|
ઘોડા વેચીને સૂઈ જવું |
ઘોડો એટલે મૂલ્યવાન મિલકત અથવા માલસામાન. જ્યારે આવી મિલકત પોતાની પાસે હોય ત્યારે તેની સંભાળ રાખવાની, ચોરી ન થઈ જાય તેની ચિંતા કરવાની અને ઘણી વખત રાત્રે પણ ચોકી કરવાની જરૂર પડે. પરંતુ એકવાર ઘોડો કે માલસામાન વેચાઈ જાય અને તેના બદલામાં પૈસા મળી જાય, પછી તેની સુરક્ષાની ચિંતા રહેતી નથી. પરિણામે માણસ સંપૂર્ણ નિરાંતે અને નિશ્ચિંત થઈને ઊંઘી શકે છે.

આથી, કોઈપણ પ્રકારની ચિંતા, જવાબદારી કે ભય વિના સંપૂર્ણ નિરાંતે ઊંઘી જવું અથવા ચિંતા છોડીને આરામ કરવો — એવા અર્થમાં ‘ઘોડા વેચીને સૂઈ જવું’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




