Home Blog Page 1702

રાશિ ભવિષ્ય 25/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

ગોવિંદ નામદેવનું પહેલી ફિલ્મમાં જ નામ કપાયું  

અભિનેતા ગોવિંદ નામદેવની પહેલી ફિલ્મમાં મહત્વની ભૂમિકા હતી. પણ ફિલ્મ જ્યારે તૈયાર થઈ ત્યારે એમાંથી નામ અને કામ કપાઈ જતાં દુ:ખી થઈ ગયા હતા. ગોવિંદ દિલ્હીમાં નાટ્ય સંસ્થા એન.એસ.ડી. માં પ્રવૃત્તિ કરી રહ્યા હતા ત્યારે એમના સાથીઓ અનુપમ ખેર વગેરેએ મુંબઇને વાટ પકડી લીધી હતી. ગોવિંદ ફિલ્મોમાં જવાની ઉતાવળ કરવા માગતા ન હતા. એ અભિનયમાં નાટકના માધ્યમમાં પોતાનું વધારે ઘડતર કરવા માગતા હતા. એમને નાટકોમાં સારી સફળતા મળી રહી હતી.

પહેલાં નાની ભૂમિકાઓ કરતા હતા. ‘ઓથેલો’ નાટકમાં મોટી ભૂમિકા કર્યા પછી નામ થયું અને ‘સી’ માંથી ‘એ’ ગ્રેડના અભિનેતા બની ગયા હતા. દરમ્યાનમાં અનુપમ ખેર હિન્દી ફિલ્મોમાં જમાવટ કરી ચૂક્યા હતા. એમણે એક દિવસ ગોવિંદને મુંબઈ બોલાવ્યા. અનુપમે ગોવિંદને નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’ (૧૯૯૧) ના સેટ પર બોલાવ્યા. અને સુભાષ ઘાઈ સાથે મુલાકાત કરાવી. વાતચીત દરમ્યાન ગોવિંદને ખ્યાલ આવી ગયો કે એ કોઈ ભૂમિકા માટે એનો વિચાર કરી રહ્યા હોવાથી બોડી લેન્ગ્વેજનું અવલોકન કરી રહ્યા છે. તે ગોવિંદને કોઈ પાત્રમાં જોઈ રહ્યા હતા. ગોવિંદ પણ સતર્ક થઈ ગયો. વાતચીતમાં પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો. અનુપમે એમને ગોવિંદ એક સારો અભિનેતા હોવાની ભલામણ કરી. બીજા દિવસે અનુપમે ગોવિંદને કહ્યું કે ફિલ્મનું બહુ મહત્વનું પાત્ર સુભાષ ઘાઈ તારી પાસે કરાવવા માગે છે. અનુપમની વાત પણ સાચી હતી.

ફિલ્મની શરૂઆત જ એ પાત્રથી થતી હતી અને અંત પણ. એ એક આતંકવાદીનું પાત્ર હતું. એ આતંકવાદી બાળકોને આતંકવાદની તાલીમ આપતો હોય છે. ત્યારે અનુપમનું પાત્ર એને આતંકવાદનું ખરાબ પરિણામ આવતું હોવાનું સમજાવી આ ખોટું કામ છોડી દેવા સમજાવે છે અને એક વાર્તા સંભળાવે છે. જે વાર્તા રાજકુમાર અને દિલીપકુમારની હોય છે. જેમાં હિંસાને કારણે બે પરિવાર બરબાદ થાય છે. અંતમાં આતંકવાદીનું આ પાત્ર એક નદીના પુલ પર જાય છે અને બંદૂક ફેંકી દે છે ત્યાં ફિલ્મનો ધ એન્ડ આવે છે. મહત્વનું પાત્ર હતું અને મોટી સ્ટારકાસ્ટ હોવાથી ગોવિંદ ‘સૌદાગર’ માં એ પાત્ર કરવા લાગ્યો.

