બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવશે. માહિતી અનુસાર, બિલ બપોરે 12 વાગ્યે રજૂ થવાની ધારણા છે. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં બિલ રજૂ કરવાની માહિતી આપવામાં આવી હતી. વિપક્ષે બિલ પર 12 કલાક ચર્ચાની માંગ કરી. જ્યારે સરકારે આઠ કલાકનો સમય આપ્યો છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પણ તેના તમામ સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જારી કરશે. પક્ષના તમામ સાંસદોએ ગૃહમાં હાજર રહેવું પડશે.
લોકસભામાં વકફ બિલ પર 8 કલાક ચર્ચા થશે
વકફ બિલ 2 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કાર્ય સલાહકાર સમિતિની બેઠકમાં, વિપક્ષે આ બિલ પર 12 કલાક ચર્ચાની માંગ કરી. જોકે, સરકારે બિલ પર ચર્ચા માટે આઠ કલાકનો સમય ફાળવ્યો છે. વકફ સુધારા બિલ આવતીકાલે બપોરે 12 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓએ આ અંગે 12 કલાક ચર્ચાની માંગ કરી છે. એવું કહેવાય છે કે સરકારે આ બિલ પર ચર્ચા માટે 4 થી 6 કલાકનો સમય નક્કી કર્યો છે, જેના કારણે વિપક્ષી દળો ગુસ્સે થઈ ગયા અને વોકઆઉટ કરી ગયા.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન 16મા દિવસે પણ ચાલુ છે. કાયમી ભરતીની માગ સાથે શિક્ષકો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં અંગકસરતનો સમાવેશ થાય છે. મંગળવાર, 1 એપ્રિલ 2025ના રોજ, આ શિક્ષકોએ ગાંધીનગરના સચિવાલય તરફ કૂચ કરીને પોતાની માગણીઓ માટે ઉગ્ર રજૂઆત કરી. આ દરમિયાન પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં બે શિક્ષકોને ઈજા થઈ, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે અન્ય ઘણા શિક્ષકોને પોલીસે ટીંગાટોળી કરીને વાહનોમાં લઈ જવાયા.
છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગરમાં 500થી વધુ વ્યાયામ શિક્ષકો 11 મહિનાના કરાર આધારિત ‘ખેલ સહાયક’ની ભરતી બંધ કરવા અને તેના બદલે કાયમી વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. આ શિક્ષકોનું કહેવું છે કે કરાર આધારિત નોકરીઓને બદલે સ્થાયી નોકરીઓ આપવામાં આવે જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થાય. આ માગણીને લઈને તેઓ સત્યાગ્રહ છાવણીમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સચિવાલય પાસે પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો.
જાણકારી અનુસાર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 5,000 જગ્યાઓ માટે બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન (BPE), BPED, અને MPED-MPE જેવા અભ્યાસક્રમો પૂર્ણ કરનારા ઉમેદવારોમાંથી 1,700 લાયક ઠર્યા હતા. હાલમાં 1,465 ખેલ સહાયકોને રિન્યુ કરવામાં આવ્યા છે, પરંતુ રાજ્યમાં હજુ પણ 3,100થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. આ ખાલી જગ્યાઓને ભરવા માટે કાયમી ધોરણે ભરતીની માગણી આંદોલનનું મુખ્ય કારણ છે.
સચિવાલય તરફ કૂચ કરતી વખતે પોલીસે આંદોલનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન ઘર્ષણ થયું. બે શિક્ષકોને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા, જ્યારે અન્ય ઘણા શિક્ષકોને પોલીસે હિરાસતમાં લઈને વાહનોમાં ખસેડ્યા. આ ઘટનાએ આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું છે, અને શિક્ષકો હવે સરકાર સામે વધુ આક્રમક રીતે પોતાનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.
