સિનિયર સિટિઝનોની ડિજિટલ એરેસ્ટ કરનારા બે જણની ધરપકડ

વડોદરાઃ શહેરના તાંદલજા તથા માંજલપુર વિસ્તારમાં રહેતા બે સિનિયર સિટિઝનોને ગેરકાયદે પાર્સલ તથા બોગસ પોલીસ બનીને ડિજિટેલ અરેસ્ટ કર્યા બાદ મની લોન્ડરિંગ તથા બેન્કની ખોટી માહિતી આપવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવશે તેમ કહી ધમકાવીને રૂ. 2.79 કરોડ રૂપિયા પડાવારનાર બે ઠગને સાઇબર ક્રાઇમ પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરમાં સાઇબર માફિયા દ્વારા લોકોને તમારા પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું છે તથા મની લોન્ડરિંગ કેસમાં તમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ તમારે કેસમાં બહાર આવવું હોય તેમ જ પોલીસથી ધરપકડ ના કરાવવી હોય તેમ કહીને તમારા બેન્ક ખાતા, સેવિંગ, એફડી સહિતની તમામ માહિતી અમને આપવી પડશે તેમ જ જ્યાં સુધી કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી તમારાં નાણાં તેમની પાસે રહેશે તેમ કહી ઠગો રૂપિયા વિવિધ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવે છે અને ધરપકડથી બચવા માટે લોકો પણ તેમને રૂપિયા ટ્રાન્સફર કરી આપી છેતરપિંડીનો ભોગ બની જાય છે. ત્યાર બાદ આ ઠગો તેમને રૂપિયા પરત આપતા નથી અને રૂપિયા ચાંઉ કરી નાખતા હોય છે.

વડોદરા શહેરમાં ડિજિટલ એરેસ્ટ કરીને તાંદલજાના મુક્તિનગરમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ દીપક દામોદર સુદામે સાઇબરના પીએસઆઇ બોલતા હોવાનું કહીને બેન્કની માહિતી આપી હોય તેમને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.1.21 કરોડ તથા માંજલપુર રાધેશ્યામ ડુપ્લેક્ષમાં રહેતા જગદીશ ચંદ્રકાંત ગાંધી (ઉં.વ.72)ને મની લોન્ડરિંગ કેસમાં પણ 45 દિવસ સુધી તેના ઘરમાં ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.1.58 કરોડ ધરપકડ કરવાનો ડર આપીને પડાવી લીધા હતા. બંને વૃદ્ધે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરીને એક આરોપી વિવેક મગન સોજિત્રા (રહે. સુરત)ને મોમહમદ અલફેશ અયુબ સૈયદ (રહે. સુરત)ને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વિવિક સોજિત્રા વિરુદ્ધ એનસીસીઆરપી પોર્ટલ પર ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે તેનું બેન્કનું કાર્ડ દુબઈ મોકલાતું હોય ત્યાંથી રૂપિયા ઉપાડાતા હતા. જ્યારે મોહમદ અલશેફ સૈયદ વિરુદ્ધ ત્રણ એનસીસીઆરપી પોર્ટલ પર ફરિયાદ છે.