રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યૂં છે. રાજ્યમાં 24.35 ટકા મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આણંદમાં 11 વાગ્યા સુધીમાં 26.88 ટકા મત થયું છે. જ્યારે આણંદના વાંસકુવા મથક ખાતે મતદાન માટે લોકોને પ્રેરણા આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં લોકો મતદાન કરવા પર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ગ્રીન બુથ ખાતે ડોડીના રોપા રોપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મતદાન કેન્દ્રને એક મત એક વૃક્ષના નારા સાથે ગ્રીન મતદાન મથક કહેવામાં આવી રહ્યું છે.


ત્યારે બીજી બાજુ અમદાવાદ પૂર્વ લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ઠક્કરબાપાનગર વિધાનસભા મતવિસ્તારના બુથ પર પ્રોત્સાહનના ભાગરૂપે મતદાન કરનાર મતદાતાઓને તુલસીના છોડ આપવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાને છે. જ્યારે 1.85 લાખ મતદાન મથકો પર કુલ 17.24 કરોડ મતદારો તેમનો મતાધિકાર આપવા માટે પાત્ર છે.



ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે 10 સીટોમાંથી ત્રણ સીટો પર મુલાયમ સિંહ યાદવનો પરિવાર લડી રહ્યો છે, જેમાં મૈનપુરી, ફિરોઝાબાદ અને બદાયું સામેલ છે. યાદવ પરિવાર મુલાયમ સિંહની વિરાસતને આગળ વધારવા ચૂંટણી મેદાનમાં છે.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મિશ્ર પ્રતિસાદ મતદારોમાં જોવા મળ્યો છે. ક્યાંક મતદારોની કતારો તો ક્યાંક પાંખી હાજરી જોવા મળી છે. દરમિયાન આખી ચૂંટણીમાં સૌથી વધુ જેમના નામની ચર્ચા થઈ તેવા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ખુદ તેમને મત આપી શક્યા નથી. રૂપાલા અને તેમના હરીફ કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું.
રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય આંદોલનમાં છેવટ સુધી સમાધાન થયું નથી. આજે સવારે રૂપાલા એ અમરેલી પાસે આવેલા તેમના ગામ ઇશ્વરિયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું તો વિધાનસભા ના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ અમરેલીમાં મતદાન કરી રાજકોટ મત વિસ્તારમાં પહોંચ્યા હતા. રાજકોટ લોકસભાના આ બંને મુખ્ય પક્ષના ઉમેદવાર ખુદ પોતાને મત આપી શક્યા નથી. રાજકોટ લોકસભા બેઠક ઉપર આવું પહેલીવાર બન્યું છે.
રાજકોટમાં આજે સવારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હરિહર સોસાયટીમાં મતદાન કર્યું હતું. જ્યારે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું આ સમયે તેમણે ભાજપને 400થી વધુ અને ગુજરાતમાં તમામ બેઠકો મળશે તેવો દાવો કર્યો હતો.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વીંછિયા અને ભાનુબેન બાબરીયાએ રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની શાળામાં મતદાન કર્યું હતું. જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ વેરાવળ પાસે સૂપાસી ગામમાં મતદાન કર્યું હતું.
રાજકોટ બેઠક પર 11 વાગ્યા સુધીમાં 24.56 ટકા મતદાન થયું છે. બપોરે ગરમીના લીધે મતદાન ધીમું પડવાની સંભાવના છે.







ભૂમિકા હોવાથી ઠુકરાવ્યા બાદ શાહરૂખ ખાનને મળી હતી. એટલું જ નહીં શાહરૂખે પણ એક કારણથી પહેલાંના પાડી હતી. યશજીના પુત્ર ઉદય ચોપડા અને રિતિક રોશન વચ્ચે મિત્રતા હોવાથી એક વખત હોલિવૂડનીફિલ્મ ‘ડેડ કાલ્મ’ (૧૯૮૯) જોઈ અને એના પરથી હિન્દી ફિલ્મ બનાવવા સૂચન કર્યું. ત્યારે રિતિકે જ વિષયને ધ્યાનમાં રાખીને યશજીને ‘ડર’ નામ સૂચવ્યું હતું. યશજીને એ પસંદ આવ્યું હતું. ઘણાએ એમને કહ્યું હતું કે આવું તે કંઇ ટાઇટલ હોય.

