મુંબઈ: સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનન અભિનીત ફિલ્મ ‘યુધ્રા’નું શાનદાર ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ‘યુધ્રા’નું પાત્ર ભજવી રહ્યા છે જ્યારે રાઘવ જુયાલ ખતરનાક વિલન શફીકનો રોલ કરી રહ્યો છે. વિલન તરીકે રાઘવની આ બીજી ફિલ્મ છે. આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. તેમાં ઘણી હિંસા જોવા મળે છે. સિદ્ધાંત આ પહેલા ક્યારેય મોટા પડદા પર આ અવતારમાં જોવા મળ્યા નથી. ફિલ્મમાં રોમાન્સ અને એક્શનનું મિશ્રણ બતાવવામાં આવ્યું છે. તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ પાવરફુલ લાગે છે.
ફરહાન અખ્તર પોતાની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમજ રિતેશ સિધવાણી તેના કો-પ્રોડ્યુસર છે.’યુધ્રા’એક એક્શન ફિલ્મ છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ કોવિડને કારણે મુલતવી રાખવામાં આવી હતી અને હવે તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
કવિ કાલિદાસથી લઈને ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સુધીના કોઈપણ સર્જકે જયારે જ્યારે એમની કૃતિઓમાં કોઈ વ્યક્તિત્વનુ વર્ણન કર્યું છે, ત્યારે તેમને કોઈને કોઈ ઉપમા કે અલંકારોની જરૂર પડી છે. કોઈના વ્યક્તિત્વનું વર્ણન કરવું એ ખુબ જ કઠિન હોય છે એ જેટલું સાચું છે એટલું જ એ પણ સાચું છે કે, કોઈપણ વ્યક્તિત્વની છાપ કે પ્રભાવ હંમેશા અનન્ય જ હોય છે.
કુદરતે દરેકને એવી વ્યક્તિગત કુશળતાઓ આપી છે કે વ્યક્તિ પોતાની એક અલગ ઓળખ બનાવી શકે. એનાથી એક વિશિષ્ટ આભામંડળ સર્જી શકે. પ્રચલિત ભાષામાં તેને આપણે ઓરા કહીયે છીએ. સાદી ભાષામાં સમજીએ તો એ છે એ વ્યક્તિનો પ્રભાવ. તમારી આ ઓરા કે પ્રભાવ, એનાથી પેદા થતો અનોખો આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ, કોઈપણ મુશ્કેલ ઘડીમાં તમારું કામ આસાન બનાવી શકે છે.
ગમે તે સ્થળે, તમારી હાજરીની કોઈ કદર હોય કે ના હોય પરંતુ તમારા જવા પછી, ત્યાં એક સારી કે ખરાબ અસર જરૂર પડે છે. આપણાં શબ્દોને દરેક જગ્યાએ પ્રગટ થવાનો અવસર મળે જ એ જરૂરી નથી એટલે કોર્પોરેટ જગતમાં આજકાલ ફિઝિકલ પર્સનાલિટી,બોડી લેન્ગવેજ અને હાથની ચોક્કસ મુદ્રાઓનું મહત્વ વધતું જાય છે. ફક્ત કોર્પોરેટ જ નહીં, રાજકારણ સહિત જાહેરજીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા માટે તમારી પર્સનાલિટી અને પ્રભાવ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિની સફળતાનો આધાર એમનું પાવર-પેક્ડ રિઝ્યુમ નહીં, પણ એમની કોન્ફિડન્ટ બોડી લેન્ગવેજ અને પોઝિટિવ વિઝન હોય છે.
પોઝિટીવ માઈન્ડસેટ
તમે જોજોઃ સ્માર્ટ લોકો જ્યારે પણ કોઈને મળે છે ત્યારે સામેની વ્યક્તિ માટે એમનો અભિગમ ખાસ હોય છે. જો તમે કોઈ પણ સફળ વ્યક્તિને મળ્યા હોય તો તમને જરૂર અંદાજ હશે કે તેઓ હંમેશા તમને મળતી વખતે ‘તમે એમના માટે ખાસ છો’ એવો અહેસાસ કરાવે છે. ચહેરા પર સ્મિત સાથે દરેક નાની વાતને ધ્યાનથી સમજવાની કળાનુ કોર્પોરેટ વર્લ્ડમાં ખાસ મહત્વ છે. આ જ એટ્ટીટ્યૂડથી તેઓ પોતાના કામોને સહેલાઈથી પાર પાડી શકે છે.
