ગઈકાલની મેચમાં ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 161 રનનો ટાર્ગેટ હતો, પણ પ્રવાસી ટીમ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 154 રન કરી શકી હતી. આખરી ઓવરમાં એણે 10 રન કરવાના હતા. કેપ્ટન અને વિકેટકીપર મેથ્યૂ વેડ દાવમાં હતો, પણ અર્શદીપે એને આઉટ કર્યો હતો. તે ઓવરમાં અર્શદીપે માત્ર ત્રણ જ રન આપ્યા હતા અને સિક્સર મારવાનો પ્રયાસ કરનાર વેડની વિકેટ લીધી હતી. ભારત આ મેચ 6-રનથી જીતી ગયું હતું.
અર્શદીપની સનસનાટીભરી તે ઓવર વિશે પંજાબ કિંગ્સ ટીમે એક મજાક વહેતી મૂકી છે. તેણે પોતાના X એકાઉન્ટ પર બે વર્ષ પહેલાંની મેચની યાદ અપાવી છે. એણે લખ્યું છે, 2021ની T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આ જ મેથ્યૂ વેડે શાહીન અફરિદીની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારીને પાકિસ્તાનને સ્પર્ધામાંથી બહાર ફેંકી દીધું હતું. પંજાબ કિંગ્સે ટોણો માર્યો છે કે, ‘મેથ્યૂ વેડ તમે આ ડાબોડી ફાસ્ટ બોલરને મારી ન શકો.’
મુંબઈઃ નેશનલ સ્ટોક એકસચેંજ (NSE) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પહેલી ડિસેમ્બર, 2023એ ચાર લાખ કરોડ ડોલર (રૂ. 334.72 લાખ કરોડ)ની સપાટી વટાવી ગયું હતું. તે જ દિવસે, નિફ્ટી 50 ઇન્ડેક્સ 20,291.55ની ઓલ ટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ તે જ દિવસે 18,141.65ની ઓલ ટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો, જે દર્શાવે છે કે ઇક્વિટી માર્કેટની રેલી માત્ર લાર્જકેપ શેરો સુધી મર્યાદિત નથી. NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે NSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ચાર ટ્રિલિયન યુએસ ડોલરની સપાટીએ વટાવી ગયું એ અમેરિકાના પાંચ ટ્રિલિયનના સમકક્ષ બનવાની દિશામાં મહત્ત્વની સિદ્ધિ છે. અર્થતંત્રનાં હકારાત્મક પરિબળોએ મૂડીબજારોને વેગ આપ્યો છે.
પ્રાઇમરી બજારમાં સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ સહિત કોર્પોરેટ્સ દ્વારા સંસાધનો એકત્ર કરવાની કામગીરી પ્રોત્સાહક રહી છે અને ભંડોળ એકત્ર કરવાની પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત અસરકારક વૈકલ્પિક પદ્ધતિ પૂરી પાડી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર, 2023 સુધીમાં કંપનીઓ દ્વારા ઇક્વિટી અને કોર્પોરેટ બોન્ડના પ્રાઈમરી માર્કેટ્સમાંથી રૂ.5,00,000 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.છેલ્લાં 10 વર્ષમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં 17.5 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધારો થયો છે. નિફ્ટી 50 ઇન્ડેક્સે છેલ્લાં 10 વર્ષમાં 14 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ દર નોંધાવ્યો છે
માર્કેટ કેપિટલાઈઝેશન જુલાઈ, 2017માં બે લાખ કરોડ યુએસ ડોલર હતું, તે આશરે 46 મહિનામાં વધીને મે, 2021માં એક લાખ કરોડ વધીને ત્રણ લાખ કરોડ યુએસ ડોલર થયું હતું, જ્યારે ત્રણ લાખ કરોડ ડોલરથી ચાર લાખ કરોડ ડોલર માત્ર 30 મહિનામાં થયું છે. આંકડા દર્શાવે છે કે 4 લાખ કરોડ યુએસ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશનમાં કેન્દ્ર સરકારના કંપની બાબતોના મંત્રાલયમાં નોંધાયેલી કુલ ખાનગી કંપનીઓના માત્ર 0.35 ટકા કંપનીઓ એક્સચેન્જીસ પર લિસ્ટેડ છે એ જોતાં એનો ખ્યાલ આવી શકે છે કે હજી કેટલી મોટી સંખ્યામાં કંપનીઓ મૂડી એકત્ર કરવા ઈક્વિટી માર્કેટમાં આવી શકે છે.
માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ટોચની ત્રણ કંપનીઓ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ અને એચડીએફસી બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન કુલ કેપિટલાઈઝેશન બે લાખ કરોડ, ત્રણ લાખ કરોડ અને ચાર લાખ કરોડ ડોલરનું હતું ત્યારે એકસમાન રહ્યું હતું.
દૈનિક સરેરાશ ટર્નઓવરમાં પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં ઇક્વિટી સેગમેન્ટમાં 27 ટકા અને ઇક્વિટી ડેરિવેટિવ્સમાં 5 ટકા વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં 10 વર્ષોમાં, ઇક્વિટી સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર છ ગણાથી વધુ વધ્યું છે અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝના દૈનિક સરેરાશ ટર્નઓવરમાં પાંચ ગણો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં વાર્ષિક ધોરણે 27 ટકાનો અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં પાંચ ટકાનો વધારો થયો છે. છેલ્લાં 10 વર્ષમાં ઈક્વિટી સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર છ ગણું અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં પાંચ ગણું વધ્યું છે.
મુંબઇઃ નેક્સ્ટ જનરેશન માટે ક્રાંતિકારી ટેકનોલોજીઝનો ભૂતકાળ ધરાવતી 63 મૂન્સ ટેકનોલોજીઝ લિમિટેડે સાયબર સિક્યોરિટી, લિગલટેક અને વેબ 3.0 અને બ્લોકચેઇન ક્ષેત્રે પોતાની વિશિષ્ટ નવીન ટેકનોલોજી પહેલનું અનાવરણ કર્યુ છે.આ વિકસતી ટેકનોલોજી ક્ષેત્રોમાં અબજો ડોલર્સની બજાર તકો છે, જે તેમના જેતે વિસ્તારોમાં ધરમૂળથી પરિવર્તન કરવા સજ્જ છે અને આજે જે રીતે અમે ઓળખીએ છીએ તેમ એ લોકોના જીવનમાં સુધારો લાવશે. આ ક્ષેત્રો ભવિષ્યનો માર્ગ કંડારશે અને 63 મૂન્સ ટેકનોલોજીઝ લિમિટેડ ટેક પહેલો જેમ કે 63 SATS (સાયબરસિક્યુરિટી), QiLegal (લિગલટેક), અને 3.0 Verse (વેબ 3.0) અને બ્લોકચેઇન મારફતેના તેના જાદુને પાથરવા માટે સજ્જ છે.
63 SATSસાયબરસિક્યોરિટી 2025 સુધીમાં અંદાજિત 10.5 ટ્રિલિયનના વાર્ષિક જોખમને રક્ષણ આપવા માટે મહત્ત્વની છે. સાયબર હુમલાઓની માત્રા અને દુર્ગુણોને જોતાં સાયબરસિક્યોરિટીને અપનાવવી સારી નથી, પરંતુ તે કોર્પોરેટ સાહસો અને વ્યક્તિગતો માટે આવશ્યક છે. આ દિશામાં 63 SATS એ આધુનિક સમયના સાયબર હુમલાઓ સામે તંદુરસ્ત સંરક્ષણ પદ્ધતિ છે.
63 SATS એ એક સમર્પિત સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ છે. તે અદ્યતન અને અસલ સાયબરસિક્યોરિટી ટેકનોલોજીઝ એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદાતા છે જેની સર્વિસમાં રેડ ટીમ એસેસમેન્ટ, એક્સટર્નલ થ્રેટ, એક્સપોશર અને ટેક્નિકલ સર્વેઇલન્સ સેન્ટર મિઝર્સનો સમાવેશ થાય છે, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નથી.
