પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. આ અંગે MATRIZE-IANS એક મત સર્વે કર્યો છે. આ સર્વે મુજબ બિહારમાં NDAનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે. લોકો CM નીતીશકુમારનાં કાર્યો પર મહોર લગાવતા દેખાઈ રહ્યા છે.
ઓપિનિયન પોલ મુજબ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં NDAને 150થી 160 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે મહાગઠબંધનને 70થી 80 બેઠકો અને અન્યને નવથી 12 બેઠકો મળી શકે છે. આ સર્વે મુજબ એનડીએને 49 ટકા, મહાગઠબંધનને 36 ટકા અને અન્યને 15 ટકા મત મળવાની શક્યતા છે.
NDA, મહાગઠબંધનને કેટલી બેઠકો મળશે: સર્વે
NDAમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બને એવી શક્યતા છે. આ સર્વે અનુસાર ભાજપને 80થી 85 બેઠકો, JDUને 60થી 65 બેઠકો, હમ (HAM)ને 3થી 6 બેઠકો, LJPને (રામ વિલાસ પાસવાન ગ્રુપ) 4થી 6 બેઠકો અને આરએલએમને એકથી 2 બેઠકો મળી શકે છે.મહાગઠબંધનમાં RJDને 60થી 65 બેઠકો, કોંગ્રેસને સાતથી 10 બેઠકો, CPI-MLને 6થી 9 બેઠકો, CPIને એક બેઠક, CPIMને એક બેઠક અને VIPને બેથી 4 બેઠકો મળવાનો અંદાજ છે.
IANS–Matriz: Bihar Assembly Elections – Opinion Poll 2025, (By Alliance) pic.twitter.com/8JgRSygck4
— IANS (@ians_india) October 6, 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર રહેશે, 18 ઓક્ટોબરે ચકાસણી થશે અને 20 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. બીજા તબક્કાની જાહેરાત 13 ઓક્ટોબરે કરવામાં આવશે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે, 21 ઓક્ટોબરે ચકાસણી થશે અને 23 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે MATRIZE-IANS દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. આ સર્વે બિહારના લોકો સાથેની ચર્ચા પર આધારિત છે. બિહારની તમામ 243 બેઠકો પર કુલ 46,862 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો હતો.
