નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલથી થયેલી ગેરવર્તણૂક અને મારપીટના મામલે એક નવો વિડિયો સામે આવ્યો છે. એ વિડિયો 13 મેના દિવસનો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલ CM હાઉસની અંદર બેઠી છે, જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. એ દરમ્યાન તે બિભવ પર ગુસ્સે થઈ રહી છે. આજે હું આ બધા લોકોને જણાવીશ, જે કરવું હોય એ કરો, તમારી પણ નોકરી ખાઇશ. તમે મારી વાત DCPથી કરાવો. હું SHO સિવિલ લાઇન્સથી વાત કરીશ, જે થશે એ અહીં જ થશે. મને હાથ લગાડ્યો તો તમારા લોકોની નોકરી પણ જશે, એમ તેણે કહ્યું હતું.
આ દરમ્યાન હાજર કર્મચારી સ્વાતિથી અરજ કરી રહ્યા છે. એના પર સ્વાતિ કહે છે કે મેં હમણાં 112 પર કોલ કરી દીધો છે. પોલીસને આવવા દો, એ પછી વાત કરીએ. એના પર કર્મચારી કહે છે કે પોલીસ તો બહાર આવશે. અહીં નહીં આવે. ત્યારે સ્વાતિ કહે છે, કે નહીં, હવે જે કંઈ થશે એ અંદર જ થશે. કર્મચારી સ્વાતિથી બહાર આવવાનો આગ્રહ કરે છે, ત્યારે તે કહે છે કે ફેંકી દો ઉઠાવીને ફેંકી દો…
IANS Exclusive
In visuals: Swati Maliwal assault case, incident captured on camera at Delhi CM official residence – 13th May pic.twitter.com/AIdTl1ebGO
સ્વાતિ માલીવાલે આ વિડિયો સામે આવ્યા પછી તીખી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે દરેક વખતની જેમ આ વખતે આ રાજકીય હિટમેને ખુદને બચાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે.
हर बार की तरह इस बार भी इस राजनीतिक हिटमैन ने ख़ुद को बचाने की कोशिशें शुरू कर दी हैं।
अपने लोगों से ट्वीट्स करवाके, आधि बिना संदर्भ की वीडियो चलाके इसे लगता है ये इस अपराध को अंजाम देके ख़ुद को बचा लेगा। कोई किसी को पीटते हुए वीडियो बनाता है भला? घर के अंदर की और कमरे की CCTV…
પોતાના લોકોને ટ્વિટસ કરાવીને અડધા વિના સંદર્ભના વિડિયો ચલાવીને એને લાગે છે કે તે આ અપરાધને અંજામ આપીને ખુદને બચાવી લેશે. ઘરના અંદરના કેમેરાના CCTV ફુટેજની તપાસ થતાં જ સત્ય સૌની સામે હશે, એમ તેમણે કહ્યું હતું.
સુરત: હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં અનેક તથ્યો સામે આવ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે તપાસ દરમિયાનની મોટી વાતો કરી હતી. મૌલવી પાસેથી બે અલગ-અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા છે. તો બીજી તરફ મૌલાના સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે. જેમાં સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું છે.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફરપુરથી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિર અલગ-અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો. બીજી તરફ શહેનાઝ પાકિસ્તાની છે અને તેનો એક હેન્ડલર પણ છે. તેણે 17 જેટલા વર્ચ્યુલ નંબરનો ઉપયોગ ધમકીઓ આપવા માટે કર્યો છે. જ્યારે 42 ઇ-મેઈલ આઇ.ડી. પરથી શહેનાઝે હિન્દુવાદી નેતાઓને ધમકીઓ આપી છે.આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા હોવાની માહિતી સામે આવી છે. સાથે-સાથે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો. સુરત પોલીસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરી હતી. આ શકીલ ઉર્ફે રઝાએ પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના ડોગરે આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો. આ આરોપીઓ દ્વારા સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.
પોલીસનું વધુમાં કહેવું છે ઉત્તર પ્રદેશ A.T.S. અને પંજાબ પોલીસનો અમે સંપર્ક કરી રહ્યા છે. સાથે જ ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પૈસા ટ્રાન્સફર કરવા આરોપીઓ હવાલાનો ઉપયોગ કરતા હતા. શહેનાઝ પાસેથી ભારત અને નેપાળની નાગરિકતા મળી આવી છે,જેને વેરીફાઈ કરવામાં આવી રહી છે.
