Home Blog Page 1498

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪

અન્ન પારકું છે, કાંઇ પેટ પારકું થોડું છે?

 

અન્ન પારકું છે, કાંઇ પેટ પારકું થોડું છે?

 

રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. માણસને ભૂખ લાગે એટલે એને બીજું કશું જ સૂઝતું નથી. એ ભૂખ્યો હોય અથવા એનું કુટુંબ ભૂખ્યું બેઠું હોય તો પેટનો ખાડો પુરવા એ ગમે તે હદ સુધી જઇ શકે છે. એટલા માટે જ કહેવાયું છે કે ‘બુભુક્ષીતમ કીમ ન કરોતિ પાપમ’ અર્થાત ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરી શકે છે.

ભૂખ સમાવવા માટે અનાજ જોઈએ અને જમવા બેસીએ ત્યારે પોતાના ઘરે જમતો હોય ત્યારે તો પોતાનું અનાજ હોય. પણ પારકાને ત્યાં મહેમાનગતિએ ગયો હોય, સરસ મજાનાં મિષ્ટાન બનાવ્યાં હોય, આગ્રહ કરીને પીરસાતું હોય ત્યારે પણ ભલે અનાજ પારકું હોય પણ પેટ પોતાનું છે ને? અકરાંતિયા થઈને ખાઈએ તો માંદા પડાય. આ જ રીતે તમને કોઈ પણ કામ માટે વિપુલ માત્રામાં સાધનો મળે તો પણ એનો બગાડ નહીં કરવો જોઈએ, સંયમથી રહેવું જોઈએ. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પ્રિયંકા ચોપડાની ‘અંદાજ’ નવા નાકે સફળ રહી 

નિર્માતા સુનીલ દર્શન અક્ષયકુમાર સાથે વધુ ફિલ્મો બનાવતા હતા. એમણે ‘અંદાજ’ (2003) બનાવવાનું નક્કી કર્યું ત્યારે એ ‘તલાશ: ધ હંટ બિગેન્સ’ (2003) નું નિર્દેશન કરી રહ્યા હતા. તેઓ એકસાથે બે ફિલ્મોનું નિર્દેશન કરતા ન હતા એટલે રાજ કંવરને નિર્દેશક તરીકે લીધા હતા. એમાં નદીમ- શ્રવણનું સંગીત અને હીરો તરીકે અક્ષયકુમાર નક્કી હતા. હીરોઈન તરીકે જાણીતી અભિનેત્રીઓ એમાં કામ કરવા માગતી હતી. કરિશ્મા કપૂર એમાં એક હતી. સુનીલે વિચાર્યું કે તે અક્ષયકુમાર- કરિશ્મા સાથે વધુ ફિલ્મો કરી રહ્યા હોવાથી ‘અંદાજ’ માં કંઇ નવું નહીં લાગે.

સુનીલે એમાં નવી હીરોઈનો લેવાનો નિર્ણય કર્યો. જેથી પોતાની અન્ય ફિલ્મોથી અલગ પડી શકે. નવી હીરોઈનો શોધવાનું કામ ત્યારે સરળ ન હતું. એ દિવસોમાં સુનીલ દર્શને ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં અક્ષયકુમાર અને ‘મિસ યુનિવર્સ’ લારા દત્તાનું ફોટોશૂટ જોયું. લારાને બોલાવી અને એ ‘કાજલ’ ની ભૂમિકા માટે યોગ્ય હોવાથી સાઇન કરી લીધી. બીજી હીરોઈન માટે શોધ ચાલુ હતી ત્યારે સુનીલની ઓફિસ પર પ્રકાશ જાજૂ અને પ્રિયંકા ચોપડા ફિલ્મ મેળવવા મળવા માટે આવ્યા.

સુનીલે જ્યારે પ્રિયંકાને પહેલી વખત જોઈ ત્યારે ‘જીયા’ ની ભૂમિકા માટે એનો વિચાર કરી શક્યા નહીં. પરંતુ એની સાથે પંદરેક મિનિટ વાત કરી ત્યારે સુનીલને લાગ્યું કે એનો અવાજ નશીલો છે અને આંખો પણ સુંદર છે. એ ‘જીયા’ માટે યોગ્ય રહે એમ છે. સુનીલે સમજાવ્યું કે ‘અંદાજ’ માં એક હીરો અને બે હીરોઈન છે. આ ફિલ્મ જીતેન્દ્ર- શ્રીદેવી- જયાપ્રદાની હોય એવી છે. એમાં તારી ભૂમિકા શ્રીદેવી જેવી રહેવાની છે. પ્રિયંકા ભૂમિકા કરવા તૈયાર હતી.

