ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા રવાના, 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે ટકરાશે

ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે રવાના થઈ ગઈ. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સહિત કેટલાક ખેલાડીઓ મુંબઈથી રવાના થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા બે ભાગમાં દુબઈ પહોંચશે. ટીમનો બીજો બેચ પણ ટૂંક સમયમાં રવાના થશે. વોશિંગ્ટન સુંદર પ્રથમ બેચનો ભાગ છે. તે મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્મા સાથે જોવા મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાની પહેલી મેચ મુંબઈથી દુબઈ જવા રવાના થઈ ગઈ છે. ભારતનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સાથે છે. આ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. મુખ્ય કોચ ગંભીર, કેપ્ટન રોહિત, વિરાટ કોહલી, વોશિંગ્ટન સુંદર, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા. આ બધા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના પહેલા બેચનો ભાગ છે.

ઐયર-અક્ષર પણ દુબઈ જવા રવાના થયા 

ટીમ ઈન્ડિયાના મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ પણ મુંબઈ જવા રવાના થઈ ગયા છે. ઝડપી બોલર અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પણ ટીમ ઈન્ડિયાના પ્રથમ બેચનો ભાગ છે. બંને દુબઈ જવા રવાના પણ થઈ ગયા છે.