મુંબઈની જેલમાં એક કેદીને ફાંસીની સજા અપાઈ રહી છે. કેદીના આખરી વક્તમાં પાદરી (પી. જયરાજ) બાઈબલનો પાઠ વાંચી રહ્યા છે, કેદી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો છે. અચાનક જેલનો સીન કટ થાય છે ને કૅમેરા વગદાર બિઝનેસમૅન ધરમદાસ (પ્રેમનાથ)ની આલીશાન ઓફિસ પણ મંડાયો છે. એક હાથમાં ફોનનું રિસીવર પકડી, બીજા હાથે પેપરવેઈટ રમાડતાં ધરમદાસ ગવર્નર (કૃષ્ણકાંત-કે.કે.)ને ફોન પર ફાંસી અટકાવવાની વિનંતી કરી રહ્યા છેઃ “યૉર એક્સલન્સી, જો આ ફાંસી આપવામાં આવી તો… કાનૂન ઔર ઈન્સાફ કે નામ પર બહુત બડા દાગ લગેગા.” ફરી કારાગૃહનું દશ્ય. જલ્લાદ કેદીને લટકાવવા લીવર ખેંચી જ રહ્યો હોય છે ત્યાં એક અફસર દોડતો આવે છેઃ “જેલર સાહેબ, ગવર્નરનો ફોન છે, ફાંસી આપવાની નથી”… પરસેવે રેબઝેબ કેદી પાદરીના ગળામાં લટકતા ક્રૉસને ચુંબન કરે છે. કટ ટુ શેઠ ધરમદાસ. પરદા પર એની પૂંઠ દેખાય છે. રિવોલ્વિંગ ચેરને ટર્ન આપી એ પ્રેક્ષક સમક્ષ આવે છે. એના ચહેરા પર મંદ સ્મિત છે. એ ચેરમાંથી ઊભા થાય છે કે તરત એનો સેક્રેટરી (ઈફ્તેખાર) સિગાર સળગાવી આપે છે. ધડામ્ ધડામ્ મ્યુઝિક: “ફિરોઝ ખાન પ્રેઝન્ટ્સ- પ્રેમનાથ ઈન ઍન્ડ ઍઝઃ ધર્માત્મા”.
સુપરડુપર હિટ ‘ધર્માત્મા’એ ગયા અઠવાડિયે પચાસમા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો અને એ સાથે કંઈકેટલી સ્મૃતિઓ માનસપટ પર ઊપસી આવી. બનેલું એવું કે 1972ના માર્ચમાં અમેરિકામાં ‘ધ ગૉડફાધર’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ, જે ફિરોઝ ખાને અમેરિકામાં જોઈ. ભારત પરત આવી એમણે એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કથા-પટકથા-સંવાદ લખવાનું કામ એમણે કૌશલ ભારતીને સોંપ્યું… વેઈટ અ મિનિટ. 1975ની ડઝનબંધ હિટ ફિલ્મોમાંની એક એવી ‘ધર્માત્મા’ના સર્જન સાથે સંકળાયેલી કેટલીક મસ્સાલેદાર માહિતી વન-બાય-વન જોઈએઃ
* શરૂઆતમાં ફિલ્મની વાર્તા કંઈ જુદી હતી. હીરો તરીકે ફિરોઝ ખાને તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્નાને લેવાનું નક્કી કરેલું. જિપ્સી ગર્લ રેશ્મા (હેમામાલિની)ના અફઘાની પ્રેમી ઝંગૂરાનો રોલ ફિરોઝ ખાન કરવાના હતા. ઝીનત અમાનને રાજેશ ખન્નાની ભારતીય પ્રેમિકા નક્કી કરવામાં આવેલી.
* ઝીનતે એમ કહીને ના પાડી દીધી કે “હીરોઈન હેમામાલિની છે, સાઈડ રોલ હું નહીં કરું”. તે પછી ફિરોઝને લાગ્યું કે પિક્ચર હિટ થશે તો બધી ક્રેડિટ રાજેશ ખન્ના લઈ જશે એટલે એમને સાઈડમાં રાખી એમણે જ હીરો બનવાનું નક્કી કર્યું. ઝીનતની જગ્યાએ રેખા આવી. ઝંગૂરાનો રોલ ડેનીને આપવામાં આવ્યો, જેના કારણે એમણે ‘શોલે’નો ગબ્બરનો રોલ છોડવો પડ્યો, કારણ કે ઝંગૂરાવાળો પાર્ટ અફઘાનિસ્તાનમાં શૂટ કરવાનો હતો. મુંબઈ હોત તો બે ફિલ્મ એમણે મૅનેજ કરી હોત.
