હિન્દીભાષી લોકોને નિશાન બનાવવાને મુદ્દે ઠાકરે, દુબે વચ્ચે ઘમસાણ

મુંબઈઃ મુંબઈમાં હિન્દીભાષી લોકોની પિટાઈને મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. ભાજપ સાંસદના પટકી પટકીને મારીશું’ જેવા નિવેદન પર રાજ ઠાકરે કહ્યું છે કે તું મુંબઈમાં આવ દુબે, અમે તને દરિયામાં દરિયામાં ડુબાડી-ડુબાડીને મારીશું.

 રાજ ઠાકરે CM દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે જો રાજ્યમાં ધોરણ એક  પાંચ સુધી હિન્દી ભાષાને ફરજિયાત બનાવવામાં આવશે તો અમે શાળાઓ બંધ કરાવવા માટે પાછા નહીં પડીએ. જ્યારે દુબેએ કહ્યું હતુ કે મેં રાજ ઠાકરેને હિન્દી શીખવી દીધી છે.

તેઓ મરાઠી ભાષા અને મહારાષ્ટ્રના લોકોના અપમાનને કદી સહન નહીં કરે. મને મરાઠી અને મહારાષ્ટ્રના લોકોના પ્રશ્નમાં કોઈ સમજૂતી કરવી નથી. જેઓ મહારાષ્ટ્રમાં રહે છે, તેમણે શક્ય તેટલી વહેલી તકે મરાઠી શીખવી જોઈએ. જ્યાં જાઓ ત્યાં મરાઠી બોલો, એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.
તેમણે મીરા- ભાયંદર જિલ્લામાં એક રેલીમાં તેમણે મહારાષ્ટ્રના લોકોને જાગ્રત રહેવા અને હિન્દી થોપવાની સરકારની કોઈ પણ યોજનાને નિષ્ફળ બનાવવાની અપીલ કરી. થોડા સમય પહેલાં મનસેના કાર્યકરો એ એક દુકાનદાર સાથે મારપીટ કરી હતી કેમ કે તેણે મરાઠી બોલવાનો ઇનકાર કર્યો હતો.

ભાજપના નેતૃત્વમાં આવેલી સરકારએ શાળાઓમાં હિન્દી ફરજિયાત કરવાની દિશામાં બે આદેશો આપ્યા હતા, પરંતુ ભારે વિરોધ બાદ તે આદેશ પાછા ખેંચવા પડ્યા.