મોરબીઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ-જ્ઞાન જ્યોતિ પર્વ અને સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યાં હતાં. રાષ્ટ્રપતિને રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો.
રાષ્ટ્રપતિએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.
આ સ્મરણોત્સવ સમારોહ અંતર્ગત, કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં માનનીય રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીની સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓના વૈદિક મંત્રોચ્ચારોએ… pic.twitter.com/wLgRsI7P0a
આ યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન-દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનનાં કાર્યોથી પરિચિત થયાં હતાં. રાજ્યપાલે રાષ્ટ્રપતિ અને મુખ્ય મંત્રીને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.
ટંકારામાં ૧૫ એકરમાં નિર્માણ પામનારા જ્ઞાન જ્યોતિ તીર્થની પ્રતિકૃતિના માધ્યમથી રાજ્યપાલે આ તીર્થમાં નિર્મિત થનારા સંશોધન કેન્દ્ર, સ્કૂલ, પુસ્તકાલય, રમણીય પરિસર વગેરેની વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રદર્શન ખંડમાં રાષ્ટ્રનિર્માણ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ખેડેલા પ્રવાસને નકશાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન પ્રસંગોને ચિત્રોમાં અને તેમની સાથે જોડાયેલાં ઐતિહાસિક સ્મૃતિ સ્થળોને પણ વિગતો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નારી શિક્ષા અને મહિલા સશક્તીકરણના વિચારો ઉપરાંત વેદોમાં રહેલા વિજ્ઞાન ઉપર પ્રકાશ ફેંકતા વિચારો વગેરે આ પ્રદર્શન ખંડમાં દર્શાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથેની સ્મૃતિ સમૂહ તસવીરમાં અંકિત કરાવી હતી.
બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએ સરકારની તરફેણમાં 129 મત પડ્યા હતા જ્યારે વિપક્ષ પહેલાથી જ ગૃહમાંથી વોકઆઉટ કરી ચૂક્યો હતો. બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. નીતિશ સરકારે વિધાનસભામાં રજૂ કરેલા વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએની તરફેણમાં કુલ 129 વોટ પડ્યા હતા. આ દરમિયાન વિપક્ષે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ પહેલા પટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આરજેડી અને કોંગ્રેસ સહિત મહાગઠબંધનમાં સમાવિષ્ટ તમામ ધારાસભ્યોને પટનામાં તેજસ્વીના ઘરે રાખવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ-જેડીયુના ધારાસભ્યોને ચાણક્ય હોટેલ અને પાટલીપુત્ર હોટલમાં રાખવામાં આવ્યા હતા.
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતીનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.
VIDEO | “Since 2005, when I got into power, there has been significant development in Bihar. Before that, his (Tejashwi Yadav’s) father and mother got the opportunity to serve Bihar for 15 years. What did they do? There used to be many conflicts between Hindus and Muslims. But… pic.twitter.com/qvofBIo49w
નીતિશ કુમારે કહ્યું કે 2005થી અમને કામ કરવાનો મોકો મળ્યો. આ 18મું વર્ષ છે. વચ્ચે થોડા મહિના આપવામાં આવ્યા. તને શું થયું છે? તમે સાંભળવા માંગતા નથી. અમે દરેક પાસેથી સાંભળ્યું છે.
પૈસા ક્યાંથી આવ્યા, તેની તપાસ કરાવીશું- નીતિશ કુમાર
નીતિશ કુમારે કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા, અમે દરેકની તપાસ કરાવીશું. તમારી પાર્ટી યોગ્ય નથી કરી રહી. જ્યારે તમને સમસ્યા હોય ત્યારે અમારો સંપર્ક કરો. અમે તમારું કામ કરીશું. રાજ્યના હિતમાં કામ કરશે. અમે ત્રણેય હંમેશા સાથે રહીશું.
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટ છટણીની તૈયારીમાં છે. રોકડની અછતનો સામનો કરી રહેલી એરલાઇને આર્થિક સંકટને ખાળવા માટે આ નિર્ણય કર્યો છે. જેથી કંપની 1400 કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે, જે કુલ વર્ક ફોર્સના 10-15 ટકા છે. હાલમાં અનેક નાની-મોટી વિદેશી કંપનીઓ મોટા પાયે છટણીનું એલાન કર્યું છે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી ટર્નઅરાઉન્ડ અને કોસ્ટ કટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે અને હાલમાં ફંડ ઠાલવ્યા પછી કંપનીએ અનેક ઉપાયો શરૂ કર્યા છે. એમાં વર્કફોર્સમાં કાપ કરવાનું સામેલ છે. એનો હેતુ નફાકારક ગ્રોથ હાંસલ કરવાનો અને ઇન્ડિયન એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં તકોનો લાભ ઉઠાવવા માટે તૈયાર કરવાનો છે. આ પહેલથી રૂ. 100 કરોડ સુધીની વાર્ષિક સેવિંગની અપેક્ષા છે. હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9000ની આસપાસ છે. કંપની હાલમાં લગભગ 30 એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે, જેમાંથી આઠ લીઝ પર લેવામાં આવ્યા છે.