* કલાકારો બદલાયા એટલે વાર્તા બદલાઈઃ ધરમદાસ અથવા ધર્માત્મા (પ્રેમનાથ)નો એકમાત્ર દીકરો રણવીર (ફિરોઝ ખાન) વિદેશમાં ભણીગણીને પરત આવે છે, એને બાપના કાળા ધંધાથી નફરત છે. એ ઝઘડો કરીને અફઘાનિસ્તાન જતો રહે છે, જ્યાં પારિવારિક સ્નેહીજન … (મદન પુરી)ને ત્યાં નોકરી કરે છે. સંજોગવશાત્ રણવીરે અફઘાનિસ્તાનથી ઈન્ડિયા આવી જવું પડે છે ને પિતાના બિઝનેસનાં સૂત્રો સંભાળી લેવા પડે છે.
* ‘ધર્માત્મા’માં ડેનીનો રોલ એટલો મોટો નહોતો, તો ‘શોલે’ છોડવાની શું જરૂર હતી? કારણ કે મૂળ વાર્તામાં પ્રેમિકા (રેશ્મા) અને પિતા (ધર્માત્મા)ની હત્યાનો બદલો લેવા નીકળેલા રણવીરને સાથ આપવા ઝંગૂરા અફઘાનિસ્તાનથી મુંબઈ આવે છે ને છેક સુધી સાથે રહે છે. પણ ફિરોઝ ખાનને લાગ્યું કે આમાં ઝંગૂરાના કૅરેક્ટરને અકારણ મહત્વ મળી જશે, પ્રેક્ષકનું ધ્યાન ફંટાઈ જશે એટલે એમણે ઝંગૂરાને અફઘાનિસ્તાનમાં જ છોડી દીધો.
* ઘણાએ ફિરોઝ ખાનને સલાહ આપેલી કે “હીરોઈન (હેમામાલિની)ને અધવચ્ચે મારી નાખશો તો ફિલ્મ નહીં ચાલે”. જીપમાં ફિટ કરેલો બૉમ્બ ફાટવાથી હેમા મરી જાય છે એ સીનથી ફિરોઝ ખાન પ્રેક્ષકને શૉક આપવા માગતા હતા. બન્યું પણ એમ જઃ હેમાના મોતના સીનથી પ્રેક્ષકને જબરદસ્ત આંચકો લાગે છે, ઉત્કંઠા વધી જાય છે, ફિલ્મની ગતિ ફાસ્ટ થઈ જાય છે. પ્રેક્ષક ધી એન્ડ સુધી ખુરશી સાથે ચોંટી રહે છે.
* ફિલ્મમાં ધર્માત્માના દુશ્મન અનોખે લાલ (જીવન) અને એનો ભાઈ બિરાદર કે બ્રદર (સત્યેન કપ્પુ) તથા બન્નેના દીકરા (રણજિત અને સુધીર) છે. ફિરોઝ ખાન સાથે પોતાના રોલ વિશે ચર્ચા કરી સત્યેન કપ્પુ ઓફિસની બહાર નીકળ્યા ત્યારે એમની મૂંઝવણ એ હતી કે જીવન મારો જોડીદાર હોય છે તો મને કોણ જોશે? કેમ કે જીવનનો પોતાનો એક ખાસ અંદાજ હતો. ત્યાં રસ્તા પર એમણે એક આધેડ વયની વ્યક્તિ જોઈ, જેના ગળામાં કોલર બેલ્ટ હતો. એમણે ફરી ઓફિસમાં જઈને ફિરોઝ ખાનને કહ્યું કે “હું ગળામાં સર્જિકલ પટ્ટો પહેરીને અલગ અવાજમાં સંવાદ બોલું તો ચાલે”? ફિરોઝે મંજૂરી આપી. અને પ્રેક્ષકને સત્યેનનું કૅરેક્ટર, અભિનય યાદ રહી ગયાં.
ધરમદાસ તરીકે પ્રેમનાથને સાઈન કર્યા બાદ ફિરોઝ ખાને એમની ‘બેઈમાન’ જોઈ અને એમનું હૈયું બેસી ગયું. એમણે કહ્યું, “ભાઈ પ્રેમનાથ, મને આટલી ઓવર એક્ટિંગ નહીં ચાલે. તમારું કેરેક્ટર મુંબઈના મટકાકિંગ રતન ખત્રી પર આધારિત છે. ” પ્રેમનાથ રતન ખત્રીને મળ્યા. એની બોલવા-ચાલવાની ઢબ, હાવભાવ નોંધીને ઠરેલ-ધીર-ગંભીર રહીને ધર્માત્માની ભૂમિકા ભજવી. ‘ધર્માત્મા’ પ્રેમનાથની કારકિર્દીની કેટલીક બેસ્ટ ફિલ્મમાંની એક બની રહી.
