Home Blog Page 1826

વાસ્તુ: શું ઘરમાં આ પ્રકારના વૃક્ષ વાવવાથી કરોડપતિ બની શકાય?

સત્ય એટલે શું? કોઈ એક વ્યક્તિ જેને સત્ય માને છે તે અન્ય માટે અસત્ય હોઈ શકે. એનું કારણ છે કે વ્યક્તિનો અનુભવ, વિચારધારા, વાતાવરણ, ઉછેર, માન્યતા વિગેરેની અસર પણ વ્યક્તિગત સત્ય પર પડતી હોય છે. આપણે જેને સનાતન સત્ય કહીએ છીએ એના પર પણ સવાલો ઉદ્ભવ્ય છે. તો વ્યક્તિગત સત્યની પરિભાષા તો અલગ હોઈ જ શકે ને? પૃથ્વીનો આકાર કોઠાના ફળ જેવો છે એવું ભાશ્કારચાર્ય એ કહ્યું એના હજારો વરસ પછી એનો આકાર સંતરા જેવો છે એવી વાત આવી. પણ પ્રચલિત વાત કઈ છે? વળી પહેલી વાત વધારે યોગ્ય છે. પણ જે શીખવાડવામાં આવ્યું તે જ સાચું એવું પણ ન હોય ને? ક્યારેક સત્ય સામે હોવા છતાં મનના આવરણો ના કારણે તે દેખાતું નથી.

સતત કોઈને નીચા દેખાડવા એ ભારતીય સંસ્કૃતિ નથી. વળી કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી ન જ કરાય. આ બધુજ સમજવા છતાં જે રીતે લોકો અન્યને નીચા દેખાડીને રાજી થાય ત્યારે સંસ્કૃતિ અને સમાજ માટે ચિંતા જરૂર થાય. પણ એ એક સત્ય જ છે. કે લોકો બદલાઈ રહ્યા છે. પણ આપણા શાસ્ત્રોની અસર એટલી જ સચોટ છે એ એક સનાતન સત્ય છે.

મિત્રો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂર નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: પદ્મ એવોર્ડ કોને મળવા જોઈએ એના વિશે મારા મનમાં અનેક સવાલો છે. ભારતમાં ઘણા એવા લોકો હશે જે આ એવોર્ડ માટે લાયક હશે પણ એમને આ એવોર્ડ કેવી રીતે મળે એની સમજણ નહિ હોય. પણ એક વ્યક્તિ જે ઘર, પરિવાર, સમાજ, એવા વિવિધ સ્તરે સતત કોઈ સારું કામ કરતી હોય તો એને એવોર્ડ ન મળવો જોઈએ? ભારતીય વાસ્તુમાં કોઈ એવા નિયમ છે કે જેના લીધે સતત એવોર્ડ મળ્યા કરે? એવું સાંભળ્યું છે કે આપને 100 થી વધારે એવોર્ડ મળ્યા છે.

જવાબ: જેમને કામ જ કરવું છે. એમને એવોર્ડ મળે એની કોઈ ભૂખ નથી હોતી. આત્મસન્માનથી મોટું કોઈ સન્માન નથી હોતું. ભારતીય સમાજ વ્યવસ્થા ના મૂળ અન્ય માટે જીવવાનું જ શીખવાડે છે. જયારે કોઈ એવોર્ડની પ્રથા નહોતી ત્યારે પણ લોકો અન્યને મદદ કરતા જ હતાને?

પૂર્વ દિશા એ માન સન્માનની દિશા છે. પૂર્વ સમૃદ્ધ હોય તો સન્માન ચોક્કસ મળે. પણ એ સન્માન મેળવવા માટે કાર્ય પણ કરવું જ પડે ને? વાસ્તુ નિયમો ઉદ્દીપકનું કાર્ય કરે છે. ક્રિયા તો કરવી જ પડે છે. વળી એવોર્ડ મળવાથી માણસને સન્માન મળી જ ગયું એવું પણ ન માની શકાય. અંગ્રેજોએ એવોર્ડ આપીને રજવાડા પોતાના કરવા પ્રયાસ કર્યો જ હતો. એવોર્ડ એ માત્ર ક્ષણિક સન્માન છે. તેથી જ જે કર્મ યોગી છે એમને એવોર્ડ મળે કે ન મળે એની કોઈ ચિંતા હોતી નથી.