બોડી લેન્ગવેજ અને પોશ્ચર
કોઈપણ વ્યક્તિની સાથે વાત કરતાં પહેલાં તે વ્યક્તિ તમને તમારી બોડી લેન્ગવેજ અને શરીરના પોશ્ચર પરથી તમારા વિશે અમુક ધારણા બાંધી લે છે. ઘણી વખત તો વાતચીત પહેલાં જ એ ધારણાના આધારે નિર્ણય લેવાઇ જતો હોય છે. લઘરવઘર કપડાં, ધીમેથી ટહેલવું અને આમતેમ નજરો ફેરવવી એ લો-કોન્ફિડન્સ કે અરુચિની નિશાની છે. બોડીનું ટટ્ટાર પણ રિલેક્સ પોશ્ચર, આંખમાં આંખ મેળવીને વાતો કરવી એ તમારી કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાની નિશાની છે. આ સાથે ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા હાથ તમારી બોડીને કવર ના કરતાં હોય, કેમકે તેનાથી બીક કે ડરની ભાવનાઓ જન્મી શકે છે. કોન્ફિડન્ટ બોડી સ્ટ્રક્ચર એ એક રીતે કામ પ્રત્યેનો પ્રામાણિક અભિગમ છે, જેનાથી તમે તમારી ઈમ્પ્રેશન વધારી શકો છો.
શેકહેન્ડ
વ્યક્તિ સાથે હાથ મિલાવવાની રીતથી વ્યક્તિગત ચેષ્ટા જાણી શકાય છે. થોડા ટટ્ટાર અને મજબૂતાઈથી કરેલા શેકહેન્ડનો પ્રભાવ ઊંડો અને અસરકારક હોય છે. એટલે જ સફળ લોકો પોતાની પ્રતિભા અને પાવરનો પરિચય ટૂંકમાં આપવા સક્ષમ હોય છે. જનરલ વાતચીત દરમ્યાન હાથને ક્રોસ કરી અદબ વાળી શકાય, પરંતુ જો તમે કોઈ જગ્યાએ એમ્પ્લોઇ તરીકે વાત કરો છો ત્યારે આ આ સ્થિતિ એક અહંમ ભાવ જગાવી શકે છે. એ જ રીતે પગને ક્રોસ રાખવા એ અહંકારી એટ્ટીટ્યૂડ દર્શાવે છે. હાથથી પેનને વારંવાર હલાવવી કે તેની સાથે રમવું એ અગેઇન, લો-કોન્ફિડન્સ અને મિટીંગ માટે પૂરતી તૈયારીની ખામી બતાવે છે.
વોઇસ ટોન
કોઈપણ જગ્યાએ લાઉડ વોઇસ ટોન કે ઉંચો અવાજ એ ઓવર કોન્ફિડન્સ અને નર્વસનેસની નિશાની છે. સ્પીચ-થેરાપીસ્ટ માને છે કે કોઈપણ વાતને ધ્યાનપૂર્વક સાંભળવી એ મહત્વની કળા છે. સામેની વ્યક્તિ સાથે વાતચીતમાં રસપૂર્વક ભાગ લેવો જરૂરી છે. વાતચીત દરમ્યાન નજર આમતેમ ફેરવવી, નીચે જોવું, વારંવાર ટાઈમ ચેક કરવો કે માથું હલાવ્યે રાખવું એનાથી તમારું ધ્યાન કે રૂચિ વાતચીતમાં નથી એવું સાબિત થાય છે.
સફળ લોકો વાતચીત દરમ્યાન તદ્દન સભાન હોય છે. એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જબરદસ્ત હોય છે. એમના માટે તે ક્ષણથી વધુ જરૂરી કંઈ નથી એવું એમના વર્તનમાંથી પ્રતીત થાય છે. આવા લોકોની આ માઈન્ડફુલનેસ જ એમની સફળતાનું કારણ હોય છે.