3.0 Verse
વર્ષ 2000 અને 2021ની વચ્ચે વાસ્તવિક-વિશ્વ અને નાણાકીય અસ્કયામતોમાં 1600 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવા માટે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હોવાથી, 2030 સુધીમાં આ અસ્કયામતોના ટોકનાઇઝેશનની સંભાવના ખૂબ જ વિશાળ છે. ટૂંક સમયમાં, ડિજિટલ અર્થતંત્ર ભૌતિક અર્થતંત્રને વટાવી જશે અને તેમાં તક રહેલી છે. દાખલા તરીકે બ્લોકચેઇનની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ એન્ટરપ્રાઇઝ કેવી રીતે તેનો લાભ ઉઠાવે છે તે તેમની હાજરી સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે. 3.0 Verse આ ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી છે.
3.0 Verse પ્લેટફોર્મ AI-ML, 24×7 વૈશ્વિક 3.0 TV, 3.0 Wire અને 3 મિલિયન વપરાશકર્તાઓના સમુદાય સાથે વિશ્વની પ્રથમ 3.0 યુનિવર્સિટી સાથે સંચાલિત DeFi અને CeFi મલ્ટિ-પ્લેટફોર્મ એગ્રીગેટરની ભૂમિકાને એકીકૃત રીતે જોડે છે.
QiLegal
વૈશ્વિક લીગલટેક માર્કેટનું કદ એક દાયકામાં USD 100 અબજ ડોલરને પાર થવાનો અંદાજ છે. આ બજારને પહોંચી વળવા માટે 63 મૂન્સ ટેક્નોલોજીએ QiLegal રજૂ કર્યું છે, જે પ્રેક્ટિસ મેનેજમેન્ટ માટે એક મજબૂત ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે, જે સંપૂર્ણ કાનૂની ઇકોસિસ્ટમ માટે વિવિધ સંકલિત સાધનો સાથે જોડાયેલું છે.
QiLegal એ ન્યાયિક નેટવર્ક સાથે જોડાયેલા દરેક માટે આધુનિક ટેક્નોલોજી સાથે કાનૂની માળખાને ડિજિટાઇઝ કરવાની કલ્પના કરી છે. તે ન્યાય પ્રણાલીને સુધારશે અને સશક્ત કરશે અને તેને વર્ચ્યુઅલ કોર્ટ્સ, ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR), AI-સક્ષમ ડ્રાફ્ટિંગ અને વધુ જેવા ઉકેલો સાથે વીજળીની ઝડપે કાર્ય કરવામાં મદદ કરશે.
આ પ્રગતિ પર ટિપ્પણી કરતાં 63 મૂન્સ ટેકનોલોદીઝ લિમિટેડના MD અને CEO એસ. રાજેન્દ્રને જણાવ્યું હતું કે 63 મૂન્સ ટેકનોલોજી નવી તકો શોધવા માટે પ્રસ્થાપિત કરવાની વિચારધારા અને નવીન ફંકશનલ માળખાઓની રચના કરવા માટે જાણીતી છે. તેજ રીતે અમારી નવી પહેલ દેશ અને વૈશ્વિક અર્થતંત્ર એમ બન્ને માટેના અગત્યના વૃદ્ધિ ચાલકો બની રહેશે.
63 મૂન્સ તેની માન્ય એજન્સીઓ (ફ્રેંચાઇઝીઓ)ના માન્ય એજન્સીઓના આયોજિત રાષ્ટ્રીય નેટવર્ક સાથે ટેક ઇકોસિસ્ટમને મદદ કરવા માગે છે અને આ ત્રણ ટેકનોલોજી પહેલો સાથે ડિજિટલ અસ્કયામત યુનિવર્સ શિખરની માત્રાને ઉપર લઇ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.