સવાલ: સાહેબ, એક પ્રદર્શનમાં જવાનું થયું. ત્યાં એક ઝાડ વેચાતું હતું. વેચવાવાળા એવો દાવો કરતા હતા કે આને ઘરમાં રાખવાથી કરોડપતિ થઇ જવાય. માત્ર 100 રૂપિયામાં એ વેંચાતું હતું એટલે મેં લઇ લીધું. મને કોઈ ફર્ક પડ્યો નથી. આવું કઈ રીતે થાય?

જવાબ: ભારતીય વાસ્તુમાં આવી કોઈ વાત નથી. જો એ ઝાડ કરોડપતિ બનાવતું હોત તો એ લોકો પોતાના જ ઘરમાં રાખત ને?

સુચન: કોઈ માનવ સર્જિત વસ્તુ ઘરમાં રાખીએ તો એ પોતાની ઉર્જા થકી કરોડપતિ બનાવવા સક્ષમ હોઈ શકે એ માત્ર માન્યતા ગણી શકાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

રાશિ ભવિષ્ય 17/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 17/05/2024

IPL 2024 : 3 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ

ગુરુવારે હૈદરાબાદમાં રમાનાર સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ્દ થવાને કારણે SRHને એક પોઈન્ટ મળ્યો છે, જેના કારણે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હૈદરાબાદ હવે IPL 2024ના પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. SRHના હવે 13 મેચમાં 15 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જો હૈદરાબાદ તેની આગામી મેચ પણ જીતી લે છે તો તેના પછી ટોપ-2માં જવાની તક રહેશે. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો નેટ રન-રેટ ખૂબ ઓછો હોવાથી, તેમના માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે.

kkr

KKR, RR અને SHR પ્લેઓફ માટે ક્વોલિફાય

IPL 2024માં, કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની. KKRના હાલમાં 13 મેચમાં 9 જીત બાદ 19 પોઈન્ટ છે. જો તેઓ આગામી મેચ જીતે છે તો તેમને 21 પોઈન્ટ મળશે અને જો હકીકતની વાત કરીએ તો હવે કોલકાતાને પ્રથમ સ્થાનેથી કોઈ હટાવી શકશે નહીં. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પાસે 8 જીત બાદ 16 પોઈન્ટ છે અને RR પાસે લીગ તબક્કામાં હજુ એક મેચ બાકી છે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ 15 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.


એક તરફ, KKR, RR અને SRH પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે. બીજી તરફ 3 ટીમો માટે પ્લેઓફનો રસ્તો સંપૂર્ણપણે બંધ છે. મુંબઈ ઈન્ડિયન્સ બહાર થનારી પ્રથમ ટીમ બની, જેની પાસે હાલમાં 8 પોઈન્ટ છે અને જો તે છેલ્લી મેચ જીતે તો તેના માત્ર 10 પોઈન્ટ હોઈ શકે છે. તે પછી પંજાબ કિંગ્સનું પત્તું કપાઈ ગયું, જે હાલમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં નવમા સ્થાને છે. KKR સામેની છેલ્લી મેચ રદ્દ થવાને કારણે ગુજરાત ટાઇટન્સની પ્લેઓફની આશા પણ ખતમ થઈ ગઈ હતી.

આ સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ બહાર થવાના આરે છે. જો SRH લીગ તબક્કામાં તેની બંને મેચ હારી ગયું હોત, તો DC અને LSGની ટોપ-4માં પહોંચવાની આશા વધી શકી હોત. પરંતુ હવે SRH પાસે 15 પોઈન્ટ છે, તેથી દિલ્હી અને લખનૌ માટે 15 પોઈન્ટ સુધી પહોંચવું શક્ય નથી. હવે દિલ્હી અને લખનૌ માટે તક ત્યારે જ બની શકે છે જો RCB CSK સામે વિશાળ અને અવિશ્વસનીય માર્જિનથી જીતે.

ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે

ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચ્યા પછી, બધાની નજર 18 મેના રોજ યોજાનારી CSK vs RCB મેચ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે હજુ એક મેચ બાકી છે અને તેના 14 પોઈન્ટ છે, જ્યારે ટીમનો નેટ રન-રેટ +0.528 છે. બીજી બાજુ, જો બેંગલુરુ ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે દરેક કિંમતે આગામી મેચમાં CSK ને હરાવવું પડશે. RCBની પણ એક શરત છે, કારણ કે સ્કોરનો બચાવ કરતી વખતે, બેંગલુરુ એ સુનિશ્ચિત કરવું પડશે કે તે 18 રન કે તેથી વધુના માર્જિનથી જીતે. પીછો કરતી વખતે વિરાટ કોહલીની ટીમે 18.1 અથવા તેનાથી ઓછી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવું પડશે. RCB માટે ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ જો ચેન્નાઈ છેલ્લી મેચ જીતશે તો તે સીધી પ્લેઓફમાં પહોંચી જશે.

સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ કાર્યવાહી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ, વિભવ કુમાર વિરુદ્ધ ગેરવર્તણૂકના કેસમાં FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે આજે તેમનું નિવેદન નોંધ્યું હતું. હવે વિભવ કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વિભવ કુમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 506, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પહેલા આજે (ગુરુવારે) દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી હતી અને લગભગ ચાર કલાક પછી તેના ઘરેથી પરત ફરી હતી. આ દરમિયાન સ્વાતિ માલીવાલે પોતાની સાથે થયેલા ગેરવર્તણૂકને લઈને દિલ્હી પોલીસની સામે પોતાનું નિવેદન નોંધ્યું હતું. પોતાના નિવેદનમાં તેણે 13 મેના રોજ બનેલી ઘટનાની સંપૂર્ણ વિગતો આપી હતી. જોકે, તેમણે પોલીસને આપેલી ફરિયાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ નથી.

‘શ્રીકાંત’ની ​​​​​​16.61 કરોડની કમાણી,’કિંગડમ ઑફ ધ પ્લેનેટ ઑફ ધ એપ્સ’ નીકળી આગળ

મુંબઈ: રાજકુમાર રાવની ‘શ્રીકાંત’ ફિલ્મ હાલમાં ચર્ચામાં છે. તુષાર હિરાનંદાનીના નિર્દેશનમાં બનેલી શ્રીકાંત બોલાની બાયોપિક છે આ ફિલ્મ. બૉલિવૂડ ફિલ્મ ‘શ્રીકાંત’ અને હોલીવુડની ફિલ્મ ‘કિંગડમ ઑફ ધ પ્લેનેટ ઑફ ધ એપ્સ’ ગત અઠવાડિયે એકસાથે રિલીઝ થઈ હતી.

હવે 6 દિવસ પછી શ્રીકાંતે ભારતીય બોક્સ ઓફિસ પર 16.61 રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ‘કિંગડમ ઑફ ધ પ્લેનેટ ઑફ ધ એપ્સ’ એ આટલા જ દિવસોમાં 17.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

‘શ્રીકાંત’ વર્કિંગ ડેઝમાં પણ સારો બિઝનેસ

પહેલા વાત કરીએ ફિલ્મ શ્રીકાંતની જેણે બુધવારે 1 કરોડ 50 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલા મંગળવારે ફિલ્મે 1 કરોડ 48 લાખ રૂપિયા અને સોમવારે 1 કરોડ 69 લાખ રૂપિયાની કમાણી કરી હતી. વીક ડેઝમાં દિવસોમાં પણ આ ફિલ્મ માઉથ પબ્લિસિટીના સહારે સારો બિઝનેસ કરી રહી છે.

ચેન્નાઈમાં દર્શકોની સૌથી વધુ સંખ્યા

બુધવારે, શ્રીકાંતને 10.59 ટકા ઓક્યુપન્સી મળી હતી. નાઇટ શોમાં સૌથી વધુ 14.09 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. આ ફિલ્મને સાઉથમાં સૌથી વધુ દર્શકો મળ્યા હતા. ચેન્નાઈમાં 31 શોમાં તેની સૌથી વધુ 22.75 ટકા ઓક્યુપન્સી હતી. રાજકુમાર રાવ, જ્યોતિકા અને અલાયા એફ સ્ટારર શ્રીકાંતનું નિર્દેશન તુષાર હિરાનંદાની દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિક છે.

