VIDEO : નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસને મારી દીધી થપ્પડ

વડોદરામાં નશામાં ધૂત એક યુવતીએ જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે અપશબ્દો બોલી કરી હતી. એટલુ જ નહિ, તેણે નશામાં ભાન ભૂલી પોલીસ કર્મીને થપ્પડ લગાવી દીધી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક યુવતીને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નશામાં ધૂત યુવતીએ પોલીસ સાથે બબાલ કરી હતી. રાત્રે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓએ કાર રોકતા યુવતી રોષે ભરાઈ હતી. યુવતી નશામાં ધૂત હતી. તેથી તેણે પોલીસ કર્મીઓ સાથે જાહેરમાં ગાળાગાળી કરી હતી. એટલુ જ નહિ, યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી જમાદારને થપ્પડ મારી દીધી હતી. યુવતીએ પોલીસને કહ્યું કે, મારો વીડિયો ઉતારી લો, ને થાય તે કરી લો. આ બાદ ગોત્રી પોલીસે બેફામ બનેલી યુવતીની અટકાયત કરી હતી.ગોત્રી પોલીસે મોના હિંગુ નામની યુવતીની અટકાયત કરી છે. તેની અટકાયત બાદ માહિતી સામે આવી કે, મોના હિંગુ નામની યુવતી ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ પાસે રોડ ક્રોસ કરવા બાબતે એક રાહદારી સાથે તકરાર કરી હતી. એક રાહદારીએ યુવતીની ગેરવર્તણૂક અંગે 100 નંબર ફરિયાદ કરી હતી. જેથી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી.

યુવતીની પૂછપરછમાં તેણે કબૂલ્યું

ઘટના સ્થળે પોલીસ પહોંચતા યુવતીએ હંગામો કર્યો હતો. યુવતીની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, વાસણા ભાયલી રોડ વિસ્તારમાં તેણે દારૂની મેહફીલ માણી હતી. મેહફીલ માણ્યા બાદ સિટી વિસ્તારમાં કાર લઈ પોતાના ઘરે જઈ રહી હતી. મોના હિંગુ નામની આ યુવતી નેલ આર્ટનું કામ કરે છે. તેની સામે કલમ 185 મુજબ નશો કરીને બેફામ વાહન હંકારવાનો ગુનો નોંધાયો છે. તેમજ કલમ 332 પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણૂંક તેમજ સરકારી કામમાં દખલ કરવાની કલમ ઉમેરાઈ છે.

યુવતીનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થાય તેના માટે કાર્યવાહી કરાશે

વડોદરા શહેર પોલીસના ઈન્ચાર્જ એસીપી આરડી કવાએ જણાવ્યું કે, યુવતીનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થાય તેના માટે કાર્યવાહી કરાશે. ગત રાત્રિએ નશામાં ડ્રાઈવિંગ કરવા બદલ તેની સામે ગુનો નોંધાય છે. આજે સવારે એક પોલીસ કર્મી ફરિયાદી બનતા પોલીસ સાથે ગેરવર્તણૂકનો અલગ ગુનો નોંધ્યો છે. કાર યુવતીની છે કે અન્ય કોઈની તે દિશામાં તપાસ કરીશું.