સિનેમેટોગ્રાફર કમલ બોઝે આ પહેલાં ફિરોઝ ખાનની ‘અપરાધ’ તથા જર્મનીમાં દિલધડક કારરેસના સીન્સ શૂટ કરેલાં. ‘ધર્માત્મા’માં અફઘાનિસ્તાનની બુઝકશીની ખતરનાક રમત શૂટ કરવી બહુ જોખમી હતી. કમલ હાથમાં કેમેરા ઝાલીને પવનવેગે દોડતા પાણીદાર અશ્વોનાં ટોળાં વચ્ચે ઊભા રહ્યા. ફિરોઝ ખાને પાછળથી પકડી, એમને ઈજા ન થાય એનું ધ્યાન રાખ્યું. આમ છતાં કમલ બોઝનાં કોણી-ઘૂંટણ છોલાયેલાં.
30 એપ્રિલ, 1975ના ‘ધર્માત્મા’ રિલીઝ થઈ ને બોક્સ ઓફિસના ભુક્કા કાઢી નાખ્યા. સદનસીબે ‘ધ ગોડફાધર’ હજી સુધી ભારતમાં રિલીઝ થઈ નહોતી. ફિરોઝ ખાનનો અભિનય એમનું ડિરેક્શન જોરદાર હતાં. દરેક સીનની પહેલાં ફિરોઝનું બિલ્ટઅપ કમાલનું હતું. ‘દો ગઝ જમીન કે નીચે’થી જાણીતા થયેલા રંગભૂમિના કલાકાર ઈમ્તિયાઝ ખાન (ધરમદાસનો વિશ્વાસઘાતી જમાઈ), ફરીદા જલાલ (ધરમદાસની પુત્રી), સુલોચના (ધરમદાસની પત્ની), દારાસિંહ (ધરમદાસનો બોડીગાર્ડ), વગેરે કલાકારોએ પોતપોતાનું યોગદાન આપ્યું.
ફિલ્મ પર સેન્સરે જબરી કાતર ચલાવેલી. ખાસ તો રણજિત-સુધીર ઝહીરા પર રેપ કરે છે એ સીન ફિરોઝ ખાને ખાસ્સો લાંબો શૂટ કરેલો, પણ સેન્સરે એ કાપવા કહ્યું. અમુક કેબ્રે ડેન્સ તથા હિંસાનાં દશ્યોમાં કાપકૂપ સાથે ‘ધર્માત્મા’ને એડલ્ટ્સ ઓન્લીનું સર્ટિફિકેટ મળેલું.
‘ધર્માત્મા’ની સફળતામાં ઈન્દિવરનાં ગીત, કલ્યાણજી-આણંદજીનાં સ્વરાંકન-બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો મહત્વનો ફાળો હતો. “તેરે ચેહરે મેં વો જાદુ હૈ”… “તુમને કિસી સે કભી પ્યાર કિયા હૈ”… “ક્યા ખૂબ લગતી હો”, “મેરી ગલિયોં સે લોગોં કી યારી હો ગઈ”…
1975નું વર્ષ હિંદી સિનેમા માટે શુકનવંતું રહ્યું. કેવી કેવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ? ‘ધર્માત્મા’, ‘અમાનુષ’, ‘આંધી’, ‘જુલી’, ‘દીવાર’, ‘ચુપકે ચુપકે’, ‘જય સંતોષી મા’, ‘મિલી’ વગેરે અને… ઐતિહાસિક ‘શોલે’.
નવી દિલ્હીઃ હોલિવુડ એક્ટ્રેસ જેનિફર લોપેઝ અને એક્ટર, પ્રોડ્યુસર બેન એફ્લેકના સંબંધોમાં તિરાડ પડી છે. આ કપલ છૂટાછેડાની દિશામાં આગળ વધી રહ્યું છે. બેન એફ્લેક ઘર છોડી ચૂક્યો છે. બંને ટૂંક સમયમાં ઘર વેચે એવી શક્યતા છે, કેમ કે જેનિફર બેનને કન્ટ્રોલ નથી કરી શકી અને બેન પણ જેનિફર બદલી નથી શક્યો, એમ અહેવાલ કહે છે.
જેનિફર લોપેઝ એક અમેરિકી સિંગર, ડાન્સ અને એક્ટ્રેસ છે. હાલમાં એક્ટ્રેસે બેન એફ્લેકની સાથે ચોથા લગ્ન કર્યાં છે. જેનિફરના સોશિયલ મિડિયા પર સૌથી વધુ ફોલોઅર છે. જેનિફરના ઇન્સ્ટાગ્રામ પર 23.4 કરોડ ફોલોઅર્સ છે.
