તમન્ના અને ડાયનાની વેબ સીરિઝ ‘ડુ યુ વોના પાર્ટનર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરી બૉલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીની આગામી વેબ સિરીઝ ‘ડુ યુ વોના પાર્ટનર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. આ ઈવેન્ટમાં કરણ જૌહર, તમન્ના ભાટિયા અને ડાયના સહિતના સ્ટાર્સે હાજરી આપી હતી.

નિર્માતાઓએ તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીની વેબ સીરિઝ ‘ડુ યુ વોના પાર્ટનર’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ 2 મિનિટ 57 સેકન્ડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બે મહિલાઓ શિખા અને અનાહિતા પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે. આમાં, તેમની ધીરજ અને સંઘર્ષને ખૂબ જ શાનદાર રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં કોમેડી પણ જોવા મળે છે. આ વેબ સીરિઝ યુવાનો પર કેન્દ્રિત છે, જે દર્શકોને પ્રેરણા આપવાનું પણ કામ કરી શકે છે.

કોલિન ડીકુંહા અને અર્ચિત કુમાર દ્વારા દિગ્દર્શિત વેબ સીરિઝ ‘ડુ યુ વોના પાર્ટનર’ 12 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. તે જ સમયે આ વેબ સીરિઝનું નિર્માણ મિથુન ગોંગોપાધ્યાય અને નિશાંત નાયક દ્વારા કરવામાં આવ્યું છે. તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટી ઉપરાંત, જાવેદ જાફરી, નકુલ મહેતા, શ્વેતા તિવારી, નીરજ કબી, સૂફી મોતીવાલા અને રણવિજય સિંહ પણ આ સીરિઝમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

તમન્ના ભાટિયા વિશે વાત કરીએ તો હાલમાં તેણી પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રોમિયો’માં શાહિદ કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. તે જ સમયે એક્શન સ્ટાર જોન અબ્રાહમ સાથેનો એક પ્રોજેક્ટ પણ તેની રાહ જોઈ રહ્યો છે. તેની સૌથી ચર્ચિત ફિલ્મ ‘વીવન’ છે જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલાથી જ નક્કી થઈ ગઈ છે અને તે 15 મે 2026 ના રોજ સિનેમાઘરોમાં આવશે.