ફિલ્મનું શુટિંગ પૂરું થયું ત્યારે ખબર પડી કે સાડા ચાર કલાકની અવધિ થઈ ગઈ છે. એને ટૂંકી કરવાનું શરૂ કરવામાં આવ્યું. અનુપમ સાથે ગોવિંદની વાત થતી રહેતી હતી. પહેલાં એમણે કહ્યું કે ચાર કલાકની કરવામાં આવી છે. છેલ્લે પોણા ચાર કલાકની થઈ હતી. એને હજુ ટૂંકી કરવાની જરૂર હતી. કોઈએ સૂચન કર્યું કે ગોવિંદનું પાત્ર કાઢી નાખવું જોઈએ. અને એ પ્રમાણે થયું. ગોવિંદને પોતાનું કામ અને નામ ‘સૌદાગર’ માંથી નીકળી ગયું એનો બહુ આઘાત લાગ્યો અને ત્રણ મહિના સુધી તણાવમાં રહ્યા. કેમકે અનેક લોકોને કહી ચૂક્યા હતા કે પહેલી જ ફિલ્મમાં તે રાજકુમાર અને દિલીપકુમાર સાથે દેખાવાના છે.

 

ગોવિંદ આ સ્થિતિમાંથી બહાર નીકળવા નાટકના વર્કશોપ કરવા લાગ્યા અને પછી કેતન મહેતાએ ફિલ્મ ‘સરદાર’ (૧૯૯૩) માં સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરીની ભૂમિકા આપી. આ ફિલ્મ બનવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. દરમ્યાનમાં નિર્દેશક ડેવિડ ધવનની ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) માં ‘પોલીસ ઈન્સ્પેકટર તિવારી’ ની ભૂમિકા મળી અને એ ગોવિંદ નામદેવની રજૂ થનારી પહેલી ફિલ્મ બની હતી. એની સફળતાને કારણે ગોવિંદ નામદેવનું અભિનેતા તરીકે નામ થઈ ગયું અને પાછું વળીને જોવું પડ્યું નહીં.

અન્ન એવો ઓડકાર

         

        અન્ન એવો ઓડકાર

 

આપણે જેવો ખોરાક ખાઇએ તે પ્રમાણે જ ઓડકાર આવે ત્યારે તેમાં તેનો સ્વાદ આવે. જો કડવી દવા પીધી હોય અને ઓડકાર આવે તો મોં કડવું થઈ જાય એવો આવે. વધારે પડતું તીખું ખાધું હોય અને તેમાં પણ એ ખાવાનું બનાવવામાં વધારે પડતું તેલ વપરાયું હોય તો એના ઓડકારથી ગળું બળી જાય.

આથી ઊલટું સરસ મજાનો દૂધપાક ખાધો હોય તો એની સંતુષ્ટિનો ઓડકાર પણ મીઠો હોય. આમ જેવો ખોરાક લઈએ તેવા વાણી વર્તન થાય અથવા જેવુ કાર્ય કરીએ એવું તેનું પરિણામ આવે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

T20 વર્લ્ડ કપ: ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી

રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સોમવારે સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી, જેમાં તેણે 24 રને જીત મેળવી હતી. આ હાર બાદ હવે ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. મંગળવારે સવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. જો અફઘાનિસ્તાન આમાં જીતશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. જ્યારે અફઘાનિસ્તાન હારશે તો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી જશે.

ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે

ભારતીય ટીમ હવે 27 જૂને તેની સેમિફાઇનલ મેચ રમશે. જ્યાં તેનો મુકાબલો ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. આ સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઇનલ પણ 27 જૂને સવારે 6 વાગ્યે યોજાશે. આમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા અફઘાનિસ્તાન સાથે થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ગ્રોસ આઈલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ટ્રેવિસ હેડે 43 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. તેના સિવાય કેપ્ટન મિચેલ માર્શે 37 રન અને ગ્લેન મેક્સવેલે 20 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 3 અને સ્પિનર ​​કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

રોહિતે 19 બોલમાં ફિફ્ટી ફટકારી

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે 6 રનમાં વિરાટ કોહલી (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંત સાથે મળીને 38 બોલમાં 87 રનની ભાગીદારી કરીને ટીમને આગળ ધપાવી હતી. આ સાથે રોહિતે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. રોહિતે આ મેચમાં 41 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે 8 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે 31 રન, શિવમ દુબેએ 28 રન, હાર્દિક પંડ્યાએ 27 અણનમ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડને 1 વિકેટ મળી હતી.