કંપનીના ઘણા કર્મચારીઓને કંપની તરફથી છટણી અંગેના કોલ મળવા લાગ્યા છે. અગાઉ કર્મચારીઓને પગારમાં સમયસર નહોતો મળતો. કંપની છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં સતત વિલંબ કરી રહી હતી. ઘણા કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરીનો પગાર મળ્યો નથી. કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે. એકલા કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ 60 કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. 1400 કર્મચારીઓની છટણી પણ ખર્ચ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ છે. કંપનીના સ્ટેકહોલ્ડરોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે. કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ રૂ. 60 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે કંપની 1400 કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે.
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશોક ચવ્હાણ સહિત કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે વાતચીત શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અશોક ચવ્હાણની સાથે 10થી 12 કોંગ્રેસના ધારાસભ્યો જઈ શકે છે.
VIDEO | “Throughout my life, I have been a Congressman and have honestly worked for the party. I don’t think every time we have to mention why I have left the party; this is my personal reason,” says Ashok Chavan (@AshokChavanINC), who quit the Congress earlier today. pic.twitter.com/56SUT8L3XW
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સત્તાવાર રીતે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “આજે મેં કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો નથી. મેં કોઈ મજબૂરીને કારણે રાજીનામું આપ્યું નથી.
Wait and watch what happens: Maharashtra Deputy CM Fadnavis over Ashok Chavan’s exit from Congress
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચવ્હાણની સાથે ત્રણ વધુ ધારાસભ્યો સુભાષ ધોટે, જીતેશ અંતરપુરકર અને અમર રાજપુરકર પણ પાર્ટી બદલી શકે છે. આ સિવાય બાબા સિદ્દીકીના પુત્ર જીશાન પાર્ટી બદલવાની અટકળો છે. જોકે, તેણે આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. એવા અહેવાલો છે કે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી પણ કોંગ્રેસના વધુ બે મોટા નેતાઓ પર નજર રાખી રહી છે. જેમાં મુંબાદેવીના ધારાસભ્ય અમીન પટેલ અને મલાડ પશ્ચિમના ધારાસભ્ય અસલમ શેખના નામનો સમાવેશ થાય છે. મુંબઈમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો છે. જો આ તમામ ધારાસભ્યો છોડશે તો મુંબઈમાં કોંગ્રેસનો એક જ ધારાસભ્ય બચશે.
Former Maharashtra Chief Minister Ashok Chavan quits Congress
આ પહેલા દિગ્ગજ નેતાઓ મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. અશોક ચવ્હાણની સાથે આ ત્રણેય મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા ચહેરા હતા. જ્યારે દેવરા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાનો એક ભાગ બન્યો, સિદ્દીકી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા.
નવી દિલ્હીઃ કતારની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નેવીના કર્મચરીઓને છોડી મૂકવામાં આવ્યા છે, જેમને આશરે સાડા ત્રણ મહિના પહેલાં સંદિગ્ધ જાસૂસીના એક મામલે મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતની આ એ મોટી કૂટનીતિક જીત મળી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કે તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને એમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 26 ઓક્ટોબરે એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. ખાડી દેશની અપીલીય કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડની સજાને ઓછી કરી દીધી હતી અને આ સૈનિકોને અલગ-અલગ સમયગાળા માટે જેલની સજા સંભળાવી હતી. ખાનગી કંપની અલદહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કરનારા ભારતીય નાગરિકોને જાસૂસીના કેસમાં ઓગસ્ટ, 2022માં ધરપકડ કરી હતી.
વડા પ્રધાન મોદીએ દુબઈમાં COP28 શિખર સંમેલમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષી ભાગીદારી અને કતારમાં રહેતા ભારતીય સમુદાયની ભલાઈ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદી પહેલી ડિસેમ્બર, 2023એ COP28 શિખર સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા હતા. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી હતી.
અમદાવાદઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા આજે ભાજપમાં જોડાશે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તેમની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે.
વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાશે. એ સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ અને કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાશે.
કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપપ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓને તોડી, ફોડી, દબાવી અને લાલચ અપાય છે. સરકારે પરિસ્થિતિ વિકટ કરતાં ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે સી.જે.ચાવડાએ ભાજપના ભરપેટ વખાણ કર્યાં હતા. મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યું છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા નથી માગતો.
રાજ્ય સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી. જે. ચાવડા છેલ્લાં 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી હાર્યા હતા.
સુરતઃ ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૮૯ વર્ષની વયે પણ તરોતાજા એવા પરંપરાના છેલ્લા હયાત શાયર અમર પાલનપુરીને વલી એવોર્ડથી પોંખીને હકીકતમાં ઊજળું કામ કર્યું છે. ૧૭મી સદીના કવિ વલીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતો ‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક આ વર્ષે ગુજરાતના વરિષ્ઠ શાયર – ગઝલકાર અમર પાલનપુરીને અર્પણ કરવામાં આવ્યો છે. આ અર્પણ સમારોહ રવિવારની સવારે સુરત અઠવાલાઇન્સના આદર્શ હોલમાં યોજાયો હતો.
