Home Blog Page 2274

કોરાનાના 71 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,238 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,301 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,508 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 49 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 512 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,010 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 67 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ધીમા કોળીયે વધુ જમાય શ્વાસ ખાઈને સો ગાઉ જવાય 

ધીમા કોળીયે વધુ જમાય શ્વાસ ખાઈને સો ગાઉ જવાય

 

તમે ખૂબ ઝડપથી દોડવાની શરૂઆત કરો, જલદી થાકશો. એ જ રીતે મનગમતી વાનગી મળે અને એકદમ એના ઉપર તૂટી પડશો, જલદી ધરાઇ જશો. પણ નાના નાના કોળિયા લઈને ધીરે ધીરે ચાવીને ખાશો તો વધુ જમી શકાશે. એક શ્લોક છે – शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतमस्तके । शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ॥

મોટો હિમાલય ચઢવો હોય તો પણ એની શરૂઆત તો એક નાનું ડગલું માંડવાથી જ થાય છે. પેલી સસલું અને કાચબાની વાત આનો તાદ્રશ્ય દાખલો છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 05/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર, ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

‘નેવી ડે-2023’ નિમિત્તે સિંધુદુર્ગ સમુદ્રકાંઠે નૌકાદળનું શક્તિ પ્રદર્શન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, સોમવારે મહારાષ્ટ્ર રાજ્યના સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના તારકર્લી બીચ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા ‘નેવી ડે-2023’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નૌકાદળના શક્તિ પ્રદર્શન અને નૌસૈનિકોની દિલધડક કવાયતનો નજારો નિહાળ્યો હતો. એમણે વીર જવાનોને સંબોધિત પણ કર્યા હતા અને એમનો જુસ્સાને વધાર્યો હતો. કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અન્ય મહાનુભાવો તથા નૌકાદળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરકારઃ દીપક ધુરી)

ભારતીય નૌકાદળ દર વર્ષની 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવે છે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે આ જ તારીખે ભારતીય નૌકાદળે ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હાથ ધર્યું હતું અને કરાચી બંદર પર જોરદાર હુમલો કર્યો હતો. તે હુમલાને પગલે પાકિસ્તાન ભારતને શરણે આવી ગયું હતું.

વડા પ્રધાન મોદીએ તે પૂર્વે માલવણ તાલુકામાં આવેલા ‘રાજકોટ કિલ્લા’ ખાતે જઈને છત્રપતિ શિવાજી મહારાજની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને પ્રાચીન સમયને તાદ્દશ કરતી તસવીરોનું એક પ્રદર્શન નિહાળ્યું હતું. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૫ ડિસેમ્બર, ૨૦૨૩

૦૫ ડિસેમ્બર, ૨૦૨૩

કૈલાશ ખેર પર ‘અલ્લાહ કે બંદે’ ની કૃપા

ગાયક બનવા કૈલાશ ખેર સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ‘અલ્લાહ કે બંદે’ મળ્યું હતું. આ ગીતથી  એમના પર જાણે ભગવાનની કૃપા થઈ અને કારકિર્દી બની ગઈ હતી. આ ગીત એમની કારકિર્દી માટે પાયાનો પથ્થર બન્યું હતું. ‘અલ્લાહ કે બંદે’ પહેલાં સંગીતની દુનિયામાં એ કંઇ જ ન હતા. તે એક પ્રાઈવેટ આલબમ બનાવવાની ઈચ્છા સાથે બે-ત્રણ વર્ષથી મુંબઈમાં ફરી રહ્યા હતા. કૈલાશ મુંબઈમાં કારકિર્દી બનાવવા આવ્યા ત્યારે જાહેરાતો માટે જિંગલ્સ ગાઈને પોતાના ખર્ચને પૂરો કરતા હતા. એમાં થોડું નામ જરૂર થયું હતું. જિંગલ્સની ચર્ચા વધી ત્યારે એક દિવસ કૈલાશ પર ફોન આવ્યો કે,‘હું વિશાલ બોલું છું. તમે કૈલાશ ખેર બોલો છો?’ ત્યારે કૈલાશે નવાઈ પામી પૂછ્યું કે,‘હા, તમે વિશાલ ભારદ્વાજ બોલો છો?’ એમણે કહ્યું કે,‘હું વિશાલ-શેખરવાળો વિશાલ બોલી રહ્યો છું.’

