મુંબઈ: અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ રવિવારે એટલે કે 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. આ ખાસ અવસર પર તે ગોલ્ડન સાડીમાં સજ્જ જોવા મળી હતી. અભિનેત્રીએ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી પહેરી હતી અને તેની પાછળનું કારણ પણ ખાસ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સાડી સોનાક્ષીની માતા પૂનમ સિંહાની હતી, જેને અભિનેત્રીએ આ ખાસ દિવસ માટે પસંદ કરી હતી. અહેવાલો અનુસાર આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે તેણે તેની માતાની સાડી પહેરવાનું પસંદ કર્યું હતું.
સોનાક્ષી માટે આ સાડી ભાવનાત્મક રીતે ઘણી કિંમતી છે. તેની માતાએ લગભગ 44 વર્ષ પહેલા તેના લગ્નમાં આ સાડી પહેરી હતી. તે જ સમયે સોનાક્ષીએ તેના લગ્નમાં આ સાડી સાથે તેની માતાના કલેક્શનમાંથી મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી.
લગ્નના થોડા સમય બાદ એક રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેત્રી લાલ બનારસી સિલ્ક સાડીમાં જોવા મળી હતી. જ્યારે તેનો પતિ ઝહીર શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ સમારોહમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી.
સોનાક્ષીએ તેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, “સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે અમે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો હતો અને તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. આજે તે પ્રેમ તમામ પડકારો પર વિજય મેળવવા માટે માર્ગદર્શન આપે છે. બંને પરિવારોના આર્શિર્વાદથી હવે અમે પતિ-પત્ની છીએ. અહીં પ્રેમ, આશા અને એકબીજાનો સાથ તમામ વસ્તુઓ સુંદર છે. “
રાજ્યમાં નૈઋત્યનું ચોમાસાનું આગમન વિધિવત રીતે બે સપ્તાહ પહેલા થઈ ચૂક્યું છે. આ વર્ષે ચોમાસું સામાન્ય વર્ષેના હિસાબે ચાર દિવસ પહેલા બેસી ગયું હતું. ત્યારે હવામાન બદલતા ચોમાસુ આગળ વધી રહ્યું ન હતું. પરંતું રાજ્યાના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો હતો. આખરે ગુજરાતમાં ચોમાસું જામવા આવ્યું છે. ગતરોજના રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર થઈ હતી.
ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અલ-નીનો પરીવર્તીત થઈ લલ-નીનો ફેરવાયું હોવાથી રાજ્ય સહિત દેશ અનુમાન કરતા વધુ વરસાદ થવાની આશા સેવાય રહી છે. ત્યારે ગઈકાલ રાજ્યના 66 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. જૂનાગઢ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મેંદરડામાં 4 ઈંચ તો, ગ્રામ્ય વિસ્તારોમાં ૩-5 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ અને વંથલી પંથકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં 2 ઈંચ, માળિયા હાટીનામાં 1.5 ઇંચ, કેશોદમાં ભારે પવન સાથે 1 ઇંચ જ્યારે ભેંસાણમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. માંગરોળમાં 2 મીમી વરસાદ થયો છે.
તો બીજી બાજું રાજકોટમાં પણ વરસાદ નોંધાયો હતો. શહેરમાં રાત્રિ સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયા હતો. અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર પછી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જામનગરમાં રાત્રી સમયે ગાજવીજ સાથે મેઘરાજાએ પધરાણી કરી હતી. મોરબીમાં ભારે પવન સાથે મેઘરાજાની બટીંગથી શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સુરત શહેર સહિત જિલ્લામાં કુલ 167 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. ત્યારે બાકી રાજ્યના 26 તાલુકામાં લગભગ 1 ઈંચથી લઈ 2.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગામી ત્રણ દિવસની આગાહી પર નજર કરીએ તો, રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંઘાઈ ચૂક્યા છે. અભિનેત્રીએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કરીને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને હવે પતિ-પત્ની બની ગયા છે. આ કપલના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે થયા હતા, જેની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ આજથી 18મી લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. વડા પ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા બાદ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ, ગૃહમંત્રી અમિત શાહને શપથ અપાવ્યા હતા. તેમના પછી નવા સાંસદોને શપથ અપાવવામાં આવ્યા હતા.
લોકસભા સેશનના પ્રારંભે PM મોદીએ સંસદમાં મિડિયાને સંબોધિત કરતાં બધા સાંસદોનું સ્વાગત કર્યું હતું. તેમણે સંસદના નવા ભવનમાં શપથ સમારોહનો ઉલ્લેખ કરતાં ઇમર્જન્સીની તારીખ પર બોલતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
વડા પ્રધાને ઇમર્જન્સીની તારીખનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આવતી કાલે 25 જૂન છે. 25 જૂને ભારતીય લોકતંત્ર પર લાગેલા એ કલંકને 50 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. દેશની નવી પેઢી ક્યારેય નહીં ભૂલે કે ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે નકારવામાં આવ્યું હતું. બંધારણના દરેક ભાગના લીરેલીરા કરવામાં આવ્યા હતા. દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતંત્રને પૂરી રીતે દબાવી દેવામાં આવ્યું હતું. બંધારણની સુરક્ષા કરતાં ભારતના લોકતંત્રની, લોકતાંત્રિક પરંપરાઓની સુરક્ષા કરતાં દેશવાસી સંકલ્પ લેશે કે ભારતમાં ફરીથી કોઈ આવું કરવાની હિંમત ના કરી શકે, જે 50 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. આપણે એક જીવંત લોકતંત્રનો સંકલ્પ લઈશું. આપણે બંધારણના નિર્દેશો અનુસાર સામાન્ય માનવીનાં સપનાંને પૂરાં કરવાનો સંકલ્પ લઈશું.
આ સત્ર અનેક રીતે ઘણું ખાસ બનવાનું છે. આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી થશે. આ દરમિયાન 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદનાં બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડા પ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
રશિયાના દાગેસ્તાન વિસ્તારના બે શહેરોમાં મોટો આતંકી હુમલો થયો છે. સ્થાનિક પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાગેસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં બે ચર્ચ અને પ્રાર્થના ગૃહ પર હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 14 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ હજુ પણ મૃતકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
BREAKING: 🇷🇺 Terrorist attack against Orthodox Church & Jewish Synagogue in #Russia Dagestan region.
હાલમાં રશિયન નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળી લીધો છે. આતંકી એક ઘરમાં છુપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ચેચન્યાના વડા રમઝાન કાદિરોવે કહ્યું કે આતંકવાદીઓને સ્થળ પર જ ખતમ કરી દેવા જોઈએ, તેમનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા નથી.
પ્રાર્થના ગૃહમાં આગ
તમને જણાવી દઈએ કે પ્રાર્થના ગૃહ અને ચર્ચ બંને દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં સ્થિત છે. ઉત્તર કાકેશસનો આ મુખ્યત્વે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જ્યાં પ્રાચીન યહૂદી સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. આતંકીઓએ દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલા બાદ પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી.
બે આતંકવાદીઓને ઠાર કર્યા
રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જોકે, હુમલાખોરો પ્રથમ કારમાં નાસી જતા જોવા મળ્યા હતા. દાગેસ્તાનના વડા સર્ગેઈ મેલિકોવે જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરોએ રવિવારે રાત્રે ડર્બેન્ટ અને મખાચકલામાં પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.