આઈસીસી મેન્સ ટી20 વિશ્વ કપ 2026 ના સુપર 8 મુકાબલામાં આજે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે અમદાવાદના Narendra Modi Stadium ખાતે થઈ રહ્યો છે. ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને નિર્ધારિત 20 ઓવરમાં 187 રન બનાવી ભારત સામે 188 રનનું લક્ષ્ય મૂકી દીધું. બંને ટીમો છેલ્લા 2 મહિનામાં 6મી વાર આમને સામને આવી રહી છે, પરંતુ આ વિશ્વ કપમાં આ તેમની પ્રથમ ટક્કર છે.
દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી. ઇનિંગ્સની શરૂઆત ક્વિન્ટન ડી કોક અને એડન માર્કરમે કરી, પરંતુ બીજા જ ઓવરમાં Jasprit Bumrah એ ડી કોકને બોલ્ડ કરી દીધા. ડી કોકે માત્ર 6 રન બનાવ્યા. તરત જ આગામી ઓવરમાં અર્શદીપ સિંહે માર્કરમને પેવેલિયન મોકલી દીધા. તે સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર માત્ર 12 રન હતો. બુમરાહ અહીં અટક્યા નહીં અને પોતાના બીજા તેમજ ઇનિંગ્સના ચોથા ઓવરમાં રયાન રિકેલ્ટનનો વિકેટ લઈ દક્ષિણ આફ્રિકાને વધુ ઝટકો આપ્યો. રિકેલ્ટને માત્ર 7 રન બનાવ્યા. 6 ઓવરમાં સ્કોર 41-3 રહ્યો.
Innings Break!#TeamIndia have been set a target of 188. 🎯
Chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/ZE8J4fF18z#T20WorldCup | #MenInBlue | #INDvSA pic.twitter.com/halaNIMltw
— BCCI (@BCCI) February 22, 2026
આ મુશ્કેલ પરિસ્થિતિમાં ડેવાલ્ડ બ્રેવિસ અને ડેવિડ મિલરે સંભાળપૂર્વક અને આક્રમકતા સાથે પારી આગળ ધપાવી. બંને વચ્ચે 97 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ. 13મા ઓવરમાં Shivam Dube એ બ્રેવિસને આઉટ કરી આ ભાગીદારી તોડી. બ્રેવિસે 29 બોલમાં 45 રનની અસરકારક ઇનિંગ્સ રમી. ત્યારબાદ મિલરે આક્રમકતા જાળવી રાખી, પરંતુ 16મા ઓવરમાં Varun Chakravarthy એ તેમને આઉટ કર્યા. મિલરે 35 બોલમાં 63 રનની ધમાકેદાર પારી રમી.
અંતિમ ઓવરોમાં અર્શદીપ સિંહે 18મા ઓવરમાં માર્કો જાનસેનને પેવેલિયન મોકલ્યા અને 19મા ઓવરમાં બુમરાહે વધુ એક વિકેટ ઝડપી. છતાં ટ્રિસ્ટન સ્ટબ્સે અંતિમ ક્ષણોમાં ઉપયોગી રન ઉમેરતા દક્ષિણ આફ્રિકાને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. નિર્ધારિત 20 ઓવરમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 187 રન રહ્યો અને ભારત સામે 188 રનનું લક્ષ્ય નક્કી થયું.
ભારત તરફથી સૌથી સફળ બોલર બુમરાહ રહ્યા. તેમણે 4 ઓવરમાં માત્ર 15 રન આપી 3 વિકેટ ઝડપી અને શરૂઆતમાં જ દક્ષિણ આફ્રિકાની કમર તોડી. અર્શદીપ સિંહે 2 વિકેટ મેળવી, જ્યારે વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ 1-1 સફળતા મેળવી. ભારત માટે શરૂઆતમાં બોલિંગ શિસ્તબદ્ધ રહી, પરંતુ મધ્ય ઓવરોમાં ભાગીદારીને કારણે દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં પહોંચ્યું.


