નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,639 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,576 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,560 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 565 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,597 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.




બહુમાળી ભવન ચોકમાં વિશાળ જનમેદની સાથે સભા યોજી તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, દિલીપ સંઘાણી સહિતના ભાજપના ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા હતા.
છેલ્લી ઘડી સુધી એટલે કે સોમવાર રાત સુધી સરકારે ગાંધીનગરમાં ક્ષત્રિય વિવાદ ઉકેલવા કવાયત કરી પરંતુ વિવાદ ઉકેલાયો નથી. અંતે આજે રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.

નિર્દેશક ડેવિડ ધવને ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે ‘રાજા બાબુ’ નું નિર્માણ કરી રહ્યા હતા. ડેવિડને સતીશ સાથે સારી મિત્રતા હતી એટલે ‘નંદૂ’ ની હાસ્ય ભૂમિકા કરવા કહ્યું. ત્યારે સતીશના ખરાબ દિવસો ચાલી રહ્યા હતા. નિર્દેશક તરીકે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (૧૯૯૩) ફ્લોપ રહી હતી. જ્યારે એની સાથે રજૂ થયેલી ડેવિડની ‘આંખેં’ સુપરહિટ રહી હતી. આ સ્થિતિમાં પણ ડેવિડ સતીશને પોતાની ફિલ્મમાં મહત્વની ભૂમિકા આપી રહ્યા હતા. જ્યારે ‘નંદૂ’ ના પાત્ર માટે સતીશનો ફોટોશૂટ કરવામાં આવ્યો ત્યારે એ એના ગેટઅપથી નિરાશ થઈ ગયા. કેમકે પાત્રને નાડાવાળી ચડ્ડી પહેરવાની હતી અને માથા પર ચાર્લી ચેપ્લિન જેવી મૂછ-હેરસ્ટાઇલ રાખવાની હતી. એ વસ્ત્રોમાં સતીશ પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યા હતા.


અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
૧૬ એપ્રિલ, ૨૦૨૪
