લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. આને કારણે, મંગળવારે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ જાહેરાત કરી કે તેઓએ રાજ્યમાં નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્રણ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે પણ કહ્યું કે તેઓએ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
ત્રણેય ધારાસભ્યોએ રોહતકમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્ય ગાઉન્ડરે કહ્યું, અમે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતદાન કેન્દ્ર શહેરના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં છે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહનું મતદાન કેન્દ્ર નારણપુરા વિસ્તારના કામેશ્વર મહાદેવની બાજુમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રી ગુજરાતના સ્થાનિક હોવાથી જબરજસ્ત લોક ચાહના ધરાવે છે. સભા સરઘસમાં તો એમને જોવા મળવા ટોળા ઉમટી પડે પણ મતદાન કરવા આવે ત્યારે એક અલગ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં લોકો પક્ષના ઝંડા, પ્લેકાર્ડ, ખેસ, ટોપીઓ સાથે સમગ્ર વિસ્તારમાં માર્ગોની બંને તરફ ગોઠવાઇ ગયા હતા.રાણીપના બલોલ નગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પગપાળા મતદાન મથક સુધી લોકોનું અભિવાદન ઝિલતા ઉમળકા સાથે પહોંચ્યા હતા. નિશાંત સ્કૂલમાંથી જ્યારે નરેન્દ્ર મોદી મતદાન કરીને પરત ફર્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. પ્લેકાર્ડ લઇને ઉભેલા બાળકોને જઇને મળ્યા. બાળકોને વ્હાલથી માથે હાથ ફેરવી સાંત્વના આપી.. ઓટોગ્રાફ આપ્યા હતા. સોસાયટીના નાકે પાળી પર કલાકોથી વડાપ્રધાનને મળવાની રાહ જોતી અને પોતે બનાવેલું ચિત્ર બતાવવા આતુર બાળકી તરફ નજર પડતાં જ વડાપ્રધાન એની નજીક ગયા. રેલિંગની પેલે પારથી બાળકીએ બનાવેલું નરેન્દ્ર મોદીનું ચિત્ર લઇ એની પર પેનથી વડાપ્રધાને ઓટોગ્રાફ આપ્યો. બાળકી અને નરેન્દ્રભાઇના ચાહકો વડાપ્રધાનની બાળકો પ્રત્યેની લાગણી જોઇ ભાવવિભોર થઇ ગયા.આજ રીતે નારણપુરામાં અમિત શાહ જે મતદાન કેન્દ્ર પર મત આપે છે એ બુથની બહાર એક બાળકી કેન્દ્રના ગૃહમંત્રીનું પોટ્રેટ ચિત્ર તૈયાર કરી ઉભી હતી. અમિતભાઇએ બાળકીને મળીને ઓટોગ્રાફ આપ્યા હતા.સામાન્ય રીતે ભારત દેશમાં બાળકો કે યુવાનો ફિલ્મ સ્ટાર્સ કે ક્રિકેટ પ્લેયર્સના જબરા ફેન હોય છે. એમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ માટે પડા પડી કરે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારથી જ દરેક વર્ગના લોકો એમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ્સ માટે પડાપડી કરે છે. જે એમના વર્ષોના જાહેર જીવનની લોકપ્રિયતા બતાવે છે.
સુરત: ઘોડ દોડ રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
આ પરિવારમાં 74 વર્ષીય દાદા સાંવરપ્રસાદ બુધિયા તથા તેમના ૫૦ વર્ષીય પુત્ર વિશાલભાઈ અને વિશલભાઈની બે પુત્રીઓ ખુશી અને ઝીલ મતદાન માટે આવ્યા હતા. પ્રથમવાર મતદાન કરનાર ખુશીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, જયારે કોઈ પ્રસંગની રાહ જોઈએ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી. પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે. નાની બહેન ૧૮ વર્ષીય ઝીલે પણ પ્રથમવાર મતદાન કરીને કહ્યું કે, લોકશાહીના પર્વમાં ભાગીદાર થયાનો આનંદ અને ગૌરવ છે.
