Home Blog Page 1044

અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અનેક રંગો જોવાનો અનુભવ અદ્દભૂત: સુનિતા વિલિયમ્સ

અમેરિકા: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનમાંથી પરત આવ્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.

ટૂંક સમયમાં જ ભારત આવીશ

સુનિતા વિલિયમ્સ ટૂંક સમયમાં જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે “મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે હું જલ્દી જ મુલાકાત કરીશ અને તેમની સાથે મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે, જેમાં અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. હું તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.”તેમણે એમ પણ જણાવ્યું હતું કે અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ અદ્દભૂત અનુભવ થાય છે. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાના પતિ અને કૂતરાઓને ગળે લગાવ્યા. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

રાજ્યમાં બેવડી ઋતુનો માર: આજે હીટવેવની, ત્રણ દિવસબાદ વરસાદની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી-બફારો જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો વાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને હીટવેવ અને માવઠાની આગાહી કરી છે. મંગળવારે (1 એપ્રિલ 2025ના રોજ) સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે આગામી 3 એપ્રિલ, 2025 સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 17 જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

પોરબંદર-ગીર સોમનાથમાં હીટવેવનું યલો એલર્ટ

રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાની આગાહી કરી છે. મંગળવારે હવામાન વિભાગલ અનુસાર પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં મંગળવારે (1 એપ્રિલ, 2025) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 2-3 એપ્રિલની આગાહી

રાજ્યમાં 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને 3 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

૦૧ એપ્રિલ – ૨૦૨૫

પંચાંગ 01/04/2025

મ્યાનમારમાં ભૂકંપથી અત્યાર સુધીમાં 2056 લોકોના મોત, 3900 થી વધુ ઘાયલ

28 માર્ચે મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,056 થઈ ગયો છે, જ્યારે 3,900 થી વધુ લોકો ઘાયલ થયા છે અને લગભગ 270 લોકો હજુ પણ ગુમ છે. મ્યાનમારની શાસક જુન્ટા સરકારે સોમવારે આ માહિતી આપી. 7.7 ની તીવ્રતાના આ વિનાશક ભૂકંપ પછી કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના માનમાં સરકારે એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

ત્રણ દિવસ પછી કાટમાળમાંથી બહાર આવી મહિલા

સોમવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે માંડલેમાં ગ્રેટ વોલ હોટેલના કાટમાળમાંથી એક મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. ત્રણ દિવસ પછી કોઈ જીવતું મળવાથી રાહતની આશા જાગે છે. મ્યાનમારમાં ચીની દૂતાવાસે ફેસબુક પોસ્ટમાં માહિતી આપી હતી કે મહિલાની હાલત સ્થિર છે. મ્યાનમારમાં ભૂકંપના કેન્દ્રબિંદુની નજીક મંડલે આવેલું છે અને ભૂકંપના આંચકા થાઇલેન્ડ સહિત અનેક પડોશી દેશોમાં પણ અનુભવાયા હતા, જ્યાં રાજધાની બેંગકોક સહિત ઘણા વિસ્તારોમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

બેંગકોકમાં બચાવ કાર્યકરોએ સોમવારે બાંધકામ હેઠળની ગગનચુંબી ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા 76 લોકોને બચાવવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખ્યા. ભૂકંપની અસરને કારણે આ ઇમારતનું માળખું ધરાશાયી થયું. રવિવાર સુધીમાં થાઇલેન્ડમાં મૃત્યુઆંક 18 હતો, પરંતુ એવી આશંકા છે કે કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી શકે છે.

ભારત સહિત ઘણા દેશોએ મદદ મોકલી

ગૃહયુદ્ધને કારણે મ્યાનમાર પહેલાથી જ સંકટમાં હતું, પરંતુ હવે આ ભૂકંપ ત્યાંની પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશો અને સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આ આપત્તિથી પ્રભાવિત 23,000 થી વધુ લોકોને રાહત આપવા માટે સહાય મોકલી છે.

મહેન્દ્ર સિંહ ધોની કેમ 7મા નંબર પર બેટિંગ કરે છે?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ ચૂકી છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બેટિંગ ઓર્ડર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ધોની, જેણે CSKને પાંચ વખત IPL ટાઈટલ જીતાડ્યું છે, આ સિઝનમાં નીચલા ક્રમે બેટિંગ કરવા ઉતરી રહ્યો છે—ક્યારેક 8મા નંબરે તો ક્યારેક 9મા નંબરે. આ નિર્ણયની અસર ટીમના પ્રદર્શન પર પડી રહી છે, કારણ કે CSKએ 3 મેચમાંથી માત્ર એક જીત મેળવી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) સામે સતત બે હારનો સામનો કરવો પડ્યો છે.

