અમેરિકા: સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા બંને અંતરિક્ષયાત્રીઓ અમેરિકાના ફ્લોરિડાના સમુદ્ર કિનારે ઉતરશે. બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન યાનમાં પાછા લાવવામાં આવશે. બંને અંતરિક્ષયાત્રીઓને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
નવ મહિના કરતાં વધુ સમયથી ISS પર અટવાયેલા
બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે જૂનમાં તેમના મિશન પર અંતરિક્ષમાં ગયા હતા. જો કે સ્ટારલાઇનર યાનને નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં બંને નવ મહિનાથી વધુ સમયથી ISS પર ફસાયેલા હતા. હવે તેમને પાછા લાવવા માટે SpaceX ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બંને અંતરિક્ષયાત્રીઓ અન્ય બે મુસાફરો સાથે મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ અને રોસકોસમોસ અંતરિક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યુલમાં પરત ફરશે.
.@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.
Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm
— NASA Commercial Crew (@Commercial_Crew) March 16, 2025
સુનિતાની પૃથ્વી પર વાપસી લાઈવ જોઈ શકાશે
નાસાએ જણાવ્યું છે કે અંતરિક્ષયાત્રીઓને પાછા લાવતું આ યાન મંગળવારે સાંજે લગભગ 5:57 વાગ્યે (ભારતમાં 19 માર્ચ, બુધવારના રોજ 3:27 વાગ્યે) ફ્લોરિડાના દરિયા કિનારે પહોંચશે. નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સ્પેસએક્સ ISSથી ક્રૂ-9ના પૃથ્વી પર પાછા ફરવાનું જીવંત પ્રસારણ કરશે. પ્રસારણ સોમવારે રાત્રે 10:45 વાગ્યે શરૂ થશે. ભારતમાં 18 માર્ચ સવારે 8:30 વાગ્યાથી જોવા મળશે.
