હરિયાણા: જીંદ જિલ્લાના એસ.પી. સુમિત કુમાર પર યૌન શોષણના ગંભીર આરોપો લાગ્યા છે. તેમની સામે સાત મહિલા પોલીસકર્મીઓએ ફરિયાદ કરી છે. આ યૌન શોષણના મામલામાં અનેક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પોલીસકર્મીઓએ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને એક પત્ર લખીને તેમની સાથે થયેલા વર્તનનું વર્ણન કર્યું છે. મહિલા પોલીસકર્મીએ સી.એમ.ને પત્ર લખીને કાર્યવાહીની માગ કરી છે. આ પત્ર પર ઘણી મહિલા પોલીસકર્મીઓની સહી છે.
સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, એસ.એચ.ઓ. મુકેશ રાની, ડી.એસ.પી ગીતિકા. અને આઈ.પી.એસ. અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ એસ.એચ.ઓ. અને ડી.એસ.પી. બંને મહિલાઓ છે.જીંદમાં મહિલા પોલીસ કર્મીઓના યૌન શોષણના મામલામાં મહિલા આયોગ 7મી નવેમ્બરના રોજ બીજી વખત સુનવણી કરવા જઈ રહ્યું છે. 30 ઓક્ટોબરે પંચે આ કેસના તપાસ અધિકારી એસ.પી. આસ્થા મોદીને બોલાવ્યા હતા. જોકે, તેમણે તેમની જગ્યાએ ડી.એસ.પી.ને મોકલી તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો.
મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ મહિલા પોલીસ કર્મીઓને રૂબરૂ વાત કરવાનું કહ્યું હતું. આજે 7 મહિલા પોલીસ કર્મચારીઓ આરોપી SHO અને DSPની સામે તેમની અગ્નિપરીક્ષાનું વર્ણન કરશે. નોંધનીય છે કે આ કેસમાં અધ્યક્ષ રેણુ ભાટિયાની માગ પર આરોપી IPS અધિકારી, મહિલા SHO, DSPની બદલી કરવામાં આવી હતી.સરકારે 3 નવેમ્બરે ADGP મમતા સિંહના નેતૃત્વમાં આ કેસમાં SITની રચના કરી હતી. બીજા દિવસે 4 ઑક્ટોબરે, ADGP એ જિલ્લા પર પહોંચ્યા જ્યાં આરોપી IPS અધિકારી તૈનાત હતા. પોલીસ લાઈનમાં તેણે 30 મહિલા પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ મમતા સિંહે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. કમિટીની તપાસ ડીજીપીને સોંપવામાં આવશે.