ગાંધીનગર: રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. 1,185 કરોડનાં કામોને મંજૂરી આપી છે. ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે. આ પ્રોજેક્ટોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ 383 કિમીને આવરી લેતા 24 કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.
ભારત સરકાર દ્વારા સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને વિશ્વનાં નકશા પર મૂકવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને બરોબર 17 મહિના પહેલા આ માસ્ટર પ્લાનનો મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો હેતુ વર્ષ-2047 સુધી સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.
વર્ષ 2024માં નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા આ વ્યાપક આર્થિક માસ્ટર પ્લાન અંગે મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “સુરત ઇકોનોમિક રિજિયન માટેનો આ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર તરીકે દૃષ્ટિવંત, ગતિશીલ અને સર્વસમાવેશી વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”
જિલ્લાવાર ફાળવણીમાં સુરતને રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે. કારણ કે દક્ષિણ ગુજરાતનાં વિકાસમાં સુરતની મુખ્ય ભૂમિકા રહી છે. વલસાડ જિલ્લાને રૂ. 264 કરોડની મંજૂરી આપી છે જ્યારે બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓમાં કામો માટે ફાળવવવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોકાણો દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્લસ્ટરો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત કરવા માટે છે. વિશ્વમાં દરિયાકાંઠાના વિસ્તારો અને સારી રીતે જોડાયેલા આંતરિક પ્રદેશો અદ્યતન ટ્રેડિંગ સેન્ટર તરીકે ઉભરી રહ્યા હોવાથી રાજ્ય સરકાર મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યૂહાત્મક સ્થાનને કારણે સુરતને દેશમાં આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે પસંદ કરાયેલા ચાર પાયલોટ શહેર પ્રદેશોમાં સ્થાન મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનો મજબૂત આધાર છે, જ્યારે નવસારી કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને નાના પાયાના ઉત્પાદન માટે જાણીતું છે. તાપી જિલ્લામાં એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગો, કાગળ ઉત્પાદન અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે. વલસાડ જિલ્લામાં કેમિકલ ઉદ્યોગો, વેપાર તથા પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓનો સંયોજન જોવા મળે છે. જ્યારે ડાંગ જિલ્લો મોટા ભાગે જંગલ અને આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી તેની આર્થિક પ્રવૃત્તિઓ કૃષિ, વનઉત્પાદન અને મૂળભૂત સેવાઓ પર આધારિત છે.
સુરત આર્થિક પ્રદેશના વિકાસ માટેનો બ્લુપ્રિન્ટ તૈયાર થયા પછી હવે રાજ્ય સરકારનું લક્ષ્ય ઉત્પાદન કેન્દ્રો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડીને વૈશ્વિક ટ્રેડિંગ હબ ઉભું કરવાનું છે. જે વૈશ્વિક સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની શકે. હાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી અંદાજે 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલરથી વધુ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી છે. માર્ગ સુધારણા અને વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. 1,185 કરોડની મંજૂરી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રાજ્ય સરકારની વિકાસ રણનીતિમાં ટકાઉ વિકાસ, આર્થિક વૈવિધ્યતા અને સંતુલિત પ્રાદેશિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના દ્વારા સુરત તથા આસપાસના જિલ્લાઓને મજબૂત આર્થિક શક્તિ કેન્દ્ર તરીકે વિકસાવવાનું ઉદ્દેશ છે.
સુરતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, મજબૂત પરિવહન જોડાણ અને વિકસિત ઔદ્યોગિક માળખું તેને નવા ક્ષેત્રોમાં વિસ્તરણ માટે અનુકૂળ બનાવે છે. પ્રદેશને એક્સપ્રેસવે, રેલવે જોડાણ, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્કનો લાભ મળે છે. રાજ્ય સરકારે ભવિષ્યના વિકાસ માટે ટકાઉ કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ પણ કરી છે, જેથી આ પ્રદેશને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવી શકાય.



આ મંદિર નોરવોક શહેરના પાયોનિયર ( pioneer) અને ઇમપીરિયલ (Imperial) સ્ટ્રીટ પર આવેલા છે. જેનો પાયો 1978ના વર્ષમાં નખાયો હતો. એટલે જ તેને પાયોનિયર કહેવાય છે. ઇમપીરિયલમાં Imp એટલે મહત્વનું અને રિયલ એટલે ખરું એવો અર્થ થાય છે.

લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા મંદિરને ભૂદેવો પણ સતત સેવા પૂજામાં ભાગીદાર થયા. સાથે જે તે મંદિરના ટ્રસ્ટીઓ પણ સહભાગી બન્યા. આ કાર્યક્રમમાં સેરિટોસ સીટીના પૂર્વ મેયર ને હાલના કાઉન્સિલર નરેશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.




શ્રી કાંચી મહાસ્વામી ટ્રસ્ટના અધ્યક્ષ, ડૉ. વી. શંકર; બ્લુ ક્રોસ ઓફ ઈન્ડિયાના સહ-સ્થાપક અને અધ્યક્ષ એમેરિટસ, ડૉ. ચિન્ની કૃષ્ણ; મુલમુલના પ્રતિનિધિ, નિવેદિતા; અને કાંચી મહાસ્વામી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને ભક્તોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. કલાઈમામણિ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત અભિનેત્રી રેવતી શંકરન દ્વારા ‘શંકરા’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. શંકરાનો ઉપયોગ મંદિરમાં સલામત, ક્રૂરતા-મુક્ત રીતે પરંપરાગત વિધી કરવા માટે કરવામાં આવશે. જે વાસ્તવિક હાથીઓને જંગલોમાં તેમના પરિવારો સાથે રહેવામાં મદદ કરશે.
મંદિરમાં જીવંત હાથીઓ ક્યારેય રાખવા કે ભાડે ન લાવવા પડે. તેવા કરુણાપૂર્ણ નિર્ણયને માન્યતા આપવા માટે PETA ઈન્ડિયા દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. આ નવા હાથી સહિત PETA દ્વારા તમિલનાડુમાં ત્રણ યાંત્રિક હાથી દાન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, PETA ઇન્ડિયાએ દેશભરમાં 23 રોબોટિક હાથીઓનું દાન કર્યું છે. યાંત્રિક હાથીનું ઉદ્ઘાટન સમારોહ અને ઓયિલ્ટ્ટમ, મયિલ્ટ્ટમ, કરગટ્ટમ અને પુલિઅટ્ટમ પ્રદર્શન સાથે કરવામાં આવ્યું હતું.
અભિનેતા અર્જુન રામપાલે કહ્યું, “શ્રી કાંચી મહાસ્વામી વિદ્યા મંદિરમાં આ વિચારશીલ પહેલનો ભાગ બનવું એ એક સૌભાગ્યની વાત છે. આપણા મંદિરો શ્રદ્ધા, શક્તિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે – પરંતુ તે આપણને કરુણાની પણ યાદ અપાવે છે. હું PETA ઇન્ડિયાને આ જીવંત-કદના યાંત્રિક હાથીને ભેટ આપવા બદલ પ્રશંસા કરું છું, જે ખાતરી કરે છે કે પવિત્ર વિધિઓ ગૌરવ અને સલામતી સાથે ચાલુ રહી શકે છે. જ્યારે આપણે બધા જીવોનું રક્ષણ અને આદર કરીએ છીએ, ત્યારે આપણે ભગવાનને માન આપીએ છીએ.”
કલાઈમામણી પુરસ્કાર વિજેતા અભિનેત્રી રેવતી શંકરને કહ્યું, “મને શંકરાનું ઉદ્ઘાટન કરતા ખરેખર આનંદ થાય છે અને આ અદ્ભુત પહેલ માટે PETAની આભારી છું. સમય બદલાયો છે, હવે સમય આવી ગયો છે કે આપણી પરંપરાઓ તેમની સાથે વિકસિત થાય. ધાર્મિક વિધિઓ કે ઉજવણીઓ માટે પ્રાણીઓને દુઃખ કે અગવડતાનો સામનો કરવો ન જોઈએ. રોબોટિક હાથી એક પ્રગતિશીલ વિકલ્પ છે, પછી ભલે તે મંદિર સમારોહ માટે હોય કે લગ્ન માટે. હું દરેકને સકારાત્મક રીતે વિચારવા, ટેકનોલોજીને અપનાવવા અને એક સરળ સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરું છું: કોઈ પણ પ્રાણીને ક્યારેય નુકસાન ન થવું જોઈએ.”
