નવી દિલ્હીઃ દિલ્હી લિકર નીતિથી જોડાયેલા મામલામાં જેલમાં કેદ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મંગળવારે –સાત મેએ પણ સુપ્રીમમાં રાહત ના મળી. હવે આ મામલે આગામી સુનાવણી નવ મેએ થશે. કોર્ટે સ્પષ્ટ નથી કર્યું કે વચગાળાના જામીન પર ચુકાદો આપશે.
સુપ્રીમ કોર્ટમાં દિલ્હી આબકારી નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં ED દ્વારા ધરપકડને પડકાર આપતી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ હતી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ સુનાવણી કરી રહી હતી. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે EDને કહ્યું હતું કે એ ચૂંટણીને કારણે કેજરીવાલની વચગાળાની જામીન પર વિચાર કરી શકે છે.

EDના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે CM કેજરીવાલ પુરાવા નષ્ટ કરવા અને રૂ. 100 કરોડ હવાલા દ્વારા મોકલવાનો આરોપ છે. એના પર કોર્ટે કહ્યું હતું કે રૂ. 100 કરોડ પ્રોસિડસ ઓફ ક્રાઇમ છે, પરંતુ કૌભાંડને રૂ. 1100 કરોડ બતાવવામાં આવી રહ્યા છે. આટલો વધારો કઈ રીતે થયો? એના પર EDના વકીલે કહ્યું હતું કે હોલસેલ વેપારીએને ખોટી રીતે મોટો લાભ કરાવવામાં આવ્યો છે. પ્રારંભમાં અમારી તપાસના કેન્દ્રમાં કેજરીવાલ નહોતા. તપાસના ક્રમમાં તેમનું નામ બહાર આવ્યું હતું.એ કહેવું ખોટું છે કે અમે કેજરીવાલને નિશાન બનાવવા માટે સાક્ષીઓથી તેમના વિશે સવાલ કર્યા છે. સાક્ષીઓ તરફથી મેજિસ્ટ્રેટની સામે કલમ 164ના નિવેદનને જોઈ શકાય છે.
કોર્ટે કહ્યું હતું કે શું ધરપકડ PMLA કલમ 19નું યોગ્ય પાલન થયું છે, પણ ધરપકડ પછી કેજરીવાલની ધરપકડમાં બે વર્ષનો સમય લાગવો એ યોગ્ય નથી.
EDએ કહ્યું હતું કે અમારી પાસે પુરાવા છે કે ખુદ કેજરીવાલે રૂ. 100 કરોડની માગ કરી છે. એ વાતના પણ પુરાવા છે કે ગોવા ચૂંટણીના સમયે જે 7 સ્ટાર હોટેલ હયાતમાં રોકાયા હતા. તેના બિલની ચુકવણી ચેરિયટ એન્ટરપ્રાઇઝીસે કરી હતી.














કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પરિવાર સાથે નારાયણપુરા વિસ્તારમાં આવેલ સબ ઝૉનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પત્ની સાથે પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું. મતદાન કર્યું.

સી. આર. પાટીલે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ ઉમાભવન પાસેની ઉત્તર ગુજરાત સ્કૂલમાં મતદાન કર્યું.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની, દીકરા અને પુત્રવધુ સાથે અમદાવાદના મકરબા વિસ્તારમાં મતદાન કર્યું.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરના સેક્ટર-19 સુવિધા કેન્દ્ર પર મતદાન કર્યું.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુરના વડનગરમાં મતદાન કર્યું
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકામાં મતદાન કર્યું.
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મતદાન કર્યું.
લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતના ચર્ચિચ ચહેરાઓમાંના એક કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પોતાના વતન અબાસણામાં મતદાન કર્યું.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી મત વિસ્તાર માટે મતદાન કર્યું.
આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આંકલાવના કેશવપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
કથાકાર મોરારિ બાપુએ કર્યું મતદાન, તલગાજરડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી.





ચૂંટણીમાં ભારે ખર્ચનો મુદ્દો સતત ગંભીર થતો જાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસનો કુલ ખર્ચ જ રૂ. 20 અબજથી વધુ બતાવવામાં આવી રહ્યો છે. જન પ્રતિનિધિત્વ કાનૂન, 1951 હેઠળ ઉમેદવારના ખાનગી ખર્ચની મર્યાદા નક્કી છે, પરંતુ પાર્ટીઓ પર સીધો ખર્ચ કરવા અથવા થર્ડ પાર્ટી દ્વારા ખર્ચ કરવાની એવી કોઈ મર્યાદા નથી.
વહેલી સવારે 7-45 કલાકની આસપાસ વડાપ્રધાન નરેદ્ર મોદી રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું. કેસરી રંગના વસ્ત્રો પહેરીને એકદમ ચૂસ્ત સુરક્ષાના કાફલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બલોલ નગર નજીકથી નિશાંત સ્કૂલ સુધી પગપાળા લોકોનું અભિવાદન ઝિલતાં વોટિંગ કરવા પહોંચ્યા હતા.
વોટિંગ કરીને પરત ફર્યા બાદ રાણીપમાં મીડિયા સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીના મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી જ અમિત શાહ અને ભાજપાના અગ્રણી કાર્યકર્તાઓ હાજર હતા.
વડાપ્રધાનનું રાણીપમાં મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરાના કામેશ્વર મહાદેવ અંકુર વિસ્તારમાં આવેલા મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. અમિત શાહે મતદાન કર્યા બાદ નજીકના કામેશ્વર મહાદેવ ખાતે દર્શન કરી મીડિયા સાથે સંવાદ કર્યો હતો.