ભારતના મુખ્ય શહેરોમાં જેમ કે દિલ્હી, પટના, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈમાં આજે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી છે. સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરના ભાવ, માંગ-પુરવઠો, આર્થિક પરિસ્થિતિઓ અને તહેવારોની મોસમ જેવા ઘણા પરિબળોને કારણે દરરોજ બદલાય છે. સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે, તેથી જ લોકો ઘણીવાર તેની કિંમતો પર નજર રાખે છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,840 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,100 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
આજે લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
આજે પટનામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,890 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,150 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
આજે જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
આજે નોઇડામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,890 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,150 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
આજે ઇન્દોરમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,890 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,150 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
કાનપુરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
આજે ગાઝિયાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
ગુરુગ્રામમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
મેરઠમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,990 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,250 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹930 ના વધારા સાથે ₹92,890 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹85,150 પ્રતિ 10 ગ્રામ છે, જેમાં ₹850 નો વધારો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદઃ દેશમાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા 2018માં આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી હતી. જોકે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ ખાનગી હોસ્પિટલો સ્વેચ્છાએ બહાર થઈ છે, ખાનગી હોસ્પિટલોનું કહેવું છે કે યોજના અંતર્ગત નક્કી કરાયેલા નીચા દરો અને પેમેન્ટમાં થતા વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે,એમ અહેવાલ કહે છે. આ હોસ્પિટલોએ વિવિધ કારણો આપીને યોજનામાંથી બહાર થઈ હતી.
આયુષ્માન ભારત યોજનામાંથી સ્વેચ્છાએ બહાર થનારી હૉસ્પિટલોમાં ગુજરાત મોખરે છે. રાજ્યની 233 હોસ્પિટલો યોજનામાંથી બહાર થવાનો ફેંસલો કર્યો છે. કેરળની 146 અને મહારાષ્ટ્રની 83 હોસ્પિટલોએ પણ આ પ્રકારનું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, કુલ 609 હોસ્પિટલો આ યોજનામાંથી બહાર થઈ ચૂકી છે.
છત્તીસગઢ અને ગુજરાત જેવાં રાજ્યોમાં કેટલાક ટ્રીટમેંટ પેકેજ માત્ર સરકારી હોસ્પિટલો માટે હોવાથી અને સરકારી હોસ્પિટલોમાંથી કોઈ રેફરલ ન મળવાથી પણ ખાનગી હૉસ્પિટલો બહાર નીકળી ગઈ છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે આતંરરાજ્ય હોસ્પિટલો માટે ક્લેમ દાખલ કરવા માટે 15 દિવસની અંદર અને પોર્ટેબિલિટી હોસ્પિટલો (રાજ્યની બહાર) માટે 30 દિવસની અંદર ક્લમેની ચુકવાણી કરવાના દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.
પંજાબના સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલીની એક કોર્ટે તાજેતરમાં દુષ્કર્મના ગુનામાં દોષી ઠેરવ્યો હતો અને આજે, 1 એપ્રિલ 2025ના રોજ, તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ કેસમાં કોર્ટે 28 માર્ચે જ બજિન્દરને દોષી જાહેર કર્યો હતો. સાત વર્ષની લાંબી કાનૂની લડાઈ અને પુરાવાઓ તથા સાક્ષીઓના આધારે પીડિતાને આખરે ન્યાય મળ્યો છે. આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ હતા, જેમાંથી પાંચને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા, પરંતુ બજિન્દર સામે પૂરતા પુરાવા મળતાં તેને સજા થઈ છે.
આ ઘટનાની શરૂઆત 2018માં થઈ હતી, જ્યારે બજિન્દર સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, બજિન્દરની માનસિકતા વિકૃત છે અને જો તે જેલમાંથી છૂટી જશે તો ફરીથી આવા કૃત્યો કરી શકે છે. તેણે કહ્યું, “હું તેને જેલમાં જ રહેતો જોવા માંગું છું. આ નિર્ણયથી અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે.” પીડિતાએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે ડીજીપીને અપીલ પણ કરી છે, કારણ કે તેને હુમલાનું જોખમ લાગે છે.
પીડિતાના પતિએ સાત વર્ષ સુધી આ કેસ લડ્યો અને કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, “આ સમયગાળામાં અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બજિન્દરે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને અમારી સામે ખોટી એફઆઈઆર પણ નોંધાવી, જેના કારણે મને છ મહિના જેલમાં રહેવું પડ્યું. પરંતુ અમને ન્યાય પર ભરોસો હતો, અને આજે અમે જીત્યા છીએ.” 2018માં જ્યારે આ કેસ નોંધાયો, ત્યારે બજિન્દર લંડન ભાગી જવાની તૈયારીમાં હતો. પોલીસે તેને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. પંજાબના મોહાલીમાં રહેતી એક મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી, જેના આધારે તેની ધરપકડ થઈ.
શું હતી આખી ઘટના?
