જો સાપ નીકળે તો રેસ્ક્યુ માટે કોને ફોન કરવો?

અમદાવાદ: સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ સૌથી વધુ પ્રકાશમાં આવતા હોય છે. આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં સાપના રેસ્ક્યુ કરવા માટેના કોલમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ સૌથી વધુ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સાપ રહેઠાણ વિસ્તારોની આસપાસ જોવ મળે તો રેસ્ક્યુ કરવા માટે કોને બોલાવવા?

અમદવાદમાં અનેક સંસ્થાઓ સાપના રેસ્ક્યુનું કામ કરતી હોય છે. આ સંસ્થાઓનું કહેવું છે કે ભારે વરસાદને કારણે જો આપને ત્યાં કોઈ જંગલી જાનવર કે સાપ નીકળી આવે તો એને મારશો નહિ નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને રેસક્યુ કરાવી લેવું

હેલ્પલાઇન અમદાવાદ માટે

લાઈફ ફોર વાઈલ્ડ ફાઉન્ડેશન – 9429060000
પારેવડાં ગ્રુપ – 99741 65255
નેચર કૉંઝર્વેશન – 98988 18105
કાંકરિયા ઝૂ – 820-0057563
ઈ.ટી. સી ઇન્ડિયા – 85110 08593
રેસક્યુ ફાઉન્ડેશન – 80005 35253
વન વિભાગ – 7600009845

આમ તો રેસક્યુ માટેની સર્વિસનો 250/- થી વધારે ચાર્જ હોતો નથી, એ પણ જો તમે આપી શકો એમ હોય તો. જો કોઈ વ્યક્તિ વધારે પૈસાની માંગણી કરે તો તમે તેના વિરૂદ્ધ વનવિભાગમાં ફરિયાદ કરી શકો છો.