‘કિંગડમ ઓફ…એપ્સ’ એ વૈશ્વિક સ્તરે 131.2 મિલિયન ડોલરની કમાણી કરી

હવે હોલીવુડની ફિલ્મ ‘કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’ની વાત કરીએ તો તેણે બુધવારે 1 કરોડ 79 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા મંગળવારે ફિલ્મે અંદાજે 2 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને પણ ચેન્નાઈમાં જ સૌથી વધુ કબજો મળ્યો હતો. 47 શોમાં તેની ઓક્યુપન્સી 15.33 ટકા હતી.

વૈશ્વિક સ્તરે આ ફિલ્મે અત્યાર સુધીમાં 141.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1 હજાર 181 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

વારાફરતી વારો તારા પછી મારોઃ મમતાનું મમત્વ

કોલકાતાઃ લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો એકમેક પર હુમલા કરી રહ્યા છે. ભાજપની સરકાર કાયમ માટે નથી રહેવાની. આજે નહીં તો કાલે સરકાર બદલાશે. ભાજપ, ED, CBI હંમેશાં ત્યાં નથી રહેવાના હું આજે નહીં તો કાલે જરૂર બદલો લઈશ એમ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને TMCનાં વડા મમતા બેનરજીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું.

બંગાળના હલ્દિયામાં મમતા બેનરજીએ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે નંદીગ્રામમાં તેમને હરાવવા માટે ચૂંટણી પરિણામો બદલવામાં આવ્યાં છે. મારી સાથે છેતરપિંડી, બેઇમાની અને છળ કરવામાં આવ્યું છે. મારા મત લૂંટી લેવામાં આવ્યા છે અને રેગિંગ પણ થયું છે. ચૂંટણી પહેલાં DM, SP અને  ICને બદલવામાં આવ્યા હતા અને ચૂંટણી પૂરી થયા પછી લોડશેડિંગ કરીને પરિણામો બદલવામાં આવ્યાં હતાં. હું આજે નહીં તો કાલ બદલો જરૂર લઈશ, હંમેશાં ભાજપની સરકાર નથી રહેવાની, એમ તેમણે કહ્યું હતું.

એ સાથે તેમણે પશ્ચિમ બંગાળની જનતાને કોંગ્રેસ અને CPI-Mને મત ના આપવાની અપીલ કરી હતી. આ બંને પાર્ટીના લોકો ભાજપ પાસે પૈસા લે છે. CPI-M અને કોંગ્રેસ અહીં બંગાળમાં ચૂંટણી લડવા માટે ભાજપના પૈસાનો ઉપયોગ કરી રહી છે. તેમને એક મત પણ ના આપતા. એમાં કોઈ ભ્રમ નથી કે અમે ગઠબંધનનો હિસ્સો છીએ, પરંતુ બંગાળની CPI-M અને કોંગ્રેસ એનો હિસ્સો નથી, પરંતુ અમે ઇન્ડિયા એલાયન્સનો બ્લોક બનાવ્યો છે. અમે સરકાર પણ બનાવીશું. કેન્દ્ર સ્તરે અમે ગઠબંધનમાં છીએ,

 

 

 

 

 

કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી યથાવત્ જોવા મળી રહી છે. અને બીજી હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થય રહ્યો છે. રાજ્યના સવારના ઠંડી બોપરના ગરમી અને સાંજ પડતાની સાથે મેઘ રાજના મહેર જોવા મળી રહી છે.

ગુજરાતમાં આમ તો મેં મહિનામાં આકરી ગરમી પડે છે, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસની હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં વરસાદનો કહેર વરસ્યો હતો. તો બીજી બાજુ ખાંભા શહેર અને આસપાસનાં ગામડામાં બપોરના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. ત્યારે કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ યથાવત્ રહ્યો હતો. આજે દિવસભરની સખત ગરમી બાદ સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધ્રોલ અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા વરસી શકે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે છે. ભર ઉનાળે વરસાદ આવતા જગતના તાતનો સાચો સાથો મિત્ર વેરી બની વરતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વેરી કમોસમી વરસાદથી પાકમાં મોટા પાયે નુકસાન થવાની સંભાવના પણ સેવાય રહી છે.