ધોનીએ આ સિઝનની ત્રણ મેચમાં કુલ 46 રન બનાવ્યા છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 30 રનનું રહ્યું છે. જોકે, RCB સામે 9મા નંબરે અને RR સામે 7મા નંબરે બેટિંગ કરવા ઉતરેલો ધોની ટીમને જીત અપાવી શક્યો નથી. ચાહકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ધોની આટલા નીચલા ક્રમે બેટિંગ કેમ કરે છે? આનો જવાબ CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપ્યો છે. ફ્લેમિંગે જણાવ્યું કે ધોની હાલ ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે મટી નથી. આ કારણે ધોની માટે 10 ઓવરથી વધુ બેટિંગ કરવી મુશ્કેલ છે, અને તેથી તે ઓવરોની સંખ્યાના આધારે બેટિંગ કરવા આવે છે.

ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને ચાહકોમાં નારાજગી હોવા છતાં, ફ્લેમિંગે સ્પષ્ટ કર્યું છે કે ધોની ટીમ પર બોજ નથી. તેમણે કહ્યું, “ધોની ફ્રેન્ચાઈઝીનો સૌથી મૂલ્યવાન ખેલાડી છે, અને તેની હાજરી ટીમ માટે અમૂલ્ય છે.” CSKની સ્ક્વોડમાં ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેવોન કોન્વે, રવિચંદ્રન અશ્વિન, સેમ કરન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, રચિન રવિન્દ્ર, ખલીલ અહેમદ, નૂર અહેમદ, મથિશા પથિરાણા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમે આગળની મેચોમાં ધોનીની ભૂમિકાને વધુ સારી રીતે વ્યવસ્થિત કરવાની જરૂર છે, જેથી તેનો અનુભવ ટીમને વધુ ફાયદો કરી શકે.

પારિવારિક લગ્ન સમારોહમાં અભિષેક બચ્ચન-ઐશ્વર્યા સાથે જોવા મળ્યા

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે. તાજેતરમાં, બંને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે એક પારિવારિક લગ્નમાં જોવા મળ્યા હતા. આ પાવર કપલના ઘણા ફોટા અને વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે, જ્યાં અભિષેક તેની પત્ની ઐશ્વર્યાની પિતરાઈ બહેન શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નમાં તેની પુત્રી સાથે મહારાષ્ટ્રના પુણેમાં હાજરી આપી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007 માં થયા હતા. ભલે થોડા મહિનાઓથી તેમના અલગ થવાની અફવાઓ ચાલી રહી હોય, પરંતુ તેમણે વારંવાર છૂટાછેડાની અફવાઓનો અંત લાવ્યો છે.

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યાના ઘણા ફોટા સામે આવ્યા છે, જેમાં તેઓ એક પારિવારિક લગ્નમાં હાજરી આપતા જોવા મળ્યા છે. ત્રણેય તેમના પરિવારના સભ્યો સાથે એક જૂથમાં પોઝ આપતા જોવા મળ્યા, જેમાં સેલિબ્રિટી કપલ પાછળ ઊભું હતું જ્યારે તેમની પુત્રી પરિવારના બાળકો સાથે પોઝ આપતી જોવા મળી. તસવીરમાં અભિષેક-ઐશ્વર્યા સાથે ઉભા છે. અભિનેતા ગુલાબી રંગના હૂડીમાં જોવા મળ્યા હતા જ્યારે 1994ની મિસ વર્લ્ડ ઐશ્વર્યા સિમ્પલ લુકમાં જોવા મળી હતી અને આરાધ્યા ડેનિમ પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી.

લગ્નમાં આરાધ્યા સાથે ચમક્યા અભિષેક-ઐશ્વર્યા

 

View this post on Instagram

 

A post shared by @ambikas487

પુણેમાં શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા સાથે તેમના લુકને કારણે ચર્ચામાં રહ્યા હતા. આ યુગલ, દુલ્હા અને દુલ્હન, એકબીજા સાથે પોઝ આપતા અને વાત કરતા હોય તેવા વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. લગ્નમાં ઐશ્વર્યાએ ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો હતો. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા અને ઓછામાં ઓછા મેકઅપ સાથે લુક પૂર્ણ કર્યો. આરાધ્યા બચ્ચન હાથીદાંત રંગનો અનારકલી ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. જ્યારે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન ગુલાબી રંગની શેરવાનીમાં જોવા મળ્યા હતા. એક ફોટામાં, ત્રણેય સાથે વાત કરતા જોવા મળે છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘પોનીયિન સેલ્વન II’ પછી ઐશ્વર્યા રાયે તેના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. અભિષેક બચ્ચન, જે તાજેતરમાં ‘બી હેપ્પી’માં જોવા મળ્યા હતા. તે ટૂંક સમયમાં ‘હાઉસફુલ 5’માં જોવા મળશે.