સુનીલે કહ્યું કે તારું નાક બરાબર દેખાતું નથી. એ માટે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્રિયંકા એ માટે પણ તૈયાર થઈ ગઈ. પરંતુ ફિલ્મનું શૂટિંગ દસ દિવસમાં શરૂ થવાનું હતું. પ્રિયંકા એટલી જલદી સર્જરી કરાવી શકે એમ ન હતી. એને એક મહિનો લાગે એમ હતો. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે પહેલાં લારાનું શુટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું અને પ્રિયંકા પાછળથી એમાં જોડાઈ ગઈ. જ્યારે ગીતોનું શુટિંગ શરૂ થયું ત્યારે પ્રિયંકા સાથે એક બીજી સમસ્યા આવી. ‘અલ્લાહ કરે દિલ ના લગે કિસીસે’ ગીતના શૂટિંગમાં સુનીલને લાગ્યું કે પ્રિયંકાના ડાન્સમાં બોલિવૂડની હીરોઈનોમાં હોય એવા લટકા- ઝટકા બરાબર નથી. એને તાલીમની જરૂર હતી. એ સમય પર જ અક્ષયકુમારને ત્યાં પુત્રનો જન્મ થયો અને એક મહિના માટે શુટિંગ રદ કરવામાં આવ્યું.

આ દરમ્યાનમાં પ્રિયંકાએ દરરોજ કલાકો સુધી વીરૂ કૃષ્ણન પાસે ડાન્સની તાલીમ મેળવી. એ પછી જ્યારે શુટિંગ કરવામાં આવ્યું ત્યારે પ્રિયંકાએ સરસ ડાન્સ કર્યો. ફિલ્મના ગીતો તૈયાર થઈ ગયા પછી સુનીલ દર્શને એનું સંગીત આલબમ રજૂ કરવા જાણીતી સંગીત કંપનીનો સંપર્ક કર્યો ત્યારે એમણે ‘અંદાજ’ માં નવી હીરોઈનો હોવાથી રસ ના બતાવ્યો. અને કારણ એવું આપ્યું કે સંગીત ખાસ નથી. તેથી સુનીલે પોતાની જ સંગીત કંપની લોન્ચ કરી એને રજૂ કરવાનો નિર્ણય કર્યો. એ માટે એક ખાસ શૉ આયોજિત કરવામાં આવ્યો હતો. એ પછી સંગીત લોકપ્રિય થયું અને ફિલ્મ પણ સફળ રહી હતી.

 

રાશિ ભવિષ્ય 09/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈ ના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

iPhone 16 અને iPhone 16 Pro Max લોન્ચ

અમેરિકન ટેક કંપનીએ iPhone 16 લોન્ચ કર્યો છે. આ પહેલા Apple Watch Series 10 અને નવી Watch Ultra 2 લોન્ચ કરવામાં આવી છે. એપલે તેની ગ્લોટાઇમ ઇવેન્ટમાં વોચ સીરીઝ 10 અને નવી વોચ અલ્ટ્રા 2 લોન્ચ કરી છે. સૌથી વધુ ચર્ચિત iPhone 16નું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. કંપનીએ iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે. નવા iPhoneમાં AIનો સારો સપોર્ટ હશે.

કંપનીએ કેમેરા મોડ્યુલમાં ફેરફાર કર્યા છે. એટલે કે આ ફોનમાં તમને નવી ડિઝાઇન મળશે. કંપનીએ તેમાં પિલ શેપ્ડ ડિસ્પ્લે આપી છે. આ સ્માર્ટફોન A18 પ્રોસેસર સાથે આવે છે. તમને iPhone 16 અને iPhone 16 Plusમાં સમાન સુવિધાઓ મળશે. બંને સ્માર્ટફોન વચ્ચેનો તફાવત માત્ર બેટરી અને ડિસ્પ્લે સાઈઝનો છે. આમાં તમને એક નવું કેમેરા કેપ્ચર બટન પણ મળશે. કંપની સોફ્ટવેર અપડેટ સાથે Apple Intelligence ને સપોર્ટ કરશે. તે ફક્ત અંગ્રેજી ભાષામાં જ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અન્ય ભાષાઓ માટે પણ ટૂંક સમયમાં અપડેટ ઉમેરવામાં આવશે.

iPhone 16માં શું છે ખાસ?

કંપનીનું કહેવું છે કે iPhone 16માં યુઝર્સને વધુ સારી સ્ક્રીન પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તમને iPhone 16માં 6.1-ઇંચની ડિસ્પ્લે અને iPhone 16 Plusમાં 6.7-ઇંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રીનની બ્રાઇટનેસ 2000 Nits છે. આમાં તમને કેમેરા કેપ્ચર બટન આપવામાં આવ્યું છે. આનો ઉપયોગ કરીને તમે માત્ર એક ક્લિકમાં કેમેરાને એક્સેસ કરી શકશો. સ્માર્ટફોનમાં A18 ચિપસેટ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોન સાથે જ નહીં પરંતુ ઘણા ડેસ્કટોપ સાથે પણ સ્પર્ધા કરી શકે છે.

કિંમત કેટલી છે?

iPhone 16 ની કિંમત $799 (લગભગ 67 હજાર રૂપિયા) થી શરૂ થશે. આ કિંમત 128GB સ્ટોરેજ માટે છે. જ્યારે iPhone 16 Plusની કિંમત $899 (અંદાજે રૂ. 75,500) થી શરૂ થશે, જે 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે.