 

પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરથી ત્રાહીમામ લોકોનો ઠેર-ઠેર વિરોધ

ગુજરાત: વડોદરામાં સ્માર્ટ મીટરથી એક જ દિવસમાં 1071 લોકોના વીજ જોડાણ કપાયાંની માહિતી સામે આવી છે. ફતેગંજ વિસ્તારમાં 200 ગ્રાહકોએ ઓફિસને ત્રણ કલાક બાનમાં લીધી હતી. લોકોનો આક્ષેપ છે કે  સ્માર્ટ મીટરમાં કરાવવામાં આવતું પ્રિ-પેઈડ બેલેન્સ ફટાફટ સફાચટ થઈ જાય છે. લોકોના ઉગ્ર વિરોધને પગરે વીજ કંપનીમાં પોલીસ ​​​​​​​બોલાવવી​​​​​​​ પડી હતી. બીજી તરફ મહિલા કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા. બીજી તરફ શહેરના પાદરા વિસ્તારમાં પણ એમ.જી.વી.સી.એલ દ્રારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો. ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી લગાવવા માંગ કરી હતી. 

વડોદરા પહેલાં રાજકોટમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉઠ્યો હતો. સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. સ્માર્ટ મીટરથી ગ્રાહકોને નુકસાન થતું હોવાનો તેઓ આક્ષેપ થઈ રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે પગાર 5થી 10 તારીખ વચ્ચે થાય છે. તેવામાં રિચાર્જ કરવામાં થોડો વિલંબ થાય તો વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ગ્રાહકો સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર ફરી લગાવવા માગ કરી રહ્યાં છે. રાજકોટમાં પણ પી.જી.વી.સી.એલ. દ્રારા સ્માર્ટ મીટર લગાવવા સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

એક પછી એક ઘણા વિસ્તારોમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ગોધરામાં પણ સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોધરાના ખાડી ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારોએ વિરોધ કર્યો છે. શ્રમિકો પાસે મોબાઈલ ન હોવાના કારણે રિચાર્જ કરાવી શકતા નથી એટલે વીજળી બંધ કરી દેવામાં આવે છે, એવો આક્ષેપ પણ લગાવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રિચાર્જ કરાવ્યા બાદ ઝડપથી પૂરૂ પણ થઈ જાય છે.

ત્યારે આવો જાણીએ કે વીજ કંપનીઓ આ વિશે શું કહે છે. 

સ્માર્ટ પ્રિ-પેઇડ વીજળી મીટર ઇન્સ્ટોલેશન કર્યા બાદ મીટર સંબંધિત કોઈપણ સમસ્યા માટે વીજળી કાર્યાલયની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. કારણ કે, મોબાઈલમાં ઓનલાઈન માધ્યમથી જુદાં-જુદાં વિકલ્પો પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો. વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી મોબાઈલ ફોન પર મેળવી શકો છો.સરળતાથી જોઈ શકાશે કે તમારા ઘરમાં દરરોજ કેટલી વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. તમારા વીજળીના વપરાશ પર તમારું નિયંત્રણ રહશે અને તમને ખબર પડશે કે તમે દરરોજ કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કર્યો છે. તમારા મીટરમાં ઉપલબ્ધ બેલેન્સમાંથી તમે કેટલાં યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો તે પણ જાણી શકશો. તેનાથી તમે સમયસર મીટર રિચાર્જ કરાવી શકો છો અને વીજળીની પણ બચત કરી શકો છો.

ક્લાયમેટ ચેન્જઃ અમદાવાદમાં કાળઝાળ ગરમી તો મોરબીમાં માવઠું

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામગનર, મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી છે. ખાસ કરીને, મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેને કારણે નુકસાની અહેવાલો પણ સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાવાથી ઘણી જગ્યાએ પતરાં ઊડી ગયાં છે અને હોર્ડિંગ્સ પણ પવનમાં ઊડ્યાં છે. ભારે પવન ફૂંકાવાની સાથે કરાં સાથે ધોધમાર વરસાદની પણ પડ્યો છે. મોરબીમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે. મોરબી, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ અને નળિયાં પતરાં ઊડ્યાં છે.

અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પણ પડી રહી છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે.રાજ્યમાં વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે. આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આજે થંડરસ્ટોર્મ થવાનું પણ પૂર્વાનુમાન છે.