પ્રશ્ન: કોઈ પણ મેનેજર કે ઉદ્યોગ સાહસિક માટે સમકક્ષ જૂથ સાથેના સંબંધો જાળવવા એ મુખ્ય મુદ્દો હોય છે. મોટા ભાગનાં વ્યાવસાયિક સાહસો મિત્રો અને પરિવારો સાથે જ શરુ થતાં હોય છે. અમે જોયું છે કે ઉદ્યોગ સાહસિકો જ્યારે તેમનો વ્યવસાય પ્રસ્થાપિત કરી રહ્યા હોય, ખાસ કરીને જ્યારે વ્યવસાય સારો ચાલી રહ્યો હોય, ત્યારે તેઓ ઘણા તણાવ અને ચિંતાની સ્થિતિમાંથી પસાર થતા હોય છે. પરિવાર, મિત્રો કે માધ્યમોના સ્વરુપમાં રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓનો બોજ ભારરુપ હોઈ શકે છે. સંબંધનું સંતુલન જાળવી રાખવું પડતું હોય અને તેની સાથે-સાથે કાર્યદેખાવ પર પણ ધ્યાન આપવું પડતું હોય તેવા ઉદ્યોગ સાહસિકોને તમે શું સલાહ આપશો?
સદગુરુ: ઉદ્યોગ સાહસિકોએ આંત્રપ્રિન્યોર હોવાનો અર્થ સમજી લેવો જરુરી છે. ઉદ્યોગ-સાહસિક એટલે એવી વ્યક્તિ કે જેણે પોતે જીવનમાં જે કાર્ય કરવાની ઈચ્છે છે, તેની પસંદગી કરી લીધી છે. જ્યારે તમે જીવનમાં તમારી ઈચ્છા મુજબનું કામ કરી રહ્યા હોવ, ત્યારે તે તમારા માટે સૌથી વધુ આનંદપ્રદ બાબત હોઈ શકે છે. પરંતુ ધીમે-ધીમે તમે એ ભૂલી જાઓ છો કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તે જ કરી રહ્યા છો. તેને બદલે, તમે અન્ય કોઈની અપેક્ષાઓ માટે કામ કરવાનું શરુ કરી દો છો. એ બરાબર નથી. ઉદ્યોગ-સાહસિક હોવાનો અર્થ એ છે કે તમે તે કરી રહ્યા છો, જે તમે કરવા ઈચ્છતા હતા અને તમારે તમારા સમગ્ર જીવન દરમિયાન તે જ કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. સફળતા ફક્ત કદની દ્રષ્ટિએ નથી હોતી. સફળતાને – તમે જે છો તે, તમારી ક્ષમતાઓ અને તમારી યોગ્યતાની પૂર્ણ અભિવ્યક્તિ શોધવાની દ્રષ્ટિએ પણ જોવી જોઈએ. જો કોઈ પણ માનવી તે પોતે કોણ છે, તેની પૂર્ણ અભિવ્યક્તિ શોધી લે, તો તેને સફળતા મળશે. જો તમે તમારી સરખામણી તદ્દન જુદા ક્ષેત્રની કે જુદી જ પ્રવૃત્તિ કરતી વ્યક્તિ સાથે કરશો અને આંકડાઓ એકત્રિત કરશો, તો તે સંખ્યા મોટી હોઈ શકે છે – પણ તે બાબત બિનમહત્વની છે. તમારા જીવનમાં સંપૂર્ણ અભિવ્યક્તિ શોધવી એ સફળતા છે.
આમ, તમે જે કામ કરી રહ્યા છો તે થકી, તમે જે છો તેની પૂર્ણ અભિવ્યક્તિ કરવા સક્ષમ હોવ અને સૌથી મહત્વનું – તમારા અસ્તિત્વનો માર્ગ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ હોવ, તો તમારે સમકક્ષ જૂથો, માધ્યમો કે અન્ય કોઈથી પણ દબાણ અનુભવવાની જરુર નથી. ઉદ્યોગ-સાહસિક જે કરવા ઈચ્છે, તે કરતા હોય છે. તેના માટે તેનું કામ મહત્વનું હોય છે. એક વાર તમારું કામ તમારા માટે મહત્વનું બની રહે, ત્યાર પછી સૌથી અગત્યની બાબત એ છે કે તમારે સ્વયં પર ધ્યાન આપવું જોઈએ. તેનો સદંતર અભાવ વર્તાય છે. વ્યવસાયનું સંચાલન કરવાનો અર્થ એ થાય છે કે તમે હજ્જારો દિમાગોનું સંચાલન કરી રહ્યા છો. જો તમે સ્વયંના દિમાગનું વ્યવસ્થાપન ન કરી શકો, તો તમે અન્યોના દિમાગ કેવી રીતે સંભાળી શકશો? જો તમે તમારું દિમાગ સાચવો, તો પછી દબાણનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. કામ એ દબાણ નથી. કામ એ તણાવ નથી. સ્વયંને સંભાળવાની તમારી અસક્ષમતા, એ તણાવ છે.