” ટૂંકી નથી જરાય પણ લાંબી છે જિંદગી
તારા વિરહના ગજ થકી માપી છે જિંદગી
હાંફી ગયું છે મોત મને આંબતા ‘અમર’
કેવા પવનના વેગથી કાપી છે “જિંદગી”
આ એવોર્ડ સમારોહ પૂર્વે જ્યારે શ્વેત વસ્ત્રમાં સજ્જ અને ચહેરા પર અમરત્વ ધરાવતી મુસ્કાન સાથે અમર પાલનપુરી હોલમાં પ્રવેશ્યા ત્યારે ઉપસ્થિત સૌકોઇએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું હતું. મંચ પરથી હરીશ ઠક્કર, પ્રજ્ઞા વશી, કિરણસિંહ ચૌહાણ, એશા દાદાવાલા, ગૌરાંગ ઠાકર, અશોક ચાવડા બેદિલ, મહેશ દાવડકર, વિપુલ મંગ્રોલિયા, હેમંત મદ્રાસી, સુરેશ વિરાણી, વિવેક ટેલર, મેહુલ જયાણી, મુકુલ ચોકસીએ કવિની જાણીતી રચનાઓ રજૂ કરી હતી અને માહોલને અમરમય બનાવ્યું હતું. જ્યારે મંચ પર ખુદ અમર પાલનપુરી આવ્યા ત્યારે વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું.
“રૂપના ઘેલા છીએ, શૂન્યના ચેલા છીએ,
વેરમાં પાછળ હશું, પ્રેમમાં પ્હેલા છીએ”
આ શાયરે એવોર્ડ સ્વીકાર્યા બાદ એવું કામ કર્યું જેને કારણે એના અમર નામને જાણે સોનાનો વરખ લાગ્યો. તેમણે ભારે ભાવ અને સંવેદના સાથે આ એવોર્ડ પોતાના ગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીને અર્પણ કર્યો અને એવોર્ડ સાથે મળતી એક લાખ રૂપિયાની ધનરાશિ શૂન્યના પુત્ર તસ્લિમ ખાનને અર્પણ કરી. આ જાહેરાત સાથે સદન ફરી કરતાલ ધ્વનિની ગુંજી ઊઠ્યું.
‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક અર્પણ સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમર પાલનપુરીને અભિનંદન આપતાં કવિતા, ગઝલ અને સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવ્યું હતું. મંત્રીએ લોકોને પુસ્તકો અને વાંચન સાથે જોડી રાખવા આગામી દિવસોમાં શહેરની શેરીઓ અને રસ્તાઓ પર લાયબ્રેરીનું નિર્માણ કરવાનુ આયોજન થઈ રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. આ પ્રસંગે અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા, સાહિત્યકાર રવીન્દ્ર પારેખ અને અન્ય કવિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પટનાઃ બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થોડી વારમાં થશે. નીતીશકુમારને સરકાર બચાવવા માટે 122 વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. સત્તારૂઢ NDAની પાસે 128 વિધાનસભ્યો છે, પણ એ પહેલાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.
મુખ્ય મંત્રી નીતીશકુમાર અને હમના અધ્યક્ષ જિતન રામ માંઝી વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના એક દિવ પહેલાં રાત્રે પટનામાં રાજકીય હલચલ જારી રહી છે. બીજી બાજુ મહાગઠબંધન અને NDA એટલે –બંને પક્ષો બહુમતનો દાવો કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર RJDના ધારાસભ્ય ચેતન આનંદ, નીલમ દેવી, JDUના વિધાનસભ્ય સંજીવ કુમાર અને બીમા ભારતી, જ્યારે ભાજપના વિધાનસભ્ય રશ્મિ વર્મા અને મિશ્રી લાલ હજી સુધી વિધાનસભામાં નથી પહોંચ્યા. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 122 વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. સત્તાધારી NDAમાં JDU, BJP, જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા (હમ) તથા એક નિર્દલીય વિધાનસભ્ય સામેલ છે.
હમના વડા જિતન રામ માંઝીએ ફ્લોર ટેસ્ટ પહેલાં નીતિશ કુમારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો ફોન સ્વિચ ઓફ થઈ રહ્યો છે. જોકે ભાજપ નેતા નિત્યાનંદ રાય માંઝીના ઘરે પહોંચ્યા અને તેમની સાથે વાત કરી હતી. જિતન રામ માંઝી નીતીશ સરકારને ફ્લોર ટેસ્ટમાં સમર્થન આપવા માટે રાજી નથી, ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારે જ્યારે JDUની ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, ત્યારે JDUના ચાર ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહે હાજરી આપી ન હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 122 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,819 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,462 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,92,892 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 871 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,610 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.