ચોક્કસ મુદ્રાઓ
યોગા અને ધ્યાનમાં જેમ હાથની ચોક્કસ મુદ્રાઓનું ખૂબ મહત્વ છે એમ તેનો ઉપયોગ મિટીંગમાં કે કોઇની સાથેની વાતચીતમાં પણ કરી શકાય. એનાથી આંતરિક શક્તિમાં વધારો થાય છે. એલોન મસ્ક હોય કે વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર રોનાલ્ડો, જયારે કોઈની સાથે વાતચીતમાં બેઠા હોય છે ત્યારે તેઓ પાવર મુદ્રાનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી. તણાવ અને વ્યસ્તતા વચ્ચે પણ પોતાની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાની આ સૌથી અસરદાર રીત છે. વાતચીત કે ઇન્ટરવ્યૂ દરમ્યાન ચોક્કસ મુદ્રાઓનો ઉપયોગ તમારી વાતચીતનું પોઝિટિવ પરિણામ આપવામાં મદદ કરે છે.
અલગ અલગ ભાષાઓ બોલવા છતાં આપણા ભાવોને પ્રદર્શિત કરવા માટે ઉપયોગમાં લેવાતા હાવભાવ દરેક માનવીમાં સરખા જ હોય છે. પ્રાણીઓમાં પણ તે સરખા જ જોવા મળે છે. આપણા હાવભાવ જ કમ્યુનિકેશનનું કુદરતી અને સૌથી સચોટ સ્વરૂપ છે માટે વાતચીત દરમ્યાન તમારા હાવભાવ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.
આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.
ગુજરાતમાં કુદરતનો કોહરામ ચાલુ છે. છેલ્લા 4 દિવસથી ભારે વરસાદના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. હાલમાં ગુજરાતના 18 જિલ્લામાં સ્થિતિ ખરાબ છે અથવા તો લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે. રાજ્યના 33માંથી 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે 22 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તબાહીની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં સેના તૈનાત કરવી પડી છે. રાજ્યના 939 રાજ્ય ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય રસ્તાઓ બંધ છે. દરેક શહેરમાં પૂરના કારણે તબાહીનું ભયાનક દ્રશ્ય જોવા મળે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
પૂરગ્રસ્ત પોરબંદર જિલ્લામાં વધુ ૧૭ વ્યક્તિઓનું એર લિફ્ટિંગ થી રેસ્ક્યુ: બે દિવસમાં હેલિકોપ્ટર અને સ્થાનિક ટીમો દ્વારા કુલ 82 વ્યક્તિઓનું રેસ્ક્યુ#Porbandar#Gujaratpic.twitter.com/hPosrSqeg6
ગુજરાતમાં કુદરતનો કહેર એવો છે કે ગાડીઓ ધોવાઈ ગઈ, રસ્તા ધોવાઈ ગયા, પુલ ધોવાઈ ગયા, બસ સ્ટેન્ડ ડૂબી ગયા. વસાહતો ડૂબી ગઈ છે. કચ્છથી દ્વારકા, જામનગરથી મોરબી, જૂનાગઢથી રાજકોટ, ખેડાથી પોરબંદર, બોટાદથી ભાવનગર… એટલે કે ગુજરાતના 18 જિલ્લાઓ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા હતા
એક તરફ વિનાશના વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ વડોદરામાં મગરો ઘરોના દરવાજા સુધી પહોંચી ગયા છે. આશરે 15 ફૂટનો મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો હતો. સદ્નસીબે ઘરની અંદર કોઈ નહોતું અને વન વિભાગની ટીમે સમયસર ઘરમાં ઘૂસી ગયેલા મગરને પકડી લીધો હતો. પ્રશાસનનું કહેવું છે કે વિશ્વામિત્ર નદીમાં મગર જોવા મળે છે. જેના કારણે મગરો ઘરો સુધી પહોંચી ગયા હતા.