રોહિતે T20 ઇન્ટરનેશનલમાં 200 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો

મેચમાં પાંચમી સિક્સ ફટકારીને, રોહિતે T20 ઈન્ટરનેશનલમાં તેની 200 સિક્સ પૂરી કરી લીધી છે અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ યાદીમાં રોહિત (203) પછી ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ (173) બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડનો ઓપનર જોસ બટલર (137) ત્રીજા સ્થાને છે.

રોહિતે T20 ઈન્ટરનેશનલમાં રનનો રેકોર્ડ બનાવ્યો હતો

રોહિતે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને હરાવ્યો હતો. ટી20 ઈન્ટરનેશનલમાં બાબરના નામે 4145 રન છે. તે હવે બીજા સ્થાને સરકી ગયો છે. જ્યારે રોહિતે આ તાજ બાબર પાસેથી છીનવી લીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 157 મેચ રમીને 32.28ની એવરેજથી સૌથી વધુ 4165 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 140.80 હતો.

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો દબદબો છે

ટી20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 20 મેચ જીતી છે, જ્યારે 11 મેચ હારી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે 4 અને ઓસ્ટ્રેલિયાએ બે જીત મેળવી હતી.

પંચાંગ 25/06/2024

T20 વર્લ્ડ કપ: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ટૂંક સમયમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ યોજાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. એટલે કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. અહીં થોડો સમય ભારે વરસાદ પડે છે, પછી થોડીવાર પછી તડકો પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અહીં 51 ટકા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આ મેચ ધોવાઈ જવાની સંભાવના છે. જો કે, આ સમયે વરસાદ નથી, જેનો અર્થ છે કે ટોસ નિર્ધારિત સમયે થવાની ધારણા છે.

 

ભારતીય ટીમ તેના ગ્રુપમાં ટોપ પર 

તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પહેલા જ સુપર-8ના ગ્રુપ-2માંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. જ્યારે ગ્રુપ-1 હજુ સંપૂર્ણ રીતે ખુલ્લું છે. જો કે, ગ્રુપ-1માં ભારતીય ટીમ 4 પોઈન્ટ અને +2.425ના ઉત્તમ નેટ રન રેટ સાથે ટોપ પર છે. તેણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા છે, જે અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરીને આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો કાંગારૂ ટીમ સેમિફાઇનલની રેસમાં રહેવા માંગે છે, તો તેને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો તેને સીધેસીધી રદ કરવી પડશે, કારણ કે સુપર-8 મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

ઝિમ્બાબ્વે T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ભારતની ટીમની જાહેરાત: રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ 2024માં તરંગો બનાવી રહી છે. ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર જવાની છે. જ્યાં ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સીરીઝ રમવાની છે. BCCIની પસંદગી સમિતિએ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગીલને કેપ્ટનશીપ આપવામાં આવી છે.

વર્લ્ડ કપની ટીમમાંથી માત્ર 2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી

જો જોવામાં આવે તો T20 વર્લ્ડ કપ 2024ની મુખ્ય ટીમમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસ માટે વિશ્વ કપ ટીમમાંથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલ, અવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને T20 વર્લ્ડ કપ માટે પ્રવાસી અનામત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ મુખ્ય ટીમનો ભાગ ન હતા. ગિલ, રિંકુ, અવેશ અને ખલીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

પરંતુ ગિલને સીધો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પસંદગી સમિતિએ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને પણ આ પ્રવાસ પર જવા વિશે પૂછ્યું હતું, પરંતુ બંનેએ આરામ કરવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં ગિલને કમાન સોંપવામાં આવી હતી.

IPL 2024 સિઝનમાં ધમાકેદાર દેખાવ કરનારા ખેલાડીઓને આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી જેવા નામ સામેલ છે. પરાગે IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે અજાયબીઓ કરી હતી. પરાગે ગત સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા હતા. જ્યારે નીતિશને આગામી પેસ ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવી રહ્યો છે. તેણે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે પોતાની ક્ષમતા દર્શાવી હતી. પંજાબથી આવેલા અભિષેક શર્માએ છેલ્લા એક વર્ષમાં પોતાની તોફાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેને પ્રથમ વખત ટીમમાં તક મળી છે.