અજાણ્યા કૈલાશે પૂછ્યું કે તમારું આખું નામ વિશાલ શેખર છે? એમણે માહિતી આપી કે તેઓ બે માણસ છે. તેમની એક જ ફિલ્મ આવી છે અને હજુ શરૂઆત કરી છે. એમણે ફિલ્મ માટે ગીત ગાવાની વાત કરી એટલે પ્રયોગ માટે કૈલાશ એમને મળવા ગયા. વિશાલ- શેખરે એક સીડી પર ગીતની ધૂન આપી તૈયારી કરવા કહ્યું. કૈલાશ પાસે સીડી પ્લેયર ન હતું એટલે મિત્રને ત્યાં જઇ રિહર્સલ કરી લીધું. ચાર દિવસ પછી જ્યારે રેકોર્ડિંગ માટે ગયા ત્યારે સ્ટુડિયો એકદમ નાનો જોઈ કૈલાશને શંકા ગઈ કે ખરેખર ગીત રેકોર્ડ કરવાના હશે કે મસ્તી કરી રહ્યા હશે? કૈલાશને થયું કે એમની પાસ કોઈ બજેટ નથી અને ગીતમાં કોઈ સંગીત નથી! એમાં એક ગિટાર વગાડી છે. આજ સુધી માત્ર ગિટાર સાથે કોઈ ફિલ્મનું ગીત તૈયાર થયું નથી. વધારે શંકા ફિલ્મનું નામ જાણ્યા પછી થતી હતી. જ્યારે પણ પૂછે ત્યારે ‘વૈસા ભી હોતા હૈ 2’ (૨૦૦૩) ફિલ્મ માટે હોવાનું રટણ કરતા હતા.

કૈલાશના મનમાં એ વાતની નવાઈ હતી કે ફિલ્મનો પહેલો ભાગ આવ્યો નથી. સીધો બીજો ભાગ કેવી રીતે આવી શકે? ખરેખર એવું જ હતું પણ કૈલાશની હિંમત ન હતી કે એમની સાથે વધારે ચર્ચા કરે કે પૂછપરછ કરે. એમણે ચૂપચાપ દિલથી ગીત ગાઈ આપ્યું. ગીત તૈયાર થયા પછી વિશાલનો ફોન આવ્યો કે,’કેટલી ફી લેશો?’ કૈલાશથી કહેવાઈ ગયું કે,’પચાસ હજાર રૂપિયા!’ ત્યારે એમણે સામો સવાલ કર્યો કે,‘ક્યારેય ફિલ્મ ગીત ગાયું છે?’ કૈલાશે કહ્યું,‘ના, અગાઉ ફિલ્મ ગીત તો ગાયું નથી પણ આટલા થતા હશે!’ ત્યારે વિશાલે કહ્યું કે આટલા ના થાય. કૈલાશે પોતાને ખબર ન હોવાથી એમને જ ભાવ નક્કી કરવા કહ્યું. વિશાલે કહ્યું કે ‘એ’ ગ્રેડના ઉદિત નારાયણ, કુમાર સાનૂ વગેરે માત્ર દસ હજાર રૂપિયા લે છે. કૈલાશે કહ્યું કે તો પછી એટલા જ આપી દો! અને વિશાલે ખરેખર કૈલાશને એટલા આપ્યા. ‘અલ્લાહ કે બંદે’ ગીત રેકોર્ડ થયા પછી બજારમાં આવતા એક વર્ષ લાગ્યું પણ આવતાની સાથે જ કૈલાશ ખેર છવાઈ ગયા. એ પછી એવા જ અલગ પ્રકારના યૂંહી ચલા ચલ (સ્વદેશ), ચાંદ સિફારીશ (ફના), જય જયકારા (બાહુબલી) વગેરે ગીતો મળતા રહ્યા.

પંચાંગ 05/12/2023

UNM ફાઉન્ડેશન દ્વારા આયોજીત અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની 5મી આવૃત્તિમાં મનમોહક કલા પ્રદર્શન

લોક કવિતાઓ, ભારતીય શાસ્ત્રીય સંગીત અને થિયેટર પર્ફોર્મન્સ સાથે શાસ્ત્રીય અને આધુનિક નૃત્યના મનમોહક પ્રદર્શને કલા પ્રશંસકો માટે સોમવારની સાંજ પ્રેરણાદાયી અને પરિપૂર્ણ બનાવી દીધી હતી. ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન આયોજીત ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની 5મી આવૃત્તિ એક બાજુ માનવીય લાગણીઓને ઝંઝોડી રહી છે, બીજી બાજુ શિક્ષણ અને આપણા બાળકોના ભવિષ્ય જેવા કેટલાક મહત્વના મુદ્દાઓ પર સમાજને ચિંતન કરવા મજબુર કરી રહી છે.