મોટા ભાગના લોકો એવું વિચારે છે કે તેમની જોબ, તેમનો પરિવાર, તેમના જીવનની પરિસ્થિતિ, કરવેરા અને ન ચૂકવાયેલાં બિલને કારણે તેઓ તણાવ અનુભવે છે. પણ મુખ્યત્વે, તણાવ તમારી પોતાની સિસ્ટમ – તમારું શરીર, દિમાગ, લાગણીઓ અને ઊર્જાનું સંચાલન કરવાની તમારી અક્ષમતા છે.
તણાવ મશીનમાં ઉત્પન થતાં ઘર્ષણ જેવો છે. બીજા શબ્દોમાં કહીએ તો, સિસ્ટમ સરળતાથી અને સુચારુ રીતે ચાલે તે માટે તેમાં પૂરતું લુબ્રિકેશન નથી. દરેક વ્યક્તિના જીવનમાં પરિસ્થિતિઓ આવતી રહે છે અને બદલાતી રહે છે, પણ દરેક વ્યક્તિ તે પરિસ્થિતિનો સામનો ભિન્ન-ભિન્ન રીતે કરે છે, જેનો આધાર તેની પોતાની સિસ્ટમ કેટલી સરળ રીતે કામ કરે છે, તેના પર રહે છે. આ માનવીય વ્યવસ્થાને કેવી રીતે સંભાળવી તે તમે જાણતા હોવ, તો તણાવનો કોઈ પ્રશ્ન જ ઉઠ્તો નથી. વિશ્વમાં તમે કેટલા સફળ થાઓ છો, તેનો આધાર મુખ્યત્વે તમારું પોતાનું આંતરિક તંત્ર કેટલું ઘર્ષણ-રહિત છે, તેના પર રહેલો છે. તમે સરળ પ્રવૃત્તિઓ દ્વારા તમારી સિસ્ટમને ઘર્ષણરહિત સ્થિતિમાં લાવી શકો છો. યોગ વિજ્ઞાન તમને તણાવમુક્ત જીવન માટેનાં સાધનો પૂરાં પાડે છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19 મે, 2023એ રૂ. 2000 નોટને માર્કેટથી પરત લેવાનું એલાન કર્યું હતું. ત્યાર બાદથી રૂ. 2000ની નોટોને બેન્કોની પાસે બદલવામાં આવી રહી છે. હવે RBIએ કહ્યું હતું કે રૂ. 2000ના આશરે 97.26 ટકા નોટ બેન્કિંગ પ્રાણાલીમાં પરત આવી ગઈ છે, જ્યારે રૂ. 9760 કરોડના મૂલ્યની નોટ હજી પણ જનતાની પાસે છે. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે રૂ. 2000ની બેન્ક નોટ ચલણમાં કાયદેસરની મુદ્રા બની રહેશે.
