અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ મુદ્દે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, “ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલાં ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને આદેશ આપ્યા હતા.” હર્ષ સંઘવીએ હાકલ કરી કે, સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપવો. “ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે”, એમ તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું, “ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા અને નાર્કોટેરેરિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધો રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે.”
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પત્રકારોને સંબોધન કરતા કહ્યું, “નાર્કોટિક્સ એકટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગતૃતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારનું ગૃહ વિભાગ કેફી દ્રવ્યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ.”
ગુજરાત ATSના વડા દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહરે પોલીસ કમિશનર જી.એસ.મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ પ્રસંગે પ્રેઝન્ટેશન આપી, પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક-લૉ અને ઓર્ડર ડૉ. શમશેરસિંહ, અધિક પોલીસ મહાનિર્દેશક આર. બી. બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલવે રાજકુમાર પાંડિયન તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.








આ સહકાર થકી, જિયોમાર્ટના કરોડો ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની વસ્તુઓ, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપ્લિક કારીગરી, ઝરદોશી વર્ક, તેસાર હાથવણાટની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટીચ ડ્રેસ મટિરિયલ્સ, હસ્તકલાની બેગ, ચાદરો, ચિત્રો અને ગૃહ સુશોભનની ચીજો તથા હસ્તનિર્મિત માનવ કલાની અન્ય ઘણી વેરાઈટી જેવી GI-ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ શોધવા તથા ખરીદવાની તક પ્રાપ્ત થશે. આનાથી સ્વદેશી કલાકારીગરી સાથે નિકટતાનો નાતો રચવા ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ના અભિગમને સાર્થક પણ કરી શકાશે, કે જે ભારતના વડાપ્રધાનની પરિકલ્પના, આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરે છે.
ઝારખંડ સિલ્ક ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના (JHARCRAFT) ડેપ્યૂટી જનરલ મેનેજર, અશ્વિની સહાયે જણાવ્યું કે, “ઘરઆંગણાની પ્રોડક્ટ્સની ખાસ જરૂરિયાતોને સમજે તેવા જિયોમાર્ટ જેવા સ્વદેશી પ્લેટફોર્મને લોંચ કરવાનો અમને આનંદ છે. અમારા માટે, આ લોંચ ઝારખંડના તમામ વૈવિધ્યપૂર્ણ કલા સ્વરૂપો વડે જિયોમાર્ટ બજારસ્થળને સમૃદ્ધ બનાવવાની અમારી વચનબદ્ધતાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે, અને આ રીતે કારીગરોને લાભ થશે અને ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ જળવાઈ રહેશે.” જિયોમાર્ટની 2022માં સ્થાપના થઈ ત્યારથી તેણે રાષ્ટ્રભરના 20 હજારથી વધુ કારીગરો અને વણકરોનું સશક્તિકરણ કર્યું છે.



MoU મુજબ AI સોફ્ટવેર સોલ્યુશન્સ અને અન્ય ટેક્નોલોજીકલ ઇનોવેશનના વિકાસને EDII અને ઇન્ફિબીમ દ્વારા સહયોગથી ઓળખવામાં આવેલા ચોક્કસ યુઝ કેસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સહયોગ ઇન્ફિબીમને એકમાત્ર અને એક્સક્લુઝિવ ટેક્નોલોજી પાર્ટનર તરીકે નિયુક્ત કરે છે, જે ઓપન-સોર્સ AI મોડલ્સ, સોફ્ટવેર ઇન્ટિગ્રેશન અને અમલીકરણ, તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સને અનુરૂપ AI–સંચાલિત સોલ્યુશન્સ વિકસાવવામાં ટેક્નોલોજીકલ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા પ્રદાન કરવા માટે જવાબદાર છે. આ સહયોગ AI ટેક્નોલોજીને આગળ વધારવા અને આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
