Home Blog Page 2080

રાશિ ભવિષ્ય 12/02/2024 થી 18/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.


ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.


આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.


સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.


અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.


આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.


કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.


નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.

રાશિ ભવિષ્ય 12/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

સુવિચાર – ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

પંચાંગ 12/02/2024

રાજ્યસભા ચૂંટણી માટે BJP એ 14 ઉમેદવારોના નામ કર્યા જાહેર

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા અને રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી. ધર્મશીલા ગુપ્તા (બિહાર), ડૉ.ભીમ સિંહ (બિહાર), રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ (છત્તીસગઢ), સુભાષ બરાલા (હરિયાણા), નારાયણ ક્રિષ્નાસા ભાંડગે (કર્ણાટક), આરપીએન સિંહ (યુપી), ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી), ચૌધરી. તેજવીર સિંહ (યુપી), સાધના સિંહ (યુપી), અમરપાલ મૌર્ય (યુપી), સંગીતા બળવંત (યુપી), નવીન જૈન (યુપી), મહેન્દ્ર ભટ્ટ (ઉત્તરાખંડ) અને સમિક ભટ્ટાચાર્ય (પશ્ચિમ બંગાળ)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સુશીલ મોદીને બિહારથી ટિકિટ મળી નથી. ભાજપની 14ની યાદીમાં 13 નવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. માત્ર સુધાંશુ ત્રિવેદીને જ રીપીટ કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ટિકિટ નકાર્યા બાદ સુશીલ મોદીએ ટ્વિટર પર લખ્યું, “દેશમાં બહુ ઓછા કાર્યકરો હશે જેમને પાર્ટીએ 33 વર્ષથી સતત દેશના ચારેય ગૃહોમાં મોકલ્યા હશે. હું હંમેશા પાર્ટીનો આભારી રહીશ અને પહેલાની જેમ કામ કરતો રહીશ.

રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી

  • ધર્મશીલા ગુપ્તા (બિહાર)
  • ડૉ.ભીમ સિંહ (બિહાર)
  • રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ (છત્તીસગઢ)
  • સુભાષ બરાલા (હરિયાણા)
  • નારાયણ કૃષ્ણસા ભાંડગે (કર્ણાટક)
  • આરપીએન સિંઘ (યુપી)
  • ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી)
  • ચૌધરી તેજવીર સિંહ (યુપી)
  • સાધના સિંહ (યુપી)
  • અમરપાલ મૌર્ય (યુપી)
  • સંગીતા બળવંત (યુપી)
  • નવીન જૈન (યુપી)
  • મહેન્દ્ર ભટ્ટ (ઉત્તરાખંડ)
  • સમિક ભટ્ટાચાર્ય (પશ્ચિમ બંગાળ)

આ લોકોને ટિકિટ આપવામાં આવી હતી

  • સુશીલ મોદી, બિહાર
  • સરોજ પાંડે, છત્તીસગઢ
  • દેવેન્દ્ર પાલ વત્સ, હરિયાણા
  • નીલ જૈન, યુ.પી
  • અનિલ અગ્રવાલ, યુપી
  • હરનાથ સિંહ યાદવ, યુ.પી
  • કાંતા કર્દમ, યુપી
  • વિજયપાલ સિંહ તોમર, યુ.પી
  • અશોક વાજપેયી (યુપી)
  • જીબીએલ નરસિમ્હા (યુપી)
  • સકલ દીપ રાજભર (યુપી)
  • અનિલ બલુની (ઉત્તરાખંડ)

U19 World Cup Final : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો

અંડર-19 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેનોનીમાં રમાઈ રહી છે. 6 વર્ષ બાદ ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 253 રન કરી શકી હતી અને ભારતને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેરી ડિક્સને 42 રન ફટકાર્યા હતા જ્યારે સેમ કોન્સ્ટાસ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. હ્યુગ વિબજેને 48 રનનું યોગદાન આપ્યું હતું તો હરજસ સિંહે ફિફ્ટી ફટકારતા 55 રન કર્યા હતા. રેયાન હિક્સ 20 રન ફટકારી આઉટ થયો હતો. ઓલિવર પીકે અંત સુધી રમી 46 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી રાજ લિંબાણીએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નમન તિવારીએ 2 વિકેટ, સૌમ્યા પાંડે અને મુશીર ખાને 1-1 વિકેટ ઝડપી હતી.

છેલ્લી વખત બંને ટીમો 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. 2018ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પૃથ્વી શૉની કપ્તાનીમાં ભારતીય ટીમે કાંગારૂઓને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ, રાહુલ દ્રવિડ 2018 અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમના તત્કાલીન મુખ્ય કોચ હતા. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે 1 વિકેટથી રોમાંચક જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બે વખત ટકરાયા છે અને બંને વખત ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ક્યારેય હાર્યું નથી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન – હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હ્યુગ વિબજેન (કેપ્ટન), હરજસ સિંહ, રેયાન હિક્સ (વિકેટકીપર), ઓલિવર પીક, રાફે મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, મહાલી બીર્ડમેન અને કેલમ વિડલર.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરવેલ્લી અવનીશ (વિકેટકીપર), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમ્યા પાંડે.