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ કુમાર અહેમદ, મુકેશ કુમાર. ,તુષાર દેશપાંડે.

ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ 

6 જુલાઈ – 1લી T20, હરારે
7 જુલાઈ – બીજી T20, હરારે
10 જુલાઈ- 3જી ટી20, હરારે
13 જુલાઈ- 4થી T20, હરારે
14 જુલાઈ – 5મી T20, હરારે

કેરળનું નામ બદલીને કેરલમ કરવા માટે વિધાનસભામાં નવો ઠરાવ પસાર

લગભગ એક વર્ષ પહેલા કેરળ વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. સોમવારના રોજ આ પ્રસ્તાવને નાના સુધારા સાથે ફરીથી પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ જૂનો પ્રસ્તાવ પરત કર્યો અને તેમાં સુધારા કરવા કહ્યું, ત્યારબાદ ગૃહે નવો પ્રસ્તાવ પસાર કર્યો. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન દ્વારા ખસેડવામાં આવેલા ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને ‘કેરલમ’ કરવા માટે બંધારણની કલમ 3 હેઠળ જરૂરી પગલાં લેવામાં આવે. IUML ધારાસભ્ય એન શમસુદ્દીને, ઠરાવમાં સુધારો કરતી વખતે, વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને ફરીથી ગોઠવવાનું સૂચન કર્યું. જોકે, ગૃહે સુધારાને નકારી કાઢ્યો હતો.

આ દરખાસ્ત 9 ઓગસ્ટે સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી

ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલવાની માંગ કરતો ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કેન્દ્રને સંવિધાનની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા જણાવ્યું હતું. તેવી જ રીતે, પ્રસ્તાવમાં, કેન્દ્રને આઠમી સૂચિ હેઠળની તમામ ભાષાઓમાં નામ બદલીને ‘કેરલમ’ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વિગતવાર તપાસ બાદ જાણવા મળ્યું છે કે બંધારણની પ્રથમ અનુસૂચિમાં જ આવા સુધારાની જોગવાઈ હોવી જોઈએ. તેથી નવી દરખાસ્ત લાવવામાં આવી રહી છે.

કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ શા માટે?

પોતાના પ્રસ્તાવમાં સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે મલયાલમમાં ‘કેરલમ’ નામનો ઉપયોગ સામાન્ય છે. જોકે, સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને ‘કેરળ’ કહેવામાં આવે છે. તે પૃષ્ઠભૂમિમાં જ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મલયાલમ ભાષી સમુદાયો માટે સંયુક્ત કેરળ બનાવવાની જરૂરિયાત રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી સ્પષ્ટપણે ઉભરી આવી હતી.

ઓલિમ્પિકમાં ભારતના 100 વર્ષની ઉજવણી નિમિત્તે પેરિસમાં એક્ઝિબિશન

પેરિસ: JSW ગ્રુપે ઓલિમ્પિક ચળવળના સ્થાપક પિયર ડી. કુબર્ટિનના જીવન અને વારસાની ઉજવણી કરતા પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે ઓલિમ્પિક દિવસની ઉજવણી કરી. સાથે જ યજમાન શહેર પેરિસમાં ભારતની ઓલિમ્પિક હાજરીના 100 વર્ષની પણ ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલ અને ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટના સ્થાપક, પાર્થ જિંદાલ સાથે IOCના પ્રમુખ થોમસ બાચ, સંસ્કૃતિ મંત્રી મેડમ રચિદા દાતી, રિપબ્લિક ઑફ ફ્રાન્સમાં ભારતના રાજદૂત તેમની સાથે જોડાયા હતા. મહામહિમ જાવેદ અશરફ અને પિયર ડી કૌબર્ટિન ફેમિલી એસોસિએશનના પ્રમુખ એલેક્ઝાન્ડ્રા ડી. નેવેસેલ પ્રદર્શનના ઉદઘાટન સમયે હાજર રહ્યા. આ પ્રદર્શન પેરિસના ટાઉન હોલમાં યોજાશે અને સપ્ટેમ્બર, 2024 સુધી ચાલનારા પેરાલિમ્પિક ગેમ્સના અંત સુધી ચાલશે.JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલે આ પ્રસંગે જણાવ્યું, “JSW ગ્રુપ પેરિસમાં જીનિયસ ઓફ સ્પોર્ટ પ્રદર્શનમાં ‘ઓલિમ્પિક્સમાં ભારતના 100 વર્ષ’ ના ક્યુરેશનને સમર્થન આપીને ખુશ છે. આ અનોખા પ્રદર્શન દ્વારા, અમે પિયર ડી કુબર્ટિનના જીવન અને વારસાની અને ભારતની નોંધપાત્ર ઓલિમ્પિક યાત્રા અને સફળતાના 100 વર્ષની ઉજવણી કરીએ છીએ.”