સામાન્ય જનતા દેશમાં RBIની 19 ઓફિસોમાં રૂ. 2000ની બેન્ક નોટ જમા કરાવી શકે છે અથવા એને બદલી શકે છે. લોકો પોતાની રૂ. 2000ની નોટ સીધા બેન્ક ખાતામાં જમા કરાવવા માટે એને વીમાકૃત્ર પોસ્ટ દ્વારા રિઝર્વ બેન્કના નિર્દિષ્ટ ઓફિસોમાં પણ મોકલી શકે છે.આ નોટોને બદલવા અથવા બેન્ક ખાતાઓમાં જમા કરાવવાની મર્યાદા પહેલાં 30 સપ્ટેમ્બર હતી, ત્યાર બાદ એ સમયમર્યાદા સાત ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી.બેન્ક શાખામાં ડિપોઝિટ અને એક્સચેન્જ –બંને સર્વિસ સાત ઓક્ટોબરે બંધ કરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આઠ ઓક્ટોબરથી લોકોને Rbiએ 19 ઓફિસોમાં નોટ બદલવા અને જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો. દરમ્યા હજી પણ rbi ઓફિસોમાં નોટ બદલવા અથવા જમા કરવા માટે કામકાજના કલાકો દરમ્યાન લોકોની લાંબી લાઇનો લાગે છે. રિઝર્વ બેન્કના અનુસાર 19 મે, 2023એ કામકાજના કલાકો પૂરા થયે રૂ. 2000ની નોટનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતી, એમ rbiની યાદી કહે છે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 59 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,238 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,300 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,459 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 22 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 479 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,943 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 32 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ભારતીય નૌકાદળ તેનો 52મો ‘નેવી ડે’ ઉજવી રહ્યું છે. આ નિમિત્તે નૌકાદળ દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના તારકર્લી બીચ ખાતે અને દરિયામાં તેની પ્રહાર અને બચાવ શક્તિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 યુદ્ધજહાજો અને સબમરીન તથા 40થી વધારે યુદ્ધવિમાનો અને હેલિકોપ્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, 3 ડિસેમ્બર, રવિવારે નૌકાદળ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દિલધડક કવાયત જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સાંજે અંધકાર છવાયા બાદ દરિયામાં જહાજોને રોશનીથી શણગારવામાં આવે છે જે દ્રશ્ય અદ્દભુત દેખાય છે.
‘નેવી ડે’ ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, સોમવારે સાંજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેઓ તારકર્લી બીચ ખાતે નૌકાદળનું શક્તિ પ્રદર્શન નિહાળશે. નૌસૈનિકો નેવી બેન્ડની સુરાવલી રેલાવશે. વડા પ્રધાન મોદી તાલુકાના ‘રાજકોટ કિલ્લા’ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. (તસવીરકારઃ દીપક ધુરી)
ઐઝવાલઃ ઈશાન ભારતના રાજ્ય મિઝોરમમાં 40-બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માટે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ રાજ્યમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ખ્રિસ્તીઓ માટે 3 ડિસેમ્બરનો દિવસ સામુહિક પ્રાર્થનાનો, પવિત્ર દિવસ હોય છે એટલે સમાજના અનેક જૂથોએ ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે ચૂંટણી પરિણામની જાહેરાત 3 ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બર પર મુલતવી રાખવામાં આવે. આ રાજ્યમાં મુખ્ય પ્રધાન જોરામથાંગાની આગેવાની હેઠળના મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)નું શાસન છે. અન્ય પાર્ટીઓ છે – ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ. શાસક અને વિપક્ષ પાર્ટીઓમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ છે. 37 બેઠકો ખાતે મતગણતરીના ટ્રેન્ડ અનુસાર, ઝેડપીએમ પાર્ટી 21 બેઠક પર આગળ હતી. શાસક એમએનએફના 11 ઉમેદવારો સરસાઈમં હતા. કોંગ્રેસને ફાળે પાંચ સીટ આવી હતી. આઈઝોલ (પૂર્વ) બેઠક પર જોરામથાંગા એમના હરીફ ઉમેદવાર સામે મતગણતરીમાં પાછળ હતા.
આજે મતગણતરીના આરંભ પૂર્વે મુખ્ય પ્રધાન જોરામથાંગાએ ચર્ચમાં જઈને પ્રાર્થના કરી હતી. જ્યારે ઝેડપીએમ પાર્ટીના મુખ્ય પ્રધાન પદના દાવેદાર લાલદુહોમાએ એક અન્ય ચર્ચમાં જઈને પ્રાર્થના કરી હતી. જોરામથાંગાને વિશ્વાસ છે કે એમની પાર્ટી જીત મેળવીને સત્તા જાળવી રાખશે.