નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે ભારતીય વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે બેઠક કરી. આ બેઠકમાં બંને નેતાઓએ મહત્વપૂર્ણ ખનિજોના શોધ, ખાણકામ અને પ્રોસેસિંગ ક્ષેત્રે દ્વિપક્ષી સહકારને ઔપચારિક સ્વરૂપ આપવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સેક્રેટરી રૂબિયો અને વિદેશ મંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વેપાર સંધિનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એ બાબત પર ભાર મૂક્યો કે નવી આર્થિક તકો ખોલવા અને સંયુક્ત ઊર્જા સુરક્ષા લક્ષ્યોને આગળ વધારવા માટે લોકશાહી દેશોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.આ બેઠકના અંતે સેક્રેટરી રુબિયો અને વિદેશ મંત્રી જયશંકરે ક્વાડ (Quad) મારફતે દ્વિપક્ષી અને બહુપક્ષી સહકાર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક વિસ્તાર અમારા સંયુક્ત હિતોને આગળ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને મંગળવારે ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ છેલ્લા લગભગ છ મહિનાથી બંને દેશો વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિમાં ઘટાડો થવાની અને સંબંધોમાં સુધારાની આશા વધી છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ મુલાકાતને દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.
Met with Indian External Affairs Minister @DrSJaishankar to discuss our bilateral cooperation on critical minerals exploration and work together to unlock new economic opportunities between our two countries. We also commended the trade deal between the United States and India. pic.twitter.com/Wji6P3v5ZE
— Secretary Marco Rubio (@SecRubio) February 3, 2026
માર્કો રૂબિયોએ X પર લખ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે મુલાકાત કરી. આ દરમિયાન અમે મહત્વપૂર્ણ ખનિજોની શોધ સંબંધિત દ્વિપક્ષીય સહકાર પર ચર્ચા કરી અને બંને દેશો વચ્ચે નવી આર્થિક તકો ખોલવા માટે સાથે મળીને કામ કરવા અંગે વાત કરી. અમે અમેરિકા અને ભારત વચ્ચે થયેલી વેપાર સંધિનું પણ સ્વાગત કર્યું. બંને દેશો વચ્ચે નવી આર્થિક તકો અનલૉક કરવા માટે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
Delighted to meet US @SecRubio this afternoon.
A wide ranging conversation that covered our bilateral cooperation agenda, regional and global issues.
Facets of India – US Strategic Partnership discussed included trade, energy, nuclear, defence, critical minerals and… pic.twitter.com/1rbXJHgEQY
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 3, 2026
વિદેશ મંત્રી એસ. જયશંકરે X એકાઉન્ટ પર લખ્યું હતું કે આજે બપોરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળીને ખૂબ આનંદ થયો. એક વ્યાપક ચર્ચા થઈ, જેમાં અમારા દ્વિપક્ષી સહકાર એજન્ડા, તેમ જ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર વાત થઈ, જેમાં વેપાર, ઊર્જા, પરમાણુ, રક્ષા, મહત્વપૂર્ણ ખનિજ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અમારા સંયુક્ત હિતોને આગળ વધારવા માટે વિવિધ તંત્રોની વહેલી બેઠક યોજવા પર સહમતી થઈ હતી.