પીડિતા 2016માં બજિન્દરના સંપર્કમાં આવી હતી. 2017માં બજિન્દરે તેને એક ઢાબા પર મળવા બોલાવી અને યુકે લઈ જવાની લાલચ આપીને પાસપોર્ટ લાવવા કહ્યું હતું. ત્યારબાદ તેણે પીડિતાને અન્ય એક આરોપી સાથે કારમાં ચંદીગઢ જવા કહ્યું. યુકે લઈ જવાના બહાને તેણે પીડિતા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા અને તેને બેભાન કરી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોનો ઉપયોગ કરી તે પીડિતાને ધમકાવતો રહ્યો અને વિદેશ જવા માટે એક લાખ રૂપિયાની માગણી પણ કરી. પીડિતાએ આ મામલે ઉકેલ લાવવા બજિન્દરના ઘરે જવાનું નક્કી કર્યું, પરંતુ ત્યાં તેની સાથે અન્ય પાંચ લોકોએ શારીરિક શોષણ અને મારપીટ કરી હતી, જેની ફરિયાદ તેણે નોંધાવી હતી.
બીજિંગઃ ચીન અને તાઇવાનની વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. ચીનની સેનાએ તાઈવાનની ચારે બાજુ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીનની સેનાના પૂર્વ કમાન્ડના સત્તાવાર વીચેટ એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે, જેમાં ચીનની સેનાના જોઈન્ટ ફોર્સ, નેવી અને રોકેટ ફોર્સ આ અભ્યાસમાં હિસ્સો લઈ રહ્યા છે.
ચીનનું કહેવું છે કે આ અભ્યાસ તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કરતાં લોકો માટે એક ચેતવણી છે. તાજેતરમાં ચીનને તાઇવાન પર રાજકીય અને સૈન્ય દબાણ વધાર્યું છે. ચીન તાઇવાનને તેનો હિસ્સો માનતું હોવાથી આ સૈન્ય અભ્યાસ તાઇવાન માટે ધમકીના રૂપમાં જોવામાં આવે છે.
ચીનની સેનાએ કહ્યું કે, મિલિટરી એક્સરસાઇઝનો હેતુ તાઇવાનમાં કથિત અલગતાવાદીઓને કડક ચેતવણી આપવાનો છે. ચીને થોડા સમય પહેલાં કહ્યું હતું કે તેઓ તાઇવાનને તેમની સાથે ભેળવી દેશે અને આ માટે બળ પ્રયોગ એક વિકલ્પ હોઇ શકે છે. ચીનની સેના મુજબ યુદ્ધ અભ્યાસનો મુખ્ય હેતુ સમુદ્ર અને હવામાં યુદ્ધની તૈયારી કરવાનો છે. આ ઉપરાંત દરિયાઈ અને જમીન પર હુમલા સૈન્યની સંયુક્ત તાકાત વધારવી તથા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં દરિયાઈ રસ્તો ઘેરવાની વ્યૂહરચના પર કામ ચાલી રહ્યું છે.
ગયા મહિને પણ ચીનની સેનાએ તાઇવાન પાસે સૈન્ય અભ્યાસ કર્યો હતો. પરંતુ તેની કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નહોતી. તેમ છતાં એક મોટો સૈન્ય અભ્યાસ ખતમ થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજિંગના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વૂ કિયાને જણાવ્યું હતું કે પીએલએના પૂર્વ થિયેટર કમાન્ડની નૌસેના અને વાયુસેનાએ તાજેતરમાં સંયુક્ત અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ તાઇવાન પર નજર રાખવા માટે કરવામાં આવ્યો હતો.
આજે 1 એપ્રિલ છે, એટલે કે નાણાકીય વર્ષ 2025-26નો પ્રારંભ. દેશમાં દર વર્ષે માર્ચ મહિનાની સમાપ્તિ સાથે નવા નિયમો અને નીતિઓમાં ફેરફારો થતા હોય છે, અને આ વખતે પણ ઘણા મહત્વના બદલાવો અમલમાં આવ્યા છે. આ વર્ષે ફોર વ્હિલરનો શોખ મોંઘો થવાનો છે આ સાથે 12 લાખ સુધીની આવક ધરાવતા લોકોને ટેક્સમાં થોડી રાહત મળવાની છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી રાહત
નવી કર વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો લાગશે નહીં. પગારદાર વર્ગ માટે 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા સુધી પહોંચે છે. સરકારે નવી ટેક્સ સિસ્ટમના સ્લેબમાં ફેરફાર કર્યા છે, પરંતુ જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ બદલાવ નથી.
