માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 22,000ની સપાટી નીચે

મુંબઈ: મંગળવારે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઇ છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો  મંગળવારે લાલ નિશાન પર ખુલ્યા છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 400 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 150 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ અમેરિકાના બજારો તેમજ એશિયન બજારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ભારતીય બજાર પણ આમાંથી બાકાત રહ્યું નથી.વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

મંગળવારે વૈશ્વિક બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોમવારે મોટાભાગના યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા. મુખ્ય વોલ સ્ટ્રીટ સૂચકાંકોમાં ઘટાડો થયો, જેમાં S&P 500 1.76 ટકા, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.48 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 2.64 ટકા ઘટ્યો, જેના કારણે Nvidiaના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો.

કેનેડાએ અમેરિકા પર રિટર્ન ટેરિફની જાહેરાત

મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી આજે શેરબજારના સેન્ટિમેન્ટ પર અસર થવાની શક્યતા છે. જવાબમાં, કેનેડાએ પણ તાત્કાલિક અસરથી અમેરિકા પર વળતો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.