“International Day Of Women And Girls In Science Day” ની ભવ્ય ઉજવણી કરાઈ

રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં અવાર-નવાર સમાજને વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે આજે સાયન્સ સિટીમાં “International Day Of Women And Girls In Science Day” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી અર્થે સાયન્સ સિટીના મહિલા વૈજ્ઞાનિકો દ્વારા ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આશરે 200 જેટલી વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત સહભાગીઓને જુદા જુદા ક્ષેત્રમાં ખ્યાતનામ મહિલાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી તેમજ તેઓની કારકિર્દિ અંગેના સંધર્ષ તથા સિદ્ધિઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત બાળકોને મનોરંજન અર્થે સાયન્સ આધારીત ક્વિઝ રમાડી તેઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકો મેઘા પંડ્યા, યાજ્ઞિકા પટેલ, હર્ષિદા પટેલ, મેઘના મનવર, ડો.શબનમ સૈયદ તથા નેન્સિ જૈન સહિત તમામને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહિલ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા.

પંજાબ બાદ દિલ્હીમાં પણ INDIA ગઠબંધન તૂટી ગયું!

લોકસભાની ચૂંટણી પહેલા જ INDIAનું ગઠબંધન તુટવાનું શરૂ થઈ ગયું છે. બિહારમાં JDU નેતા નીતીશ કુમાર અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જી બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ INDIA ગઠબંધનથી દૂરી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ બાદ હવે દિલ્હીની તમામ સાત બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પંજાબના તરનતારનમાં સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે રાજ્યપાલે વિધાનસભાનું સત્ર યોજવા દીધું નહોતું અને દિલ્હીમાં તેને ઓછું કરવા દીધું ન હતું, પરંતુ દિલ્હીએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીએ તમામ સાત બેઠકો જીતવી છે. તમે પણ 13 માંથી 13 લોકસભા સીટ પર ક્લીન સ્વીપ કરો અને આમ આદમી પાર્ટીને જીત અપાવો. ત્યારે કેન્દ્ર સરકારની હિંમત નહીં થાય. તેમણે કહ્યું કે દિલ્હીની તમામ સાત બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે તેમણે દિલ્હીની સાત લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ રીતે ઈન્ડિયા એલાયન્સ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે.

ભાજપ માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છેઃ કેજરીવાલ

તેમણે કહ્યું કે આજે ભાજપ માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. એક નાની પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી, પંજાબમાં સરકાર બનાવી અને ગોવા અને ગુજરાતમાં ધારાસભ્યો જીત્યા. ભાજપને ડર છે કે એક દિવસ કેન્દ્રમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, આમ આદમી પાર્ટીને કચડી નાખવા માંગે છે. દરરોજ તેઓ આક્ષેપો કરે છે, ક્યારેક ED, ક્યારેક CBI, એવું લાગે છે કે હું સૌથી મોટો આતંકવાદી છું.

તમે લોકોએ ઘણું બધું આપ્યું છે, તમે હંમેશા આશીર્વાદ આપતા રહો

તેમણે કહ્યું કે જો અમારો ઈરાદો ખરાબ હોત તો અમે આ 5,500 રૂપિયાનો પ્લાન્ટ 10,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હોત અને કેટલાક પૈસા પોતાના માટે રાખ્યા હોત. જ્યારે આ પ્લાન્ટ શરૂ થશે ત્યારે દરેકને મફત વીજળી મળશે. આ લોકો કોઈ કામ કરવા દેતા નથી, બધા કામ બંધ કરી દે છે.

કેજરીવાલ એકલા લડશે, એકલા જ રહેશે: બાજવા

પંજાબમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ AAPના વડા અરવિંદ કેજરીવાલના એકલા ચૂંટણી લડવા પર કહ્યું, “AAP પંજાબ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. કેજરીવાલ એકલા લડશે અને એકલા જ રહેશે. SAD ભાજપ સાથે હાથ મિલાવવાની અટકળો પર, તેમણે કહ્યું, “આ એક તકવાદી ગઠબંધન છે. સુખબીર સિંહ બાદલે લોકોને જણાવવું જોઈએ કે શું આ ગઠબંધન પંજાબ, અકાલી દળ કે બાદલ પરિવારના પક્ષમાં છે? હું તેમને પૂછવા માંગુ છું કે તેઓ એનડીએમાંથી બહાર આવ્યા ત્યારે કયા કારણો હતા અને હવે તેઓ ફરીથી ત્યાં જવાના કયા કારણો છે?

TMC એ રાજ્યસભામાં મોકલવા માટે ચાર નામોની જાહેરાત કરી

તૃણમૂલ કોંગ્રેસે આગામી રાજ્યસભામાં મોકલવા માટે ચાર નામોની જાહેરાત કરી છે. આમાં પત્રકાર સાગરિકા ઘોષનું નામ પણ સામેલ છે. ટીએમસીએ તેના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. ચાર નામોમાં સાગરિકા ઉપરાંત સુષ્મિતા દેવ, મોહમ્મદ નદીમ ઉલ હક અને મમતા બાલા ઠાકુરનું નામ પણ સામેલ છે. TMC પર લખ્યું અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદમ્ય ભાવના અને દરેક ભારતીયના અધિકારો માટે કાયમી વારસો જાળવી રાખવા માટે કામ કરશે.

 

રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે

તમને જણાવી દઈએ કે, 15 રાજ્યોની 56 સીટો માટે રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણી પંચ (EC) અનુસાર, આ તમામ બેઠકો એપ્રિલમાં ખાલી પડી રહી છે, જેના માટે ECએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. પંચે કહ્યું કે એપ્રિલ મહિનામાં 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી પડી રહી છે. રાજ્યસભાની આ ખાલી બેઠકો પર 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની બેઠકો માટેની આ ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે જ્યારે દેશમાં આગામી કેટલાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.

કયા રાજ્યોના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે?

ચૂંટણી પંચે કહ્યું કે 50 સભ્યો 2 એપ્રિલે નિવૃત્ત થશે જ્યારે છ સભ્યો 3 એપ્રિલે નિવૃત્ત થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જે રાજ્યોમાંથી સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.