ફોર-વ્હીલરના ભાવમાં વધારો
આજથી મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ ઈન્ડિયા, કિયા ઈન્ડિયા અને હોન્ડા જેવી કંપનીઓએ તેમની ગાડીઓની કિંમતોમાં વધારો જાહેર કર્યો છે. આનાથી ગાડી ખરીદવી મોંઘી બની છે, જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
વરિષ્ઠ નાગરિકોને વ્યાજ પર વધુ રાહત
બેંકો અને પોસ્ટ ઓફિસમાંથી વ્યાજની આવક પર વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી કર મુક્તિ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે વરિષ્ઠ નાગરિકોને વ્યાજની આવક પર 1 લાખ રૂપિયા સુધીની રાહત મળશે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 44.50 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ આ સિલિન્ડરની કિંમત 1913 રૂપિયા હતી, જે હવે ઘટીને સસ્તી થઈ છે. જોકે, ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોગ્રામના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) શરૂ કરી છે. આ યોજનામાં 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે, જેમાં ન્યૂનતમ 10,000 રૂપિયાની ગેરંટી છે. કર્મચારીઓએ પગારના 10% ફાળો આપવાનો રહેશે, જ્યારે સરકાર 18.5% યોગદાન આપશે.
ULIP પર નવો ટેક્સ નિયમ
જો યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (ULIP) નું વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી વધુ હશે, તો તેના નફા પર કેપિટલ ગેન ટેક્સ લાગશે. 12 મહિનાથી વધુ સમય માટે રાખેલા ULIP પર 12.5% લાંબા ગાળાનો ટેક્સ અને ઓછા સમય માટે 20% ટૂંકા ગાળાનો ટેક્સ લાગશે.
બેંકમાં ન્યૂનતમ બેલેન્સના નિયમોમાં ફેરફાર
SBI, PNB, કેનેરા બેંક સહિતની બેંકોએ ન્યૂનતમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે આ નિયમો ખાતું શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના આધારે નક્કી થશે, અને નિર્ધારિત રકમથી ઓછું બેલેન્સ રાખવા પર દંડ લાગી શકે છે.
ATFના ભાવમાં ઘટાડો
એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 6,064.10 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો થયો છે. ચેન્નાઈમાં તેની કિંમત હવે 92,503.80 રૂપિયા થઈ છે, જેનાથી હવાઈ મુસાફરી સસ્તી થવાની શક્યતા છે.
UPI માટે નવો નિયમ
જો તમે UPI દ્વારા ચુકવણી કરો છો અને તમારો બેંક સાથે જોડાયેલો મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો હવે તે નંબર પર UPI કામ નહીં કરે. આવા નંબરોને UPI સિસ્ટમમાંથી હટાવવામાં આવશે, જેના કારણે ચુકવણીમાં મુશ્કેલી થઈ શકે છે.
‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ યોજના સમાપ્ત
મહિલાઓ માટે શરૂ કરાયેલી ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ (MSSC) યોજના હવે બંધ કરવામાં આવી છે. આ યોજના 7.5%ના વાર્ષિક વ્યાજ દર સાથે ઓફર કરવામાં આવતી હતી, જેમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઈને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકતું હતું.
બનાસકાંઠાઃ GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાની શક્યતા છે. આ ભીષણ આગમાં પાંચ લોકોનાં મોત છે જ્યારે પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડીસાની જીઆઈડીસીમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફટાકડાની ફેક્ટરી હોવાને કારણે ત્યાં જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ફાયક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી પાંચ શ્રમિકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ આગને કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.
આ અંગેની સમાચાર મળતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરની ટીમ સાથે ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માણસ પોતાના કામમાં જ્યારે બહુ વ્યસ્ત હોય ત્યારે સૌથી છેલ્લે પોતાના ઘરને અથવા પોતાના સૌથી નજીકના સ્વજન માટે સમય ફાળવતો હોય છે.