બેન એફ્લેક કામ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. બેન પહેલાં ઘર છોડી ચૂક્યો છે, પણ જેનિફર લોપેઝ અને બેન એફ્લેક એકમેકને પ્રેમ કરવાનું બંધ નથી કરે. બંનેના સંબંધો વિશે જાહેરમાં હજી કોઈ વાત નથી આવી, એમ સૂત્રોએ કહ્યું હતું.
થોડા દિવસો પહેલાં જેનિફર લોપેઝે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તમે કોઈ એવી વ્યક્તિની સાથે હેલ્થી સંબંધ ના રાખી શકો, જેમાં ઇમાનદારી અને ભાવનાત્મક સુરક્ષાની કમી છે. બંને જણને સાથે આશરે 47 દિવસોમાં એકસાથે નથી જોવા મળ્યાં. લોપેઝ હાલ ન્યુ યોર્કમાં છે અને તે ફિલ્મ એટલસનું પ્રમોશન કરી રહી છે, પણ એફ્લેકસ ત્યાં હાજર નથી. તે હાલ તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. બંને જણ 2022માં લગ્ન કર્યા હતાં અને બંનેને કપલ થેરેપી માટે જતા જોવા મળ્યા હતા.
હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ચોમાસુ વહેલુ બેસી જવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે એક અનુમાન પ્રમાણે અસબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવનાઓ સેવાય રહી છે.
રાજ્યમાં 19થી 30 જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હાલ હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એ વચ્ચે એક અનુમાન પ્રમાણે રાજ્યમાં બે વાવાઝોડા ટકરાવાની સંભાવના સેવાય રહી છે. GFS મોડલ પ્રમાણે, બંગાળની ખાડીમાં 24-25 મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે જ્યારે અરબ સાગરમાં 10મી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઇ શકે છે.
25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઇ શકે છે. જ્યારે 10મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે. સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. આ પહેલા પણ આપણે અનેક અરબ સાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઇ છે. બીપોરજોયે ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલની સાથે મારપીટવાળા મામલે બિભવની વિરુદ્ધ FIR નોંધી છે. એ FIRમાં બિભવ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે. મારપીટથી માંડીને ગાળાગાળી સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પોલીસે તપાસ અને બિભવની શોધખોળ માટે 10 ટીમો બનાવી છે.
માલીવાલે દિલ્હી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ડ્રોઇંગ રૂમમાં CM કેજરીવાલની રાહ જોતી હતી, ત્યારે બિભવે આવ્યો અને તેમને ગાળો બોલવા માંડ્યો હતો અને વગર ઉશ્કેરણીએ તેમને થપ્પડ મારતો રહ્યો. મેં બૂમાબૂમ કરી અને મને છોડી મૂકવા તેને કહ્યું હતું.
તે મને સતત મારતો રહ્યો અને ગંદી ગાળો બોલતો હતો. બિભવે તેમની છાતીમાં અને ચહેરા પર, પેટમાં અને શરીરના નીચલા હિસ્સામાં માર માર્યો હતો. તેણે ત્યારે કહ્યું હતું કે તેઓ પિરિયડમાં છે અને છોડી દો, પણ તે સતત મારતો હતો, એમ માલીવાલે કહ્યું હતું. ત્યાર બાદ તેણે બહાર આવીને પોલીસને ફોન કર્યો અને ફરિયાદ કરી હતી. હાલ પોલીસે સ્વાતિનાં નિવેદનોને આધારે કાનૂની કાર્યવાહી કરી છે.
દિલ્હી પોલીસની 10 ટીમો હવે બિભવની શોધખોળમાં લાગેલી છે. હવે કેજરીવાલના PAની ધરપકડ સંભવ છે. સ્વાતિ માલીવાલે મૌન તોડ્યું છે અને ભાર દઈને કહ્યું છે કે તે ઘણી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.
બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચે શુક્રવારે બિભવને સવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ સાથે દિલ્હી પોલીસ કેજરીવાલના નિવાસસ્થાને CCTV ફુટેજની તપાસ થશે. માલીવાલના ટેક્સી ડ્રાઇવર સાથે પણ પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ કેજરીવાલ અત્યાર સુધી PA વિરુદ્ધ એક શબ્દ પણ નથી કહ્યો. તેઓ મૌન ધારણ કરીને બેઠા છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,610 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,740 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 126 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 608 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,241 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.