પંચાંગ 10/09/2024

‘યુદ્ધ જલદીથી જલદી બંધ થવું જોઈએ’ : એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકર ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેવા માટે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધની મુલાકાતે છે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે. તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રીએ સોમવારે GCC સભ્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી.

પ્રથમ ભારત-GCC મંત્રી સ્તરીય બેઠકમાં પોતાના સંબોધનની શરૂઆતમાં જયશંકરે કહ્યું હતું કે વ્યૂહાત્મક સંવાદ માટે આ બેઠકમાં ભાગ લેવો અને સંબોધન કરવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. અમારી આજની મીટિંગ એ માત્ર અમારી સિદ્ધિઓ પર વિચાર કરવાની જ નહીં, પરંતુ ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી અને દૂરગામી માર્ગની રૂપરેખા પણ છે.

ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

બેઠકને સંબોધતા એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને યુદ્ધવિરામ માટે હાકલ કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એસ જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું, ગાઝાની વર્તમાન સ્થિતિ હવે દેખીતી રીતે જ અમારી સૌથી મોટી ચિંતા છે. આ સંદર્ભમાં ભારતનું વલણ સૈદ્ધાંતિક અને સુસંગત રહ્યું છે. અમે આતંકવાદ અને બંધક બનાવવાની ઘટનાઓની નિંદા કરીએ છીએ, પરંતુ નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ.

પેલેસ્ટિનિયન મુદ્દાના ઉકેલ માટે સ્ટેન્ડિંગ

વિદેશ મંત્રીએ કહ્યું, કોઈપણ પ્રતિભાવ માનવતાવાદી કાયદાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવો જોઈએ. અમે વહેલી તકે યુદ્ધવિરામનું સમર્થન કરીએ છીએ. મોટા મુદ્દા પર, અમે બે-રાજ્ય ઉકેલ દ્વારા પેલેસ્ટિનિયન મુદ્દાના ઉકેલ માટે ઊભા રહીએ છીએ. અમે પેલેસ્ટિનિયન સંસ્થાઓ અને ક્ષમતાઓના નિર્માણમાં પણ યોગદાન આપ્યું છે. જ્યાં સુધી માનવતાવાદી પરિસ્થિતિનો સંબંધ છે, અમે રાહત પૂરી પાડી છે અને UNRWAને અમારું સમર્થન વધાર્યું છે.

ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ મળી આવતા હડકંપ

દેશમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હીના આ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો હતો. હવે તેના સેમ્પલની તપાસ બાદ તેમાં મંકીપોક્સ વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. આ દર્દી હાલમાં જ વિદેશથી ભારત પરત ફર્યો છે. હાલમાં દર્દીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કડક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને લોકોને ગભરાવાની સલાહ આપવામાં આવી નથી. હાલ દર્દીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

આઇસોલેટેડ દર્દીને હોસ્પિટલમાં સંપૂર્ણ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે જેથી કોઇપણ રીતે વાયરસ ફેલાવાનું જોખમ ન રહે. આ સાથે આરોગ્ય વિભાગ તે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી રહ્યું છે અને તેની અસર જાણવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- આ WHO રિપોર્ટનો ભાગ નથી

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ કેસ એક અલગ કેસ છે, જે ભારતમાં જુલાઈ 2022 પછી નોંધાયેલા 30 અગાઉના કેસ જેવો છે. આ હાલમાં MPOX ના ક્લેડ 1 ના સંબંધમાં જાહેર આરોગ્ય કટોકટી (WHO દ્વારા અહેવાલ) નો ભાગ નથી, જ્યારે વર્તમાન દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ 2 MPOX વાયરસની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.

ચાલીહા: ભગવાન ઝુલેલાલજીનું સરઘસ

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં “પૂંજ ઝુલેલાલ સાહેબના વ્રત ( ઉપવાસ)’ના પચાસમાં વર્ષ ‘ગોલ્ડન જ્યુબિલી’ને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. સમાજના સંત, મહંત અને ગણમાન્ય વ્યક્તિઓ, ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાન ઝુલેલાલજીના મટકી સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું.પૂજ ઝુલેલાલ મંદિર સરદારનગર સર્કલથી ઈંદિરા બ્રિજ સાબરમતી નદીના કિનારે ભક્તિમય વાતાવરણમાં શ્રધ્ધાળુઓએ મટકી સરઘસનું સમાપન કરવામાં આવ્યું હતું. સરઘસમાં ભગવાન ઝુલેલાલની જ્યોત પણ દર્શન માટે હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.ઝુલેલાલના આ મટકી સરઘસમાં મેયર પ્રતિભાબહેન જૈન, સાંસદ હસમુખ પટેલ, ડેપ્યુટી મેયર જમીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, દંડક શીતલ ડાગા, ગૌરાંગ પ્રજાપતિ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)