ત્રીજા તબક્કાનું મતદાન શરૂ છે. અને રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં લગભગ 47.3 ટકા જેટલુ મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આ લોકશાહીના અવસામાં બોટાજના જિલ્લાના નાના બાળકોને લઈ મતદાન મથકે પહોંચેલી મહિલાઓને માટે જિલ્લા મતદાન કેન્દ્રએ રાહત આપી છે. મતદાન મથક ખાકે ઘોડિયામાં રાખવામાં આવ્યા છે. જેથી મહિલાઓને બાળકોની ચિંતા કરવી ના પડે. આ ઉપરાંત બાળકોની સાર સંભાળ આંગણવાડીની બહેનો રાખશે.
તો બીજી બાજુ લોકશાહી પર્વની ઉજવણી માટે લોકોને ઉંમર આડે આવતી નથી. ઉંમર માત્ર આંકડા છે જેની ઉદાહરણ પુરુ પાડ્યું છે મોરબી તાલુકાના તેજીબને કલાભાઈ શરશીયા જેમણી ઉંમર 107 વર્ષ હોવા છતા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા.આ ઉંમરેને ધ્યાને મતદાન કેન્દ્ર અધિકારીઓ દ્વારા તેજીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલીક એવી મહિલાઓનું પણ લોકશાહીના પર્વની ઉજવણી મહત્વનો ફાળો છે જેમની ઉંમર હોવા છતા પણ મતદાન માટે અગ્રેસર રહ્યા હોય.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના મતદાન પ્રસંગે પીવીજીટી કાથોડી પરિવારેની મહિલાઓ લગભગ 75 વર્ષમાં પહેલા મતધિકારનો લાભ ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચની પ્રસંસનીય કામગીરીને લઈ 75 વર્ષથી વંચીક લોકોને પણ દેશના મહાપર્વમાં ભાગ લેવાનો પ્રથમ વખત લાભ મળ્યો છે.
જ્યારે બીજી બાજુ મહિલા મતદાનને પ્રેરણા આપવા માટે મતદાન કેન્દ્ર પર મહેંદી અને નેલ આર્ટની સેવા ઉપલબ્ધ કરવા આવી છે. ગારીયાધારના માનપુર બુથ પર લોકશાહી પર્વની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું છે. ત્રીજા તબક્કામાં બંગાળમાં 63.1 અને UPમાં 46.78 ટકા મતદાન થયું છે. મહારાષ્ટ્ર અને બિહાર ત્રીજા તબક્કામાં ત્રણ કલાક સુધી દેશમાં 50.71 ટકા મતદાન થયું છે.
દેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે જે મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન મથક પર પહોંચી ગયા હશે તેમને ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી 53.60% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 63.11% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 42.63% હતું. આ ઉપરાંત આસામમાં 63.08%, બિહારમાં 46.69%, છત્તીસગઢમાં 58.19%, દાદરા અને નગર હવેલી દમણ દીવમાં 52.43%, ગોવામાં 61.39%, ગુજરાતમાં 47.03%, કર્ણાટકમાં 54.20%, મધ્યપ્રદેશમાં 54.09% ઉત્તર પ્રદેશમાં 46.78% મતદાન થયું હતું.બિહારમાં વોટિંગ દરમિયાન હાર્ટ એટેકથી બે લોકોના મોતના સમાચાર છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળમાં, મુર્શિદાબાદના બીજેપી ઉમેદવાર અને ટીએમસી સમર્થક વચ્ચે ઘર્ષણ થયું.
આ તબક્કામાં, ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 7 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્ય મંત્રીની પ્રતિષ્ઠા દાવ પર છે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 1229 પુરૂષ અને 123 (9%) મહિલાઓ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ, 244 ઉમેદવારો ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે. 392 ઉમેદવારો પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે.
ત્રીજા તબક્કા સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યોમાં આ પ્રમાણે મતદાન થયું છે. આસામમાં 63.08 ટકા, બિહારમાં 46.70 ટકા, છત્તીસગઢમાં 58.20 ટકા, દાદરા નગરહવેલીમાં 52.43 ટકા, ગોવામાં 61.39 ટકા, ગુજરાતમાં 47.03, કર્ણાટકમાં 54.20 ટકા, મધ્ય પ્રદેશમાં 54.09 ટકા, મહારાષ્ટ્રમાં 42.63 ટકા, ઉત્તર પ્રદેશમાં 46.78 ટકા અને પશ્ચિમ બંગાળમાં 63.11 ટકાનું મતદાન થયું હતું.
ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એકબાજુ આગ વરસાવતી ગરમી છે જ્યારે બીજી બાજુ મતદારો મતદાન કરવા લાંબી કતારોમાં ઉભા છે. બપોરે 1 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 38.83 ટકા મતદાન નોંધાયુ હતુ. જ્યારે તાજેતરની વાત કરીએ તો ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધી 47.3 ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં સૌથી વધુ 58.05 ટકા મતદાન વલસાડમાં નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદ પૂર્વમાં 43.55 ટકા, અમદાવાદ પશ્ચિમમાં 42.21 ટકા. અમરેલીમાં 37.82 ટકા મતદાન નોંધાયું હતું.
આણંદમાં 52.49 ટકા, બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન નોંધાયું હતું. બારડોલીમાં 51.97 ટકા, ભરૂચમાં 54.90 ટકા મતદાન નોંધાયું હતું. ભાવનગરમાં 40.96 ટકા, છોટાઉદેપુરમાં 54.24 ટકા, દાહોદમાં 46.97 ટકા મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધી ગાંધીનગરમાં 48.99 ટકા, જામનગરમાં 42.52 ટકા અને જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયું હતું.
બપોરે 3 વાગ્યા સુધીમાં કચ્છમાં 41.18 ટકા, ખેડામાં 46.11 ટકા મતદાન નોંધાયું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં મહેસાણામાં 48.15 ટકા જ્યારે નવસારીમાં 48.03 ટકા મતદાન નોંધાયું હતું. પંચમહાલમાં 45.72 ટકા, પાટણમાં 46.69 ટકા અને પોરબંદરમાં 37.96 ટકા મતદાન નોંધાયું હતું.
જયારે રાજકોટમાં 46.47 ટકા મતદાન નોંધાયું છે. બપોરે 3 વાગ્યા સુધી સાબરકાંઠામાં 50.36 ટકા, સુરેન્દ્રનગરમાં 40.93 ટકા, વડોદરામાં 48.48 ટકા અને વલસાડમાં 3 વાગ્યા સુધી 58.05 ટકા મતદાન થયું હતું.
અમદાવાદ: ગુજરાતમાં મે મહિનો એટલે કાળઝાળ ગરમી અને લૂની ઋતુ. પણ ચૂંટણી પંચે ભારે જહેમત ઉઠાવી મતદારો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રયત્નો કર્યા છે. 7મી મે ની વહલી સવારથી જ મતદાન મોટાપાયે શરૂ થઇ ગયું. ચૂંટણી વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓએ તમામ મતદાન મથકો પર મતદારોને ગરમીનો સામનો ના કરવો પડે એવી અલગ-અલગ જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી છે.
એક સાથે ટોળું, કતારો અને અવ્યવસ્થા ન સર્જાય એ માટે મતદાન કેન્દ્રો પર વધુ બુથ બનાવ્યા. આ સાથે વધુ મતદારો એકઠા થાય અને કતારો લાગે ત્યારે બહારના ભાગમાં વિશાળ મંડપ બાંધ્યા. મતદાન મથકની બહાર સ્ત્રી અને પુરુષ મતદારોની અલગ કતારો બનાવી હતી.43 ડીગ્રી જેટલા તાપમાનમાં જ્યારે મતદારો ઉભા રહી શકે એ માટે મજબુત મંડપની વ્યવસ્થા કરી. જેથી તમામ સુરક્ષા કર્મચારી, ચૂંટણી વ્યવસ્થા કર્મચારી તેમજ મતદારો છાંયે ઉભા રહી શકે.
કોર્ટે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના પાંચમા આરોપી મોહમ્મદ રફીક ચૌધરીને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તે 13 મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. રફીક ચૌધરીને ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે મકોકા કોર્ટમાં રજૂ કર્યો હતો. તે માત્ર મુંબઈનો રહેવાસી છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ તે મુંબઈ છોડીને ભાગી ગયો હતો. કેસની તપાસ દરમિયાન રફીકની ભૂમિકાનો ખુલાસો થયો હતો જે બાદ પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તેના પર ફાઇનાન્સ અને આરોપીઓને મદદ કરવાનો આરોપ છે.
સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં રફીક ચૌધરીની ધરપકડ
તમને જણાવી દઈએ કે મંગળવારે મુંબઈમાં ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે પાંચમા આરોપી મોહમ્મદ રફીક ચૌધરીની ધરપકડ કરી હતી. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી છે. તેના પર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં સામેલ શૂટર્સને કથિત રીતે આર્થિક મદદ કરવાનો આરોપ છે.
અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશ્વિમ વિસ્તારમાં વહેલી સવારથી જ મતદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો.
સોશિયલ મિડીયા, હોર્ડિંગ્સ, ટેલિવિઝન તેમજ અન્ય માધ્યમો દ્વારા મતદાન કરવા માટે ઇલેક્શન કમિશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ અને સમાજના અગ્રણીઓની અપીલની અસર વહેલી સવારથી જ મતદાન મથકો પર જોવા મળી હતી.એકદમ યુવાન મતદારો તેમજ વયોવૃધ્ધ કે જેઓ ટેકા વગર ચાલી પણ ના શકતા હોય એવા લોકોએ મતદાન કરવામાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો.દરેક મતદાન મથક પર ચૂટણી સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ, સુરક્ષા સાથે સંકળાયેલા પોલીસ, અર્ધ લશ્કરી દળના જવાનો અને પક્ષના કાર્યકર્તાઓએ ખડેપગે હાજર રહી મતદારોને મદદ કરતાં હતા.અમદાવાદમાં મતદાન મથક બહાર ટેબલથી માંડી વોટિંગ માટેના રૂમ સુધી મતદારોની સરળતા માટે ચૂંટણી વિભાગ દ્વારા સુવિધાઓ ઉભી કરી હતી.
અમદાવાદ: ચૂંટણી લોકસભાની હોય કે પંચાયતની દરેક વોટ કિંમતી હોય છે. એટલે જ દરેક રાજકીય પક્ષો, નેતાઓ તેમજ ચૂંટણી પંચ મતદાનને લોકશાહીનું પર્વ માને છે. આ અવસરનો સૌ લાભ લઇને ગમતી વ્યક્તિ અને સરકારને ચૂંટે એ માટે અનેક લોકો સતત પ્રયત્નશીલ રહે છે. લોકસભા 2024ની ચૂંટણી ભર ઉનાળે આવી છે. એમાંય વૃધ્ધો અને બિમાર લોકોને માટે જોખમી થાય એવી મોસમથી સૌ કોઇ ઓછા મતદાનથી ચિંતામાં રહ્યા.ચૂંટણી પંચ, રાજકીય પક્ષોએ લોકોને ઘરમાંથી મતદાન મથક સુધી પહોંચાડવા રજાની જાહેરાત કરી. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મફત પ્રવાસ કરી શકાશે એવી વ્યવસ્થા કરી. કેટલાક સ્થળોએ ઘરથી મતદાન મથક સુધી પહોંચાડવા પણ વ્યવસ્થાઓ કરાઇ. આ સાથે વૃધ્ધ અને બિમાર લોકો જેવા મતદાન મથક પર ઉતરે ત્યારે એમને વ્હીલ ચેરમાં બેસાડી મતદાનના બુથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
એકલા અમદાવાદ શહેરમાં જ દરેક બુથ પર વૃધ્ધ અને બિમાર માણસો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેવી રીતે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉદ્યોગપતિઓ, ક્લબો, સહકારી બેંકો અને સામાજિક સંસ્થાઓએ અપીલ કરી એવી જ રીતે તમામ મતદાન મથકો પર વ્હીલચેરની વ્યવસ્થામાં સૌ સહભાગી થયા.જુદી-જુદી સહકારી બેંકો, સ્વૈચ્છિક સંસ્થાઓના લોગોવાળી એકદમ નવી નક્કોર વ્હીલચેર મતદાન મથકની બહાર જોવા મળી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરમાં મતદાનની શરુઆત થતાં જ ઠંડા પહોરે વૃધ્ધ અને બિમાર લોકોએ સૌથી વધારે મતદાન કર્યું હતું.