મિક પ્રક્રિયાઓ સંકળાયેલા છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલી અન્યો સાથે વહેંચવાની ભાવના વધે છે. જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારો ઘણો વિકાસ થાય છે. જ્યારે તમે બીજાઓ માટે કંઈક કરો છો ત્યારે તમને તમારે માટે ફાયદા મળે છે.

ખુબ બુધ્ધિશાળી વેપારીઓ સેવા કરે છે કારણ કે તેનાથી તેમને પુષ્કળ લાભ મળે છે. જો કોઈ વ્યક્તિ ખુશ છે તો સમજી લો કે તેમણે ભૂતકાળમાં ક્યારેક સેવા કરી છે. એનાથી વિરુદ્ધ,જો તમે અત્યારે ખુશ નથી તો સેવા કરો અને તેના ફાયદા મેળવો.એ ‘બેંક બેલેન્સ’ વધારવા સમાન છે. તમે જેટલું વધારે આપશો તેટલી તમને વધારે તાકાત મળશે. આપણે પોતાની જાતને જેટલી વધારે ખોલીશું તેટલો આપણી પાસે વધારે અવકાશ હશે, જેને ઈશ્વર ભરી દે છે.

આપણી પ્રથમ અને અગ્રીમ પ્રતિબધ્ધતા દુનિયામાં સેવા કરવી તે છે. જો તમે સેવાને જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવો છો તો તે તમારા ડરને નાબૂદ કરે છે,તમારા મનમાં એકાગ્રતા લાવે છે, કાર્યમાં યોગ્ય ઉદ્દેશ આવે છે અને દીર્ઘકાલીન ખુશી મળે છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તે સમાજમાં સહજતા અને માનવીય મુલ્યોને પુનઃસ્થાપિત કરે છે,તથા તે ભય અનેે હતાશાથી મુક્ત સમાજની રચના કરવામાં સહાય કરે છે.

જો તમારામાં બીજાઓની સેવા અને સહાય કરવાની ઝંખના છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી;તમારું જીવન એ ઈશ્વર માટે કોઈ મોટી જવાબદારી નથી.તે તમારી બહુ સારી રીતે સંભાળ લઈ શકે છે.પૈસા માટે બહુ પરવા અને ચિંતા ના કરો. પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપૂર રહો, પ્રેમમાં રહીને તમારામાંના ડરને નાબૂદ કરો.

સેવા હંમેશાં મોટા લાભ આપે છે. હતાશા સામે તે સૌથી અસરકારક હથિયાર છે. જે દિવસે તમને નિરાશ,હતાશ કે બદતર લાગે ત્યારે બહાર નીકળી અને લોકોને પૂછો કે ,”હું તમારે માટે શું કરી શકું છું?”જે સેવા તમે કરી છે તે તમારી અંદર એક ક્રાંતિ લાવશે. તે તમારી આખી ‘ગ્રામોફોન રેકોર્ડ’ બદલી નાંખશે. સેવા દુખને ચોક્કસ ઓછું કરી દેશે. જ્યારે તમે એવા પ્રશ્ન પૂછો છો કે શા માટે મારી સાથે જ આવું અથવા મારું શું થશે ત્યારે તમે હતાશ થાવ છો.  આધ્યાત્મિકતાનો અભાવ માણસોને હતાશામાં ધકેલે છે.

સેવા એટલે શું એ તમે જાણો છો?

સેવા એટલે ઈશ્વરની જેમ કરવું. ઈશ્વર કશી અપેક્ષા રાખતા નથી. જ્યારે તમે માત્ર કરવાનો આનંદ આવે છે એ માટે અને નહીં કે તેમાંથી કંઈક મેળવવાની આશા રાખીને, કંઈ કરો છો તો તેને સેવા કહેવાય.ઈશ્વર તો કશામાંથી આનંદ મેળવવાની પણ અપેક્ષા નથી રાખતા.કારણ કે તે પોતે જ આનંદરુપ છે.


આનંદ એ ચેતનાનો સ્વભાવ છે. માટે,જ્યારે તમે જે કંઈ કરો છો તેમાંથી તમને આનંદ મળે છે ત્યારે તે કાર્ય આનંદની અભિવ્યક્તિ બને છે.સેવા એ સામે કશું મળવાની અપેક્ષા રાખ્યા વગર કંઈક કરવું એ છે.આથી, તમે જેટલું વધારે કરશો તેટલો વધારે આનંદ મળશે.તમારી અંદર પ્રેમ જોવો એ ધ્યાન છે અને આજુબાજુના માણસમાં ઈશ્વર જોવા એ સેવા છે.લોકો ઘણીવાર ડરતા હોય છે કે જો તેઓ સેવા કરશે તો બીજા તેમનું શોષણ કરશે. માટે,ભાવનાશૂન્ય બન્યા વગર જાગૃત અને બુધ્ધિશાળી બનો. સેવાથી ઉત્કૃષ્ઠતા આવે છે;અને તેને લીધે તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો છો અને ધ્યાન તમારું સ્મિત પાછું લાવે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

વૈશ્વિક મિડિયાએ ઉત્તરકાશીમાં બચાવ મિશનની પ્રશંસા કરી

લંડનઃ વૈશ્વિક મિડિયાએ ઉત્તરકાશીમાં બચાવ અભિયાનની ભરપેટ પ્રશંસા કરી છે. ઉત્તરાખંડની સિલ્ક્યારા સુરંગમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 શ્રમિકોને સકુશળ કાઢવાના મિશનની વૈશ્વિક મિડિયાએ પ્રશંસા કરી છે અને આ બચાવ અભિયાનનું સીધું પ્રસારણ પણ પોતાના દેશોમાં કર્યું હતું.

BBCએ બચાવ અભિયાન પર નિયમિત અપડેટ આપતાં ન્યૂઝ કવર કર્યા હતા.  BBCએ એની વેબસાઇટ પર એક ફોટો અપલોડ કર્યો હતો, જેમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ સુરંગમાંથી કાઢવામાં આવેલા પહેલા શ્રમિક સાથે મળતા દેખાય છે.CNNએ વિડિયો ફુટેજમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીને શ્રમિકોથી મળતા બતાવાયા હતા અને મજૂરોને સુરંગમાંથી બહાર નીકળતા બતાવાયા હતા. CNNએ કહ્યું હતું કે ખોદકામ માટેનાં મશીનો ખરાબ થઈ ગયા હતા અને કાટમાળમાં હાથોથી ખોદકામ કરવું પડ્યું હતું અને અન્ય જોખમી રીતોનો ઉપયોગ કરવો પડ્યો હતો.

અલ ઝઝીરા સમાચાર આપ્યા હતા કે 30 કિમી દૂર હોસ્પિટલમાં શ્રમિકોને લઈ જવા માટે સુરંગ પાસે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી. બ્રિટિશ દૈનિક ધ ગાર્જિયને સમાચાર આપ્યા હતા કે સિલ્ક્યારા સુરંગમાંથી શ્રમિકોને સ્ટ્રેચર પર બહાર કઢાયા હતા અને આ અભિયાનમાં કેટલી મુશ્કેલીઓ અને અડચણો આવી હતી. ન્યૂઝપેપરે રિપોર્ટમાં કહ્યું હતું કે માનવ શ્રમે મશીનરી પર વિજય પ્રાપ્ત કર્યો. લંડનના ટેલિગ્રાફે મુખ્ય સમાચારમાં કહ્યું હતું કે સેનાના એન્જિનિયરો અને ખાણિયાઓને બહાર કાઢવા કેવી રીતે રેટ હોલ ડ્રિલિંગ કર્યું હતું.