પિયર ડી કુબર્ટિન ફેમિલી એસોસિએશનના સહયોગથી આ પ્રદર્શનમાં છેલ્લી એક સદીમાં ભારતની ઓલિમ્પિક સફર, ભૂતકાળમાં દેશને મળેલી સફળતા અને ભવિષ્ય પર નજર કરી શકાય છે.

ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટના સ્થાપક પાર્થ જિન્દાલે કહ્યું, “અમે માનીએ છીએ કે ઓલિમ્પિક ચળવળનું વિશેષ પ્રદર્શન અને તેમાં ભારતે જે ભાગ ભજવ્યો છે તે માટે અમે પિયર ડી કુબર્ટિન અને તેમના પરિવારનો આભાર માનીએ છીએ. અમે વિશ્વની સૌથી મોટી રમત-ગમતની ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ. પેરિસ ઓલિમ્પિકમાં કંઈક કરવાની JSW ગ્રુપની ઈચ્છા હતી. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ એક શાંતિપૂર્ણ સ્થળ બને, અને તે સંદર્ભે રમત-ગમત મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.IOCના પ્રમુખ થોમસ બેચે જણાવ્યું કે, “આ ભવ્ય પ્રદર્શનને કારણે લોકો રમત-ગમતમાં અને તેમાં પણ ખાસ કરીને ઓલિમ્પિકમાં ખેલાડીઓના યોગદાનને જાણી શકશે. ફ્રાન્સ અને ફ્રેન્ચ લોકોને પિયર ડી કુબર્ટિન જેવા દેશબંધુ હોવાનો ગર્વ હોવો જોઈએ. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા. જેમણે રમત દ્વારા શાંતિપૂર્ણ હરીફાઈમાં વિશ્વને એક થવાનો સંદેશ આપ્યો હતો.”

ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવા બદલ JSW જૂથનો આભાર માન્યો હતો.

Bigg Boss OTT: ‘આ મનોરંજન નથી, ગંદકી છે’, બે પત્નીવાળા સ્પર્ધક પર ભડકી અભિનેત્રી

મુંબઈ: બિગ બોસ ઓટીટી 3 શરૂ થઈ ગયું છે. જ્યાં એક તરફ દર્શકો રિયાલિટી શોની મજા માણી રહ્યા છે, તો બીજી તરફ બિગ બોસ 14 અને બિગ બોસ 15નો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી શોના કેટલાક સ્પર્ધકો પર ભડકી છે. ખરેખર, દેવોલીનાએ યુટ્યુબ સ્પર્ધક અરમાન મલિકની તેની બે પત્નીઓ સાથેની લવસ્ટોરી પર સવાલો ઉઠાવ્યા છે.

યુટ્યુબર સ્પર્ધક અરમાન મલિકને પાયલ મલિક અને કૃતિકા મલિક નામની બે પત્નીઓ છે. અરમાનની સાથે તેની બંને પત્નીઓએ પણ આ શોમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. પ્રીમિયર એપિસોડ દરમિયાન તેણે તેની લવ સ્ટોરી કહી,જે સાંભળ્યા પછી દેવોલીનાએ તેનું નામ લીધા વિના તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

‘આ મનોરંજન નથી, આ ગંદકી છે’

એક્સ પર એક લાંબી પોસ્ટ પોસ્ટ કરતા દેવોલીનાએ લખ્યું- ‘શું તમને લાગે છે કે આ મનોરંજન છે? આ મનોરંજન નથી, આ ગંદકી છે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો કારણ કે તે માત્ર એક રીલ નથી, તે વાસ્તવિક છે. આઈ મીન, મને એ પણ સમજાતું નથી કે આ બેશરમીને મનોરંજન કેવી રીતે કહી શકાય? હું ફક્ત તેના વિશે સાંભળીને અણગમો અનુભવું છું. માત્ર 6-7 દિવસમાં અમે પ્રેમમાં પડ્યા, લગ્ન કર્યા અને પછી પત્નીના બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ એવું જ થયું. આ મારી કલ્પના બહારની વાત છે.