સંગીત પ્રત્યે પોતાના અનન્ય દ્રષ્ટિકોણ સાથે આરજવી શાહે એક નૃત્યાંગનાના શરીર પર સંગીતની ઊંડી અસર દર્શાવતું આકર્ષક નૃત્ય પ્રદર્શન “મ્યુઝિક ઇન મોશન” રજુ કર્યુ, સંગીત સાથે માનવીય લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે આરજવી શાહે પોતાની કલાત્મક અભિવ્યક્તિ અને હાથની ગતિવિધોથી દર્શકોને પોતાના અભિનયની પ્રશંસા કરવા મજબુર કરી દીધા હતા. આરજવી શાહ એક નૃત્યાંગનાની આત્મા અને શરીર સાથે સંગીતના જોડાણને શરીરની જાગૃતિ, જટિલ ગતિવિધીઓના માધ્યમથી કલાત્મક રીતે આગળ વધારે છે અને અંતે શાસ્ત્રીય સંગીતની મંત્રમુગ્ધ કરી દેતી શક્તિઓ સામે આત્મસમર્પણ કરીને પોતાની કલાત્મક્તાને ચાર ચાંદ લગાડે છે. કલાની આ મનમોહક રજુઆતોને દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

પોતાના સમકાલીન નૃત્ય પ્રદર્શન “અભેદ્ય અભયમ” દ્વારા આર્ય સાગરે દર્શકોને સંગીતના વિવિધ પ્રકારની ઓળખ કરાવી. ડાકુઓ અને ભક્તિની વાર્તા ઉપર આધારીત આ એક એવુ મંત્રમુગ્ધ કરી દેનાર નૃત્ય નાટક હતુ જે સંગીત અને નાટ્ય વૈભવ સાથે નવરસોની અભિવ્યક્તિ કરે છે. આ નૃત્ય નાટકમાં ડાકુઓના ગ્રુપના એક એવા વ્યક્તિની કહાની દર્શાવે છે જેને એક સાધ્વીથી પ્રેમ થઈ જાય છે.  ફિઝિકલ થિએટર, બૈલે અને સમકાલીન નૃત્ય સાથે વોકલ સંગીતનો આ એક એવો સંગમ હતો જે પોતાની આકર્ષક પટકથા અને અભિવ્યક્ત કલાત્મક હિલચાલની મદદથી દર્શકોને નવરસના સાગરમાં ડુબકી મરાવે છે.  સાથે જ આજે વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સે તેમના અનન્ય અને વિચારપ્રેરક દ્રષ્ટિકોણ સાથે દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ભક્તિ જેઠવા પોતાના આર્ટવર્ક દ્વારા વ્યાક દર્શકોને સાથે વિચારો અને જ્ઞાન શેર કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડી દે છે. તેમના ઈન્ટોલેશન  “બ્યુટી ઓફ થૉર્ન્સ” નો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિની અજાયબીઓને માણવાનો અને આજના સમાજમાં આપણે પ્રકૃતિમાં કઈ રીતે પરિવર્તન લાવી રહ્યા છીએ તે દર્શાવવાનો છે. અનુભવ અને તિક્ષ્ણ નજર વાળુ તેમનું કામ પ્રકૃતિના સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પાસાઓને રજુ કરે છે. તે ચામડીની સરળતા અને કેક્ટસની કઠોરતા જેવા વિરોધાભાસો સાથે સહ અસ્તિત્વના વિચારને રજુ કરે છે. તે એ દર્શાવે છે કે એક બિજા માટે નુકશાનકારક હોવા છતાં, તે કઈ રીતે એકબીજા સાથે રહે છે.

ધ્વની મિસ્ત્રીની રચના “ધ સિરીઝ” આપણા જીવનમાં આરામના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે કેવી રીતે દયા ભાવના સાથે કરવામાં આવેલ નાના કાર્યો પડકારજનક સમયમાં આશા અને પ્રેરણા ઉત્પન્ન કરી શકે છે. તે સ્પર્શની નિર્દોષતા અને આરામની ભૂમિકા (તે મૌખિક હોય કે શારીરિક) ઉપર ભાર મુકે છે અને આ માધ્યમથી તે આપણું માર્ગદર્શન કરવામાં ભાવનાઓની શક્તિને રેખાંકિત કરે છે.

