ઓસ્ટ્રેલિયન ટીમે શ્રીલંકાની ઈનિંગને 43.3 ઓવરમાં 209 રનમાં સમેટી દીધી હતી. લંકાની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી ન હતી. કુસલ પરેરા અને પથુમ નિસાન્કાએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને મજબૂત શરૂઆત અપાવી હતી. નિસાંકા 61 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કુસલ મેન્ડિસ 78 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બંનેના આઉટ થયા બાદ લંકાની ટીમ ફંગોળાઈ હતી અને 209 રનમાં સમેટાઈ ગઈ હતી.
Sri Lanka all out for 209 against Australia in World Cup match in Lucknow. #AUSvsSL pic.twitter.com/YhLV057N4v
— Press Trust of India (@PTI_News) October 16, 2023
નિસાન્કા અને મેન્ડિસ સિવાય માત્ર ચારિત અસલંકા જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. તેણે 25 રન બનાવ્યા હતા. દાસુન શનાકાના આઉટ થયા બાદ સુકાની સંભાળી રહેલો કુસલ મેન્ડિસ માત્ર નવ રન બનાવી શક્યો હતો. પાકિસ્તાન સામે સદી ફટકારનાર સાદિરા સમરવિક્રમા આઠ રન બનાવીને આઉટ થયો હતો. ધનંજય ડી સિલ્વા સાત અને લાહિરુ કુમારા ચાર રન બનાવીને આઉટ થયા હતા. ચમિકા કરુણારત્ને અને દુનિથ વેલાલાગે માત્ર બે જ રન બનાવી શક્યા હતા. મહિષ તિક્ષિણા ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે, દિલશાન મદુશંકા ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી હતી. ગ્લેન મેક્સવેલે એક વિકેટ લીધી હતી.