ગરમીથી બચવા મતદાન કેન્દ્રો પર મંડપની વ્યવસ્થા

અમદાવાદ: ગુજરાતમાં  મે મહિનો એટલે કાળઝાળ ગરમી અને લૂની ઋતુ. પણ ચૂંટણી પંચે ભારે જહેમત ઉઠાવી મતદારો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રયત્નો કર્યા છે.
7મી મે ની વહલી સવારથી જ મતદાન મોટાપાયે શરૂ થઇ ગયું. ચૂંટણી વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓએ તમામ મતદાન મથકો પર મતદારોને ગરમીનો સામનો ના કરવો પડે એવી અલગ-અલગ જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી છે.

એક સાથે ટોળું, કતારો અને અવ્યવસ્થા ન સર્જાય એ માટે મતદાન કેન્દ્રો પર વધુ બુથ બનાવ્યા. આ સાથે વધુ મતદારો એકઠા થાય અને કતારો લાગે ત્યારે બહારના ભાગમાં વિશાળ મંડપ બાંધ્યા. મતદાન મથકની બહાર સ્ત્રી અને પુરુષ મતદારોની અલગ કતારો બનાવી હતી.43 ડીગ્રી જેટલા તાપમાનમાં જ્યારે મતદારો ઉભા રહી શકે એ માટે મજબુત મંડપની વ્યવસ્થા કરી. જેથી તમામ સુરક્ષા કર્મચારી, ચૂંટણી વ્યવસ્થા કર્મચારી તેમજ મતદારો છાંયે ઉભા રહી શકે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)