મધ્ય પ્રદેશ: ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમેળાના આયોજન માટે રોડ પહોળા કરવાનો (સડક ચોડીકરણ) પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. જેના પગલે શાહી મસ્જિદના એક ભાગને દૂર કરવાની કામગીરી દરમિયાન વાતાવરણ તંગ બન્યું. સોમવારે સવારે મસ્જિદનો ભાગ દૂર કરવા પહોંચેલી પોલીસ અને વિરોધ કરી રહેલા સ્થાનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.
VIDEO | Ujjain, Madhya Pradesh: Security tightened after stone pelting broke out during protests against the removal of Shahi Masjid in Ujjain. Police used tear gas to disperse protesters.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/0tWKTnCSlk
— Press Trust of India (@PTI_News) September 28, 2026
પથ્થરમારો અને લાઠીચાર્જ
કામગીરી રોકવા પહોંચેલી મહિલાઓ અને ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અડધો ડઝન જેટલાં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ભીડને વિખેરવા પોલીસે અશ્રુવાયુ (ટીયર ગેસ)ના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
10 લોકોની અટકાયત
પોલીસે અત્યાર સુધીમાં 10 લોકો સામે કાર્યવાહી કરી છે. જેમાંથી 5 લોકો સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે 5 લોકો બહારથી ઉજ્જૈનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા છે.
Ujjain, Madhya Pradesh: Heavy police deployment continues during the removal of a portion of the Shahi Mosque for road widening. Around 2,500 police personnel and officers, including senior officials, are deployed at the spot. Tear gas shells were fired following stone-pelting,… pic.twitter.com/m4jTS9sbuh
— IANS (@ians_india) September 28, 2026
ચુસ્ત બંદોબસ્ત
વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આસપાસના જિલ્લાઓમાંથી વધારાની પોલીસ બોલાવીને આશરે 2,500 જેટલાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે.
સડક ચોડીકરણ
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રસ્તો પહોળો કરવા માટે મસ્જિદનો 9 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો હિસ્સો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યો છે. આ કેસ અંગે હાઇકોર્ટની ઈંદૌર બેંચમાં પણ સુનાવણી થવાની છે.