હાથીઓ બુદ્ધિશાળી, સક્રિય અને સમૂહમાં રહેતા જંગલી પ્રાણીઓ છે. કેદમાં, તેમને માર મારવા, શસ્ત્રો અને બળનો ઉપયોગ કરીને સરઘસમાં ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે. મંદિરો અને અન્ય સ્થળોએ બંદી બનાવવામાં આવેલા મોટાભાગના હાથીઓને કલાકો સુધી કોંક્રિટમાં સાંકળોથી બાંધી રાખવાને કારણે પગની પીડાદાયક સમસ્યાઓ અને પગના ઘાથી પીડાય છે. મોટાભાગના હાથીઓને પૂરતો ખોરાક, પાણી, પશુચિકિત્સા સંભાળ અને કુદરતી જીવનનો કોઈ પણ દેખાવ નકારવામાં આવે છે. આ નરકની પરિસ્થિતિઓમાં, ઘણા હાથીઓ ખૂબ જ હતાશ થઈ જાય છે અને મારપીટ કરે છે, ઘણીવાર મહાવત્સ અથવા અન્ય માનવો અથવા પ્રાણીઓને મારી નાખે છે.
યાંત્રિક હાથી 3-મીટર ઊંચા હોય છે અને 500 કિલોગ્રામ વજન ધરાવે છે. તે રબર, ફાઇબર, ધાતુ, જાળી, ફીણ અને સ્ટીલથી બનેલા હોય છે અને પાંચ મોટર પર ચાલે છે. યાંત્રિક હાથી વાસ્તવિક હાથીની જેમ દેખાય છે, અનુભવે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. તે માથું હલાવી શકે છે, કાન અને આંખો પટપટાવી શકે છે, પૂંછડી હલાવી શકે છે, સૂંઢ ઉંચી કરી શકે છે અને પાણી પણ છાંટી શકે છે. તેના પર ચઢી શકાય છે, અને પાછળની બાજુએ બેઠક લગાવી શકાય છે. તેમને ફક્ત વીજળીથી પ્લગ કરીને ચલાવી શકાય છે. તેમને શેરીઓમાં લઈ જઈ શકાય છે અને વ્હીલબેઝ પર બેસાડી શકાય છે, જેનાથી તેમને ધાર્મિક વિધિઓ અને સરઘસો માટે ખસેડવામાં અને ધકેલવામાં સરળતા રહે.
આ કાર્યક્રમમાં 250થી વધુ ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નીતિનિર્માતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા. તેમણે 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર મહિલાઓને સન્માનિત કરી. સન્માનિત થનાર મહિલાઓની પસંદગી કડક જ્યુરી પ્રક્રિયા અને નૉમિનેશન આધારિત પદ્ધતિ દ્વારા કરવામાં આવી. જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંનેનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય. ગાંધીનગર (ઉત્તર) ના ધારાસભ્ય રિટાબેન પટેલ, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ સુનયના તોમર અને પી.સી. સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ સહિત અનેક મહેમાનો કાર્યક્રમમાં હાજર રહ્યા.
વિવિધ ક્ષેત્રોમાં સન્માનિત થયેલી મહિલાઓમાં રક્ષા શુક્લા અને નીલમ કુલશ્રેષ્ઠા (સાહિત્ય); જિજ્ઞાશા ગોસ્વામી, હિમાલી ત્રિવેદી અને સાધના પરમાર (સામાજિક કાર્ય); રસના દવે અને ડૉ. ભાવિની સંદીપ શાહ (આરોગ્ય); ડૉ. મિરલ ઉત્કર્ષ પંચાલ, સુધા જોશી અને ગજ્જર ગીતાબેન મનુભાઈ (શિક્ષણ); અંજલી પ્રજેશકુમાર પટેલ અને પંખુરી સોની (યંગ અચિવર્સ); ડૉ. શિવાની કિનારીવાલા અને નમ્રતા રોનક શોધન (સંગીત); સેજલ જયદીપ બારોટ અને પ્રાચી પટવારી (ઉદ્યોગસાહસિકતા); ગિરા શાહ (પર્યાવરણ); આશા વર્વાભાઈ પટેલ (સ્પોર્ટ); પાયલ મહેતા (કોર્પોરેટ); આશા પ્રવીણ દાદ (દિવ્યાંગ); નિવેદિતા ગૌથી (ઇન્ટિરિયર ડિઝાઇન); ભાવના શૈલેષ મહેતા, હેતલ તેજસ ભટ્ટી, વિનિશા રૂપારેલ અને અભિપ્સા અપુર્વ દવે (કલા અને સંસ્કૃતિ); અનુરિતા રાઠોર જાડેજા (મીડિયા); તેમજ ખુશ્બૂ વૈદ્ય અને પરિધી કર્માકર (સ્ટાર્ટઅપ)નો સમાવેશ થાય છે.



ગુરુવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતેના કાર્યક્રમ “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” માં આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહિલાઓની આજીવિકા, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા પર વધતી જતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.