સુથારનું કામ જ ફર્નિચર બનાવવાનું છે. પણ પોતાનો જ હુન્નર છે અને ઘરનું જ કામ છે જેમાંથી પૈસા મળવાના નથી એટલે જ્યાં સુધી એ સાવ નવરો ન પડે ત્યાં સુધી આ કામ રઝળ્યા કરે છે. આ પરિસ્થિતીને સમજાવતી આ કહેવત છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
અમેરિકા: OpenAI ChatGPT એ ગયા અઠવાડિયે GPT 4o ઇમેજ મેકર ટૂલ લોન્ચ કર્યું હતું. જે લોન્ચના બીજા જ દિવસે વાઇરલ થઇ ગયું હતું. આ ટૂલ એટલું વાઇરલ છે કે સોશિયલ મીડિયા પર બસ Ghibli ઈમેજ જ જોવા મળી રહી છે. એવામાં હવે OpenAIના CEO સેમ ઓલ્ટમેને આ વિશે પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘ઇમેજ મેકર ટૂલ દરેક માટે ફ્રી હશે.’
chatgpt image gen now rolled out to all free users!
Ghibli ઈમેજ જનરેટરની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે આ ઈમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટનો જાણે પૂર આવ્યું હતું. જેના કારણે ChatGPTનું સર્વર ડાઉન થયું હતું. આ પછી સેમ ઓલ્ટમેને રવિવારે પોસ્ટ કરીને કહ્યું હતું કે, યુઝર્સ થોડી શાંતિ રાખો જેથી અમારી ટીમ ઊંઘ લઈ શકે.’
જયારે હવે આજે સેમ ઓલ્ટમેને X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘Chatgpt Image Gen હવે દરેક માટે મફતમાં ઉપલબ્ધ છે.’
આ રીતે ફ્રીમાં તૈયાર કરો Ghibli ઈમેજ
ChatGPT Plus સાથે આ સર્વિસ શરૂ કરવામાં આવી હતી અને હવે આ સર્વિસ પણ મફતમાં ઉપલબ્ધ છે.
Ghibli ઈમેજ બનાવવા માટે ChatGPT વેબસાઇટ અથવા એપ ખોલો. અહીં તમને ચેટબોક્સની અંદર પ્લસ આઇકોન મળશે.
તેમાં ‘+’ આઇકોન પર ક્લિક કરીને ફોટો અપલોડ કરી શકો છો. આ પછી યુઝર્સે પ્રોમ્પ્ટ આપવો પડશે. એકવાર પ્રોમ્પ્ટ બોક્સમાં ફોટો દેખાય, Ghiblify this લખો.
આ પછી આપણે થોડો સમય રાહ જોવી પડશે. પછી ત્યાં તમે પરિણામ સ્વરૂપે Ghibli ફોર્મેટમાં ફોટો જોઈ શકશો, જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.
આ ઇમેજ ડાઉનલોડ કર્યા પછી, તમે તેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર અથવા પ્રોફાઇલ પિક્ચર તરીકે કરી શકો છો.
Ghibli શું છે?
સોશિયલ મીડિયા પર અત્યારે Ghibli આર્ટ એનિમેશન છવાયેલું છે. લોકો પોતાની ફોટોનું એનિમેશન બનાવી રહ્યાં છે. Ghibli ભલે તમારા માટે નવું હોય પરંતુ તેની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી. પોતાના હેન્ડ-ડ્રોન એનિમેશન દ્વારા કિસ્સા-કહાનીઓ કહેનાર આ આર્ટ સ્ટુડિયોએ લાખો દિલ જીત્યા છે.
Ghibli સ્ટાઈલના ફોટોમાં સોફ્ટ કલર ટોન, ડિટેલિંગ અને પેઇન્ટિંગ જેવી જાદુઈ થીમનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. હવે OpenAIના નવા ટૂલની મદદથી આ ખાસ આર્ટ સ્ટાઇલને સરળતાથી રિક્રિએટ કરી શકાય છે.
Ghibliની શરૂઆત કોણે કરી?
Ghibliના મૂળ જાપાન સાથે જોડાયેલા છે. હયાઓ મિયાજાકી છે. મિયાજાકી નામના એનિમેટરે તેની શરૂઆત કરી. જે આર્ટને મિયાજાકીએ 40 વર્ષ પહેલા બનાવ્યું આજે તેમની સમગ્ર દુનિયા દિવાની છે. હાયાઓ મિયાજાકી Ghibli સ્ટુડિયોના ફાઉન્ડર છે. તેમણે આ એનિમેટેડ આર્ટનો ઉપયોગ કરીને 25થી વધુ એનિમેટેડ ફિલ્મો અને ટીવી સીરિઝ બનાવી છે. આ આર્ટથી બનેલી સ્પિરિટેડ અવેથી 2300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.