ગુજરાતની સ્થિતિ ખરાબથી વણસી રહી છે, રાજ્યમાં નદીઓ ખતરાની સપાટી વટાવી ગઈ છે અને ગામડાઓ પૂરમાં ડૂબી ગયા છે. મહિસાગર નદીના કિનારે આવેલા પૂરમાં એક વ્યક્તિ કલાકો સુધી ફસાયેલો રહ્યો હતો. આખરે એરફોર્સના દૂતોએ તેને હેલિકોપ્ટર દ્વારા બચાવી લીધો. કેટલાંક કલાકો સુધી ફસાયેલા રહેવાને કારણે આ વ્યક્તિની તબિયત બગડી હતી, તેથી બચાવ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
गुजरात में भारी बारिश से हालात बेहद खराब है. वडोदरा, मोरबी, अहमदाबाद समेत कई जिलों में बड़ी संख्या में लोग प्रभावित हुए हैं. NDRF, SDRF की टीमें राहत बचाव के काम में जुटी हुई हैं.#Gujarat | #Flood | #NDRFpic.twitter.com/xy9MlWLaMA
જામનગરમાં પૂરના કારણે લોકો નજરકેદ છે. ઘરની અંદર અને બહાર પાણી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા ટીમ સાથે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમે સીડી અને દોરડાની મદદથી પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જામનગરનું સરકારી બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બસોની માત્ર છત જ દેખાઈ રહી છે, એટલું જ નહીં ટોલ પ્લાઝા પણ પાણીમાં ડૂબી ગયો છે. રાજકોટની પણ આવી જ હાલત છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને આ કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી .
આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા… pic.twitter.com/hok3QihNBs
બીજી તરફ વડોદરાના કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. પોતાનો જીવ બચાવવા માટે લોકોને તેમના ઘરની છત પર રેસ્ક્યુ ટીમની રાહ જોવાની ફરજ પડી છે. પોરબંદર અને કલ્યાણપુરમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવાયા હતા. પૂરના સંકટ વચ્ચે, ગુજરાત સરકારે ભારતીય સેના અને વાયુસેનાની મદદ માંગી હતી, જેના પછી ઘણી ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે.
ગુજરાતના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, છેલ્લા 48 કલાકમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવી, ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને NDRF, ADRFની ટીમોએ 500 થી વધુ લોકોને બચાવ્યા છે. લોકોએ કર્યું છે. NDRFની 15 ટીમો, SDRFની 27 ટીમો અને સેનાની 7 ટીમો ગુજરાતમાં તૈનાત છે.
939 રસ્તાઓ બંધ, લોકો ઘરોમાં કેદ, વીજળી કે પાણી નથી
પૂરના કારણે છોટા ઉદેપુરની હાલત પણ ખરાબ છે. પૂરમાં 50 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો હતો. મોરબી હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય, મહિસાગર હોય… તબાહીના ચિત્રો એક જ હોય છે. કેટલીક જગ્યાએ બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે, તો કેટલીક જગ્યાએ રસ્તાઓ ધરાશાયી થયા છે. ઘણા વિસ્તારો સંપૂર્ણપણે કપાઈ ગયા છે. અત્યાર સુધીમાં 5 નેશનલ હાઈવે, 2 NHAI, 66 સ્ટેટ હાઈવે, 92 અન્ય રસ્તાઓ, 774 પંચાયતી રસ્તાઓ સહિત કુલ 939 રસ્તાઓ બંધ છે. એટલે કે કુદરત ગુજરાતમાં વધુ કેટલી તબાહી મચાવશે તે કહેવું મુશ્કેલ છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતના લોકોના જીવ જોખમમાં છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. વીજળી નથી. સ્વચ્છ પાણી નથી. હવે સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા છે, સેનાના જવાનો દોરડા અને ડોલની મદદથી દરેક ઘરે પાણી અને ખોરાક પહોંચાડી રહ્યા છે.
પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી
પીએમ મોદીએ ગુજરાતમાં આ કટોકટી અંગે ફરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને કેન્દ્ર તરફથી મળેલી સહાયની માહિતી પણ લીધી છે. આપને જણાવી દઈએ કે વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો ઘરોના ધાબા પર આવી ગયા છે. NDRF, SDRF અને સેનાની ત્રણ ટુકડીઓએ આ વિસ્તારમાં મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી…
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજકોટ, આણંદ, મોરબી, ખેડા, વડોદરા અને દ્વારકામાં સેના તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કરાચી અને મોરબીમાં પ્રાથમિક-માધ્યમિક શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચનની ફેમિલી ઓફિસે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીમાં નજીવો હિસ્સો ખરીદ્યો હોવાના અહેવાલ છે. સ્વિગીનો IPO ટૂંક સમયમાં જ આવવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હિસ્સો કંપનીના કર્મચારીઓ અને પ્રારંભિક રોકાણકારો પાસેથી શેર ખરીદીને હસ્તગત કરવામાં આવ્યો છે. જ્યારે સ્વિગીને આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈ ટિપ્પણી કરી ન હતી. સ્વિગીને આ વર્ષે એપ્રિલમાં IPO દ્વારા રૂ. 10,414 કરોડ એકત્ર કરવા શેરધારકો પાસેથી મંજૂરી મળી હતી. IPOમાં નવા શેરનો ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS) બંનેનો સમાવેશ થશે.
ઝડપી વેપારમાં સ્પર્ધા વધશે
આ પગલાથી ઝડપી વાણિજ્યમાં સ્પર્ધા વધવાની અપેક્ષા છે. સ્વિગી સીધી ઝોમેટો અને ઝેપ્ટો સાથે સ્પર્ધા કરી રહી છે. નિષ્ણાતોના મતે સ્વિગીના આગામી IPOને ધ્યાનમાં રાખીને આ રોકાણ ઝડપી કોમર્સ સ્પેસમાં સ્પર્ધા વધારશે. માર્ચ 2024માં સ્વિગીનું મૂલ્ય $15.1 બિલિયન હતું. કંપની ગ્રોસરી સર્વિસ સેગમેન્ટ અને ઈન્સ્ટામાર્ટમાં વૃદ્ધિ કરી રહી છે.
રામદેવ અગ્રવાલે પણ હિસ્સો ખરીદ્યો હતો
મોતીલાલ ઓસવાલ ગ્રુપના ચેરમેન અને અબજોપતિ રામદેવ અગ્રવાલે પણ સ્વિગીમાં હિસ્સો ખરીદ્યો છે. તેણે થોડા સમય પહેલા સ્વિગીની હરીફ ઝેપ્ટોમાં પણ રોકાણ કર્યું હતું. સોફ્ટબેંક-સમર્થિત સ્વિગી તેના આગામી IPOમાં આશરે $15 બિલિયનના મૂલ્યાંકનને લક્ષ્યાંકિત કરી રહી છે અને $1-1.2 બિલિયન એકત્ર કરવા માંગે છે. આ આ વર્ષના સૌથી મોટા ભારતીય IPOમાંથી એક હશે.
ગુજરાતમાં વઘતા વરસાદ વચ્ચે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું. ગુજરાતની ધરતી ઉપર આવીને એ વધુ મજબૂત બનતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું, એને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદ્ભવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. મહત્ત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગત રોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતાં 30 ઓગસ્ટ, 2024 સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જેના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના છે. એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી બે દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે, આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે એ ત્રણ સિસ્ટમને કારણે વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન, જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે.
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે, જેનું મુખ્ય કારણ પાકિસ્તાન તરફથી થનારો આતંકવાદ છે. હવે પાકિસ્તાને PM મોદીને આમંત્રણ મોકલ્યું છે. ઓક્ટોબરમાં ઇસ્લામાબાદમાં આયોજિત થનારું શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદીને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે અનેક વર્ષોથી સંબંધો વણસેલા છે. ભારત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પોષશે, ત્યાં સુધી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય નહીં થાય. પાસિતાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ જહરા બલૂચે કહ્યું હતું કે 15-16 ઓક્ટોબરે થનારા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે.
SCO શિખર સંમેલનથી પહેલાં મંત્રી સ્તરીય વાટાઘાટ અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકો થશે, જેમાં SCOના સભ્ય દેશોની વચ્ચે નાણાકીય, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. SCO ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા ગ્રુપ છે. પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે કોઈ પ્રત્યક્ષ દ્વિપક્ષી વેપાર નથી થતો.
SCOના કેટલાક દેશોના રાષ્ટ્રીયધ્યક્ષોએ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પુષ્ટિ કરી દીધી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત તરફથી અત્યાર સુધી ખુલાસો નથી થયો કે આ સંમેલનમાં ભાગ લેવા માટે કોણ જશે.?