અમદાવાદ સ્થિત કલાકાર ધર્મેશ પ્રજાપતિ પોતાના વિઝ્યુઅલ ઇન્સ્ટોલેશન “તમે” દ્વારા દર્શકોને આત્મ ખોજની ગહન સફર તરફ લઈ જાય છે. ઇન્સ્ટોલેશનમાં ઉત્તમ રીતે ડિઝાન કરવામાં આવેલ અરીસાઓ ને વ્યૂહાત્મક રીતે કોઈ આતંરિક દુનિયામાં પ્રવેશ કરવાના પ્રતિક રૂપે રાખવામાં આવ્યા છે, પ્રત્યેક અરીસો વિવિધ માનવ વાસ્તવિકતાઓનું પ્રતિનિધીત્વ કરે છે. આ અપરંપરાગત કલાકૃતિ પારંપારિક આત્મ ધારણાઓને પડકારે છે, સાથે મુલાકાતીઓને વિકૃત પ્રતિબિંબ વચ્ચે તેમના અધિકૃત સ્વનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે કાળજીપૂર્વક ગોઠવાયેલા અરીસાઓના માધ્યમથી વ્યક્તિના સારનું આકર્ષક સંશોધન છે.

પ્રકૃતિ અને બદલાતી ઋતુઓથી પ્રેરિત ગીતાત્મક વિશ્વની હસ્તકલાના કલાકાર સુરેશ કુમાર સિંઘાએ પોતાના ઇન્સ્ટોલેશન “હું ચાલ્યો ગયો” માં સુદુર પૂર્વી પ્રભાવો અને ધ્યાન તકનીકોને એકીકૃત રીતે વણી લીધા હતા. તેમની કલાના લૈકિક અને અલૌકીક ગુણો લયબદ્ધ કલ્પનાથી સમૃદ્ધ હોય છે, જે એક સ્પર્શીનીય અને નિર્જન ભૂભાગનું નિર્માણ કરે છે. તે દર્શકોને આ રચનાત્મક અનુભવનો એક ભાગ બનાવા માટે પ્રેરીત કરે છે. જેમાં બિનપરંપરાગત વસ્તુઓમાંથી નવો અર્થ અને ધુન બનાવવા માટે અવલોકનક્ષમ વિશ્વના તત્વોને કેનવાસ સાથે જોડે છે.

 

શાસ્ત્રી મહારાજ હોસ્પિટલમાં કેથલેબનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉદ્દઘાટન કર્યું

અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રી મહારાજ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવેલી અદ્યતન કેથલેબનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્દઘાટન કર્યું હતું. સેવાભાવનાની ચાલતી આ હોસ્પિટલમાં કેથલેબથી સુવિધા ઉભી થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે સારવાર મળશે, એવો દ્રઢ વિશ્વાસ પટેલે વ્યક્ત કર્યો હતો.

રવિવારે સાંજે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અટલાદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું સંસ્થાના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સંસ્થાના અગ્રણીઓ તેમણે શાસ્ત્રી મહારાજની પ્રતિમા પાસે દોરી ગયા હતા. તેમણે અહીં ભગવાન સ્વામિનારાયણ સમક્ષ જન આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  તત્પશ્ચાયત પટેલે આ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં મળતી વિવિધ પ્રકારની અદ્યતન સારવારની માહિતી મેળવી હતી. દર્દીઓની ઓક્યુપન્સી, મલ્ટિસ્પેશ્યાલિસ્ટ સર્વિસિસ સહિતની બાબતોથી મંત્રીશ્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રી, સંતો સહિતના મહાનુભાવો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કેથ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સીઇઓ ડો. સમીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ કેથલેબના પરિણામે કાર્ડિઓલોજીસ્ટ દ્વારા એન્જીઓપ્લાસ્ટી, ઇલેક્ટ્રોફિસિઓલોજી તથા પેસમેકર જેવી સારવાર રાહત મળતી થશે. હોસ્પિટલ ખાતે આગામી સમયમાં બાયપાસ સર્જરી, વાલ્વની સર્જરી જેવી જટીલ સર્જરી માટે તજજ્ઞ તબીબોની સેવા મળતી થશે.

સમાજ સેવાના માધ્યમથી યુવાનોને એઆઇ, આઇટી, ડ્રોન, ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રોમાં કૌશલ્યવાન બનાવવાની દિશામાં કાર્ય કરવા મંત્રી પટેલે સંતો સમક્ષ લાગણી વ્યક્ત કરી હતી. બાદમાં મંત્રીએ હોસ્પિટલના સમગ્ર તબીબો અને કર્મયોગીઓ સાથે તસવીરો ખેંચાવી હતી. તેઓ રવિસભામાં પણ સહભાગી બન્યા હતા. આ વેળાએ સંત વિવેકસાગરજી સ્વામી, જ્ઞાન વત્સલ સ્વામી, દંડક બાળુભાઇ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનિષાબેન વકીલ, કારોબારી ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, અગ્રણી ડો. વિજયભાઇ શાહ અને શ્રી ભરતભાઇ ડાંગર, સંસ્થાના સંયોજક શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.