ઈદના પ્રસંગે કડક સુરક્ષા વચ્ચે સલમાન ખાન ચાહકોને શુભેચ્છા પાઠવી

સલમાનને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની ગેલેરીમાં કડક સિક્યુરિટી સાથે આવીને ઈદ મુબારક કરી હતી આ સાથે તેની સાથે તેની બહેન અને તેના પુત્ર આર્યન અને પુત્રી અલીઝેહ સાથે ઈદનો તહેવાર મનાવ્યો હતો. 31 માર્ચના રોજ પૂરા દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો છે ત્યારે સુપરસ્ટાર ભાઈજાનના નામથી ઓળખાતા સલમાન ખાનના ઘર પર બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદ મુબારક કરવા આવી પહોંચ્યા હતા સલમાન ખાને ઈદ મુબારક કરી હતી.

લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાનની આસપાસ સુરક્ષા ખૂબ કડક કડક કરી દેવામાં આવી છે જો કે આ અવસર પર ઈદ મુબારક કરવા આવ્યા તો પોતાની જાતને રોકી શક્યો ન હતો આ પ્રસંગે તેણે સફેદ પઠાણી કુર્તો અને સલવાર પહેર્યો હતો. આ લુકમાં ખૂબ જ સુંદર જોવા મળ્યા હતા ભાઈજાન આ સાથે અભિનંદ આપવા માટે સલમાન સાથે બે યુવાન પણ હતા.

ઈદ મનાવવા માટે સલમાન ખાનની બહેન અને તેના બંને બાળકો સલામનના ઘર પર આવ્યા હતા આ દરમિયાન,આહિલે પણ સફેદ કુર્તા-પાયજામા પહેર્યો હતો અને આયતે સુંદર ઘરારા પહેર્યો હતો.આ સાથે સલમાન ખાનના ઘરની બહાર ખૂબ જ ભીડ જોવા મળી હતી

કરોડો EPFO ધારકો માટે સારા સમાચાર

EPFO ધારકો માટે ઓટો સેટલમેન્ટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે પહેલા 1 લાખની હતી અને હવે વધારીને 5 લાખ કરવામાં આવી છે. 7.5 EPFO ધારકો માટે ઓટો સેટલમેન્ટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે પહેલા 1 લાખની હતી અને હવે વધારીને 5 લાખ કરવામાં આવી છે આ વધારો કુલ 5 ગણો કરવામાં આવ્યો છે મીડિયાના રિપોર્ટ્સ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ દ્વારા ગયા અઠવાડિયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની એક્ઝિક્યુટિવ કમિટીની 113મી બેઠકમાં ઓટો સેટલમેન્ટ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની મંજૂરી આપી હતી આ નિર્ણયથી EPFO ધારકોના જીવન સરળ બનશે.

તમે 5 લાખ રૂપિયા સુધીનો પીએફ પણ ઉપાડી શકો છો

આ બેઠક 28 માર્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં યોજાઈ હતી, જેમાં EPFO ​​સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હજાર હતા. CBT ની મંજૂરી પછી, EPFO ​​સભ્યો ASSC દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો PF પણ ઉપાડી શકે છે. તમને જણાવી દઈએ કે એડવાન્સ ક્લેમનું ઓટો સેટલમેન્ટ સૌપ્રથમ 2020 માં શરૂ થયું હતું, તે સમયે તેની મર્યાદા 50 હજાર રૂપિયા હતી. મે 2024 માં, EPFO ​​એ એડવાન્સ ક્લેમ લિમિટની ઓટો સેટલમેન્ટ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ઓટો મોડ સેટલમેન્ટનો પરિચય

EPFO એ શિક્ષણ, લગ્ન અને રહેઠાણની 3 થી વધુ વિભાગમાં એડવાન્સ દાવાઓનું ઓટો મોડ સેટલમેન્ટ પણ રજૂ કર્યું છે. અગાઉ EPFO ના ધારકો ફક્ત બીમારી/હોસ્પિટલમાં દાખલ થવા માટે જ તેમના પીએફ ઉપાડી શકતા હતા.