આરાઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને RJDના નેતા તેજસ્વી યાદવ સાથે ‘વોટર અધિકાર યાત્રા’માં જોડાયા હતા. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી અને મહાગઠબંધનના બીજા કેટલાક નેતાઓ એક ખુલ્લી જીપમાં સવાર દેખાયા અને તેમણે ઉમટેલી ભીડનું અભિવાદન સ્વીકાર્યું હતું આ અવસર પર અખિલેશ યાદવે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. સાસારામથી 17 ઓગસ્ટે શરૂ થયેલી આ 16 દિવસીય યાત્રાનો પહેલી સપ્ટેમ્બરે પટનામાં વિશાળ પગપાળા માર્ચ સાથે અંત આવશે.
‘अबकी बार, भाजपा बिहार से बाहर’અખિલેશ યાદવે કહ્યું હતું કે અમે તેમને અવધમાં હરાવ્યા હતા, તમે લોકો તેમને મગધ (બિહાર)માં હરાવો. બિહારની આ મહત્વની ચૂંટણી છે, જેના પર આખા દેશની નજર છે. આ ઉત્સાહ બતાવી રહ્યો છે કે જનતા ભાજપ અને તેના સાથીઓને હરાવવાની છે. હું સૂત્ર આપી રહ્યો છું કે ‘अबकी बार, भाजपा बिहार से बाहर’. બિહારે એક વાર ભાજપનું રથ રોક્યો હતો અને આ વખતે પણ બિહારના લોકો ભાજપનો રથ રોકશે, એમ તેમણે કહ્યું હતું.
हम लोगो ने अवध से हराया था बिहार वाले मगध से हरायेंगे..
मा॰ अखिलेश यादव जी बिहार📍😄🔥 pic.twitter.com/8HmBYU3XSd
— Aadhya Yadav (@Aadhyayadavv) August 30, 2025
વોટર અધિકાર યાત્રા
બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ યાત્રા અત્યાર સુધી રોહિતાસ, ઔરંગાબાદ, ગયાજી, નવાડા, શેખપુરા, નાલંદા, લખીસરાય, મુંગેર, કટિહાર, પૂર્ણિયા, સુપૌલ, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, સીતામઢી, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ અને સીઓવાનમાંથી પસાર થઈ ચૂકી છે. હવે આ યાત્રા સારણ પછી ભોજપુરમાંથી પસાર થશે.


