ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ જ રહેશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના હેડ કોચને લઈને ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. રાહુલ દ્વવિડ જ ટીમ ઇન્ડિયાના કોચ રહેશે. BCCIએ ચીમ ઇન્ડિયાના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ વધારી દીધો છે. રાહુલ દ્રવિડ હેડ કોચ, વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બ્રે –બોલર કોચઅને ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ રહશે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ સુધી દ્રવિડની આગેવાવાળા સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂરો થયો હતો.

BCCIના એલાન પછી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દ્રવિડ કોચ તરીકે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. ટીમ ત્યાં T20, વનડે અને ટેસ્ટ સિરીઝ રમાવાની છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાંચ મેચોની T20 સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પહેલાં લક્ષ્મણ ટીમ ઇન્ડિયાનો કોચ બને એવી શક્યતા હતી.

આ પહેલાં આશિષ નેહરાને T20માં કોચ બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પણ તેણે ઓફર ફગાવી દીધી હતી. જે પછી BCCIએ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વિસ્તારવા માટે સંપર્ક કર્યો હતો. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત આગરકરનું માનવું છે કે દ્રવિડને આગામી T20 વિશ્વ કપ સુધી બની રહેવું જોઈએ.

BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું હતું કે રાહુલ દ્રવિડની દૂરદર્શિતા અને દ્રઢ પ્રયાસ ટીમ ઇન્ડિયાની સફળથામાં મહત્ત્વના સ્તંભ છે. દ્રવિડ માત્ર પડકારોનો સ્વીકાર કરવા માટે જ નહીં બલકે તેનામાં આગળ વધવા માટે પણ પ્રશંસા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના દેખાવ અને માર્ગદર્શન તેનું પ્રમાણ છે. મને ખુશી છે કે તેણે હેડ કોચ તરીકેનો પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.