દેવોલીનાએ બિગ બોસને ફટકાર લગાવી

દેવોલીનાએ આવા સ્પર્ધકોને શોનો ભાગ બનાવવા બદલ બિગ બોસની પણ નિંદા કરી છે. તેણીએ લખ્યું- ‘અને બિગ બોસ, તમને શું થયું છે? શું તમારી પાસે એવા ખરાબ દિવસો છે કે તમે બહુપત્નીત્વને મનોરંજન માનો છો? જ્યારે તમે આવા સ્પર્ધકોનો પરિચય કરાવ્યો ત્યારે તમે શું વિચારતા હતા?

બહુવિધ લગ્ન અંગે આ વાત કહી

સાથ નિભાના સાથિયા અભિનેત્રીએ વધુમાં કહ્યું કે,’બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો આ શો જુએ છે. તમે નવી પેઢીને શું શીખવવા માંગો છો? કે તેઓ 2-3-4 લગ્ન કરી શકે છે? શું દરેક વ્યક્તિ ખુશીથી સાથે રહી શકે છે? જાવ અને એવા લોકોને પૂછો કે જેઓ દરરોજ આવી ઘટનાઓ સામે ઝઝૂમી રહ્યા છે, દુઃખમાં પોતાનું જીવન જીવે છે.’

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

યુસીસીના સમર્થનમાં દેવોલીના

દેવોલીનાએ પોસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં પોતાનો અભિપ્રાય લખ્યો હતો. તેમણે કહ્યું, ‘સ્પેશિયલ મેરેજ એક્ટ અને યુસીસીનો અમલ થવો જોઈએ. જેથી કાયદો દરેક માટે સમાન હોય અને સમાજને આવી ગંદકીમાંથી મુક્તિ મળી શકે. પહેલી પત્ની અને બીજી પત્ની હોય, કલ્પના કરો જો સમાનતાના નામે પત્નીઓ બે-બે પતિ રાખવા લાગે, તો પણ તમારું મનોરંજન થશે?’

તે અરમાન-કૃતિકા-પાયલના ફોલોઅર્સ પર પણ ગુસ્સે થઈ

અભિનેત્રી અહીં જ ન અટકી, તેણે આગળ અરમાન મલિક, કૃતિકા મલિક અને પાયલ મલિકના ફોલોઅર્સ પર સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું- ‘મને સમજાતું નથી કે તેના ફોલોઅર્સ કોણ છે. કયા કારણોસર તેઓ તેને અનુસરે છે? શું તમારું મન યોગ્ય સ્થાને છે કે નહીં, કૃપા કરીને તેની સારવાર કરો. જો તમને આ બેશરમી યોગ્ય લાગે તો તમારું જીવન બરબાદ થઈ ગયું. તમે ન તો આનાથી આગળ વિચારી શકો છો અને ન તો તેના વિશે કંઈ કરી શકો છો.’

‘તમે નવી પેઢીને શું શીખવવા માંગો છો?’
દેવોલિના ભટ્ટાચારજી કહે છે, ‘તમે નવી પેઢીને શું શીખવવા માગો છો કે તેમને બહુવિધ લગ્ન કરવા જોઈએ? આ વિચાર ખૂબ જ ખોટો છે અને જો 2-3 લગ્ન કરવા એટલા જરૂરી છે તો કરો અને ઘરે જ રહો. આ ગંદી માનસિકતા દુનિયામાં ન ફેલાવો. એક સમાજ તરીકે આપણે ફક્ત વિનાશ તરફ જઈ રહ્યા છીએ, ગંભીરતાથી લોકો પાગલ થઈ ગયા છે અને બિગ બોસ મને ખબર નથી કે તમને શું થયું છે?’