World Cup 2023 : ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને આપ્યો 283 રનનો ટાર્ગેટ આપ્યો

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વર્લ્ડ-કપ મેચમાં ઇંગ્લેન્ડે 50 ઓવેરમાં 9 વિકેટ ગુમાવીને 282 રન ફટકાર્યા છે. ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડને 50 ઓવરમાં 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 77 રન ફટકાર્યા હતા, જ્યારે ન્યૂઝિલેન્ડ તરફથી મેટ હેનરીએ ત્રણ વિકેટ લીધી હતી.


સૌથી વધુ રન જો રૂટના નામે

આ મેચમાં ઇંગ્લેન્ડ બેટ્સમેન જો રૂટે 86 બોલમાં 4 ચોક્કા અને 1 સિક્સરની મદદથી 77 રન કર્યા હતાં. જો રૂટ અને જોસ બટલર સાથે 72 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. સૌથી વધુ વિકેટ મેટ હેનરીએ 10 ઓવરમાં 48 રન આપીને 3 વિકેટ લીધીં હતી. કેપ્ટન જોસ બટલર તેની બેટિંગ દરમ્યાન 102.38 ની બેટિંગ સ્ટ્રાઇક રેટથી 42 બોલમાં 43 રન કર્યા હતા.


ઈંગ્લેન્ડ

જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર(કેપ્ટન/વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ, માર્ક વુડ

ન્યૂઝીલેન્ડ

ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેંપમેન. જિમી નીશમ, મિચેલ સેન્ટર, મેટ હૈનરી અને ટ્રેંટ બોલ્ટ